< 1 શમુએલ 19 >
1 ૧ શાઉલે તેના દીકરા યોનાથાનને તથા તેના સર્વ નોકરોને કહ્યું કે તમારે દાઉદને મારી નાખવો. પણ યોનાથાન, તો દાઉદ પર પ્રસન્ન હતો.
Šaul razloži svome sinu Jonatanu i svim svojim dvoranima svoju namjeru da ubije Davida. Ali Jonatan, Šaulov sin, vrlo je volio Davida.
2 ૨ તેથી યોનાથાને દાઉદને કહ્યું, “મારો પિતા શાઉલ તને મારી નાખવા શોધે છે. માટે કૃપા કરીને તું સવારમાં સાવચેત થઈને કોઈ ગુપ્ત જગ્યામાં સંતાઈ રહેજે.
I Jonatan to javi Davidu ovako: “Moj otac Šaul kani te ubiti. Budi, dakle, na oprezu sutra ujutro, ostani u skrovištu i pritaji se.
3 ૩ હું બહાર નીકળીને જે ખેતરમાં તું હશે ત્યાં મારા પિતા પાસે ઊભો રહીશ અને મારા પિતાની સાથે તારા વિષે વાત કરીશ. જો હું કંઈ જોઈશ તો તને ખબર આપીશ.”
A ja ću izaći i stajat ću pokraj svoga oca u polju gdje ti budeš i govorit ću za tebe sa svojim ocem. Kad saznam kako je, javit ću ti.”
4 ૪ યોનાથાને પોતાના પિતા શાઉલ આગળ દાઉદની પ્રશંસા કરતાં તેને કહ્યું, “રાજા પોતાના ચાકર દાઉદની વિરુદ્ધ પાપ ન કરે; કેમ કે તેણે તમારી વિરુદ્ધ પાપ કર્યું નથી, તારી પ્રત્યે ઘણાં સારાં કામો કર્યા છે;
Jonatan pohvali Davida svome ocu Šaulu i reče mu ovako: “Neka se kralj ne ogriješi o svoga slugu Davida jer se on nije ništa ogriješio o tebe; naprotiv, ono što je radio bilo je od velike koristi za tebe.
5 ૫ તેણે પોતાનો જીવ પોતાના હાથમાં લઈને બળવાન પલિસ્તીઓને માર્યા અને ઈશ્વરે સર્વ ઇઝરાયલને માટે મોટો વિજય મેળવ્યો. તે તમે જોયું અને હર્ષ પામ્યા. ત્યારે કારણ વગર દાઉદને મારી નાખીને નિર્દોષ લોહી વહેડાવીને શા માટે પાપ કરો છો?”
On je stavio život svoj na kocku, ubio je Filistejca i Jahve je pribavio veliku pobjedu svemu Izraelu: vidio si i radovao se. Zašto bi se, dakle, ogriješio o nevinu krv ubijajući Davida bez razloga?”
6 ૬ શાઉલે યોનાથાનનું કહેવું સાંભળ્યું. “શાઉલે જીવતા ઈશ્વરના સોગન ખાઈને કહ્યું, તે માર્યો નહિ જાય.”
Šaul posluša Jonatanove riječi i zakle se: “Živoga mi Jahve, David neće umrijeti!”
7 ૭ પછી યોનાથાને દાઉદને બોલાવ્યો, યોનાથાને તેને એ સર્વ વાતો કહી. અને યોનાથાન દાઉદને શાઉલ પાસે લાવ્યો, તે આગળની માફક તેની સમક્ષતામાં રહ્યો.
Tada Jonatan dozva Davida i kaza mu sve te riječi. Zatim Jonatan dovede Davida k Šaulu i David opet dobi službu koju je imao prije.
8 ૮ ફરીથી યુદ્ધ થયું. દાઉદ જઈને પલિસ્તીઓની સાથે લડ્યો અને હરાવીને તેઓનો મોટો સંહાર કર્યો. તેઓ તેની આગળથી નાસી ગયા.
Kad je rat i opet buknuo, iziđe David na bojište da se bori s Filistejcima; i porazi ih tako da su pobjegli pred njim.
9 ૯ ઈશ્વર તરફથી દુષ્ટ આત્મા શાઉલ પર આવ્યો ત્યારે તે પોતાનો ભાલો હાથમાં લઈને પોતાના ઘરમાં બેઠો હતો, તે વખતે દાઉદ પોતાનું વાજિંત્ર વગાડતો હતો.
Tada zao duh Jahvin obuze Šaula: kad je sjedio u svojoj kući, s kopljem u ruci, a David rukom udarao u harfu,
10 ૧૦ શાઉલે દાઉદને ભાલો મારીને તેને ભીંતે સાથે જડી દેવાનો પ્રયત્ન કર્યો, પણ તે શાઉલની પાસેથી છટકી ગયો, તેથી તેને મારેલો ભાલો ભીંતમા ઘૂસી ગયો. દાઉદ નાસીને તે રાતે બચી ગયો.
Šaul pokuša da svojim kopljem pribode Davida uza zid, ali on izmakne Šaulovu udarcu te se koplje zabode u zid. David pobježe i spasi se.
11 ૧૧ શાઉલે દાઉદ પર ચોકી રાખીને તથા તેને સવારે મારી નાખવા માટે તેને ઘરે સંદેશવાહકો મોકલ્યા. દાઉદની પત્ની મિખાલે, તેને કહ્યું, “જો આજે રાતે તું તારો જીવ નહિ બચાવે, તો કાલે તું માર્યો જશે.”
Iste noći Šaul posla glasnike da nadziru Davidovu kuću jer je htio da ubije Davida u rano jutro. Ali Davidova žena Mikala javi to Davidu govoreći: “Ako noćas ne umakneš na sigurno mjesto, sutra ćeš biti mrtav!”
12 ૧૨ મિખાલે દાઉદને બારીએથી ઉતારી દીધો. તે નાસી જઈને, બચી ગયો.
Tada Mikala spusti Davida kroz prozor. On ode i spasi se bijegom.
13 ૧૩ મિખાલે ઘરની મૂર્તિઓ લઈને પલંગ પર સુવાડી. પછી તેણે બકરાના વાળનો તકિયો તેના માથા પર મૂક્યો અને તેના પર વસ્ત્રો ઓઢાડ્યાં.
A Mikala uze idol, položi ga u postelju, stavi mu oko glave kozju dlaku i pokri ga pokrivačem.
14 ૧૪ જયારે શાઉલે દાઉદને પકડવાને માણસો મોકલ્યા, ત્યારે મિખાલે કહ્યું, “તે બીમાર છે.”
Kad je Šaul poslao glasnike da uhvate Davida, ona im reče: “Bolestan je.”
15 ૧૫ ત્યારે શાઉલે દાઉદને પકડી લાવવા માટે એવું કહીને માણસોને મોકલ્યા કે “તેને પલંગમાં સૂતેલો જ મારી પાસે ઊંચકી લાવો, કે હું તેને મારી નાખું.”
Ali Šaul vrati glasnike natrag da vide Davida i zapovjedi im: “Donesite ga k meni u postelji da ga ubijem!”
16 ૧૬ જયારે દાઉદના માણસો અંદર આવ્યા ત્યારે, જુઓ, પલંગ પર ઘરની મૂર્તિઓ તથા બકરાના વાળનો તકિયો તેના માથાની જગ્યામાં મૂકેલો હતો.
A kad su glasnici ušli, gle: u postelji bješe idol, s kozjom dlakom oko glave!
17 ૧૭ શાઉલે મિખાલને કહ્યું, “તેં કેમ મને આ રીતે છેતરીને મારા શત્રુને જવા દીધો, કે જેથી તે બચી ગયો છે?” મિખાલે શાઉલને ઉત્તર આપ્યો, “તેણે મને કહ્યું કે, ‘મને જવા દે, શા માટે હું તને મારી નાખું?’”
Tada Šaul reče Mikali: “Zašto si me tako prevarila i pustila moga neprijatelja da pobjegne i da se spasi?” A Mikala odgovori Šaulu: “On mi je rekao: 'Pusti me da odem, ili ću te ubiti!'”
18 ૧૮ હવે દાઉદ નાસી જઈને બચી ગયો, શમુએલ પાસે રામામાં આવીને જે સઘળું શાઉલે તેને કર્યું તે તેને કહ્યું. અને તે તથા શમુએલ જઈને નાયોથમાં રહ્યા.
Tako je David pobjegao i spasio se. I ode on k Samuelu u Ramu i javi mu sve što mu je učinio Šaul. Potom odoše on i Samuel i nastaniše se u Najotu.
19 ૧૯ શાઉલને જણાવવાંમાં આવ્યું કે, “જો, દાઉદ રામાના નાયોથમાં છે.”
A Šaulu javiše ovako: “Eno Davida u Najotu u Rami.”
20 ૨૦ પછી શાઉલે દાઉદને પકડવાને માણસો મોકલ્યા. જયારે તેઓએ પ્રબોધકોની ટોળીને પ્રબોધ કરતી જોઈ અને શમુએલને તેઓના ઉપરી તરીકે તેઓ મધ્યે ઊભો રહેલો જોયો, શાઉલના માણસો પર ઈશ્વરનો આત્મા ઊતરી આવ્યો અને તેઓ પણ પ્રબોધ કરવા લાગ્યા.
Tada Šaul posla glasnike da uhvate Davida. Kad su oni vidjeli zbor proroka u proročkom zanosu, a Samuela im na čelu, obuze Božji duh i Šaulove glasnike te i oni padoše u proročki zanos.
21 ૨૧ જયારે શાઉલને આ કહેવામાં આવ્યું ત્યારે તેણે બીજા માણસો મોકલ્યા અને તેઓ પણ પ્રબોધ કરવા લાગ્યા. તે શાઉલે ફરી ત્રીજી વાર સંદેશવાહક મોકલ્યા તેઓ પણ પ્રબોધ કરવા લાગ્યા.
Kad su to javili Šaulu, on posla druge glasnike, ali i oni padoše u proročki zanos. Potom Šaul posla i treće glasnike, ali i oni padoše u proročki zanos.
22 ૨૨ પછી શાઉલ પણ રામામાં ગયો અને સેખુમાંના ઊંડા કૂવા પાસે આવ્યો. તેણે પૂછ્યું, “શમુએલ તથા દાઉદ ક્યાં છે?” કોઈએકે કહ્યું, “જો, તેઓ રામાના નાયોથમાં છે.”
Tada Šaul krenu sam u Ramu i kad dođe do velikog bunara kod Sekua, zapita: “Gdje su Samuel i David?” I odgovoriše mu: “Eno ih u Najotu u Rami.”
23 ૨૩ શાઉલ રામાના નાયોથમાં ગયો. અને ઈશ્વરનો આત્મા તેના પર પણ આવ્યો, તે રામાના નાયોથ પહોંચ્યો ત્યાં સુધી પ્રબોધ તેણે કર્યો.
On odmah pođe prema Najotu u Rami. Ali i njega obuze duh Božji te je išao u proročkom zanosu sve dok nije došao u Najot u Rami.
24 ૨૪ અને તેણે પણ, પોતાનાં વસ્ત્ર ઉતાર્યા, તે પણ શમુએલની આગળ પ્રબોધ કરવા લાગ્યો, તે આખો દિવસ તથા રાત વસ્ત્રવિહીન અવસ્થામાં પડી રહ્યો. આ કારણથી તેઓમાં કહેવત પડી, “શું શાઉલ પણ પ્રબોધકોમાં છે?”
Tu i on svuče svoje haljine jer i njega obuze zanos pred Samuelom; zatim je legao gol i ostao tako cio onaj dan i svu noć. Tako je nastala uzrečica: “Zar je i Šaul među prorocima?”