< 1 શમુએલ 29 >

1 હવે પલિસ્તીઓએ પોતાનાં સર્વ સૈન્યોને અફેક આગળ એકત્ર કર્યાં; ઇઝરાયલીઓએ યિઝ્રએલમાં જે ઝરો છે તેની પાસે છાવણી કરી.
Filistliler bütün ordularını Afek'te topladılar. İsrailliler ise Yizreel'deki pınarın yanına kurdukları ordugahta kalıyorlardı.
2 પલિસ્તીઓના સરદારો સોસોની તથા હજારહજારની ટોળીબંધ ચાલી નીકળ્યા; દાઉદ તથા તેના માણસો આખીશ સાથે સૈન્યની પાછળ ચાલ્યા.
Filist beyleri yüzer ve biner kişilik birliklerle ilerliyordu. Davut'la adamlarıysa Akiş'le birlikte geriden geliyorlardı.
3 ત્યારે પલિસ્તીઓના સરદારોએ કહ્યું, “આ હિબ્રૂઓનું અહીંયાં શું કામ છે?” આખીશે પલિસ્તીઓના સરદારોને કહ્યું, “શું એ ઇઝરાયલનો રાજા શાઉલનો ચાકર દાઉદ નથી? જે આ દિવસોમાં બલકે કેટલાક વર્ષોથી મારી સાથે રહે છે, તોપણ તે આવ્યો તે દિવસથી આજ સુધી મને એનામાં કોઈ દોષ જોવા મળ્યો નથી.
Filistli komutanlar, “Bu İbraniler'in burada ne işi var?” diye sorunca, Akiş şu karşılığı verdi: “Bu, İsrail Kralı Saul'un görevlisi Davut'tur. Bir yıldan uzun süredir yanımda kalıyor. Bana geldiğinden beri kendisinde hiçbir kötülük bulamadım.”
4 પણ પલિસ્તીઓના સરદારો તેના પર ગુસ્સે થયા; તેઓએ તેને કહ્યું, “આ માણસને પાછો મોકલ, જે જગ્યા તેં તેને ઠરાવી આપી છે ત્યાં તે પાછો જાય; તેને આપણી સાથે લડાઈમાં આવવા ન દેતો, રખેને યુદ્ધમાં તે આપણો શત્રુ થાય. કેમ કે તે પોતાના માલિક સાથે સલાહ શાંતિ કરી દે તો? શું તે આપણા માણસોના માથાં નહિ આપે?
Ama Filistli komutanlar Akiş'e öfkelendiler. “Adamı geri gönder, kendisine verdiğin yere dönsün” dediler, “Bizimle birlikte savaşa gelmesin; yoksa savaş sırasında bize karşı çıkar. Efendisinin beğenisini nasıl kazanabilir? Adamlarımızın başını ona vermekten daha iyi bir yol bulabilir mi?
5 શું એ દાઉદ નથી કે જેનાં વિષે તેઓએ નાચતાં નાચતાં સામસામે ગાયું ન હતું કે, ‘શાઉલે તો સહસ્રોને પણ દાઉદે તો દસ સહસ્રોને માર્યા છે?”
Çalıp oynarken, ‘Saul binlercesini öldürdü, Davut'sa on binlercesini’ diye hakkında ezgiler okudukları Davut değil mi bu?”
6 ત્યારે આખીશે દાઉદને બોલાવીને તેને કહ્યું, “જીવતા ઈશ્વરના સમ, તું પ્રામાણિકપણાથી વર્ત્યો છે અને સૈન્યમાં મારી સાથે આવે તે મારી દૃષ્ટિમાં સારું છે; કેમ કે તું મારી પાસે આવ્યો તે દિવસથી તે આજ સુધી તારામાં મને કંઈ અપરાધ માલૂમ પડ્યો નથી. તેમ છતાં, સરદારો તારાથી રાજી નથી.
Bunun üzerine Akiş, Davut'u çağırıp, “Yaşayan RAB'bin adıyla derim ki, sen dürüst bir kişisin” dedi, “Benimle birlikte savaşa katılmanı isterdim. Yanıma geldiğin günden bu yana ters bir davranışını görmedim. Ama Filist beyleri seni uygun görmedi.
7 માટે હવે તું પાછો વળ. અને પલિસ્તીઓના સરદારો તારાથી નારાજ ન થાય તે માટે તું શાંતિથી પાછો જા.”
Şimdi geri dön ve esenlikle git. Filist beylerinin gözünde ters bir davranışta bulunma.”
8 દાઉદે આખીશને કહ્યું, “પણ મેં શું કર્યું છે? જ્યાં સુધી હું તારી સેવામાં હતો ત્યાં સુધી, એટલે આજ સુધી તેં પોતાના દાસમાં એવું શું જોયું, કે મારા માલિક રાજાના શત્રુઓની સાથે લડવા માટે મારી પસંદગી ના થાય?”
Davut, “Ama ben ne yaptım?” diye sordu, “Yanına geldiğimden bu yana bende ne buldun ki, gidip efendim kralın düşmanlarına karşı savaşmayayım?”
9 આખીશે ઉત્તર આપીને દાઉદને કહ્યું, “હું જાણું છું કે મારી દ્રષ્ટિમાં તું સારો, ઈશ્વર જેવો છે; પરંતુ પલિસ્તીઓના સરદારોએ કહ્યું છે કે, ‘તે અમારી સાથે યુદ્ધમાં ન આવે.’”
Akiş, “Biliyorum, sen benim gözümde Tanrı'nın bir meleği gibi iyisin” diye yanıtladı, “Ne var ki Filistli komutanlar, ‘Bizimle savaşa gelmesin’ diyorlar.
10 ૧૦ માટે હવે તારા માલિકના જે ચાકરો તારી સાથે આવેલા છે તેઓની સાથે તું વહેલી સવારે ઊઠજે; ઊઠ્યા પછી સૂર્યોદય સમયે તમે વિદાય થજો.”
Seninle gelmiş olan efendin Saul'un kullarıyla birlikte sabah erkenden kalkın ve tan ağarır ağarmaz gidin.”
11 ૧૧ તેથી દાઉદ તથા તેના માણસો પલિસ્તીઓના દેશમાં પાછા જવા માટે વહેલી સવારે ઊઠ્યા. પલિસ્તીઓએ યિઝ્રએલ તરફ કૂચ કરી.
Böylece Davut'la adamları Filist ülkesine dönmek üzere sabah erkenden kalktılar. Filistliler ise Yizreel'e gittiler.

< 1 શમુએલ 29 >