< 1 શમુએલ 25 >
1 ૧ હવે શમુએલ મરણ પામ્યો. સર્વ ઇઝરાયલ એક સાથે એકત્ર થઈને તેને સારુ શોક કર્યો, તેઓએ તેને રામામાં તેના ઘરમાં દફનાવ્યો. પછી દાઉદ ઊઠીને પારાનના અરણ્યમાં ગયો.
Afei, Samuel wui, na Israel nyinaa hyia yɛɛ nʼayi. Na wosiee no wɔ ne kurom Rama. Na Dawid tu kɔɔ Maon sare so.
2 ૨ માઓનમાં એક માણસ હતો, તેની મિલકત કાર્મેલમાં હતી. તે માણસ ઘણો શ્રીમંત હતો. તેની પાસે ત્રણ હજાર ઘેટાં તથા એક હજાર બકરાં હતાં. તે પોતાનાં ઘેટાં કાર્મેલમાં કાતરતો હતો.
Na ɔbarima bi fi Maon a na ɔwɔ agyapade wɔ baabi a ɛbɛn Karmel yɛ ɔdefo kɛse. Na ɔwɔ mmirekyi apem ne nguan mpensa a na otwitwa wɔn nwi wɔ Karmel.
3 ૩ તે માણસનું નામ નાબાલ હતું અને તેની પત્નીનું નામ અબિગાઈલ હતું. તે સ્ત્રી ઘણી બુદ્ધિમાન તથા દેખાવમાં સુંદર હતી. પણ તે માણસ કઠોર તથા પોતાના વ્યવહારમાં ખરાબ હતો. તે કાલેબના કુળનો વંશજ હતો.
Saa ɔbarima no din de Nabal, na ne yere nso din de Abigail. Na ɔyɛ ɔbea a onim nyansa na ne ho nso yɛ fɛ, nanso na ne kunu a ɔyɛ Kalebni no mpɔw ɛ, na ne suban nso nyɛ fɛ.
4 ૪ દાઉદે અરણ્યમાં સાંભળ્યું કે નાબાલ પોતાનાં ઘેટાં કાતરે છે.
Bere a Dawid tee sɛ Nabal retwitwa ne mmoa ho nwi no,
5 ૫ તેથી દાઉદે દસ જુવાન પુરુષોને મોકલ્યા. દાઉદે તે જુવાન પુરુષોને કહ્યું કે, “તમે કાર્મેલ જઈને નાબાલને મારી સલામ કહેજો.
ɔsomaa mmrante du kɔɔ ne nkyɛn. Ɔde nkra maa wɔn se,
6 ૬ તમે તેને કહેજો કે તારું, તારા ઘરનાઓનું અને તારા સર્વસ્વનું ભલું થાઓ.
“Wo nkwa so! Wo ne wo fifo nyinaa nya akwahosan! Na wʼagyapade nyinaa nso saa ara.
7 ૭ મેં સાંભળ્યું છે કે તારી પાસે કાતરનારાઓ છે. તારાં ઘેટાંને સાચવનારાઓ તો અમારી સાથે હતા અને અમે તેઓને કશી ઈજા કરી નથી, તેમ જ જેટલો સમય તેઓ કાર્મેલમાં હતા તે દરમિયાન તેઓનું કંઈ પણ ખોવાયું નથી.
“Mate sɛ woretwitwa wo nguan ne mmirekyi ho nwi. Bere a na mo nguanhwɛfo wɔ yɛn nkyɛn ha no, yɛanyɛ wɔn basabasa. Na mmere dodow a wodii wɔ Karmel no nso, wɔn biribiara anyera.
8 ૮ તારા જુવાનોને પૂછ અને તેઓ તને કહેશે. હવે મારા જુવાન પુરુષો તારી દ્રષ્ટિમાં કૃપા પામે, કેમ કે અમે ઉત્સવના દિવસે આવ્યા છીએ. કૃપા કરી જે તારા હાથમાં હોય તે તારા દાસોને તથા તારા દીકરા દાઉદને આપ.’”
Bisa wo ara wʼasomfo na wɔbɛka akyerɛ wo. Yɛaba ha wɔ afahyɛ bere, ɛno nti, mesrɛ wo, ma wo nkoa ne wo ba Dawid biribiara a wo nsa bɛso so.”
9 ૯ જયારે દાઉદના જુવાન પુરુષો ત્યાં પહોંચ્યા, તેઓએ સર્વ બાબતો દાઉદને નામે નાબાલને કહી અને પછી શાંત રહ્યા.
Dawid mmerante no de nkra no maa Nabal. Afei wɔtwɛnee.
10 ૧૦ નાબાલે દાઉદના ચાકરોને ઉત્તર આપ્યો, “દાઉદ કોણ છે? અને યિશાઈનો દીકરો કોણ છે? આ દિવસોમાં પોતાના માલિકો પાસેથી નાસી જનારાં ઘણાં ચાકરો છે.
Nabal buaa Dawid asomfo no se, “Hena ne saa Dawid yi? Saa Yisai babarima yi dwene sɛ ɔne hena? Nnansa yi, asomfo bebree retetew wɔn ho afi wɔn wuranom ho.
11 ૧૧ શું હું મારી રોટલી, પાણી તથા માંસ જે મેં મારાં ઘેટાંને કાતરનારાઓને સારું કાપેલું માંસ જે માણસો ક્યાંથી આવેલા છે એ હું જાણતો નથી તેઓને આપું?”
Adɛn nti na ɛsɛ sɛ mede me brodo ne me nsu ne mʼaboa a makum no nam a mede rebɛma me nwitwitwafo no ma nnipa a obi nnim faako a wofi?”
12 ૧૨ તેથી દાઉદના જુવાન પુરુષોએ પાછા આવીને સર્વ બાબતો તેને કહી.
Na Dawid mmarima no san kɔe, kɔkaa de Nabal kae no kyerɛɛ no.
13 ૧૩ દાઉદે પોતાના માણસોને કહ્યું, “તમે સર્વ પોતપોતાની કમરે તલવાર બાંધો.” તેથી દરેક માણસે પોતપોતાની કમરે તલવાર બાંધી. દાઉદે પણ પોતાની તલવાર કમરે બાંધી. આશરે ચારસો માણસો દાઉદની સાથે ગયા અને બસો સામાન પાસે રહ્યા.
Dawid ka kyerɛɛ ne mmarima no se, “Momfa mo afoa.” Na Dawid nso faa ne de. Mmarima bɛyɛ sɛ ahannan na wɔkaa Dawid ho kɔe, ɛnna mmarima ahannu nso tena wɛn akode no.
14 ૧૪ પણ જુવાનોમાંના એક જણે નાબાલની પત્ની અબિગાઈલને કહ્યું, “દાઉદે અમારા માલિકને સલામ કહેવા સારુ અરણ્યમાંથી સંદેશવાહકોને મોકલ્યા હતા અને તેણે તેઓનું અપમાન કર્યું.
Nabal asomfo no mu baako kɔka kyerɛɛ Nabal yere Abigail se, “Dawid somaa abɔfo fi sare no so sɛ wɔne yɛn wura mmɛkasa, nanso ɔyeyaw wɔn.
15 ૧૫ છતાં તે માણસો અમારી સાથે ઘણી સારી રીતે વર્ત્યા હતા. જ્યાં સુધી અમે તેઓની સાથે ખેતરમાં ગયા હતા ત્યાં સુધી અમને કંઈ પણ ઈજા કરવામાં આવી ન હતી. અને અમારું કશું પણ ખોવાયું નહોતું.
Nanso Dawid nnipa no ye ma yɛn. Wɔanyɛ yɛn bɔne biara. Bere a yɛne wɔn wɔ hɔ no, wɔamfa yɛn biribiara.
16 ૧૬ પણ ઘેટાં સાચવવા માટે જેટલો વખત અમે તેઓની સાથે રહ્યા તે દરમિયાન રાત્રે તેમ જ દિવસે તેઓ અમારા લાભમાં કોટરૂપ હતા.
Anadwo ne awia nyinaa, na wɔbɔ yɛn ne nguan no ho ban.
17 ૧૭ તો હવે તારે શું કરવું તે જાણ તથા વિચાર કર. અમારા માલિકની વિરુદ્ધ તથા તેના આખા કુટુંબને પાયમાલ કરવાનું કાવતરું કરવામાં આવ્યું છે. કેમ કે તે ખરેખર એવા હલકા પ્રકારનો છે કે તેની સાથે કોઈ વાત કરી શકે નહિ.”
Enti dwene ho yiye, anyɛ saa a asɛm bɛto yɛn wura ne nʼabusua nyinaa. Ɔyɛ obi a ne koma nye na obiara ntumi nkasa nkyerɛ no.”
18 ૧૮ પછી અબિગાઈલ ઉતાવળથી બસો રોટલી, દ્રાક્ષારસની બે મશકો, રાંધીને તૈયાર કરેલ પાંચ ઘેટાંનું માંસ, પાંચ માપ પોંક, દ્રાક્ષાની સો લૂમ તથા અંજીરનાં બસો ચકતાં ગધેડાં પર મૂક્યાં.
Abigail ansɛe bere koraa. Ɔfaa brodo mua ahannu, nsa aboa nhoma abien, nguan anum a wɔakum wɔn asiesie wɔn, nkyewe susude anum, bobe ɔfam ɔha ne bobe aba a wɔabɔ no atɔwatɔw ahannu de soaa mfurum.
19 ૧૯ તેણે પોતાના જુવાનોને પુરુષોને કહ્યું, “તમે મારી આગળ જાઓ, હું તમારી પાછળ આવું છું.” આ વિષે તેણે પોતાના પતિ નાબાલને કશું જણાવ્યું નહિ.
Na ɔka kyerɛɛ nʼasomfo se, “Munni kan nkɔ. Metiw mo.” Nanso wanka nea na ɔreyɛ no ankyerɛ ne kunu Nabal.
20 ૨૦ તે પોતાના ગધેડા પર સવારી કરીને પર્વતની ઓથે જઈ રહી હતી, ત્યારે દાઉદ તથા તેના માણસો તેની સામે આવતા હતા અને તે તેઓને મળી.
Ɔte nʼafurum so nam ara kosii bepɔw bi asiansian mu no, ohuu Dawid nso ne ne mmarima sɛ wɔrehyia no.
21 ૨૧ દાઉદે કહ્યું હતું, “આ માણસની અરણ્યમાંની મિલકત મેં એવી રીતે સંભાળી કે તેનું કશું પણ ચોરાયું કે ખોવાયું નહોતું, પણ મારી એ બધી સેવાની કદર થઈ નથી. તેણે મારા પર ઉપકારને બદલે અપકાર કર્યો છે.
Na Dawid aka se, “Mfaso biara nni so sɛ mahwɛ saa onipa yi agyapade so wɔ sare so a ne biribiara anyera. Ɔde bɔne atua me papa a meyɛɛ no no so ka.
22 ૨૨ જે સર્વ તેનું છે તેમાંથી સવારનું અજવાળું થતાં સુધીમાં એકાદ પુરુષને પણ જો હું જીવતો રહેવા દઉં, તો ઈશ્વર દાઉદના શત્રુઓને એવું અને એના કરતાં વધારે દુઃખ પમાડો.”
Sɛ ɛba sɛ ɔkyena ne fini barima bi da so te ase a, Onyankopɔn ne me nni no ɔyaw so pa ara.”
23 ૨૩ જયારે અબિગાઈલે દાઉદને જોયો, ત્યારે તે ઉતાવળથી પોતાના ગધેડા પરથી ઊતરી પડી અને તેના મુખ આગળ સાષ્ટાંગ દંડવત કરીને જમીન સુધી નમીને પ્રમાણ કર્યા.
Abigail huu Dawid no, ntɛm ara, ohuruw fii nʼafurum no so sii fam, bɔɔ ne mu ase wɔ nʼanim.
24 ૨૪ તેણે તેના પગે પડીને કહ્યું, “હે મારા માલિક, આ અપરાધ મારે શિરે, હા, મારા શિરે ગણાય. કૃપા કરીને આપની સેવિકાને તમારી સાથે વાત કરવા દો. મારી વાત સાંભળો.
Ɔhwee ne nan ase kae se, “Me wura migye saa asɛm yi ho afɔdi nyinaa to me ho so. Mesrɛ wo sɛ, tie asɛm a mewɔ ka.
25 ૨૫ મારા માલિકે આ નકામા માણસ નાબાલને ગણકારવો નહિ, કેમ કે જેવું તેનું નામ છે, તેવો જ તે છે. તેનું નામ નાબાલ છે અને તેનામાં નાદાની છે. પણ મારા માલિકના માણસો જેઓને તેં મોકલ્યા હતા તેઓને તમારી સેવિકાએ એટલે કે મેં જોયા નહોતા.
Minim sɛ Nabal yɛ otirimɔdenfo; mesrɛ wo, ntie no. Ɔyɛ ɔkwasea sɛnea ne din kyerɛ no. Na me, wʼafenaa, abɔfo a wosomaa wɔn no, manhu wɔn.
26 ૨૬ માટે હવે, હે મારા માલિક, હું જીવતા ઈશ્વરના તથા તમારા સમ ખાઈને કહું છું, ઈશ્વર તમને ખૂનના દોષથી, તમારે હાથે તમારું વેર લેવાથી પાછા રાખ્યા છે. તમારા શત્રુઓ, મારા માલિકનું અહિત તાકનારાઓ નાબાલ જેવા થાઓ.
Afei, me wura, mpɛn dodow a Awurade te ase, na wo nso wote ase na Awurade amma woamfa awudi ne aweretɔ anhyɛ wo nsam yi, ma mmusu mmra wʼatamfo nyinaa so, sɛnea bi aba Nabal so yi.
27 ૨૭ અને હવે આ ભેંટ જે તમારી સેવિકા મારા માલિકને સારુ લાવી છે, તે જે જુવાનો મારા માલિકને અનુસરનારા છે તેઓને આપવામાં આવે.
Akyɛde a mede abrɛ wo ne wo mmerante no ni.
28 ૨૮ કૃપા કરી તમારી સેવિકાનો અપરાધ માફ કરો, કેમ કે ચોક્કસ ઈશ્વર મારા માલિકના ઘરને મજબૂત બનાવશે, કેમ કે મારા માલિક ઈશ્વરની લડાઈ લડે છે; અને જ્યાં સુધી તમે જીવો ત્યાં સુધી તમારામાં દુરાચાર માલૂમ પડશે નહિ.
“Mesrɛ wo, sɛ mafom a, fa kyɛ me. Akyinnye biara nni ho sɛ Awurade de ofi a nʼahenni ase betim bɛdom wo, efisɛ woreko Awurade ko. Na wonyɛɛ bɔne biara nso wɔ wʼasetena mu.
29 ૨૯ અને જો કે આપની પાછળ પડવાને તથા જીવ લેવાને ઘણાં માણસો ઊભા થશે, તો પણ મારા માલિકનો જીવ પ્રભુ તમારા ઈશ્વરની પાસેના જીવનના ભંડારમાં બાંધી રખાશે; અને તે તમારા શત્રુનું જીવન ગોફણમાંથી વીંઝાયેલા પથ્થરની માફક ફેંકી દેશે.
Na sɛ ɛba sɛ wɔn a wɔpɛ wo kra no taataa wo so a, Awurade, wo Nyankopɔn, begye wo, abɔ wo ho ban sɛnea wɔbɔ ademude ho ban no. Na wʼatamfo nkwa de, ɛbɛyera te sɛ abo a wɔatow fi ahwimmo mu.
30 ૩૦ અને જે સર્વ હિતવચનો ઈશ્વર તમારા વિષે બોલ્યા છે તે પ્રમાણે જયારે તેમણે મારા માલિકને કર્યું હશે અને આપને ઇઝરાયલ ઉપર આગેવાન ઠરાવ્યાં હશે, ત્યારે એમ થશે કે,
Sɛ Awurade di bɔ a ɔhyɛɛ wo no nyinaa so ma wo, na ɔde wo di Israelhene a,
31 ૩૧ મારા માલિક, આ વાતથી આપને દુઃખ કે ખેદ થવો ના જોઈએ, તમે વગર કારણે રક્તપાત કર્યો નથી કે વેર રાખ્યું નથી. અને જયારે ઈશ્વર આપનું એટલે કે મારા માલિકનું ભલું કરે, ત્યારે આપની સેવિકાને લક્ષમાં રાખજો.”
mma eyi nnyɛ nkekae wɔ wʼabrabɔ mu. Na worensoa wʼahonim adesoa duruduru a efi mogyahwiegu ne aweretɔ a so nni mfaso ho. Na sɛ Awurade yɛ saa nneɛma akɛse yi ma wo a, mesrɛ wo, kae me!”
32 ૩૨ દાઉદે અબિગાઈલને કહ્યું, “ઈશ્વર, ઇઝરાયલના ઈશ્વરની પ્રશંસા હો, કે જેમણે તને આજ મને મળવાને મોકલી.
Dawid buaa Abigail se, “Nhyira nka Awurade, Israel Nyankopɔn a wama woabehyia me nnɛ.
33 ૩૩ અને તારી બુદ્ધિની તથા તારી હું પ્રશંસા કરું છું. કારણ કે તેં મને આજે ખૂનના દોષથી અને મારે પોતાને હાથે મારું પોતાનું વેર વાળવાથી અટકાવ્યો છે.
Da Awurade ase wɔ wʼadwene pa ho. Nhyira nka wo sɛ woamma me ankum ɔbarima no, na woamma mamfa me nsa antɔ were.
34 ૩૪ ઇઝરાયલના જીવંત ઈશ્વર, જેમણે તને નુકસાન કરવાથી મને પાછો રાખ્યો છે, તેમના સોગનપૂર્વક હું કહું છું કે જો તું ઉતાવળથી આવીને મને મળી ન હોત, તો નિશ્ચે સવારનું અજવાળું થતાં પહેલા નાબાલનું એક નર બાળક સરખુંય રહેવા દેવામાં આવત નહિ. સંહાર કરાઈ ગયો હોત”
Na meka Awurade, Israel Nyankopɔn a wamma manyɛ wo bɔne no ntam sɛ, sɛ woanka wo ho ammehyia me a, anka ebedu ɔkyena anɔpa no, na Nabal mmarima no mu baako koraa nte ase.”
35 ૩૫ પછી જે તે તેને માટે લાવી હતી તે દાઉદે તેના હાથમાંથી લીધું; દાઉદે તેને કહ્યું, “શાંતિથી તારા ઘરે જા; જો, મેં તારી વિનંતી સાંભળી છે તારે ખાતર તે બધું હું સ્વીકારું છું.”
Na Dawid gyee nʼakyɛde no, ka kyerɛɛ no se, “San kɔ fie asomdwoe mu. Yɛrenkum wo kunu no.”
36 ૩૬ અબિગાઈલ નાબાલ પાસે પાછી આવી; ત્યારે તેણે પોતાને ઘરે રાજ ભોજનની મહેફિલ રાખી હતી; તે વખતે નાબાલ ખુશમિજાજમાં હતો. તેણે ખૂબ નશો કર્યો હતો. તેથી સવાર પડતાં સુધી અબિગાઈલે તેને કશું કહ્યું નહિ.
Bere a Abigail duu fie no, ohuu sɛ Nabal ato pon kɛse sɛ ɔhene. Na wabow nsa nti, wanka biribiara a ɛfa ɔne Dawid nhyiamu no ho ankyerɛ no kosii adekyee.
37 ૩૭ સવારે નાબાલનો કેફ ઊતર્યા પછી, તેની પત્નીએ એ બધી વાતો તેને કહી; તે સાંભળીને તેના હોશકોશ ઊડી ગયા. તે પથ્થર જેવો જડ થઈ ગયો.
Ade kyee a nʼani so daa hɔ no, Abigail kaa nsɛm a asisi no kyerɛɛ no. Nabal tee nsɛm no, obubu kaa mpa mu.
38 ૩૮ આશરે દશ દિવસ પછી ઈશ્વરે નાબાલને એવો માર્યો કે તે મૃત્યુ પામ્યો.
Nnafua du akyi no, Awurade bɔɔ no ma owui.
39 ૩૯ અને દાઉદે જાણ્યું કે નાબાલ મરણ પામ્યો છે, ત્યારે તેણે કહ્યું, “ઈશ્વર પ્રશંસનીય છે; તેમણે નાબાલે મને જે મહેણાં માર્યા હતા તેનું વેર વાળ્યું છે. વળી તેમણે પોતાના સેવકને દુરાચાર કરવાથી અટકાવ્યો છે. અને ઈશ્વરે નાબાલનું દુષ્ટ કર્મ પાછું વાળીને તેના જ માથે નાખ્યું છે.” પછી દાઉદે માણસ મોકલીને પોતાની સાથે અબિગાઈલને લગ્ન કરવા માટે કહેવડાવ્યું.
Dawid tee sɛ Nabal awu no, ɔkae se, “Nhyira nka Awurade a watua Nabal ka na wamma mankum no. Nabal anya ne bɔne so akatua.” Na Dawid yɛɛ ntɛm soma kɔɔ Abigail nkyɛn, ma wɔkɔka kyerɛɛ no se ɔbɛware no.
40 ૪૦ દાઉદના સેવકો કાર્મેલમાં અબિગાઈલ પાસે આવ્યા, તેઓએ તેને કહ્યું, “દાઉદ સાથે તારું લગ્ન કરવા માટે તેણે અમને તને તેડવા અમને મોકલ્યા છે.”
Asomfo no kɔɔ Karmel kɔka kyerɛɛ Abigail se, “Dawid asoma yɛn sɛ yɛmmra mmɛfa wo mmrɛ no sɛ ne yere.”
41 ૪૧ તેણે ઊઠીને ભૂમિ સુધી નમીને નમન કર્યું અને કહ્યું, “જુઓ તમારી સેવિકા મારા માલિકના સેવકોનાં પગ ધોનારી દાસી જેવી છે.”
Ɔbɔɔ ne mu ase de nʼanim kyerɛɛ fam kae se, “Yiw, masiesie me ho sɛ mɛsom Dawid asomfo mpo.”
42 ૪૨ અબિગાઈલે ઝટપટ ગધેડા પર સવારી કરી. પછી તેણે જવા માંડ્યું. તેની પાંચ દાસીઓ પણ તેની પાછળ ચાલી; તે દાઉદના સંદેશ વાહકોની સાથે ગઈ અને દાઉદની પત્ની થઈ.
Ntɛm ara, Abigail huruw tenaa nʼafurum so, faa ne mmaawa baanum kaa ne ho, na ɔne Dawid asomfo no kɔe, na ɔbɛyɛɛ Dawid yere.
43 ૪૩ દાઉદે યિઝ્રએલી અહિનોઆમની સાથે પણ લગ્ન કર્યા; તે બન્ને તેની પત્નીઓ થઈ.
Dawid waree Ahinoam a ofi Yesreel, na wɔn baanu bɛyɛɛ ne yerenom.
44 ૪૪ હવે શાઉલે પોતાની દીકરી મિખાલને એટલે દાઉદની પત્નીને, લાઈશનો દીકરો પાલ્ટી, જે ગાલ્લીમનો હતો તેને આપી.
Na Saulo de ne babea Mikal, Dawid yere, ama ɔbarima bi a ofi Galim a ne din de Palti a na ɔyɛ Lais babarima.