< 1 શમુએલ 23 >
1 ૧ તેઓએ દાઉદને જણાવ્યું કે, “જો, પલિસ્તીઓ કઈલા વિરુદ્ધ લડીને ખળીઓમાં કણસલાંમાંથી અનાજ લૂંટે છે.”
Ɛda koro bi, Dawid tee sɛ Filistifoɔ no aba Keila, na wɔrewia wɔn ayuo wɔ wɔn ayuporobea.
2 ૨ તેથી દાઉદે સહાય માટે ઈશ્વરને પ્રાર્થના કરીને તેમને પૂછ્યું, “હું જઈને આ પલિસ્તીઓ પર હુમલો કરું?” ઈશ્વરે દાઉદને કહ્યું, “જા અને પલિસ્તીઓને મારીને કઈલાને બચાવ.”
Dawid bisaa Awurade sɛ, “Menkɔto nhyɛ wɔn so anaa?” Awurade buaa sɛ, “Aane, kɔ na kɔgye Keila.”
3 ૩ દાઉદના માણસોએ તેને કહ્યું કે, “જો, અમને અહીં યહૂદિયામાં ભય લાગે છે. તો પછી કઈલામાં પલિસ્તીઓનાં સૈન્યોની સામે જતા કેટલો વિશેષ ભય લાગશે?”
Nanso, Dawid mmarima no kaa sɛ, “Yuda ha mpo yɛsuro. Yɛmpɛ sɛ yɛbɛkɔ Keila akɔko atia Filistifoɔ akodɔm no nyinaa.”
4 ૪ પછી દાઉદે ફરીથી ઈશ્વરને પ્રાર્થના કરી. ઈશ્વરે તેને જવાબ આપ્યો, “ઊઠીને, કઈલા પર આક્રમણ કર. હું તને પલિસ્તીઓની ઉપર વિજય અપાવીશ.”
Enti Dawid bisaa Awurade bio maa Awurade buaa no sɛ, “Kɔ Keila na mɛboa wo ama woadi Filistifoɔ no so nkonim.”
5 ૫ દાઉદ તથા તેના માણસો કઈલામાં ગયા અને પલિસ્તીઓ સાથે યુદ્ધ કર્યું. તેઓએ તેમનાં જાનવરોને દૂર લઈ જઈને હુમલો કર્યો. અને તેઓનો સંહાર કર્યો. એમ દાઉદે કઈલા રહેવાસીઓને બચાવ્યા.
Enti, Dawid ne ne mmarima kɔɔ Keila. Wɔkunkumm Filistifoɔ no nyinaa, faa wɔn nyɛmmoa, gyee Keilafoɔ no.
6 ૬ જયારે અહીમેલેખનો દીકરો અબ્યાથાર દાઉદ પાસે કઈલામાં નાસી આવ્યો, ત્યારે તે પોતાના હાથમાં એક એફોદ લેતો આવ્યો હતો.
Ahimelek ba Ɔsɔfoɔ Abiatar redwane akɔ Dawid nkyɛn wɔ Keila no, ɔfaa asɔfotadeɛ sɛ ɔrekɔgye mmuaeɛ afiri Awurade nkyɛn ama Dawid.
7 ૭ શાઉલને સમાચાર મળ્યા કે દાઉદ કઈલામાં છે. ત્યારે તેણે કહ્યું, “હવે ઈશ્વરે તેને મારા હાથમાં સોંપી દીધો છે. કેમ કે તે અંદરથી બંધ હોય દરવાજાવાળા નગરમાં પ્રવેશ્યો છે. તે સપડાઈ ગયો છે.”
Ankyɛre, Saulo tee sɛ Dawid wɔ Keila. Ɔteaam sɛ, “Ɛyɛ. Afei, yɛn nsa aka no. Afei, Onyankopɔn de no ama me. Ɔno ara ama kuro yi ho afasuo ayi no!”
8 ૮ કઈલા ઉપર ચઢાઈ કરીને દાઉદ તથા તેના માણસોને ઘેરી લેવા સારુ શાઉલે સર્વ લોકોને યુદ્ધમાં બોલાવ્યા.
Enti, Saulo boaboaa nʼakodɔm nyinaa ano sɛ ɔde wɔn rekɔ Keila akɔtua Dawid ne ne mmarima.
9 ૯ દાઉદ જાણતો હતો કે શાઉલ તેની વિરુદ્ધ ઉપદ્રવ કરવાની યુક્તિઓ રચે છે. તેણે અબ્યાથાર યાજકને કહ્યું, “એફોદ અહીં લાવ.”
Nanso Dawid hunuu Saulo nhyehyɛeɛ, na ɔka kyerɛɛ ɔsɔfoɔ Abiatar sɛ, ɔmfa asɔfotadeɛ no mmra, na ɔmmisa Awurade deɛ ɛsɛ sɛ ɔyɛ.
10 ૧૦ પછી દાઉદે કહ્યું, “પ્રભુ, ઇઝરાયલના ઈશ્વર, તમારા સેવકે નક્કી સાંભળ્યું છે કે મારે લીધે નગરનો નાશ કરવાને શાઉલ કઈલા પર ચઢાઈ કરવાની તક શોધે છે.
Na Dawid bɔɔ mpaeɛ sɛ, “Ao, Awurade, Israel Onyankopɔn, mate sɛ Saulo ayɛ nhyehyɛeɛ sɛ ɔbɛba abɛsɛe Keila, ɛfiri sɛ, mewɔ ha.
11 ૧૧ કઈલાના માણસો શું મને તેના હાથમાં સોંપી દેશે? તમારા સેવકના સાંભળ્યાં મુજબ શું શાઉલ અહીં આવશે? પ્રભુ, ઇઝરાયલના ઈશ્વર, હું તમને આજીજી કરું છું, કૃપા કરી તમારા સેવકને જણાવો.” ઈશ્વરે કહ્યું, “તે ચઢાઈ કરશે.”
Merebisa sɛ, enti Keila mmarima bɛyi me ama no anaa? Na Saulo bɛba ampa ara sɛdeɛ mete no? Ao, Awurade, Israel Onyankopɔn, ka kyerɛ me.” Na Awurade buaa no sɛ, “Ɔbɛba.”
12 ૧૨ ત્યાર પછી દાઉદે કહ્યું, “શું કઈલાના માણસો મને તથા મારા માણસોને શાઉલના હાથમાં સોંપી દેશે?” ઈશ્વરે કહ્યું, “તેઓ તને સોંપી દેશે.”
Bio, Dawid bisaa sɛ, “Enti, Keila mmarima bɛyi me ne me mmarima ama Saulo anaa?” Na Awurade buaa sɛ, “Aane, wɔbɛyi mo ama.”
13 ૧૩ ત્યારે દાઉદ તથા તેના માણસો, જે આશરે છસો હતા, તેઓ ઊઠીને કઈલામાંથી રવાના થયા અને જવાય ત્યાં જતા રહ્યા. શાઉલને સમાચાર મળ્યા કે દાઉદ કઈલામાંથી નાસી ગયો છે તેથી શાઉલે ત્યાં જવાનું બંધ રાખ્યું.
Na Dawid ne ne mmarima bɛyɛ sɛ ahansia firii Keila, na wɔkyinkyinii baabiara a wɔbɛtumi akɔ. Na Saulo tee sɛ Dawid afiri Keila no, ɔgyaee nʼakyi die.
14 ૧૪ દાઉદ અરણ્યમાં મજબૂત મિલોઓમાં અને ઝીફના અરણ્યમાં પહાડી પ્રદેશમાં રહ્યો. શાઉલ તેને દરરોજ શોધતો હતો, પણ ઈશ્વરે તેને તેના હાથમાં લાગવા દીધો નહિ.
Afei, Dawid tenaa nʼabanbɔeɛ hɔ wɔ ɛserɛ so ne Sif mmepɔ asase no so. Saulo hwehwɛɛ no adekyeɛ ne adesaeɛ biara, nanso Awurade amma no anhunu no.
15 ૧૫ દાઉદે જોયું કે શાઉલ મારો જીવ લેવા સારુ બહાર આવ્યો છે; દાઉદ ઝીફના અરણ્યમાં આવેલા હોરેશમાં હતો.
Dabi a Dawid wɔ Hores wɔ Sif ɛserɛ so no, ɔtee sɛ Saulo nam ɛkwan so reba hɔ abɛhwehwɛ no akum no.
16 ૧૬ ત્યાર પછી શાઉલનો દીકરો યોનાથાન ઊઠીને હોરેશમાં દાઉદ પાસે ગયો અને તેના હાથ ઈશ્વરમાં મજબૂત કર્યા.
Na Yonatan kɔɔ Dawid nkyɛn wɔ Hores kɔhyɛɛ no den wɔ Onyankopɔn ho gyidie mu.
17 ૧૭ યોનાથાને તેને કહ્યું, “બીશ નહિ. કેમ કે મારા પિતા શાઉલનો હાથ તને પકડી પાડી શકશે નહિ. તું ઇઝરાયલ પર રાજા થશે અને હું તારાથી બીજે દરજ્જે હોઈશ. મારા પિતા શાઉલ પણ આ જાણે છે.”
Yonatan hyɛɛ no den sɛ, “Nsuro! Mʼagya Saulo renhunu wo da. Wobɛyɛ ɔhene wɔ Israel, na mayɛ wʼabadiakyire, sɛdeɛ mʼagya Saulo nim no.”
18 ૧૮ પછી તેઓ બન્નેએ ઈશ્વરની આગળ કરાર કર્યો. અને દાઉદ હોરેશમાં રહ્યો અને યોનાથાન પોતાને ઘરે ગયો.
Wɔn baanu no hyɛɛ wɔn ayɔnkofa apam mu den wɔ Awurade anim. Afei, Yonatan kɔɔ efie na Dawid deɛ, ɔtenaa Hores hɔ.
19 ૧૯ પછી ઝીફીઓએ ગિબયામાં શાઉલ પાસે આવીને કહ્યું, “શું દાઉદ હોરેશના કિલ્લાઓમાં અમારી મધ્યે સંતાઈ રહ્યો નથી? એ કિલ્લા હખીલા પર્વત પર, એટલે દક્ષિણના અરણ્ય તરફ આવેલા છે.
Ɛnna Sififoɔ no kɔɔ Saulo nkyɛn wɔ Gibea kɔyii Dawid maeɛ sɛ, “Yɛnim baabi a Dawid akɔhinta. Ɔwɔ banbɔeɛ mu, wɔ Hores a ɛwɔ Hakila mmepɔ mu, wɔ Yesimon anafoɔ fam ha yi.
20 ૨૦ માટે હવે, હે રાજા, ત્યાં આવવા માટેની તમારા હૃદયની સઘળી ઇચ્છા પ્રમાણે કરો. અમે તમને તમારા હાથમાં સોંપી દઈશું.”
Ɔhene, ɛberɛ biara a wobɛnya kwan no, bra na yɛbɛkyere no ama wo.”
21 ૨૧ શાઉલે કહ્યું, “ઈશ્વરથી તમે આશીર્વાદિત છો. કેમ કે તમે મારા પર દયા કરી છે.
Saulo kaa sɛ, “Awurade nhyira mo! Afei, mahunu sɛ, mʼasɛm fa obi ho.
22 ૨૨ જાઓ, તે વિષે હજી વધારે નક્કી કરીને જાણો અને શોધો કે તેની સંતાવાની જગ્યા ક્યાં છે અને ત્યાં તેને કોણે જોયો છે. કેમ કે મને ખબર મળી છે કે તે ઘણો ચાલાક છે.
Monkɔ mu bio, nkɔhwehwɛ, nhunu baabi a ɔte ne obi a wahunu no wɔ hɔ, ɛfiri sɛ, menim sɛ ɔyɛ oniferefoɔ.
23 ૨૩ માટે જુઓ, તેની સંતાઈ રહેવાની સર્વ જગ્યાઓ જાણી લઈને, સાચી માહિતી લઈને મારી પાસે આવજો, એટલે હું તમારી સાથે આવીશ, જો તે દેશમાં હશે, તો હું તેને યહૂદિયાના હજારોમાંથી માણસો શોધી કાઢીશ.”
Monhwehwɛ nʼahintaeɛm, na monsane mmra mmɛka biribi pɔtee nkyerɛ me. Na me ne mo bɛkɔ. Na sɛ ɔwɔ ɛpɔ mu hɔ nko ara deɛ a, mɛnya no, na mpo, sɛ ɛsɛ sɛ mehwehwɛ ahintaeɛ biara a ɛwɔ Yuda a, mɛyɛ!”
24 ૨૪ પછી તેઓ ઊઠીને શાઉલની અગાઉ ઝીફમાં ગયા. દાઉદ અને તેના માણસો માઓન રાનમાં, અરણ્યની દક્ષિણે અરાબામાં હતા.
Na Sif mmarima dii Saulo ɛkan kɔɔ wɔn kurom. Saa ɛberɛ no mu na Dawid ne ne mmarima kɔ Maon ɛserɛ a ɛwɔ Araba bɔnhwa a ɛwɔ Yesimon anafoɔ fam no so.
25 ૨૫ શાઉલ તથા તેના માણસો તેને શોધવા ગયા. અને દાઉદને તેની ખબર મળી, ત્યારે તે ઊતરીને ખડકાળ પર્વત પાસે આવીને માઓનના અરણ્યમાં રહ્યો. જયારે શાઉલે તે સાંભળ્યું, ત્યારે તે માઓનના અરણ્યમાં દાઉદની પાછળ પડ્યો.
Ɛberɛ a Dawid tee sɛ Saulo ne ne mmarima rehwehwɛ no no, ɔdɔɔ mu kɔɔ ɛserɛ so akyirikyiri, kɔsii ɔbotan kɛseɛ no ho, tenaa Maon ɛserɛ so hɔ. Nanso Saulo kɔɔ so pɛɛ no.
26 ૨૬ શાઉલ પર્વતની એક બાજુએ ગયો અને દાઉદ તથા તેના માણસો પર્વતની પેલી બાજુએ ગયા. દાઉદે શાઉલને લીધે ત્યાં છટકી જવા માટે ઉતાવળ કરી. કેમ કે શાઉલ તથા તેના માણસો દાઉદ તથા તેના માણસોને પકડવા માટે તેમને ઘેરી લીધા હતા.
Afei Saulo ne Dawid kɔdii afa ne afa wɔ bepɔ no so. Ɛbaa sɛ Saulo ne ne mmarima hyɛɛ aseɛ sɛ wɔrebɛn Dawid no,
27 ૨૭ એક સંદેશાવાહકે પાસે આવીને શાઉલને કહ્યું, “જલ્દી આવ કેમ કે પલિસ્તીઓએ દેશમાં લૂંટફાટ ચલાવી છે.”
Saulo nyaa nkra bi a emu yɛ den sɛ, Filistifoɔ abɛto ahyɛ Israel so refom wɔn nneɛma bio.
28 ૨૮ પછી શાઉલ દાઉદનો પીછો કરવાને બદલે પાછો વળીને પલિસ્તીઓની સામે ગયો. એ માટે તે જગ્યાનું નામ તેઓએ સેલા-હામ્માહલકોથ પાડયું.
Ɛno enti, Saulo gyaee Dawid akyidie, na ɔsane nʼakyi sɛ ɔne Filistifoɔ no rekɔko. Ɛfiri saa ɛberɛ no, baabi a Dawid tenaeɛ hɔ no, wɔtoo no edin Dwaneeɛ Botan.
29 ૨૯ દાઉદ ત્યાંથી નીકળીને એન-ગેદીના કિલ્લાઓમાં જઈને રહ્યો.
Enti, Dawid kɔtenaa En-Gedi banbɔeɛ.