< 1 શમુએલ 24 >
1 ૧ જયારે શાઉલ પલિસ્તીઓની પાછળ પડવાનું ટાળીને પાછો આવ્યો, ત્યારે તેને એમ કહેવામાં આવ્યું કે, “દાઉદ એન-ગેદીના અરણ્યમાં છે.”
Saul Filistiylerni qoghlap chiqirip yan’ghanda uninggha: — Mana, Dawut En-Gedidiki chölde turuwétiptu, dégen xewer bérildi.
2 ૨ પછી શાઉલ સર્વ ઇઝરાયલમાંથી ચૂંટી કાઢેલા ત્રણ હજાર માણસોને લઈને દાઉદ તથા તેના માણસોની શોધમાં વનચર બકરાંઓના ખડકો પર ગયો.
Saul emdi pütkül Israildin xillan’ghan üch ming ademni élip Dawut bilen ademlirini izdigili «Yawa tékiler» qoram tashliqigha chiqti.
3 ૩ તે માર્ગે ઘેટાંના વાડા પાસે આવ્યો, ત્યાં ગુફા હતી. શાઉલ હાજત માટે તેમાં ગયો. હવે દાઉદ તથા તેના માણસો ગુફાના સૌથી દૂરના ભાગમાં બેઠેલા હતા.
U yolning yénidiki qoy qotanlirigha kelgende, shu yerde bir ghar bar idi. U teret qilish üchün ghargha kirdi; Dawut bilen ademliri gharning ichkiriside olturatti.
4 ૪ દાઉદના માણસોએ તેને કહ્યું, “જે દિવસ વિશે ઈશ્વરે બોલ્યા હતા અને તેમણે તને કહ્યું કે, ‘હું તારા શત્રુને તારા હાથમાં સોંપીશ, તને જેમ સારું લાગે તેમ તું તેમને કરજે. તે દિવસ આવ્યો છે.’” ત્યારે દાઉદે ઊઠીને ગુપ્ત રીતે આગળ આવીને શાઉલના ઝભ્ભાની કોર કાપી લીધી.
Dawutning ademliri uninggha: — Mana Perwerdigarning sanga: — Öz düshminingni séning qolunggha bérimen, néme sanga layiq körünse shuni qilghin, dégen küni del mushu kün iken, dédi. Dawut qopup Saulning tonining péshini tuydurmay késiwaldi.
5 ૫ પછીથી દાઉદ હૃદયમાં દુઃખી થયો કેમ કે તેણે શાઉલના ઝભ્ભાની કોર કાપી લીધી હતી.
Lékin Saulning tonining péshini keskini üchün Dawut könglide qattiq epsuslandi.
6 ૬ તેણે પોતાના માણસોને કહ્યું, “મારા હાથ તેના પર ઉગામીને મારા માલિક એટલે ઈશ્વરના અભિષિક્ત વિરુદ્ધ હું આવું કામ કરું, એવું ઈશ્વર ન થવા દો, કેમ કે તે ઈશ્વરનો અભિષિક્ત છે.”
U öz ademlirige: — Perwerdigar méni Perwerdigar Özi mesih qilghan ghojamgha bundaq qolumni uzartishtin saqlisun, chünki u Perwerdigarning mesihliginidur, dédi.
7 ૭ તેથી દાઉદે પોતાના માણસોને ઠપકો આપ્યો, તેમને શાઉલ પર હુમલો કરવા દીધો નહિ. પછી શાઉલ, ગુફામાંથી નીકળીને તે પોતાને માર્ગે ગયો.
Shu söz bilen Dawut öz ademlirini tosup Saulgha chéqilghili qoymidi. Saul bolsa qopup ghardin chiqip öz yoligha ketti.
8 ૮ ત્યાર પછી, દાઉદ પણ ગુફામાંથી બહાર નીકળ્યો, પછી શાઉલને બોલાવ્યો: “હે મારા માલિક રાજા.” જયારે શાઉલે પોતાની પાછળ જોયું, ત્યારે દાઉદે પોતાનું મુખ જમીન તરફ રાખીને સાષ્ટાંગ દડ્વંત પ્રણામ કર્યા અને તેને માન આપ્યું.
Andin Dawutmu turup ghardin chiqip Saulning keynidin: — I ghojam padishah! — dep chaqirdi. Saul keynige qarawidi, Dawut égilip yüzini yerge yaqqan halda tezim qildi.
9 ૯ દાઉદે શાઉલને કહ્યું, “તમે શા માટે આ માણસોનું સાંભળો છો! તેઓ એવું કહે છે, ‘જો, દાઉદ તને નુકશાન કરવાનું શોધે છે?’”
Dawut Saulgha mundaq dédi: — «Mana, Dawut séni qestleshke purset izdewatidu, deydighan kishilerning sözige némishqa qulaq salila?
10 ૧૦ આજે તમારી નજરે તમે જોયું છે કે આપણે ગુફામાં હતા ત્યારે કેવી રીતે ઈશ્વરે તમને મારા હાથમાં સોંપ્યાં હતા. કેટલાકે તમને મારી નાખવાને મને કહ્યું, પણ મેં તમને જીવતદાન દીધું. મેં કહ્યું કે, ‘હું મારો હાથ મારા માલિકની વિરુદ્ધ નહિ નાખું; કેમ કે તે ઈશ્વરના અભિષિક્ત છે.’
Mana bügün öz közliri bilen kördiliki, Perwerdigar bügün gharda silini öz qolumgha bergenidi. Beziler manga uni öltürüwetkin, dédi; lékin men silini ayap: — Ghojamgha qolumni uzartmaymen, chünki u Perwerdigarning mesihliginidur, dédim.
11 ૧૧ મારા પિતા, જો, મારા હાથમાં તમારા ઝભ્ભાની કોર છે. મેં તમારા ઝભ્ભાની કોર કાપી લીધી પણ તમને મારી નાખ્યા નહિ, તે ઉપરથી સમજો કે મારા હાથમાં દુષ્ટતા કે રાજદ્રોહ નથી, મેં તમારી વિરુદ્ધ પાપ કર્યું નથી, જો કે તમે મારો જીવ લેવા માટે મારી પાછળ લાગ્યા છો.
Qarisila, i ata, qolumdiki tonlirining péshige. Silini öltürmey tonlirining péshini keskenlikimdin shuni bilsileki, könglümde silige ya yamanliq ya asiyliq yoq, silige gunah qilghinim yoq, lékin sili jénimni alghili paylimaqtila.
12 ૧૨ ઈશ્વર મારી તથા તમારી વચ્ચે ન્યાય કરો અને ઈશ્વર મારું વેર તમારા પર વાળો, પણ મારો હાથ તમારી સામે નહિ જ પડે.
Perwerdigar men bilen silining otturimizda höküm qilsun, méning hésabimni silidin Perwerdigar alsun; lékin méning qolum silige kötürülmeydu.
13 ૧૩ પ્રાચીન લોકોની કહેવત છે, ‘દુષ્ટતા તો દુષ્ટોમાંથી જ નીકળે છે.’ પણ મારો હાથ તમારી સામે નહિ પડે.
Konilar: — «Rezillik rezillerdin chiqidu» dep éytqaniken, lékin öz qolum silige kötürülmeydu.
14 ૧૪ ઇઝરાયલના રાજા કોને શોધવા નીકળ્યા છે? તમે કોની પાછળ પડ્યા છો? એક મૂએલા કૂતરા પાછળ! એક ચાંચડ પાછળ!
Israilning padishahi kimni tutqili chiqti? Kimni qoghlap yüridu? Bir ölük itni, xalas! Yalghuz bir bürgini, xalas!
15 ૧૫ ઈશ્વર ન્યાયાધીશ થઈને મારી અને તમારી વચ્ચે ન્યાય આપે. તે જોઈને મારા પક્ષની હિમાયત કરે અને મને તમારા હાથથી છોડાવે.”
Perwerdigar soraqchi bolup men bilen silining otturimizda höküm chiqarsun! U heq-naheqni ayrip, dewayimni sorap méni silining qolliridin xalas qilip, adalet yürgürgey!» — dédi.
16 ૧૬ દાઉદ એ શબ્દો શાઉલને કહી રહ્યો, ત્યારે શાઉલે કહ્યું, “મારા દીકરા દાઉદ, શું એ તારો અવાજ છે?” પછી શાઉલ પોક મૂકીને રડ્યો.
Dawut Saulgha bu sözlerni éytqanda Saul: — Bu séning awazingmu, i oghlum Dawut? — dédi. Andin Saul yuqiri awaz bilen yighlap ketti.
17 ૧૭ તેણે દાઉદને કહ્યું, “મારા કરતાં તું વધારે ન્યાયી છે. કેમ કે તેં મને સારો બદલો આપ્યો છે, પણ મેં તારા પ્રત્યે ખરાબ વર્તન રાખ્યું છે.
U Dawutqa: — «Sen mendin adilsen, chünki sen manga yaxshiliq qayturdung, lékin men sanga yamanliq qayturdum.
18 ૧૮ તેં આજે જાહેર કર્યું છે કે તે મારા માટે ભલું કર્યું છે, કેમ કે જયારે ઈશ્વરે મને તારા હાથમાં સોંપ્યો હતો ત્યારે તેં મને મારી નાખ્યો નહિ.
Sen bügün manga yaxshiliq qilghanliqingni obdan körsitip berding; Perwerdigar méni qolunggha tapshurghan bolsimu, sen méni öltürmiding.
19 ૧૯ માટે જો કોઈ માણસને તેનો શત્રુ મળે છે, ત્યારે તે તેને સહી સલામત જવા દે છે શું? આજે તેં જે મારી પ્રત્યે સારું કર્યું છે તેનો બદલો ઈશ્વર તને આપો.
Birsi öz düshminini tapsa, uni aman-ésen ketkili qoyamdu? Perwerdigar séning manga bügün qilghan yaxshiliqing üchün sanga yaxshiliq yandurghay.
20 ૨૦ હવે, હું જાણું છું કે તું નક્કી રાજા થશે અને ઇઝરાયલનું રાજ્ય તારા હાથમાં સ્થાપિત થશે.
Emdi mana, shuni bildimki, sen jezmen padishah bolisen, Israilning padishahliqi séning qolungda tiklinidu.
21 ૨૧ માટે હવે મારી આગળ ઈશ્વરના સોગન ખા, તું મારી પછીના વંશજોનો નાશ નહિ કરે અને તું મારું નામ મારા પિતાના ઘરમાંથી નષ્ટ નહિ કરે.”
Lékin hazir Perwerdigar bilen manga qesem qilghinki, mendin kéyin méning neslimni yoqatmay, namimni atamning jemetidin öchürmigeysen», dédi.
22 ૨૨ દાઉદે શાઉલ આગળ સમ ખાધા. પછી શાઉલ ઘરે ગયો, પણ દાઉદ તથા તેના માણસો ઉપર કિલ્લામાં ગયા.
Shuning bilen Dawut Saulgha qesem qildi. Saul öz öyige yénip ketti; Dawut ademliri bilen qorghan-qiyagha chiqip shu yerde turdi.