< 1 શમુએલ 27 >
1 ૧ દાઉદના મનમાં થયું કે, “હવે તો એક દિવસ હું શાઉલના હાથથી માર્યો જઈશ; પલિસ્તીઓના દેશમાં નાસી જવા કરતાં બીજું કંઈ મારા માટે સારું નથી; શાઉલ મારા વિષે નિરાશ થઈને ઇઝરાયલની સર્વ સરહદોમાં મારી શોધ કરવાનું છોડી દેશે; એમ તેમના હાથમાંથી હું બચી જઈશ.”
Тогава Давид каза в сърцето си: Най-сетне ще загина един ден от Сауловата ръка: няма по-добро за мене отколкото да избягам по-скоро във филистимската земя; тогава Саул ще се отчая и няма вече да ме търси по всичките предели на Израиля; така ще се отърва от ръката му.
2 ૨ દાઉદ ઊઠયો અને તે તથા તેની સાથેના છસો માણસો માઓખના દીકરા તથા ગાથના રાજા આખીશ પાસે જતા રહ્યા.
Затова, Давид стана с шестте стотин мъже, които бяха с него и отиде при гетския цар Анхуса Маоховия син.
3 ૩ દાઉદ તથા તેના માણસો ગાથમાં આખીશ સાથે રહ્યા, દરેક માણસ પોતાના પરિવાર સહિત અને દાઉદ પણ પોતાની બે પત્નીઓ, એટલે યિઝ્રએલી અહિનોઆમ તથા નાબાલની પત્ની કાર્મેલી અબિગાઈલ સાથે રહ્યો.
И Давид остана да живее при Анхуса в Гет, той и мъжете му, всеки със семейството си, и Давид с двете си жени, езраелката Ахиноам, и кармилката Авигея, Наваловата жена.
4 ૪ શાઉલને કહેવામાં આવ્યું હતું કે દાઉદ ગાથમાં નાસી ગયો છે, તેથી તેણે ફરી તેની શોધ કરી નહિ.
И когато известиха на Саула, че Давид побягнал в Гет, той не го потърси вече.
5 ૫ દાઉદે આખીશને કહ્યું, “જો હું તારી દ્રષ્ટિમાં કૃપાપાત્ર હોઉં, તો મને રહેવા માટે દેશના કોઈએક નગરમાં જગ્યા આપ કે, હું ત્યાં રહું કેમ કે તારો સેવક રાજધાનીમાં તારી સાથે શા માટે રહે?”
И Давид каза на Анхуса: Ако съм придобил сега твоето благоволение, нека ми се даде място в някой от полските градове, да живея там: защо да живее слугата ти при тебе в царския град?
6 ૬ તેથી આખીશે તેને તે દિવસે સિકલાગ આપ્યું; એ માટે સિકલાગ આજ સુધી યહૂદિયાના રાજાઓની માલિકીનું છે.
И в същия ден Анхус му даде Сиклаг; затова, Сиклаг принадлежи на Юдовите царе и до днес.
7 ૭ જેટલા દિવસો દાઉદ પલિસ્તીઓના દેશમાં રહ્યો તેનો સમયગાળો એક આખું વર્ષ તથા ચાર મહિના જેટલો હતો.
А времето, което Давид прекара в земята на филистимците бе една година и четири месеца.
8 ૮ દાઉદ તથા તેના માણસોએ વિવિધ સ્થળો પર હુમલો કર્યો, ગશૂરીઓ, ગિર્ઝીઓ તથા અમાલેકીઓ ઉપર છાપા માર્યા; કેમ કે પ્રાચીન કાળથી તે લોકો તે દેશમાં શૂર તરફ છેક મિસર દેશ સુધી વસેલા હતા.
И Давид и мъжете му възлязоха та нападнаха гесурийците, гезерейците и амаличаните (защото те бяха жителите на земята от старо време), до Сур и дори до Египетската земя.
9 ૯ દાઉદે તે દેશ ઉપર હુમલો કરીને કોઈપણ પુરુષને કે સ્ત્રીને જીવતા રહેવા દીધા નહિ; તેણે ઘેટાં, બળદો, ગધેડાં, ઊંટો તથા વસ્ત્રો લઈ લીધા; તે પાછો વળ્યો અને ફરીથી આખીશ પાસે આવ્યો.
Давид опустошаваше земята, и не оставаше жив ни мъж, ни жена; и грабеше овци, говеда, осли, камили и дрехи; и като се връщаше, дохождаше при Анхуса.
10 ૧૦ આખીશ પૂછતો, “આજે તારી સવારી ક્યાં ધાડ પાડી આવી?” દાઉદ જવાબ આપતો, “યહૂદિયાના દક્ષિણ પર,” “યરાહમેલીઓના દક્ષિણ પર,” તથા “કેનીઓના દક્ષિણ પર.”
И Анхус казваше на Давида: Где нападнахте днес? А Давид казваше: Южната част на Юда, и южната земя на ерамеилците и южната земя на кенейците.
11 ૧૧ દાઉદે કોઈપણ પુરુષોને કે સ્ત્રીઓને ગાથમાં લાવવા માટે તેઓને જીવતાં રહેવા દીધા નહિ. તેણે કહ્યું, “રખેને તેઓ અમારી વિરુદ્ધ સાક્ષી પૂરે, કે ‘દાઉદે આમ કર્યું.” જ્યાં સુધી તે પલિસ્તીઓના દેશમાં રહ્યો તેટલો બધો વખત તે આવું જ કરતો રહ્યો છે.
Давид не оставаше жив ни мъж ни жена, които да бъдат доведени в Гет, понеже си думаше: Да не би да долагат против нас, казвайки: Така направи Давид, и такъв е бил обичаят му през цялото време откак е живял във филистимската земя.
12 ૧૨ આખીશ દાઉદનો વિશ્વાસ કરતાં કહેતો કે, “તેણે પોતાના ઇઝરાયલ લોકનો સંપૂર્ણ ધિક્કાર સંપાદન કર્યો છે; માટે તે સદા મારો દાસ થઈને રહેશે.”
И Анхус вярваше на Давида и си казваше: Той е направил себе си съвсем омразен на людете си Израиля; затова ще ми бъде слуга за винаги.