< 1 શમુએલ 30 >

1 દાઉદ તથા તેના માણસો ત્રીજે દિવસે સિકલાગમાં પહોંચ્યા, ત્યારે એમ બન્યું કે, અમાલેકીઓએ નેગેબ ઉપર તથા સિકલાગ ઉપર હુમલો કર્યો. તેઓએ સિકલાગ પર હુમલો કર્યો. મારો ચલાવ્યો. અને તેને બાળી મૂક્યું.
Då no David og kararne hans kom til Siklag tridje dagen, hadde amalekitarne gjort ei herjeferd i Sudlandet og i Siklag, hadde teke Siklag og sett eld på byen.
2 અને તેમાની સ્ત્રીઓ તથા નાનાં મોટાં સર્વને કેદ કર્યો. તેઓએ કોઈને મારી નાખ્યા નહિ, પણ તેઓને કબજે કર્યા પછી પોતાને રસ્તે ચાલ્યા ગયા.
Kvendi der i byen hadde dei rana, både store små, og drege av med deim. Dei hadde ikkje drepe nokon, berre teke deim med seg, og fare sin veg.
3 જયારે દાઉદ તથા તેના માણસો નગરમાં આવ્યા, ત્યારે તે આગથી બાળી નંખાયેલું હતું અને તેઓની પત્નીઓ, દીકરાઓ તથા તેઓની દીકરીઓને બંદીવાન કરાયા હતાં.
Då David og kararne hans kom til byen og fekk sjå at han var brend, og fekk høyre at konorne og sønerne og døtterne deira var rana og burtførde,
4 પછી દાઉદ તથા તેની સાથેના માણસોની રડવાની શક્તિ ખૂટી ગઈ ત્યાં સુધી તેઓ પોક મૂકીને રડ્યા.
då sette dei i og gret, både David og folki som var med honom. Dei gret so lenge til dei ikkje orka gråta meir.
5 દાઉદની બે પત્નીઓ, એટલે અહિનોઆમ યિઝ્રએલીને તથા અબિગાઈલ નાબાલ કાર્મેલીની પત્નીને કેદ કરીને લઈ જવામાં આવી.
Dei tvo konorne åt David var og rana, Ahinoam frå Jizre’el og Abiga’il, kona åt Nabal frå Karmel, var og hertekne.
6 દાઉદને ઘણો ખેદ થયો, કેમ કે લોકો તેને પથ્થરે મારવાની વાત કરવા લાગ્યા, કેમ કે સર્વ લોકો પોતપોતાના દીકરાઓને લીધે તથા પોતપોતાની દીકરીઓને લીધે મનમાં દુઃખી હતા; પણ દાઉદે પોતે પ્રભુ ઈશ્વરમાં બળવાન થયો.
David kom i stor knipa; folki hans tala frampå um å steina honom, so beiskeleg innharme var dei alle i hop for tapet av sønerne og døtterne sine. Men David henta styrke hjå Herren, sin Gud.
7 દાઉદે અહીમેલેખના પુત્ર અબ્યાથાર યાજકને કહ્યું, “હું તને વિનંતિ કરું છું કે, એફોદ અહીં મારી પાસે લાવ.” અબ્યાથાર એફોદ દાઉદ પાસે લાવ્યો.
David baud presten Abjatar Ahimeleksson: «Kom hit med messehakelen!» Abjatar kom fram til David med messehakelen.
8 દાઉદે પ્રાર્થના કરીને ઈશ્વરને પૂછ્યું, “જો હું ટુકડીની પાછળ પડું, તો શું હું તેઓને પકડી પાડી શકું?” ઈશ્વરે તેને ઉત્તર આપ્યો, “પાછળ લાગ, કેમ કે નિશ્ચે તું તેઓને પકડી પાડશે અને ચોક્કસ તું બધું જ પાછું મેળવશે.”
David spurde so Herren: «Skal eg setja etter desse ransmennerne? Kann eg nå deim att?» Han fekk til svar: «Gjer det! Nå deim kann du! Berga kann du!»
9 તેથી દાઉદ તથા તેની સાથેના છસો માણસો બસોરના નાળાં આગળ પહોંચ્યા, ત્યાં કેટલાક પાછળ પડી ગયેલાઓ થોભ્યા.
So lagde David i veg med dei seks hundrad kararne sine. Dei kom til bekken Besor. Der stogga dei som laut vera etter.
10 ૧૦ પણ દાઉદે તથા ચારસો માણસોએ પીછો કરવાનું ચાલુ રાખ્યું; કેમ કે બાકીના બસો માણસો એટલા કમજોર હતા કે તેઓ બસોર નાળું ઊતરી શક્યા નહિ તેથી તેઓ પાછળ રહી ગયા.
David heldt fram med fire hundrad mann. Tvo hundrad mann stogga og gjekk ikkje yver Besorbekken; dei var for trøytte.
11 ૧૧ તેઓને ખેતરમાં એક મિસરી પુરુષ મળ્યો તેઓ તેને દાઉદની પાસે લાવ્યા; તેઓએ તેને રોટલી આપી અને તેણે ખાધી; તેઓએ તેને પાણી પીવાને આપ્યું;
Dei fann ein egyptar liggjande ute på marki, og dei henta honom til David. Og då dei hadde gjeve honom mat å eta og vatn å drikka;
12 ૧૨ અને તેઓએ તેને અંજીરના ચકતામાંથી એક ટુકડો તથા સૂકી દ્રાક્ષાની બે લૂમો આપી. તેણે ખાધું એટલે તેનામાં તાકાત આવી, કેમ કે તેણે ત્રણ દિવસ તથા ત્રણ રાત દરમ્યાન કશું ખાધું ન હતું; કે પાણી પણ પીધું ન હતું.
og han fekk eit stykke fikekaka og tvo rosinkakor å eta, livna han til; for han hadde ikkje smaka anten vått eller turt i tri heile døger.
13 ૧૩ દાઉદે તેને કહ્યું, “તું કોના તાબાનો છે? તું ક્યાંથી આવ્યો છે?” તેણે કહ્યું, “હું મિસરનો એક જુવાન છું, એક અમાલેકીનો ચાકર છું; મારા માલિકે મને ત્યજી દીધો છે. કેમ કે ત્રણ દિવસ અગાઉ હું બીમાર પડ્યો હતો.
David spurde honom: «Kven høyrer du til, og kvar er du frå?» Han svara: «Ein egyptarsvein er eg, træl hjå ein amalekit. Husbond for frå meg i fyrrdags, av di eg var sjuk.
14 ૧૪ અમે કરેથીઓના દક્ષિણ ભાગ ઉપર, યહૂદિયાના દેશ ઉપર, કાલેબના દક્ષિણ ભાગ પર સવારી કરી અને સિકલાગને અમે આગથી બાળી નાખ્યું.”
Me hadde gjort ei herjeferd i Sudlandet og den luten som høyrer til kretarane og den som høyrer til Juda og den som Kaleb åtte, og Siklag hev me brent.»
15 ૧૫ દાઉદે તેને કહ્યું, “શું તું મને તે ટુકડી પાસે લઈ જઈશ?” મિસરીએ કહ્યું, “તું ઈશ્વરના સોગન ખા કે તું મને મારી નહિ નાખે. અથવા મારા માલિકના હાથમાં મને સોંપી નહિ દે. તો હું તને તે ટુકડી પાસે લઈ જાઉં.”
David spurde: «Vil du syna oss veg til desse ransmennerne?» Han svara: «Gjer eid ved Gud at du ikkje drep meg eller gjev meg i henderne på herren min, so skal eg syna deg vegen til ransmennerne.»
16 ૧૬ તે મિસરી દાઉદને ત્યાં લઈ ગયો. તે લોકો મેદાનનાં સર્વ ભાગમાં પ્રસરાઈ ગયા હતા, તેઓ ખાતા, પીતા તથા મિજબાની ઉડાવતા હતા, કેમ કે તેઓએ પલિસ્તીઓના દેશમાંથી તથા યહૂદિયાના દેશમાંથી પુષ્કળ લૂંટ મેળવી હતી.
Han synte deim veg, og dei kom yver deim med dei låg utyver marki og åt og drakk og gama seg med det store herfanget dei hadde teke i Filistarlandet og Judalandet.
17 ૧૭ દાઉદે તેઓ પર પ્રાતઃકાળથી તે બીજા દિવસની સાંજ સુધી હુમલો કર્યો. જે ચારસો જુવાનો ઊંટો પર બેસીને નાસી ગયા તે સિવાય તેઓમાંનો એકે બચ્યો નહિ.
David hogg deim ned, og heldt på frå skumingi den eine dagen til kvelden den andre dagen. Og ingi livande sjæl berga seg undan, so nær som fire hundrad unggutar, som sette seg på kamelarne og rømde.
18 ૧૮ જે સઘળું અમાલેકીઓ લઈ ગયા હતા તે દાઉદે પાછું મેળવ્યું; અને દાઉદે પોતાની બન્ને પત્નીઓને મુક્ત કરાવી.
So berga David alt det amalekitarne hadde teke. Dei tvo konorne sine berga han og.
19 ૧૯ નાનું કે મોટું, દીકરા કે દીકરીઓ, જે કંઈ તેઓ લૂંટી ગયા હતા, તે સર્વ તેઓને પાછું મળ્યા વગર રહ્યું નહિ. દાઉદ બધું જ પાછું લાવ્યો.
Dei sakna ingen anten liten eller stor, søner eller døtter, ikkje noko av herfanget dessmeir eller noko av alt det dei hadde rana med seg; David førde heim att alt i hop.
20 ૨૦ દાઉદે ઘેટાં તથા અન્ય જાનવરો લીધાં, તેઓએ બીજાં જાનવરોની આગળ તેઓને હાંકતા. તેઓએ કહ્યું, “આ દાઉદની લૂંટ છે.”
David tok alle krøteri, bufe og smale, og førde fyre den andre buskapen og sagde: «Dette er herfanget åt David!»
21 ૨૧ જે બસો માણસો એટલા થાકી ગયા હતા કે તેઓ દાઉદની સાથે જઈ શક્યા ન હતા, તેઓને તેઓએ બસોર નાળાં આગળ રાખ્યા હતા. તેઓની નજીક દાઉદ આવી પહોંચ્યો. ત્યારે આ માણસો દાઉદને તથા તેની સાથેના માણસોને મળવાને સામા ગયા. જયારે દાઉદ તે લોકોની પાસે આવ્યો ત્યારે તેણે તેઓને નમસ્કાર કર્યા.
Då David kom til dei tvo hundrad mann som hadde vore for trøytte til å fylgja, og som difor stogga attmed Besorbekken, gjekk dei til møtes med David og fylgjesveinarne hans. Og David gjekk burtåt folki og helsa deim.
22 ૨૨ પછી સર્વ નકામા તથા અયોગ્ય માણસો જેઓ દાઉદ સાથે ગયા હતા તેઓએ કહ્યું, “કેમ કે આ માણસો આપણી સાથે પાછા આવ્યા ન હતા, માટે જે લૂંટ આપણે પાછી પડાવી લીધી છે તેઓમાંથી આપણે કશું તેઓને આપીશું નહિ. માત્ર દરેકને તેની પત્ની તથા બાળકો આપવાં કે, તેમને લઈને તેઓ વિદાય થાય.”
Alle illmenni og uvyrderne millom fylgjesveinarne åt David tok til ords og sagde: «Etter di desse ikkje fylgde oss, fær dei ingen ting av det herfanget me berga. Einast kona og borni kann kvar taka med seg heim.»
23 ૨૩ પછી દાઉદે કહ્યું, “મારા ભાઈઓ, ઈશ્વર કે જેમણે આપણને બચાવી રાખ્યા છે તેમની સમક્ષ આવી રીતે ન વર્તો. તેમણે આપણી વિરુદ્ધ આવેલી ટોળીને આપણા હાથમાં સોંપી દીધી છે.
Men David svara: «Far ikkje soleis, brørne mine, med det som Herren gav oss! Han hev verna oss, og let oss vinna yver ransmennerne som kom yver oss.
24 ૨૪ આ બાબતમાં તમારું કોણ સાંભળશે? કેમ કે લડાઈમાં જનારને જેવો ભાગ મળે તેવો જ પુરવઠા પાસે રહેનારને પણ મળશે; તેઓને સરખો ભાગ મળશે.”
Kven vil lyda dykk i dette? Dei som fer i striden, og dei som er att og vaktar tyet, skal hava jamstor lut! Luterne skal skiftast likt!».
25 ૨૫ તે દિવસથી તે આજ સુધી દાઉદે એ નિયમ તથા વિધિ ઇઝરાયલને માટે નિયત કર્યા.
Soleis stod det ved lag frå den dagen og alle dagar. Han gjorde det til lov og rett i Israel som gjeld den dag i dag.
26 ૨૬ જયારે દાઉદ સિકલાગમાં આવ્યો, ત્યારે તેણે લૂંટમાંથી કેટલીક યહૂદિયાના વડીલોને, એટલે પોતાના મિત્રોને ત્યાં મોકલી અને કહાવ્યું, “જુઓ, ઈશ્વરના શત્રુઓ પાસેથી લીધેલી લૂંટમાંથી આ ભેંટ તમારે માટે છે.”
Då so David kom til Siklag, sende han noko av herfanget til dei øvste i Juda, til venerne sine, med dei ordi: «Her er ei gåva åt dykk av herfanget frå Herrens uvener!» -
27 ૨૭ તેમ જ બેથેલમાંના વડીલોને, દક્ષિણના રામોથ-વાસીઓને તથા યાત્તીર વાસીઓને,
Til dei øvste i Betel, i Ramot i Sudlandet og i Jattir,
28 ૨૮ અને અરોએર વાસીઓને, સિફમોથ વાસીઓને, એશ્તમોઆ વાસીઓને માટે પણ લૂંટમાંથી ભેટ મોકલી.
i Aroer, i Sifmot, i Estemoa,
29 ૨૯ તેની સાથે રાખાલના વડીલોને ત્યાં યરાહમેલીઓનાં નગરોના રહેવાસીઓને ત્યાં, કેનીઓનાં નગરોના રહેવાસીઓને ત્યાં,
i Rakal og i jerahme’elit-byarne og kenitarbyarne,
30 ૩૦ હોર્માવાસીઓને, બોર-આશાન વાસીઓને, આથાખ વાસીઓને,
i Horma, i Bor-Asan, i Atak,
31 ૩૧ હેબ્રોનવાસીને ત્યાં અને જે સર્વ સ્થળોમાં દાઉદ તથા તેના માણસો આવજા કરતા હતા, ત્યાં પણ ભેટ મોકલાવી.
i Hebron, og alle dei staderne der David hadde ferdast med kararne sine.

< 1 શમુએલ 30 >