< 1 શમુએલ 30 >
1 ૧ દાઉદ તથા તેના માણસો ત્રીજે દિવસે સિકલાગમાં પહોંચ્યા, ત્યારે એમ બન્યું કે, અમાલેકીઓએ નેગેબ ઉપર તથા સિકલાગ ઉપર હુમલો કર્યો. તેઓએ સિકલાગ પર હુમલો કર્યો. મારો ચલાવ્યો. અને તેને બાળી મૂક્યું.
Xundaⱪ boldiki, Dawut wǝ adǝmliri üqinqi küni Ziklagⱪa yetip kǝldi; mana, Amalǝklǝr jǝnub tǝrǝpkǝ wǝ Ziklagⱪa ⱨujum ⱪilip, Ziklagni wǝyran ⱪilip ot ⱪoyup kɵydürgǝnidi.
2 ૨ અને તેમાની સ્ત્રીઓ તથા નાનાં મોટાં સર્વને કેદ કર્યો. તેઓએ કોઈને મારી નાખ્યા નહિ, પણ તેઓને કબજે કર્યા પછી પોતાને રસ્તે ચાલ્યા ગયા.
Ular xǝⱨǝrdiki ⱪiz-ayallarni, qong bolsun, kiqik bolsun, ularning ⱨǝmmisini ǝsirgǝ aldi. Ulardin ⱨeqkimni ɵltürmǝy, ⱨǝmmisini elip, yoliƣa qiⱪⱪanidi.
3 ૩ જયારે દાઉદ તથા તેના માણસો નગરમાં આવ્યા, ત્યારે તે આગથી બાળી નંખાયેલું હતું અને તેઓની પત્નીઓ, દીકરાઓ તથા તેઓની દીકરીઓને બંદીવાન કરાયા હતાં.
Dawut ɵz adǝmliri bilǝn xǝⱨǝrgǝ kǝlgǝndǝ, mana, xǝⱨǝr alliⱪaqan kɵyüp tügigǝnidi; ularning ayalliri wǝ oƣul-ⱪizliri ǝsirgǝ elinƣanidi.
4 ૪ પછી દાઉદ તથા તેની સાથેના માણસોની રડવાની શક્તિ ખૂટી ગઈ ત્યાં સુધી તેઓ પોક મૂકીને રડ્યા.
Əmdi Dawut wǝ uning bilǝn billǝ bolƣan hǝlⱪ ⱪattiⱪ yiƣa-zar kɵtürüxti, taki maƣduri ⱪalmiƣuqǝ yiƣlaxti.
5 ૫ દાઉદની બે પત્નીઓ, એટલે અહિનોઆમ યિઝ્રએલીને તથા અબિગાઈલ નાબાલ કાર્મેલીની પત્નીને કેદ કરીને લઈ જવામાં આવી.
Dawutning ikki ayali, Yizrǝǝllik Aⱨinoam bilǝn Karmǝllik Nabaldin tul ⱪalƣan Abigailmu ǝsirgǝ elinƣanidi.
6 ૬ દાઉદને ઘણો ખેદ થયો, કેમ કે લોકો તેને પથ્થરે મારવાની વાત કરવા લાગ્યા, કેમ કે સર્વ લોકો પોતપોતાના દીકરાઓને લીધે તથા પોતપોતાની દીકરીઓને લીધે મનમાં દુઃખી હતા; પણ દાઉદે પોતે પ્રભુ ઈશ્વરમાં બળવાન થયો.
Dawut ⱪattiⱪ azablandi; qünki barliⱪ halayiⱪ, ⱨǝrbiri ɵz oƣul-ⱪizliri üqün ⱪayƣurup ƣǝzǝplinip uni qalma-kesǝk ⱪilip ɵltürǝyli, deyixiwatatti. Əmma Dawut ɵzini Hudasi Pǝrwǝrdigardin küq-ⱪuwwǝtlǝndürdi.
7 ૭ દાઉદે અહીમેલેખના પુત્ર અબ્યાથાર યાજકને કહ્યું, “હું તને વિનંતિ કરું છું કે, એફોદ અહીં મારી પાસે લાવ.” અબ્યાથાર એફોદ દાઉદ પાસે લાવ્યો.
Dawut Ahimǝlǝkning oƣli kaⱨin Abiyatarƣa: — Əfodni yenimƣa elip kǝlgin, dedi.
8 ૮ દાઉદે પ્રાર્થના કરીને ઈશ્વરને પૂછ્યું, “જો હું ટુકડીની પાછળ પડું, તો શું હું તેઓને પકડી પાડી શકું?” ઈશ્વરે તેને ઉત્તર આપ્યો, “પાછળ લાગ, કેમ કે નિશ્ચે તું તેઓને પકડી પાડશે અને ચોક્કસ તું બધું જ પાછું મેળવશે.”
Dawut Pǝrwǝrdigardin: — Bu ⱪoxunni ⱪoƣlaymu? Ularƣa yetixǝlǝrmǝnmu? — dǝp soridi. U: — Ⱪoƣla; sǝn jǝzmǝn ularƣa yetixiwalisǝn ⱨǝm ⱨǝmmisini ⱪayturup kelǝlǝysǝn, dedi.
9 ૯ તેથી દાઉદ તથા તેની સાથેના છસો માણસો બસોરના નાળાં આગળ પહોંચ્યા, ત્યાં કેટલાક પાછળ પડી ગયેલાઓ થોભ્યા.
Dawut wǝ uning bilǝn billǝ bolƣan altǝ yüz adǝm berip Besor wadisiƣa yetip kǝlgǝndǝ, kǝynidǝ sɵrülüp ⱪalƣanlar xu yǝrdǝ ⱪaldi.
10 ૧૦ પણ દાઉદે તથા ચારસો માણસોએ પીછો કરવાનું ચાલુ રાખ્યું; કેમ કે બાકીના બસો માણસો એટલા કમજોર હતા કે તેઓ બસોર નાળું ઊતરી શક્યા નહિ તેથી તેઓ પાછળ રહી ગયા.
Dawut ɵzi tɵt yüz adǝm bilǝn dawamliⱪ ⱪoƣlap mangdi; ikki yüz adǝm ⱨalsirap kǝtkǝqkǝ, Besor wadisidin ɵtǝlmǝy kǝynidǝ ⱪalƣanidi.
11 ૧૧ તેઓને ખેતરમાં એક મિસરી પુરુષ મળ્યો તેઓ તેને દાઉદની પાસે લાવ્યા; તેઓએ તેને રોટલી આપી અને તેણે ખાધી; તેઓએ તેને પાણી પીવાને આપ્યું;
Ular dalada Misirliⱪ bir adǝmni uqratti. Ular uni Dawutning ⱪexiƣa elip kelip, uningƣa nan berip yegüzdi, su iqküzdi;
12 ૧૨ અને તેઓએ તેને અંજીરના ચકતામાંથી એક ટુકડો તથા સૂકી દ્રાક્ષાની બે લૂમો આપી. તેણે ખાધું એટલે તેનામાં તાકાત આવી, કેમ કે તેણે ત્રણ દિવસ તથા ત્રણ રાત દરમ્યાન કશું ખાધું ન હતું; કે પાણી પણ પીધું ન હતું.
uningƣa bir parqǝ ǝnjür poxkili bilǝn ikki kixmix poxkilinimu bǝrdi. U bularni yǝp, uningƣa ⱪaytidin jan kirdi; qünki u üq keqǝ-kündüz nan yemigǝn, sumu iqmigǝnidi.
13 ૧૩ દાઉદે તેને કહ્યું, “તું કોના તાબાનો છે? તું ક્યાંથી આવ્યો છે?” તેણે કહ્યું, “હું મિસરનો એક જુવાન છું, એક અમાલેકીનો ચાકર છું; મારા માલિકે મને ત્યજી દીધો છે. કેમ કે ત્રણ દિવસ અગાઉ હું બીમાર પડ્યો હતો.
Dawut uningdin: — Sǝn kimgǝ tǝwǝ? Sǝn ⱪǝyǝrliksǝn? — dǝp soridi. U: — Mǝn Misirliⱪ yigit bolup, bir Amalǝkning ⱪulimǝn. Lekin mǝn üq kün ilgiri kesǝl bolup ⱪalƣaqⱪa, ƣojam meni taxliwǝtti.
14 ૧૪ અમે કરેથીઓના દક્ષિણ ભાગ ઉપર, યહૂદિયાના દેશ ઉપર, કાલેબના દક્ષિણ ભાગ પર સવારી કરી અને સિકલાગને અમે આગથી બાળી નાખ્યું.”
Biz ǝsli Kǝrǝtiylǝrning yurtining jǝnub tǝripigǝ wǝ Yǝⱨuda zeminiƣa wǝ Kalǝbning zeminining jǝnub tǝripigǝ ⱨujum ⱪilip bulang-talang ⱪilduⱪ; xundaⱪla Ziklagni kɵydurüwǝtkǝniduⱪ, dedi.
15 ૧૫ દાઉદે તેને કહ્યું, “શું તું મને તે ટુકડી પાસે લઈ જઈશ?” મિસરીએ કહ્યું, “તું ઈશ્વરના સોગન ખા કે તું મને મારી નહિ નાખે. અથવા મારા માલિકના હાથમાં મને સોંપી નહિ દે. તો હું તને તે ટુકડી પાસે લઈ જાઉં.”
Dawut uningdin: — Bizni u [düxmǝn] ⱪoxuni tǝrǝpkǝ baxlap baralamsǝn, dedi. U: — Hudaning nami bilǝn mǝn seni ɵltürmǝymǝn, seni ƣojangning ⱪoliƣimu tutup bǝrmǝymǝn dǝp ⱪǝsǝm ⱪilsila, silini u ⱪoxunning ⱪexiƣa baxlap baray, dedi.
16 ૧૬ તે મિસરી દાઉદને ત્યાં લઈ ગયો. તે લોકો મેદાનનાં સર્વ ભાગમાં પ્રસરાઈ ગયા હતા, તેઓ ખાતા, પીતા તથા મિજબાની ઉડાવતા હતા, કેમ કે તેઓએ પલિસ્તીઓના દેશમાંથી તથા યહૂદિયાના દેશમાંથી પુષ્કળ લૂંટ મેળવી હતી.
Uni u yǝrgǝ baxlap barƣanda, mana ular pütkül yǝrgǝ yeyilip, yǝp-iqip Filistiylǝrning zeminidin ⱨǝm Yǝⱨuda zeminidin alƣan qong oljiliridin hux bolup ussul oynixiwatatti.
17 ૧૭ દાઉદે તેઓ પર પ્રાતઃકાળથી તે બીજા દિવસની સાંજ સુધી હુમલો કર્યો. જે ચારસો જુવાનો ઊંટો પર બેસીને નાસી ગયા તે સિવાય તેઓમાંનો એકે બચ્યો નહિ.
Əmma Dawut xu küni gugumdin tartip ikkinqi küni kǝqkiqǝ ularni urup ⱪirdi. Tɵgigǝ minip bǝdǝr ⱪaqⱪan tɵt yüz yigittin baxⱪa ⱨeqbir adǝm ⱪeqip ⱪutulmidi;
18 ૧૮ જે સઘળું અમાલેકીઓ લઈ ગયા હતા તે દાઉદે પાછું મેળવ્યું; અને દાઉદે પોતાની બન્ને પત્નીઓને મુક્ત કરાવી.
wǝ Dawut Amalǝklǝr buluwalƣan ⱨǝmmǝ nǝrsini yandurup aldi; ɵzining ikki ayalinimu ⱪutⱪuzuwaldi.
19 ૧૯ નાનું કે મોટું, દીકરા કે દીકરીઓ, જે કંઈ તેઓ લૂંટી ગયા હતા, તે સર્વ તેઓને પાછું મળ્યા વગર રહ્યું નહિ. દાઉદ બધું જ પાછું લાવ્યો.
Amalǝklǝr elip kǝtkǝn oƣul-ⱪiz, mal-mülüklǝr wǝ baxⱪa ⱨǝmmǝ nǝrsini Dawut ulardin ⱪayturuwaldi. Ⱨeqnemǝ, qong bolsun kiqik bolsun qüxüp ⱪalmiƣanidi.
20 ૨૦ દાઉદે ઘેટાં તથા અન્ય જાનવરો લીધાં, તેઓએ બીજાં જાનવરોની આગળ તેઓને હાંકતા. તેઓએ કહ્યું, “આ દાઉદની લૂંટ છે.”
[Dawutning adǝmlidi] ⱪayturuwalƣan mallirining aldiƣa [olja alƣan] baxⱪa ⱪoy wǝ kala padilarni selip ⱨǝydǝp ketiwatatti. [Uning adǝmliri] ketiwetip: — Bular Dawutning oljisi, deyixti; Dawut ularning ⱨǝmmisini ɵzigǝ aldi.
21 ૨૧ જે બસો માણસો એટલા થાકી ગયા હતા કે તેઓ દાઉદની સાથે જઈ શક્યા ન હતા, તેઓને તેઓએ બસોર નાળાં આગળ રાખ્યા હતા. તેઓની નજીક દાઉદ આવી પહોંચ્યો. ત્યારે આ માણસો દાઉદને તથા તેની સાથેના માણસોને મળવાને સામા ગયા. જયારે દાઉદ તે લોકોની પાસે આવ્યો ત્યારે તેણે તેઓને નમસ્કાર કર્યા.
Dawut ⱨalsizlinip ɵzi bilǝn billǝ baralmiƣan Besor wadisining boyida ⱪaldurup kǝtkǝn ikki yüz adǝmning ⱪexiƣa yetip kǝldi; ular Dawut wǝ uning bilǝn kǝlgǝn adǝmlǝrning aldiƣa qiⱪti, Dawut hǝlⱪning ⱪexiƣa berip ularƣa salam ⱪildi.
22 ૨૨ પછી સર્વ નકામા તથા અયોગ્ય માણસો જેઓ દાઉદ સાથે ગયા હતા તેઓએ કહ્યું, “કેમ કે આ માણસો આપણી સાથે પાછા આવ્યા ન હતા, માટે જે લૂંટ આપણે પાછી પડાવી લીધી છે તેઓમાંથી આપણે કશું તેઓને આપીશું નહિ. માત્ર દરેકને તેની પત્ની તથા બાળકો આપવાં કે, તેમને લઈને તેઓ વિદાય થાય.”
Lekin Dawut bilǝn barƣanlarning arisidiki rǝzil adǝmlǝr wǝ ǝrzimǝslǝrning ⱨǝmmisi ⱪopup: — Bular biz bilǝn barmiƣandin keyin biz yandurup alƣan oljidin ularƣa ⱨeq nemǝ bǝrmǝyli. Ular pǝⱪǝt ⱨǝrbiri ɵz hotun-balilirini elip kǝtsun, dedi.
23 ૨૩ પછી દાઉદે કહ્યું, “મારા ભાઈઓ, ઈશ્વર કે જેમણે આપણને બચાવી રાખ્યા છે તેમની સમક્ષ આવી રીતે ન વર્તો. તેમણે આપણી વિરુદ્ધ આવેલી ટોળીને આપણા હાથમાં સોંપી દીધી છે.
Əmma Dawut: — Yaⱪ, i buradǝrlirim; Pǝrwǝrdigar bizgǝ tǝⱪsim ⱪilƣanni [ularƣimu tǝⱪsim] ⱪilmisaⱪ bolmaydu. Qünki U bizni ⱪoƣdap bizningkigǝ tajawuz ⱪilƣanlarni ⱪolimizƣa tapxurdi.
24 ૨૪ આ બાબતમાં તમારું કોણ સાંભળશે? કેમ કે લડાઈમાં જનારને જેવો ભાગ મળે તેવો જ પુરવઠા પાસે રહેનારને પણ મળશે; તેઓને સરખો ભાગ મળશે.”
Bu ixta kim silǝrgǝ maⱪul dǝydu? Qünki soⱪuxⱪa qüxkǝnning ülüxi ⱪandaⱪ bolsa yük-taⱪlarƣa ⱪariƣuqilarningmu ülüxi xundaⱪ bolidu; ⱨǝmmǝ adǝm tǝng bɵlüxsun — dedi.
25 ૨૫ તે દિવસથી તે આજ સુધી દાઉદે એ નિયમ તથા વિધિ ઇઝરાયલને માટે નિયત કર્યા.
Xu kündin tartip bu Israil üqün ⱨɵküm-bǝlgilimǝ ⱪilip bekitildi. Bügüngiqǝ ⱨǝm xundaⱪ.
26 ૨૬ જયારે દાઉદ સિકલાગમાં આવ્યો, ત્યારે તેણે લૂંટમાંથી કેટલીક યહૂદિયાના વડીલોને, એટલે પોતાના મિત્રોને ત્યાં મોકલી અને કહાવ્યું, “જુઓ, ઈશ્વરના શત્રુઓ પાસેથી લીધેલી લૂંટમાંથી આ ભેંટ તમારે માટે છે.”
Dawut Ziklagⱪa yetip kǝlgǝndǝ, oljidin dostliri bolƣan Yǝⱨuda aⱪsaⱪalliriƣa ǝwǝtip: — Mana, Pǝrwǝrdigarning düxmǝnliridin alƣan olja silǝrgǝ bir sowƣat bolsun, dedi.
27 ૨૭ તેમ જ બેથેલમાંના વડીલોને, દક્ષિણના રામોથ-વાસીઓને તથા યાત્તીર વાસીઓને,
U oljidin ⱨǝm Bǝyt-Əldikilǝrgǝ, jǝnubiy Ramottikilǝrgǝ, Yattirdikilǝrgǝ,
28 ૨૮ અને અરોએર વાસીઓને, સિફમોથ વાસીઓને, એશ્તમોઆ વાસીઓને માટે પણ લૂંટમાંથી ભેટ મોકલી.
Aroǝrdikilǝrgǝ, Sifmottikilǝrgǝ, Əxtǝmoadikilǝrgǝ,
29 ૨૯ તેની સાથે રાખાલના વડીલોને ત્યાં યરાહમેલીઓનાં નગરોના રહેવાસીઓને ત્યાં, કેનીઓનાં નગરોના રહેવાસીઓને ત્યાં,
Raⱪaldikilǝrgǝ, Yǝraⱨmǝǝlliklǝrning xǝⱨǝrliridikilǝrgǝ wǝ Keniylǝrning xǝⱨǝrliridikilǝrgǝ,
30 ૩૦ હોર્માવાસીઓને, બોર-આશાન વાસીઓને, આથાખ વાસીઓને,
Hormaⱨtikilǝrgǝ, Ⱪoraxandikilǝrgǝ, Ataⱪtikilǝrgǝ,
31 ૩૧ હેબ્રોનવાસીને ત્યાં અને જે સર્વ સ્થળોમાં દાઉદ તથા તેના માણસો આવજા કરતા હતા, ત્યાં પણ ભેટ મોકલાવી.
Ⱨebrondikilǝrgǝ wǝ Dawut wǝ adǝmliri billǝ yürgǝn ⱨǝmmǝ yǝrdikilǝrgǝ sowƣat ǝwǝtti.