< 1 શમુએલ 21 >
1 ૧ પછી દાઉદ નોબમાં અહીમેલેખ યાજક પાસે આવ્યો. અહીમેલેખે ધ્રૂજતાં ધ્રૂજતાં દાઉદને મળવા આવીને તેને કહ્યું, “તું એકલો કેમ છે, તારી સાથે કોઈ માણસ કેમ નથી?”
Dawid kɔɔ Nob sɔfo Ahimelek nkyɛn. Bere a ɔsɔfo Ahimelek huu no no, ne ho popoe. Obisaa no se, “Adɛn nti na aka wo nko? Adɛn nti na obi nka wo ho?”
2 ૨ દાઉદે અહીમેલેખ યાજકને કહ્યું, “રાજાએ મને એક કામ માટે મોકલ્યો છે અને મને કહ્યું ‘જે કામ માટે હું તને મોકલું છું અને જે આજ્ઞા મેં તને આપી છે તે વિષે કોઈને ખબર ન પડે.’ મેં જુવાન માણસોને અમુક જગ્યાએ નીમ્યા છે.
Dawid buaa ɔsɔfo Ahimelek se, “Ɔhene somaa me kokoamsɛm bi ho. Ɔka kyerɛɛ me se, mennka nea enti a mewɔ ha nkyerɛ obiara. Makyerɛ faako a me mmarima no nhyia me.
3 ૩ તો હવે તારા હાથમાં શું છે? પાંચ રોટલી અથવા જે કંઈ તૈયાર હોય તે મને આપ.”
Afei, dɛn na wowɔ? Ma me brodo mua anum anaa biribiara a wowɔ.”
4 ૪ યાજકે દાઉદને ઉત્તર આપીને કહ્યું, “મારા હાથમાં એકપણ સાધારણ રોટલી નથી. પણ પવિત્ર રોટલી છે જે જુવાન પુરુષો સ્ત્રીઓથી દૂર રહેલા હોય તેઓને જ તે અપાય.”
Na ɔsɔfo no buaa Dawid se, “Minni brodo teta yi bi wɔ ha. Brodo kronkron de, bi wɔ ha, nanso gye sɛ mmarima no ne mmea bi nnae nnansa yi.”
5 ૫ દાઉદે યાજકને ઉત્તર આપ્યો, “ત્રણ દિવસો દરમિયાન સ્ત્રીઓ ખરેખર અમારાથી દૂર રખાયેલી છે. જયારે હું બહાર નીકળ્યો, ત્યારે તે મુસાફરી ફક્ત સાધારણ હતી પણ યુવાનના પાત્રો પવિત્ર રહેલાં હતા. તો આજ તેમનાં શરીરો કેટલા વિશેષ પવિત્ર હશે?”
Dawid buae se, “Mma hwee nhaw wo. Sɛ me mmarima no kodi dwuma bi baabi a, memmma wɔn kwan mma wɔmmfa wɔn ho nka mmea. Na sɛ wɔtena ase kronkron wɔ akwantu teta mu a, adɛn nti na saa dwumadi a ɛho hia yiye yi, wontumi ntena kronkronyɛ mu.”
6 ૬ તેથી યાજકે તેને અર્પિત રોટલી આપી. કેમ કે ઈશ્વરની આગળ ગરમ રોટલી મૂકવા માટે તે દિવસે તેમની આગળથી લઈ લીધેલી અર્પિત રોટલી સિવાય બીજી કોઈ રોટલી ત્યાં નહોતી.
Na esiane sɛ aduan foforo biara nni hɔ no nti, ɔsɔfo no de brodo kronkron a wɔde abodoohyew asi anan mu wɔ Awurade hyiadan no mu maa Dawid.
7 ૭ હવે તે દિવસે શાઉલનો એક ચાકર જે ત્યાં હતો, તે ઈશ્વરની આગળ રોકાયો હતો. તેનું નામ દોએગ અદોમી હતું, તે શાઉલના ગોવાળીયાઓમાં મુખ્ય હતો.
Doeg, Edomni a ɔyɛ Saulo nantwikafo panyin no kodwiraa ne ho wɔ hɔ da no.
8 ૮ દાઉદે અહીમેલેખને કહ્યું, “હવે તારા હાથમાં ભાલો કે તલવાર નથી? રાજાનું કામ ઉતાવળું હતું, તેથી હું મારી તલવાર કે મારું શસ્ત્ર મારી સાથે લાવ્યો નથી.”
Dawid bisaa Ahimelek se, “Wowɔ peaw anaa afoa? Ɔhene adwuma no ho hia a na ehia nti, mannya bere amfa akode biara.”
9 ૯ યાજકે કહ્યું, “ગોલ્યાથ પલિસ્તી, જેને તેં એલાની ખીણમાં મારી નાખ્યો હતો, તેની તલવાર અહીં વસ્ત્રમાં વીંટાળીને એફોદની પાછળ મૂકેલી છે. જો તે તારે લેવી હોય, તો લે; કેમ કે તે સિવાય બીજુ એકપણ શસ્ત્ર અહીં નથી. દાઉદે કહ્યું, “એના જેવી એકપણ તલવાર નથી; એ જ મને આપ.”
Ɔsɔfo no buae se, “Afoa a mewɔ ara yɛ Filistini Goliat a wukum no wɔ Ela bon mu no dea. Wɔde ntama akyekyere ho da asɔfotade no akyi. Sɛ wopɛ a, fa ɛno, efisɛ biribiara nni ha bio.” Dawid buae se, “Biribiara nkyɛn no. Fa ma me.”
10 ૧૦ તે દિવસે દાઉદ ઊઠીને શાઉલની બીકથી ગાથના રાજા આખીશ પાસે નાસી ગયો.
Da no, Dawid guan fii Saulo hɔ, kɔɔ Gathene Akis nkyɛn.
11 ૧૧ આખીશના ચાકરોએ તેને કહ્યું, “શું આ તે દેશનો રાજા દાઉદ નથી? શું તેઓએ નાચતાં નાચતાં એકબીજા સામે આ પ્રમાણે ગાયું ન હતું કે, ‘શાઉલે પોતાના હજાર અને દાઉદે પોતાના દસ હજાર માર્યા છે?”
Nanso na Akis mpanyimfo no ho ntɔ wɔn sɛ ɔwɔ hɔ. Wobisae se, “Ɛnyɛ saa Dawid yi na ɔyɛ asase yi so hene no? Ɛnyɛ ɔno na nnipa nam asaw ne nnwonto so hyɛɛ no anuonyam se, ‘Saulo akum ne apem apem na Dawid nso akum mpem du du no?’”
12 ૧૨ દાઉદે એ શબ્દો મનમાં રાખ્યા અને ગાથના રાજા આખીશથી તે ઘણો ગભરાયો.
Dawid tee saa akekakeka yi no, osuroo sɛ ebia ɔhene Akis bɛyɛ no biribi.
13 ૧૩ તેથી તેણે તેઓની આગળ પોતાની વર્તણૂક બદલી અને તેઓના હાથમાં હતો ત્યારે તેણે ગાંડા હોવાનો ઢોંગ કર્યો; તેણે દરવાજાનાં બારણા ઉપર લીટા પાડયા અને પોતાનું થૂંક દાઢી ઉપર પડવા દીધું.
Ɛno nti, ɔhyɛɛ da yɛɛ ne ho sɛ bɔdamfo, ɔwerɛwerɛw apon ho maa ntasu sen faa nʼabogyesɛ mu.
14 ૧૪ ત્યારે આખીશે પોતાના ચાકરોને કહ્યું, “જુઓ, તે માણસ ગાંડો છે. તો શા માટે તમે તેને મારી પાસે લાવ્યા છો?
Nea edi akyi ne sɛ, ɔhene Akis ka kyerɛɛ ne mmarima se, “Ɔbɔdamfo na ɛsɛ sɛ mode no brɛ me?
15 ૧૫ શું મને ગાંડા માણસની ખોટ છે કે તમે આ માણસને મારી આગળ મૂર્ખાઈ કરવાને લાવ્યા છો? શું આ માણસને મારા ઘરમાં પ્રવેશવા દેવાય?”
Yɛwɔ pii wɔ ha dedaw! Adɛn nti na ɛsɛ sɛ mema obi a ɔte sɛɛ yi bɛyɛ me hɔho?”