< 1 શમુએલ 15 >
1 ૧ શમુએલે શાઉલને કહ્યું કે, “ઈશ્વર પોતાના લોક એટલે ઇઝરાયલ ઉપર રાજા થવા સારુ તને અભિષિક્ત કરવાને મને મોકલ્યો હતો. માટે હવે ઈશ્વરની વાણી સાંભળ.
शमूएलले शऊललाई भने, “तपाईंलाई परमप्रभुका मानिसहरूका राजा हुन अभिषेक गर्नलाई उहाँले मलाई पठाउनुभयो । अब परमप्रभुको वचन सुन्नुहोस् ।
2 ૨ સૈન્યોના ઈશ્વર એમ કહે છે કે, ‘અમાલેકે જયારે ઇઝરાયલને મિસરમાંથી નીકળીને જતા જે કર્યું એટલે કેવી રીતે માર્ગમાં તેની સામે થયો, તે મેં ધ્યાનમાં લીધું છે.
सर्वशक्तिमान् परमप्रभु परमेश्वर यसो भन्नुहुन्छ, 'इस्राएल मिश्रदेशबाट आउँदा बाटोमा तिनीहरूको विरोध गर्ने अमालेकका कुरालाई मैले ध्यान दिएको छु ।
3 ૩ હવે તું જઈને અમાલેકને તથા તેઓનું જે કંઈ હોય તેનો પૂરેપૂરો નાશ કર. તેમના પર દયા કરીશ નહિ, પણ પુરુષ તથા સ્ત્રી, મોટાં અને નાનાં બાળકો, બળદ અને ઘેટાં, ઊંટ અને ગધેડાં, એ સર્વને મારી નાખ.’”
अब जा र अमालेकलाई आक्रमण गर् र तिनीहरूसँग भएका सबै थोकलाई नाश गर् । तिनीहरूलाई नछोड्, तर पुरुष र स्त्री, बालक र सिसु, गोरु र भेडा, ऊँट र गधा सबैलाई मार्' ।”
4 ૪ શાઉલે લોકોને બોલાવીને ટલાઈમ નગરમાં તેઓની ગણતરી કરી: તો બે લાખ પાયદળ અને યહૂદિયાના દસ હજાર માણસો થયા હતા.
शाऊलले मानिसहरूलाई बोलाए र तेलैमको सहरमा तिनको सङ्ख्या गने, तिनीहरू दुई लाख पैदल सिपाही र यहूदाका दश हजार पुरुषहरू थिए ।
5 ૫ શાઉલ અમાલેકના નગર પાસે જઈને ખીણમાં સંતાઈ રહ્યો.
तब शाऊल अमालेकको सहरमा आए र मैदानमा पर्खे ।
6 ૬ ત્યારે શાઉલે કેનીઓને કહ્યું કે, “જાઓ, પ્રયાણ કરો, અમાલેકીઓની વચ્ચેથી બહાર નીકળી પડો, તેથી તેઓની સાથે તમારો નાશ હું ન કરું. કેમ કે તમે ઇઝરાયલના સર્વ લોકો સાથે જયારે તેઓ મિસરમાંથી આવ્યા ત્યારે માયાળુપણે વર્ત્યા હતા.” તેથી કેનીઓ અમાલેકીઓમાંથી નીકળી ગયા.
शाऊलले केनीहरूलाई भने, “जाऊ, विदा होओ, अमालेकीहरूबाट बाहिर निस्की आओ, ताकि मैले उनीहरूसँगै तिमीहरूलाई नष्ट गर्नेछैन । किनकि तिमीहरूले इस्राएलका मानिसहरू मिश्रदेशबाट आउँदा तिनीहरूलाई दया देखायौ ।” त्यसैले केनीहरू अमालेकीहरूबाट टाढा गए ।
7 ૭ ત્યારે શાઉલે હવીલાથી તે મિસરની પૂર્વ બાજુ શૂર સુધી હુમલો કરીને અમાલેકીઓનો સંહાર કર્યો.
त्यसपछि शाऊलले हविलादेखि मिश्रदेशको पूर्वमा पर्ने शूरसम्म नै आक्रमण गरे ।
8 ૮ અમાલેકીઓના રાજા અગાગને તેણે જીવતો પકડ્યો; તેણે બધા જ લોકોનો તલવારની ધારથી સંપૂર્ણ નાશ કર્યો.
तब तिनले अमालेकीहरूका राजा अगागलाई जीवितै राखे । तिनले सबै मानिसलाई तरवारको धारले पूर्ण रूपमा नाश गरे ।
9 ૯ પણ શાઉલે તથા લોકોએ અગાગનો તથા તેના ઘેટાં, બળદો તથા પુષ્ટ જાનવરો, હલવાનોમાંથી ઉત્તમ તથા સર્વ સારી વસ્તુઓનો તેઓએ નાશ કર્યો નહિ. પ્રત્યેક નકામી અને ધિક્કારપાત્ર વસ્તુઓનો સંપૂર્ણ નાશ કર્યો.
तर शाऊल र तिनका मानिसहरूले अगागलाई र राम्रा भेडाहरू, गोरुहरू, मोटा बाछाहरू र थुमाहरूलाई बचाई राखे । हरेक असल कुरालाई तिनीहरूले नाश गरेनन् । तर घृणित र तुच्छ कुनै पनि कुरालाई तिनीहरूले पूर्ण रूपमा नाश गरे ।
10 ૧૦ ત્યારે ઈશ્વરનું વચન શમુએલની પાસે એવું આવ્યું,
परमप्रभुको वचन शमूएलकहाँ यसो आयो,
11 ૧૧ “શાઉલને રાજા ઠરાવ્યો છે તેથી મને અનુતાપ થાય છે, કેમ કે મારી પાછળ ચાલવાનું મૂકી દઈને તે પાછો ફરી ગયો છે અને મારી આજ્ઞાઓ તેણે પાળી નથી.” શમુએલને ગુસ્સો આવ્યો તેણે આખી રાત ઈશ્વરની આગળ રડીને વિનંતી કરી.
“शाऊललाई राजा बनाएकोमा म दुःखी छु, किनकि मेरो अनुसरण गर्नबाट ऊ फर्किएको छ र मेरा आज्ञाहरू पालन गरेको छैन ।” शमूएल रिसाए । तिनले रातभरि परमप्रभुमा पुकारे ।
12 ૧૨ સવારે શાઉલને મળવાને શમુએલ વહેલો ઊઠ્યો. શમુએલને કહેવામાં આવ્યું, “શાઉલ કાર્મેલમાં આવ્યો છે. તેણે પોતાને માટે એક કીર્તિસ્તંભ ઊભો કર્યો છે, ત્યાંથી પાછો વળીને આગળ ચાલીને નીચે ગિલ્ગાલમાં ગયો છે.”
शाऊललाई भेट्न शमूएल बिहान सबेरै उठे । शमूएललाई भनियो, “शाऊल कार्मेलमा आए र आफ्नो निम्ति तिनले स्मारक खडा गरे र त्यसपछि पर्के र तल गिलगालतिर गए ।”
13 ૧૩ શમુએલ શાઉલ પાસે આવ્યો. શાઉલે તેને કહ્યું, “ઈશ્વર તને આશીર્વાદ આપો! મેં ઈશ્વરની આજ્ઞા પૂરે પૂરી પાળી છે.”
तब शमूएल शाऊलकहाँ आए, र शाऊलले तिनलाई भने, “परमप्रभुद्वारा तपाईंलाई आशिष् मिलोस्! मैले परमप्रभुको आज्ञा पुरा गरेको छु ।”
14 ૧૪ શમુએલે કહ્યું, “ત્યારે ઘેટાંના જે અવાજ મારે કાને પડે છે તે શું છે? બળદોનું બરાડવું જે હું સાંભળું છું, તે શું છે?”
शमूएलले भने, “त्यसो भए मेरो कानले सुनेको भेडाहरू कराएको र गोरुहरू कराएको यो के हो?”
15 ૧૫ શાઉલે કહ્યું કે, “તેઓને તેઓ અમાલેકીઓ પાસેથી લાવ્યા છે. લોકોએ ઉત્તમ ઘેટાં અને બળદો, તમારા પ્રભુ ઈશ્વર આગળ યજ્ઞ કરવા રાખ્યાં છે, બાકીનાઓનો અમે સંપૂર્ણ નાશ કર્યો છે.”
शाऊलले जवाफ दिए, “तिनीहरूले अमालेकीहरूबाट ती ल्याएका छन् । किनभने मानिसहरूले परमप्रभु तपाईंको परमेश्वरलाई बिलदान चढाउन असल भेडाहरू र गोरुहरू बचाएर राखेका छन् । बाँकीचाहिं हामीले पूर्ण रूपमा नाश गरेका छौं ।”
16 ૧૬ ત્યારે શમુએલે શાઉલને કહ્યું, “ઊભો રહે, આજે રાત્રે ઈશ્વરે મને જે કહ્યું છે તે હું તને કહું, શાઉલે તેને કહ્યું, “કહે!”
तब शमूएलले शाऊललाई भने, “पर्खनुहोस्, र परमप्रभुले मलाई आज राती के भन्नुभयो सो म तपाईंलाई भन्नेछु ।” शाऊलले तिनलाई भने, “भन्नुहोस् ।”
17 ૧૭ શમુએલે કહ્યું, “તું પોતાની દ્રષ્ટિમાં જૂજ જેવો હતો તો પણ તને ઇઝરાયલનાં કુળો પર મુખ્ય બનાવ્યો નહોતો શું? અને ઈશ્વરે તને ઇઝરાયલના રાજા તરીકે અભિષિક્ત કર્યો;
शमूएलले भने, “तपाईं आफ्नै दृष्टिमा सानो हुनुहुन्छ, तापनि के तपाईंलाई इस्राएलको कुलहरूका शिर बनाइएको थिएन र? तब परमप्रभुले तपाईंलाई इस्राएलका राजा अभिषेक गर्नुभयो,
18 ૧૮ ઈશ્વરે તને તારા માર્ગે મોકલીને કહ્યું, ‘જા, તે પાપી અમાલેકીઓનો સંપૂર્ણ નાશ કર, તેઓનો નાશ ન થાય ત્યાં સુધી તેઓની સાથે લડાઈ કર.’
र परमप्रभुले तपाईंलाई आफ्नो बाटोमा पठाउनुभयो र भन्नुभयो, 'जा र पापीहरू अर्थात् अमालेकीहरूलाई पूर्ण रूपमा नाश गर् र तिनीहरू नाश नभएसम्म तिनीहरूका विरुद्ध युद्ध गर ।'
19 ૧૯ તો ઈશ્વરની વાણી તેં કેમ માની નહિ? તેં લૂંટ પર કબજો કર્યો અને ઈશ્વરની દ્રષ્ટિમાં જે દુષ્ટ હતું તે શા માટે કર્યું?”
तपाईंले परमप्रभुको आज्ञालाई किन पालन गर्नुभएन, तर बरु लूटका माल कब्जा गर्नुभयो र परमप्रभुको दृष्टिमा जे खराब थियो त्यही गर्नुभयो?”
20 ૨૦ શાઉલે શમુએલને કહ્યું, “મેં ઈશ્વરની વાણી માની છે, જે માર્ગે ઈશ્વરે મને મોકલ્યો હતો તે માર્ગે હું ગયો છું. મેં અમાલેકના રાજા અગાગને પકડ્યો છે અને અમાલેકીઓનો સંપૂર્ણ નાશ કર્યો છે.
तब शाऊलले शमूएललाई भने, “मैले साँच्चै नै परमप्रभुको आज्ञा पालन गरेको छु र परमप्रभुले मलाई पठाउनुभएको मार्गमा गएको छु । मैले अमालेकको राजा अगागलाई कब्जामा लिएको छु र अमालेकीहरूलाई पूर्ण रूपमा नाश गरेको छु ।
21 ૨૧ પણ લોકોએ લૂંટમાંથી થોડો ભાગ લીધો જેમ કે નાશનિર્મિત વસ્તુઓમાંથી ઉત્તમ ઘેટાં તથા બળદો પ્રભુ ઈશ્વરની આગળ ગિલ્ગાલમાં બલિદાન કરવા સારુ લીધાં છે.”
तर मानिसहरूले परमप्रभु तपाईंका परमेश्वरलाई गिलगालमा बलिदान चढाउन भनेर विनाशका निम्ति अलग गरिएका असल थोकहरू, भेडाहरू र गोरुहरू जस्ता केही लुटका मालहरू लिए ।”
22 ૨૨ શમુએલે કહ્યું કે, “શું ઈશ્વર પોતાની વાણી માનવામાં આવ્યાથી જેટલા રાજી થાય છે, તેટલાં દહનીયાર્પણો તથા બલિદાનોથી થાય છે શું? બલિદાન કરતાં આજ્ઞાપાલન સારું છે, ઘેટાંની ચરબી કરતાં વચન પાળવું સારું છે.
शमूएलले जवाफ दिए, “परमप्रभुको आज्ञापालन गर्दाझैं होमबलिहरू र बलिदानहरूमा परमप्रभु प्रशन्न हुनुहुन्छ र? आज्ञा पालन बलिदान भन्दा उत्तम हो र सुन्नुचाहिं भेडाको बोसो भन्दा उत्तम हो ।
23 ૨૩ કેમ કે વિદ્રોહ એ જોષ જોવાના પાપ જેવો છે, હઠીલાઈ એ દુષ્ટતા તથા મૂર્તિપૂજા જેવી છે. કેમ કે તેં ઈશ્વરના શબ્દનો ઇનકાર કર્યો છે, માટે તેમણે પણ તને રાજપદેથી પડતો મૂક્યો છે.”
किनभने विद्रोह गर्नु मन्त्रतन्त्रको पापजस्तै हो अनि हठचाहिं दुष्टता र अधर्मजस्तै हो । तपाईंले परमप्रभुको वचनलाई इन्कार गर्नुभएको कारणले, उहाँले पनि तपाईंलाई राजा हुनबाट इन्कार गर्नुभएको छ ।
24 ૨૪ શાઉલે શમુએલને કહ્યું, “મેં પાપ કર્યું છે; કેમ કે મેં ઈશ્વરની આજ્ઞા તથા તારી વાતોનું ઉલ્લંઘન કર્યું છે, કારણ કે મેં લોકોથી બીને તેઓની વાણી સાંભળી.
तब शाऊलले शमूएललाई भने, “मैले पाप गरेको छु । किनकि मैले परमप्रभुको आज्ञा र तपाईंको वचन तोडेको छु, किनभने म मानिसहरूदेखि डराएको थिएँ र मैले तिनीहरूको कुरा मानें ।
25 ૨૫ તો હવે, કૃપા કરી મારા પાપની ક્ષમા કર, મારી સાથે પાછો ચાલ, કે હું ઈશ્વરની સ્તુતિ કરું.”
अब कृपया मेरो पाप क्षमा गर्नुहोस् र मसँगै फर्कनुहोस् ताकि म परमप्रभुको आराधना गर्न सकूँ ।
26 ૨૬ શમુએલે શાઉલને કહ્યું કે, “હું પાછો ફરીને તારી સાથે નહિ આવું; કેમ કે તેં ઈશ્વરનો શબ્દ નકાર્યો છે. અને ઈશ્વરે તને ઇઝરાયલ ઉપર રાજા બનવાથી નકાર્યો છે.”
शमूएलले शाऊललाई भने, “म फर्केर तपाईंसँग जानेछैन । किनकि तपाईंले परमप्रभुको वचन इन्कार गर्नुभएको छ र परमप्रभुले तपाईंलाई इस्राएलका राजा हुनबाट इन्कार गर्नुभएको छ ।”
27 ૨૭ પછી શમુએલે જતા રહેવા માટે પીઠ ફેરવી, ત્યારે શાઉલે તેને ન જવા દેવા માટે તેના ઝભ્ભાની કોર પકડી અને તે ફાટી ગઈ.
जसै शमूएल जानलाई फर्कंए, शाऊलले तिनको कपडाको छेउ समाते र त्यो च्यातियो ।
28 ૨૮ શમુએલે તેને કહ્યું કે, “ઈશ્વરે આજે ઇઝરાયલનું રાજ્ય તારી પાસેથી ફાડી લીધું છે અને તારો પડોશી, જે તારા કરતાં સારો છે તેને આપ્યું છે.
शमूएलले तिनलाई भने, “परमप्रभुले आज इस्राएल राज्यलाई तपाईंबाट च्यात्नुभएको छ र त्यो तपाईंभन्दा उत्तम तपाईंको एक जना छिमेकीलाई दिनुभएको छ ।
29 ૨૯ અને વળી, જે ઇઝરાયલનું સામર્થ્ય છે તે જૂઠું બોલશે નહિ અને પોતાનો નિર્ણય બદલશે નહિ, કેમ કે તે માણસ નથી કે તે અનુતાપ કરે.”
साथै इस्राएलका शक्तिले न ढाट्नु हुन्छ न त आफ्नो मन बदल्नु नै हुन्छ । किनभने आफ्नो मन बद्लने उहाँ मानिस हुनुहुन्न।
30 ૩૦ ત્યારે શાઉલે કહ્યું, “મેં પાપ કર્યું છે. પણ કૃપા કરી હાલ મારા લોકોના વડીલો આગળ અને ઇઝરાયલ આગળ મારું માન રાખ, ફરીથી મારી સાથે પાછો આવ જેથી મારા પ્રભુ ઈશ્વરની સ્તુતિ હું કરું.”
त्यसपछि शाऊलले भने, “मैले पाप गरेको छु । तर कृपया मेरा मानिसहरूका धर्म-गुरुहरूका सामु र इस्राएलको सामु मेरो इज्जत गर्नुहोस् । फेरि मसँग फर्कनुहोस्, ताकि मैले परमप्रभु तपाईंका परमेश्वरको आराधना गर्न सकूँ ।
31 ૩૧ તેથી શમુએલ ફરીને શાઉલની પાછળ પાછો ગયો અને શાઉલે ઈશ્વરની સ્તુતિ કરી.
त्यसैले शमूएल शाऊलसँगै फर्के, र शाऊलले परमप्रभुको आराधना गरे ।
32 ૩૨ ત્યારે શમુએલે કહ્યું, “અમાલેકીઓના રાજા અગાગને અહીં મારી પાસે લાવો.” અગાગ તેની પાસે ખુશીથી આવ્યો અને તેણે કહ્યું, “નિશ્ચે મરણની વેદના વીતી ગઈ છે.”
तब शमूएलले भने, “अमालेकीहरूका राजा अगागलाई यहाँ मकहाँ ल्याउनुहोस् ।” अगाग साङ्लाले बाँधिएकै अवस्थामा आए र भने, “निश्चय नै मृत्यु तीक्तता टरेको छ ।”
33 ૩૩ શમુએલે કહ્યું, “જેમ તારી તલવારે સ્ત્રીઓને પુત્રહીન કરી છે, તેમ તારી માતા સ્ત્રીઓ મધ્યે પુત્રહીન થશે.” ત્યારે શમુએલે ગિલ્ગાલમાં ઈશ્વરની આગળ અગાગને કાપીને ટુકડે ટુકડાં કર્યા.
शमूएलले जवाफ दिए, “जसरी तेरो तरवारले स्त्रीहरूलाई बालकहीन बनाएको छ, त्यसरी नै तेरो आमा पनि स्त्रीहरूका माझमा बालकहीन हुनेछे ।” अनि शमूएलले अगागलाई गिलगालमा टुक्रा-टुक्रा बनाए ।
34 ૩૪ ત્યારબાદ શમુએલ રામામાં ગયો, શાઉલ પોતાને ઘરે ગિબયામાં ગયો.
शमूएल रामामा गए र शाऊल गिबाको आफ्नै घरमा गए ।
35 ૩૫ શમુએલે પોતાના મરણના દિવસ સુધી શાઉલને ફરીથી જોયો નહિ, તો પણ શમુએલ શાઉલને માટે શોક કરતો હતો. અને શાઉલને ઇઝરાયલ ઉપર રાજા ઠરાવ્યાને લીધે ઈશ્વરને અનુતાપ થયો.
शमूएलले आफ्नो मृत्युको दिनसम्म नै शाऊललाई भेटेनन्, किनकि तिनले शाऊलको निम्ति शोक गरे । परमप्रभुले शाऊललाई इस्राएलका राजा बनाउनुभएकोमा उहाँ दुःखी हुनुभयो ।