< 1 શમુએલ 16 >
1 ૧ ઈશ્વરે શમુએલને કહ્યું કે, “ક્યાં સુધી તું શાઉલને માટે શોક કરશે? મેં તેને ઇઝરાયલનાં રાજપદેથી નકાર્યો છે. તારું શિંગ તેલથી ભરીને જા. હું તને યિશાઈ બેથલેહેમી પાસે મોકલું છું. કેમ કે મેં તેના દીકરાઓમાંથી એકને મારે સારુ રાજા થવા નિર્માણ કરી રાખ્યો છે.”
Jehovha akati kuna Samueri, “Uchasvika riniko uchichema Sauro, sezvo ini ndakamuramba kuti asava mambo wavaIsraeri? Zadza gonamombe rako namafuta ugopinda munzira yako; ndiri kukutuma kuna Jese wokuBheterehema. Ndasarudza mumwe wavanakomana vake kuti ave mambo.”
2 ૨ શમુએલે કહ્યું, “મારાથી કેવી રીતે જવાય? જો શાઉલ જાણી જાય તો તે મને મારી નાખશે.” ઈશ્વરે કહ્યું, “તારી સાથે એક વાછરડી લે અને કહે કે, હું ઈશ્વરના માટે બલિદાન કરવા સારુ આવ્યો છું.’
Asi Samueri akati, “Ndingaenda seiko? Sauro achanzwa nezvazvo akandiuraya.” Jehovha akati, “Tora tsiru uende naro ugondoti, ‘Ndauya kuzobayira kuna Jehovha.’
3 ૩ યિશાઈને યજ્ઞ કરવા બોલાવજે અને તારે શું કરવું તે હું તને બતાવીશ. હું જેનું નામ તને કહું તેનો મારે સારુ અભિષેક કરજે.”
Ukoke Jese kuti auye kuchibayiro, uye ini ndichakuratidza zvokuita. Unofanira kundizodzera uyo wandichakuratidza.”
4 ૪ ઈશ્વરનાં કહ્યા પ્રમાણે શમુએલ બેથલેહેમ ગયો. નગરના વડીલો જયારે તેને મળવા આવ્યા ત્યારે તેઓએ ધ્રૂજતાં ધ્રૂજતાં કહ્યું, “શું તું સલાહશાંતિપૂર્વક આવ્યો છે?”
Samueri akaita zvakataurwa naJehovha. Akati asvika kuBheterehema, vakuru vomusha vakadedera pavakasangana naye. Vakamubvunza vakati, “Mauya norugare here?”
5 ૫ તેણે કહ્યું,” હા સલાહશાંતિપૂર્વક; હું ઈશ્વરને યજ્ઞાર્પણ ચઢાવવાને આવ્યો છું. તમે પોતાને શુદ્ધ કરીને મારી સાથે યજ્ઞકાર્યમાં આવો.” અને તેણે યિશાઈ તથા તેના દીકરાઓને પવિત્ર કરીને તેઓને યજ્ઞકાર્યમાં બોલાવ્યા.
Samueri akati, “Hongu, ndauya norugare; ndauya kuzobayira kuna Jehovha. Zvinatsei mugoenda neni kuchibayiro.” Ipapo akanatsa Jese navanakomana vake akavakoka kuti vauye kuchibayiro.
6 ૬ જયારે તેઓ આવ્યા, ત્યારે તેણે અલિયાબની તરફ જોઈને મનમાં પોતાને કહ્યું કે નિશ્ચે ઈશ્વરનો અભિષિક્ત તેની સંમુખ તે જ છે.
Vakati vasvika, Samueri akaona Eriabhi akafunga kuti, “Zvirokwazvo muzodziwa waJehovha ndiye amire pano pamberi paJehovha.”
7 ૭ પણ ઈશ્વરે શમુએલને કહ્યું કે, “તેના બહારના દેખાવ તરફ તથા તેના શરીરની ઊંચાઈ તરફ ન જો; કેમ કે મેં તેને નાપસંદ કર્યો છે. જેમ માણસ જુએ છે તેમ ઈશ્વર જોતાં નથી; માણસ બહારના દેખાવ તરફ જુએ છે, પણ ઈશ્વર હૃદય તરફ જુએ છે.”
Asi Jehovha akati kuna Samueri, “Rega kutarira chiso chake kana mumhu wake, nokuti ndamuramba. Jehovha haatarisi zvinhu zvinoonekwa navanhu. Munhu anotarisa zviri kunze, asi Jehovha anotarisa pamwoyo.”
8 ૮ પછી યિશાઈએ અબીનાદાબને બોલાવ્યો અને તેને શમુએલની આગળ થઈને ચલાવ્યો. અને શમુએલે કહ્યું કે, “ઈશ્વરે એને પણ પસંદ કર્યો નથી.”
Ipapo Jese akadana Abhinadhabhi akaita kuti apfuure napamberi paSamueri. Asi Samueri akati, “Jehovha haana kusarudza uyuwo.”
9 ૯ પછી યિશાઈએ શામ્માને ત્યાં આગળ થઈને ચલાવ્યો. અને શમુએલે કહ્યું, “ઈશ્વરે એને પણ પસંદ કર્યો નથી.”
Jese akaita kuti Shama apfuure napo, asi Samueri akati, “Nouyu haana kusarudzwa naJehovha.”
10 ૧૦ એ પ્રમાણે યિશાઈએ પોતાના દીકરાઓમાંના સાતને શમુએલ આગળ રજૂ કર્યા. પરંતુ શમુએલે યિશાઈને કહ્યું, “ઈશ્વરે આમાંથી કોઈને પણ પસંદ કર્યો નથી.”
Jese akaita kuti vanakomana vake vanomwe vapfuure napamberi paSamueri, asi Samueri akati kwaari, “Jehovha haana kusarudza ava.”
11 ૧૧ પછી શમુએલે યિશાઈને કહ્યું, “શું તારા સર્વ દીકરાઓ અહીં છે?” તેણે જવાબ આપ્યો, “હજી નાનો બાકી રહ્યો છે, પણ તે ઘેટાં સંભાળે છે.” શમુએલે યિશાઈને કહ્યું,” માણસ મોકલીને તેને તેડાવી મંગાવ; કેમ કે જ્યાં સુધી તે અહીં આવશે નહિ ત્યાં સુધી અમે જમવા નહિ બેસીએ.”
Saka akabvunza Jese akati, “Ava ndivo vose vanakomana vaunavo here?” Jese akapindura akati, “Kuchino mumwe muduku kuna vose, asi ari kufudza makwai.” Samueri akati, “Tuma munhu kwaari; hatingagari pasi kusvikira asvika pano.”
12 ૧૨ યિશાઈએ માણસો મોકલ્યા અને તેઓ તેને તેડી લાવ્યા. તે રક્તવર્ણો હતો. તે દેખાવડો હતો. તેની આંખો સુંદર હતી. ઈશ્વરે કહ્યું, “ઊઠીને, તેનો અભિષેક કર; કેમ કે તે એ જ છે.”
Saka akatuma munhu kuti andouya naye. Akanga ari mutsvuku, ane chiso chakaisvonaka nechimiro chakanaka. Ipapo Jehovha akati, “Simuka umuzodze, nokuti ndiyeyu.”
13 ૧૩ પછી શમુએલે તેલનું શિંગ લઈને તેના ભાઈઓની વચમાં તેનો અભિષેક કર્યો. તે દિવસથી ઈશ્વરનો આત્મા દાઉદ ઉપર પરાક્રમ સહિત આવ્યો. પછી શમુએલ રામામાં પરત ગયો.
Saka Samueri akatora gonamombe ramafuta akamuzodza pamberi pamadzikoma ake, uye kubva pazuva iroro Mweya waJehovha wakauya pamusoro paDhavhidhi nesimba. Ipapo Samueri akaenda kuRama.
14 ૧૪ હવે ઈશ્વરનો આત્મા શાઉલ પાસેથી જતો રહ્યો હતો અને ઈશ્વર તરફથી એક દુષ્ટ આત્મા તેને હેરાન કરતો હતો.
Zvino Mweya waJehovha wakanga wabva pana Sauro, uye mweya wakaipa wakabva kuna Jehovha ukamutambudza.
15 ૧૫ શાઉલના દાસોએ તેને કહ્યું, “જો, ઈશ્વર તરફથી એક દુષ્ટ આત્મા તને હેરાન કરે છે.
Varanda vaSauro vakati kwaari, “Tarirai mweya wakaipa unobva kuna Mwari unokutambudzai.
16 ૧૬ અમારા માલિકે પોતાની હજૂરમાંના પોતાના દાસોને એવી આજ્ઞા કરવી કે વીણા વગાડનાર એક કુશળ માણસને શોધી લાવો. ત્યાર પછી જયારે દુષ્ટ આત્મા ઈશ્વર તરફથી તારા ઉપર આવે ત્યારે એમ થશે કે, તે વીણા વગાડશે અને તું દુષ્ટાત્માથી મુક્ત થશે.”
Ishe ngaarayire varanda vake vari pano kuti vatsvake mumwe munhu anogona kuridza mbira. Acharidza kana mweya wakaipa unobva kuna Mwari wauya pamusoro penyu, uye imi muchanzwa zviri nani.”
17 ૧૭ શાઉલે પોતાના દાસોને કહ્યું, “મારા માટે એક સારા વિણાવાદકને શોધીને તેને મારી પાસે લાવો.”
Saka Sauro akati kuvaranda vake, “Tsvakai munhu anogona kuridza zvakanaka muuye naye kwandiri.”
18 ૧૮ પછી જુવાન માણસોમાંથી એક જણે જવાબ આપ્યો અને કહ્યું, “મેં યિશાઈ બેથલેહેમીના દીકરાને જોયો છે, તે વગાડવામાં કુશળ, બળવાન, હિંમતવાન છે. વળી તે લડવૈયો, બોલવામાં સમજદાર તથા રૂપાળો માણસ છે; અને ઈશ્વર તેની સાથે છે.”
Mumwe wavaranda akapindura akati, “Ndaona mwanakomana waJese wokuBheterehema anoziva kuridza mbira. Murume asingatyi uye murwi. Anogona kutaura zvakanaka uye munhu akaisvonaka. Uye Jehovha anaye.”
19 ૧૯ તેથી શાઉલે યિશાઈ પાસે સંદેશાવાહકો મોકલીને કહેવડાવ્યું, “તારો દીકરો દાઉદ જે ઘેટાંની સાથે છે તેને મારી પાસે મોકલ.”
Ipapo Sauro akatuma nhume kuna Jese akati, “Nditumirewo mwanakomana wako Dhavhidhi, uyo ari kumakwai.”
20 ૨૦ તેથી યિશાઈએ રોટલી, દ્રાક્ષારસનું પાત્ર, અને લવારું એક ગધેડા પર લાદીને પોતાના દીકરા દાઉદની મારફતે શાઉલને સારુ મોકલાવ્યાં.
Saka Jese akatora mbongoro akaitakudza chingwa, guchu rewaini nembudzana akazvitumira kuna Sauro naDhavhidhi mwanakomana wake.
21 ૨૧ દાઉદ શાઉલ પાસે આવ્યો અને તેની સંમુખ ઊભો રહ્યો. શાઉલને તેના પર ઘણી પ્રીતિ ઊપજી અને તે તેનો શસ્ત્રવાહક થયો.
Dhavhidhi akasvika kuna Sauro akapinda kundomushandira. Sauro akamuda kwazvo, uye Dhavhidhi akava mumwe wavatakuri venhumbi dzake dzokurwa.
22 ૨૨ શાઉલે યિશાઈ પાસે માણસ મોકલીને કહેવડાવ્યું, “દાઉદને મારી હજૂરમાં ઉપસ્થિત રહેવા દે, કેમ કે મારી દૃષ્ટિમાં તે કૃપા પામ્યો છે.”
Ipapo Sauro akatuma shoko kuna Jese, achiti, “Tendera Dhavhidhi kuti andishandire, nokuti ndinofadzwa naye.”
23 ૨૩ ઈશ્વર તરફથી દુષ્ટ આત્મા શાઉલ પર આવતો, ત્યારે એમ થતું કે, દાઉદ વીણા લઈને પોતાના હાથથી વગાડતો. તેથી શાઉલ સાજો તાજો થઈ જતો અને તે દુષ્ટ આત્મા તેની પાસેથી જતો રહેતો.
Mweya waibva kuna Mwari waiti wasvika pamusoro paSauro, Dhavhidhi aibva atora mbira dzake oridza. Ipapo Sauro aibva anzwa kusununguka; onzwa zviri nani uye mweya wakaipa wobva wamusiya.