< 1 શમુએલ 22 >
1 ૧ તેથી દાઉદ ત્યાંથી નીકળીને અદુલ્લામની ગુફામાં નાસી ગયો. તે જાણીને તેના ભાઈઓ તથા તેના પિતાના સમગ્ર કુટુંબનાં માણસો ત્યાં તેની પાસે ગયાં.
Daawit Gaatii kaʼee gara holqa Adulaamitti baqate. Obboloonni isaatii fi maatiin abbaa isaa hundi yeroo waan kana dhagaʼanitti gara isaa dhaqan.
2 ૨ જેઓ સંકટમાં હતા, જેઓ દેવાદાર હતા, જેઓ અસંતોષી હતા તેઓ બધા તેની પાસે એકઠા થયા. દાઉદ તેઓનો સરદાર બન્યો. ત્યાં તેની સાથે આશરે ચારસો માણસો હતા.
Namoonni rakkatan hundi yookaan kanneen gatiin irra jiru hundii fi warri of jibban hundi isa biratti wal gaʼan; innis hoogganaa isaanii taʼe. Namoonni isa wajjin turanis gara dhibba afurii ti.
3 ૩ દાઉદ ત્યાંથી મોઆબના મિસ્પામાં ગયો. તેણે મોઆબના રાજાને કહ્યું, “ઈશ્વર મારે માટે શું કરવાના છે એ મારા જાણવામાં આવે ત્યાં સુધી કૃપા કરીને મારા પિતાને તથા મારી માતાને અહીં આવીને તારી પાસે રહેવા દે.”
Daawit achii kaʼee Miisphaa ishee biyya Moʼaabitti argamtuu dhaqee mooticha Moʼaabiin, “Hamma ani waan Waaqni naaf godhu beekutti akka abbaan koo fi haati koo dhufanii si bira jiraatan ni eeyyamtaa?” jedhe.
4 ૪ તે તેઓને મોઆબના રાજાની પાસે લાવ્યો; દાઉદ ગઢમાં રહ્યો તેટલો બધો વખત તેનાં માતાપિતા તેની સાથે રહ્યાં.
Innis mootii Moʼaab biratti isaan dhiise; isaanis yeroo Daawit iddoo daʼannoo keessa turetti mooticha bira jiraatan.
5 ૫ પછી ગાદ પ્રબોધકે દાઉદને કહ્યું, “તારા ગઢમાં રહીશ નહિ. અહીંથી નીકળીને યહૂદિયા દેશમાં જા. ત્યારે દાઉદ ત્યાંથી નીકળીને હેરેથના વનમાં ગયો.
Taʼus Gaad raajichi Daawitiin, “Daʼannoo keessa hin turin. Biyya Yihuudaatti gali” jedhe. Kanaafuu Daawit achii baʼee bosona Hereeti seene.
6 ૬ શાઉલે જાણ્યું કે દાઉદ તથા તેની સાથે જે માણસો હતા તેઓ વિશેની માહિતી મળી છે. હવે શાઉલ તો ગિબયામાં રામામાંના આમલીના ઝાડ નીચે પોતાના હાથમાં ભાલો રાખીને બેઠો હતો. અને તેના સર્વ ચાકરો તેની આસપાસ ઊભા હતા.
Saaʼol akka Daawitii fi namoonni isaa argaman dhagaʼe. Saaʼolis eeboo harkatti qabatee gaara Gibeʼaa irra muka tamirii jala taaʼaa ture. Qondaaltonni isaa hundinuus isa bira dhaabachaa turan.
7 ૭ શાઉલે પોતાની આસપાસ ઊભેલા પોતાના ચાકરોને કહ્યું, “બિન્યામીનીઓ, હવે તમે સાંભળો! શું યિશાઈનો દીકરો પ્રત્યેકને ખેતરો તથા દ્રાક્ષવાડીઓ આપશે? શું તે પ્રત્યેકને સહસ્ત્રાધિપતિઓ તથા શતાધિપતિઓ બનાવશે,
Saaʼolis akkana isaaniin jedhe; “Yaa namoota Beniyaam dhagaʼaa! Dhugumaan ilmi Isseey lafa qotiisaatii fi iddoo dhaabaa wayinii hunda keessaniif ni kennaa? Hunda keessanis ajajjuuwwan kumaatii fi ajajjuuwwan dhibbaa ni godhaa?
8 ૮ કે જેથી તમે બધાએ મારી વિરુદ્ધ કાવતરું રચ્યું છે? મારો દીકરો યિશાઈના દીકરા સાથે કોલકરાર કરે છે ત્યારે મને ખબર આપનાર કોઈ નથી. મારે માટે દિલગીર થનાર કોઈ નથી અને મારા દીકરાએ મારા ચાકર દાઉદને મારી વિરુદ્ધ આજની જેમ સંતાઈ રહેવાને સાવચેત કર્યો છે. તેની મને ખબર આપનાર શું તમારામાંનો કોઈ નથી?”
Sababiin isin hundi natti malattaniif kanaa? Yeroo ilmi koo ilma Isseey wajjin kakuu galutti namni tokko iyyuu natti hin himu. Isin keessaa namni tokko iyyuu dhimma koo hin qabu yookaan akka ilmi koo akka inni akkuma harʼa gochaa jiru kana akka tajaajilaan koo riphee na eeggatuuf isa natti kakaasu isin keessaa namni tokko iyyuu natti hin himu.”
9 ૯ ત્યારે દોએગ અદોમી, જે શાઉલના ચાકરો પાસે ઊભો હતો, તેણે ઉત્તર આપ્યો, “મેં યિશાઈના દીકરાને નોબમાં અહિટૂબના દીકરા અહીમેલેખ યાજક પાસે આવતો જોયો હતો.
Garuu Dooʼeeg Edoomichi kan qondaaltota Saaʼol wajjin dhaabachaa ture sun akkana jedhee deebise; “Ani ilma Isseey isaa gara Noob Ahiimelek ilma Ahiixuub bira dhufuu nan arge.
10 ૧૦ તેણે તેને માટે ઈશ્વરને સલાહ પૂછી, તેને ખાધસામગ્રી આપી તથા ગોલ્યાથ પલિસ્તીની તલવાર આપી કે તે તેને મદદ કરે.”
Abiimelekis Waaqayyoon isaaf kadhate; akkasumas galaa fi goraadee Gooliyaad Filisxeemichaa kenneef.”
11 ૧૧ પછી રાજાએ અહિટૂબના દીકરા, અહીમેલેખ યાજકને તથા તેના કુટુંબનાં જેઓ, નોબમાં હતા તેઓને બોલાવવા એક જણને મોકલ્યો. તેઓ સર્વ રાજા પાસે આવ્યા.
Kana irratti mootichi Ahiimelek lubicha ilma Ahiixuubitti nama ergee isaa fi maatii abbaa isaa kanneen Noobitti luboota turan hunda waamsise; isaanis gara mootichaa dhufan.
12 ૧૨ શાઉલે કહ્યું, “હે અહિટૂબના દીકરા, હવે સાંભળ.” તેણે ઉત્તર આપ્યો, “હે મારા માલિક, હું આપની સમક્ષ છું.”
Saaʼolis, “Yaa ilma Ahiixuub dhagaʼi” jedhe. Innis, “Yaa gooftaa, ani kunoo ti” jedhee deebise.
13 ૧૩ શાઉલે તેને કહ્યું કે, “શા માટે તેં અને યિશાઈના દીકરાએ મારી વિરુદ્ધ કાવતરું રચ્યું અને તેને રોટલી તથા તલવાર આપીને મારે સારુ ઈશ્વરને પ્રાર્થના કરી કે તે તેને મદદ કરે જેથી તે મારી વિરુદ્ધ ઊઠે?”
Saaʼolis akkana isaan jedhe; “Ati maaliif buddeenaa fi goraadee kenniteefii Waaqa kadhachuufiidhaan akka inni natti fincilee akkuma harʼa gochaa jiru kana riphee na eeggatu isa gootee ilma Isseey wajjin natti malatte?”
14 ૧૪ પછી અહીમેલેખે રાજાને ઉત્તર આપ્યો, “દાઉદ કે જે રાજાનો જમાઈ છે, જે તમારો અંગરક્ષક છે તથા જે તમારા દરબારમાં માનવંતો છે, તેના જેવો વિશ્વાસુ તમારામાંના સર્વ ચાકરોમાં અન્ય કોણ છે?
Ahiimelekis deebisee mootichaan akkana jedhe; “Dhirsi intala mootichaa, ajajaa loltoota si eeganiitii fi namni mana kee keessatti akka malee kabajamu tajaajiltoota kee hunda keessaa amanamaan akka Daawit eenyu?
15 ૧૫ શું મેં આજ પહેલી વખત ઈશ્વરને મદદને સારુ પ્રાર્થના કરી છે? એ મારાથી દૂર થાઓ! રાજાએ પોતાના ચાકરને માથે અથવા મારા પિતાના સર્વ ઘરનાં કોઈનાં માથે એવું કંઈ પણ તહોમત મૂકવું નહિ. કેમ કે તમારો ચાકર આ સર્વ બાબતો વિષે કંઈ પણ જાણતો નથી.”
Waaqa isaaf kadhachuun koo harʼa guyyaa jalqabaatii? Miti! Mootichi garbicha kee yookaan maatii abbaa isaa keessaa nama tokko illee yakkamaa hin godhin; garbichi kee waaʼee waan kana hundaa homaa hin beekuutii.”
16 ૧૬ રાજાએ જવાબ આપ્યો, “અહીમેલેખ તું તથા તારા પિતાના ઘરનાં સર્વ નિશ્ચે મરણ પામશો.”
Mootichi garuu, “Yaa Ahiimelek, dhugumaan ati ni duuta; atis, maatiin abbaa keetii hundinuus ni duutu” jedhe.
17 ૧૭ રાજાએ પોતાની આસપાસ ઊભા રહેલા અંગરક્ષકોને કહ્યું, “ફરીને ઈશ્વરના યાજકોને મારી નાખો. કેમ કે તેઓનો હાથ દાઉદ સાથે પણ છે, કેમ કે તેઓ જાણતા હતા કે તે નાસી જશે, મને તેની ખબર ન આપી.” પણ રાજાના ચાકરો ઈશ્વરના યાજકોને મારી નાખવા તેઓનાં હાથ ઉગામવા રાજી નહોતા.
Ergasiis mootichi waardiyyoota isa bira turaniin, “Sababii luboonni Waaqayyoo kunneen Daawitiif tumsaniif, itti garagalaatii isaan fixaa. Isaan akka inni baqachaa ture ni beeku; taʼus natti hin himne” jedhe. Qondaaltonni mootichaa garuu luboota Waaqayyoo dhaʼuudhaaf harka isaanii ol fudhachuu hin feene.
18 ૧૮ પછી રાજાએ દોએગને કહ્યું, “પાછો ફરીને યાજકોને મારી નાખ.” તેથી દોએગ અદોમી પાછો ફર્યો અને યાજકો ઉપર હુમલો કર્યો; તે દિવસે તેણે શણનો એફોદ ઝભ્ભો પહેરેલા પંચાશી યાજકોનો સંહાર કર્યો.
Mootichis, “Itti garagaliitii luboota fixi” jedhee Dooʼeeg Edoomicha ajaje. Kanaafuu Dooʼeeg Edoomichi itti garagalee isaan dhaʼe. Inni gaafas luboota dirata quncee talbaa irraa hojjetame uffatan saddeettamii shan fixe.
19 ૧૯ વળી તેણે તલવારની ધારથી, યાજકોના નગર નોબના પુરુષો, સ્ત્રીઓ, નાનાંમોટાં બાળકો બળદો, ગધેડાં તથા ઘેટાં પર હુમલો કર્યો. તેણે તેઓમાંના સર્વને તલવારની ધારથી મારી નાખ્યાં.
Noob magaalaa lubootaas, dhiirotaa fi dubartoota ishee, ijoollee fi daaʼimman ishee, loon, harrootaa fi hoolota ishee goraadeedhaan barbadeesse.
20 ૨૦ પણ અહિટૂબના દીકરા અહીમેલેખના દીકરાઓમાંનો એક દીકરો, જેનું નામ અબ્યાથાર હતું, તે બચી ગયો તે દાઉદ પાસે નાસી ગયો.
Garuu Abiyaataar ilmi Ahiimelek ilma Ahiixuub sun miliqee gara Daawititti baqate.
21 ૨૧ અબ્યાથારે દાઉદને કહ્યું કે “શાઉલે ઈશ્વરના યાજકોને મારી નાખ્યા છે.”
Innis akka Saaʼol luboota Waaqayyoo fixe Daawititti hime.
22 ૨૨ દાઉદે અબ્યાથારને કહ્યું કે, “તે દિવસે દોએગ અદોમી ત્યાં હતો, ત્યારથી જ હું જાણતો હતો કે તે જરૂર શાઉલને કહી દેશે. તારા પિતાના ઘરનાં સર્વ માણસોના મોતનું કારણ હું જ થયો છું.
Daawitis Abiyaataariin akkana jedhe; “Ani gaafas yeroo Dooʼeeg Edoomichi achi turetti akka inni dhugumaan Saaʼolitti odeessu beekeera. Badiisa maatii abbaa keetii hundaaf anatu gaafatama.
23 ૨૩ તું મારી સાથે રહે અને ગભરાઈશ નહિ. કેમ કે જે મારો જીવ લેવા માગે છે તે તારો પણ જીવ લેવા માગે છે. કેમ કે તું મારી સાથે સહીસલામત રહેશે.”
Ana wajjin turi; hin sodaatin; namni lubbuu kee barbaadu, lubbuu koos ni barbaada. Ati na wajjin nagumaan jiraatta.”