< 1 શમુએલ 31 >
1 ૧ હવે પલિસ્તીઓએ ઇઝરાયલ વિરુદ્ધ લડાઈ કરી. ઇઝરાયલના માણસો પલિસ્તીઓની સામેથી નાસી ગયા. પણ ગિલ્બોઆ પર્વત ઉપર કતલ થઈને પડ્યા.
१पलिष्टी इस्राएलाशी लढले तेव्हा इस्राएल पलिष्ट्यांच्या पुढून पळून गिलबोवा डोंगरात मारून पडले.
2 ૨ પલિસ્તીઓએ શાઉલનો તથા તેના દીકરાઓનો પીછો કર્યો. તેઓએ તેના દીકરાઓ યોનાથાન, અબીનાદાબ તથા માલ્કી-શુઆને મારી નાખ્યા.
२पलिष्टी शौलाच्या व त्याच्या मुलांच्या पाठीस लागले; आणि पलिष्टयांनी शौलाचे पुत्र योनाथान व अबीनादाब व मलकीशुवा यांना जिवे मारले.
3 ૩ શાઉલની વિરુદ્ધ સખત યુદ્ધ મચ્યું અને ધનુર્ધારીઓએ તેને પકડી પાડ્યો. તે તેઓને કારણે તીવ્ર પીડામાં સપડાયો.
३शौलावर लढाई भारी पडली व धनुर्धाऱ्यांनी त्यास गाठले. आणि धनुर्धाऱ्यांमुळे तो फार संकटात पडला.
4 ૪ પછી શાઉલે પોતાના શસ્ત્રવાહકને કહ્યું, “તારી તલવાર તાણીને મને વીંધી નાખ. નહિ તો, આ બેસુન્નતીઓ આવીને મને વીંધી નાખીને મારું અપમાન કરશે.” પણ તેના શસ્ત્રવાહકે એમ કરવાની ના પાડી, કેમ કે તે ઘણો ગભરાતો હતો. તેથી શાઉલ પોતાની તલવાર લઈને તેની ઉપર પડ્યો.
४तेव्हा शौल आपल्या शस्त्रवाहकाला म्हणाला, “तू आपली तलवार उपसून तिने मला आरपार भोसक नाही तर हे बेसुंती येऊन मला भोसकून माझी विटंबना करतील.” परंतु त्याचा शस्त्रवाहक मान्य होईना, कारण तो फार भ्याला. म्हणून शौल आपली तलवार घेऊन तिच्यावर पडला.
5 ૫ જયારે શાઉલને મરણ પામેલો જોયો ત્યારે તેનો શસ્ત્રવાહક પણ પોતાની તલવાર ઉપર પડીને તેની સાથે મરણ પામ્યો.
५शौल मेला हे पाहून त्याचा शस्त्रवाहकही त्याच्याप्रमाणेच आपल्या तलवारीवर पडून मेला.
6 ૬ તેથી શાઉલ, તેના ત્રણ દીકરાઓ તથા તેનો શસ્ત્રવાહક તેના સર્વ માણસો તે જ દિવસે એકસાથે મરણ પામ્યા.
६असे त्या दिवशी शौल, त्याचे तिघे पुत्र, व त्याचा शस्त्रवाहक आणि त्याचे सर्व लोक एकदम मरण पावले.
7 ૭ જયારે ખીણની સામી બાજુના ઇઝરાયલી માણસો તથા યર્દનની સામેની કિનારીના લોકોએ તે જોયું કે ઇઝરાયલના માણસો નાસવા માંડ્યા છે. અને શાઉલ તથા તેના દીકરાઓ મરણ પામ્યા છે, ત્યારે તેઓ નગરો છોડીને નાસી ગયા. અને પલિસ્તીઓ આવીને તેમાં વસ્યા.
७इस्राएलांची माणसे पळाली आणि शौल व त्याचे पुत्र मरण पावले, हे इस्राएलाची माणसे खोऱ्याच्या पलीकडे व यार्देनेच्या पलीकडे होती त्यांनी पाहिले; तेव्हा ती आपली नगरे सोडून पळाली; मग पलिष्टी येऊन त्यामध्ये राहिले.
8 ૮ બીજે દિવસે એમ થયું કે, જયારે પલિસ્તીઓ મૃતદેહો પરથી વસ્ત્રો અને અન્ય ચીજો ઉતારી લેવા આવ્યા, ત્યારે તેઓએ શાઉલને તથા તેના ત્રણ દીકરાઓને મૃતાવસ્થામાં ગિલ્બોઆ પર્વત પર પડેલા જોયા.
८दुसऱ्या दिवशी असे झाले की, पलिष्टी मेलेल्यांची वस्त्रे लुटायला आले तेव्हा त्यांना शौल व त्याचे तिघे पुत्र गिलबोवा डोंगरात पडलेले सापडले.
9 ૯ તેઓએ તેનું માથું કાપી લીધું અને તેનાં શસ્ત્રો ઉતારી લીધા. આ સમાચાર લોકોમાં જાહેર કરવા સારુ પોતાનાં મૂર્તિનાં મંદિરોમાં તથા પલિસ્તીઓના દેશમાં સર્વ ઠેકાણે તેઓએ સંદેશવાહકો મોકલ્યા.
९तेव्हा त्यांनी त्यांचे शिर छेदून त्याची शस्त्रे काढली आणि पलिष्ट्यांच्या देशात चहूकडे त्यांच्या मूर्तीच्या देवळात व लोकांस हे वर्तमान कळवायला त्यांनी माणसे पाठवली.
10 ૧૦ તેઓએ તેનાં શસ્ત્રો દેવી આશ્તારોથના મંદિરમાં મૂકયાં અને શાઉલના મૃતદેહને બેથ-શાનના કોટ પર જડી દીધો.
१०त्यांनी त्याची शस्त्रे अष्टारोथाच्या मंदिरात ठेवली आणि त्यांनी त्यांचे प्रेत बेथ-शानाच्या भिंतीस टांगले.
11 ૧૧ પલિસ્તીઓએ શાઉલના જે હાલ કર્યા હતા તે વિષે જયારે યાબેશ ગિલ્યાદના રહેવાસીઓએ સાંભળ્યું,
११पलिष्ट्यांनी शौलाला जे केले त्याविषयी जेव्हा याबेश-गिलादाच्या रहिवाश्यांनी ऐकले;
12 ૧૨ ત્યારે સઘળા બહાદુર પુરુષો ઊઠીને આખી રાત ચાલ્યા અને બેથ-શાનના કોટ પરથી શાઉલના મૃતદેહને તથા તેના દીકરાઓના મૃતદેહને તેઓ યાબેશમાં લઈ આવ્યા. ત્યાં તેઓએ તેને અગ્નિદાહ દીધો.
१२तेव्हा सर्व शूर पुरुष उठून रात्रभर चालत गेले आणि त्यांनी शौलाचे प्रेत व त्याच्या मुलांची प्रेते बेथ-शानाच्या भिंतीवरून काढून याबेशाला आणले व तेथे ती जाळली.
13 ૧૩ પછી તેઓએ તેનાં હાડકાં લઈને યાબેશ નગરમાંના એશેલ વૃક્ષ નીચે દફનાવ્યાં અને સાત દિવસ સુધી ઉપવાસ કર્યો.
१३मग त्यांनी त्यांची हाडे घेऊन याबेशात चिचेंच्या झाडाखाली पुरली आणि सात दिवस उपास केला.