< 1 શમુએલ 13 >
1 ૧ શાઉલે રાજ્ય કરવા માંડ્યું ત્યારે તે ત્રીસ વર્ષનો હતો; અને તેણે બેતાળીસ વર્ષ સુધી ઇઝરાયલ પર રાજ્ય કર્યું.
၁ရှောလုသည် တနှစ်ကျော် နှစ်နှစ်ခန့်လောက် ဣသရေလအမျိုး၌ မင်းပြုပြီးမှ၊ ဣသရေလအမျိုးသား သုံးထောင်တို့ကို ရွေးကောက်ပြီးလျှင်၊ ကိုယ်တိုင်နေသော မိတ်မတ်မြို့နှင့် ဗေသလတောင်ပေါ်မှာ လူနှစ်ထောင်၊ ဗင်္ယာမိန်ခရိုင်၊ ဂိဗာမြို့၊ ယောနသန်ထံမှာ တထောင်ကိုထား၍၊ အခြားသော သူတို့ကို မိမိတို့ အသီးအသီးရောအရပ်သို့ လွှတ်လိုက်လေ၏။
2 ૨ તેણે પોતાને માટે ઇઝરાયલમાંથી ત્રણ હજાર માણસોને પસંદ કર્યા. બે હજાર તેની સાથે મિખ્માશમાં તથા બેથેલ પર્વત પર હતા, જયારે એક હજાર યોનાથાન સાથે બિન્યામીનના ગિબયામાં હતા; બાકીના સૈનિકોને તેણે પોતે પોતાના તંબુએ મોકલ્યા.
၂
3 ૩ યોનાથાને પલિસ્તીઓનું જે લશ્કર ગેબામાં હતું તેને નષ્ટ કર્યું અને પલિસ્તીઓએ તે વિષે સાંભળ્યું. ત્યારે શાઉલે આખા દેશમાં રણશિંગડું વગાડાવીને, કહાવ્યું, “હિબ્રૂઓ સાંભળો.”
၃ယောနသန်သည် ဂိဗာမြို့၌ ရှိသော ဖိလိတ္တိတပ်ကို လုပ်ကြံသဖြင့် ဖိလိတ္တိလူတို့သည် သိတင်းကြား ၏။ ရှောလုကလည်း မြစ်တဘက်၌ နေသောသူတို့သည် ကြားသိစေဟု တပြည်လုံး တံပိုးမှုတ်စေ၏။
4 ૪ શાઉલે પલિસ્તીઓનું લશ્કર સંહાર્યું છે તે સર્વ ઇઝરાયલીઓએ સાંભળ્યું. પલિસ્તીઓ ઇઝરાયલને ધિક્કારપાત્ર ગણતા હતા, તેથી ઇઝરાયલી સૈનિકો શાઉલ પાછળ ગિલ્ગાલમાં એકત્ર થયા.
၄ရှောလုသည် ဖိလိတ္တိတပ်ကို လုပ်ကြံကြောင်းနှင့် ဖိလိတ္တိလူတို့သည် ဣသရေလလူတို့ကို ရွံ့ရှာကြောင်း ကို ဣသရေလအမျိုးသား အပေါင်းတို့သည် ကြားသိ၍၊ လူများတို့သည် ရှောလုနောက် ဂိလဂါလ မြို့၌ စည်းဝေးကြ၏။
5 ૫ પલિસ્તીઓ ઇઝરાયલ સામે લડવાને એકત્ર થયા; તેઓના ત્રીસ હજાર રથો, એ રથને ચલાવી શકે એવા છ હજાર ઘોડેસવારો તથા સમુદ્રની રેતી જેવી વિશાળ સંખ્યામાં લોકોએ બેથ-આવેનની પૂર્વ તરફ મિખ્માશમાં છાવણી કરી.
၅ဖိလိတ္တိလူတို့သည်လည်း၊ ဣသရေလအမျိုးသားတို့ကို စစ်တိုက်ခြင်းငှါ၊ ရထားသုံးထောင်နှင့် မြင်း ခြောက်ထောင်ကို၎င်း၊ သမုဒ္ဒရာသဲလုံးနှင့်အမျှ ရှိသောလူများကို၎င်း စုဝေးစေပြီးလျှင်၊ စစ်ချီဗေသဝင် မြို့အရှေ့၊ မိတ်မတ်မြို့၌ တပ်ချကြ၏။
6 ૬ જયારે ઇઝરાયલના માણસોએ જોયું કે તેઓ પોતે સંકટમાં આવી પડ્યા છે કેમ કે લોકો દુઃખી હતા, ત્યારે તેઓ ગુફાઓમાં, ઝાડીઓમાં, ખડકોમાં, કૂવાઓમાં, ખાડાઓમાં સંતાઈ ગયા.
၆ဣသရေလအမျိုးသားတို့သည် အလွန် ဆင်းရဲခံရသဖြင့်၊ မိမိတို့ ကျဉ်းမြောင်းလျက်ရှိသည်ကို သိမြင်သောအခါ၊ ဥမင်၊ တောအုံ၊ ကျောက်ကြား၊ တောင်ထိပ်၊ မြေတွင်းတို့၌ ပုန်းရှောင်၍ နေကြ၏။
7 ૭ હવે કેટલાક હિબ્રૂઓ યર્દન ઊતરીને ગાદ તથા ગિલ્યાદ દેશમાં ગયા. પણ શાઉલ હજી સુધી ગિલ્ગાલમાં હતો, સર્વ લોક ભયભીત થઈને તેની પાછળ ચાલતા હતા.
၇ယော်ဒန်မြစ်တဘက်၌ နေသောသူအချို့တို့သည် ကူးပြန်၍၊ ဂဒ်ပြည်၊ ဂိလဒ်ပြည်သို့ သွားကြ၏။ ရှောလုသည် ဂိလဂါလမြို့၌ နေသေး၍၊ လူအပေါင်းတို့သည် သူ့နောက်၌ တုန်လှုပ်လျက်ရှိကြ၏။
8 ૮ શમુએલે આપેલા સમય પ્રમાણે શાઉલે સાત દિવસ રાહ જોઈ. પણ શમુએલ ગિલ્ગાલમાં આવ્યો નહિ, લોકો શાઉલ પાસેથી વિખેરાઈ જતા હતા.
၈ရှမွေလ ချိန်းချက်သည်အတွင်း ရှောလုသည် ခုနစ်ရက် ငံ့လင့်၍၊ ရှမွေလသည် ဂိလဂါလမြို့သို့ မရောက်၊ လူများတို့လည်း ထွက်ပြေးကြ၏။
9 ૯ શાઉલે કહ્યું, “દહનીયાર્પણ તથા શાંત્યર્પણ મારી પાસે લાવો.” પછી તેણે દહનીયાર્પણ ચઢાવ્યું.
၉ရှောလုကလည်း၊ မီးရှို့ရာယဇ်နှင့် မိဿဟာယ ပူဇော်သက္ကာတို့ကို ငါ့ထံသို့ ယူခဲ့ကြဟုဆိုသဖြင့်၊ မီးရှို့ရာယဇ်ကို ပူဇော်လေ၏။
10 ૧૦ તે દહનીયાર્પણ કરી રહ્યો કે તરત શમુએલ આવ્યો. શાઉલ તેને મળવા તથા આવકારવા માટે બહાર ગયો.
၁၀မီးရှို့ရာယဇ်ပူဇော်ခြင်းအမှု ပြီးသည်အဆုံး၌ ရှမွေလသည် လာ၏။ ရှောလုသည် ကောင်းကြီးပေး၍ ခရီးဦးကြို ပြုခြင်းငှါ ထွက်သွားလျှင်၊
11 ૧૧ પછી શમુએલે કહ્યું, “તેં શું કર્યું છે?” શાઉલે જવાબ આપ્યો, “જયારે મેં જોયું કે લોકો મારી પાસેથી વિખેરાઈ રહ્યા છે અને નક્કી કરેલ સમયે તું અહીં આવ્યો નહિ તથા પલિસ્તીઓ મિખ્માશ પાસે એકત્ર થયા છે,
၁၁ရှမွေလက၊ သင်သည် အဘယ်သို့ ပြုသနည်းဟု မေးသော်၊ ရှောလုက၊ လူများတို့သည် အကျွန်ုပ်ထံ မှ ထွက်ပြေးကြောင်း၊ ကိုယ်တော်သည် ချိန်းချက်သော အချိန်၌ မရောက်ကြောင်း၊ ဖိလိတ္တိလူတို့ သည် မိတ်မတ်မြို့၌ စုဝေးကြောင်းများကို သိမြင်သောအခါ၊ -
12 ૧૨ માટે મેં કહ્યું, ‘હવે પલિસ્તીઓ મારા પર ગિલ્ગાલમાં ઘસી આવશે અને મેં ઈશ્વરની કૃપાની માગણી કરી નથી.’ તેથી મેં ના છૂટકે મારી જાતે દહનીયાર્પણ કર્યું છે.”
၁၂ဖိလိတ္တိလူတို့သည် ငါရှိရာ ဂိလဂါလမြို့သို့ စစ်ချီကြလိမ့်မည်။ ထာဝရဘုရားကို ငါမတောင်းပန်သေး ဟု အကျွန်ုပ်အောက်မေ့သဖြင့်၊ ကိုယ်ကို အနိုင်ပြု၍ မီးရှို့ရာယဇ်ကို ပူဇော်မိပြီဟု ပြန်ပြော၏။
13 ૧૩ પછી શમુએલે શાઉલને કહ્યું, “તેં આ મૂર્ખાઈ ભરેલું કાર્ય કર્યું છે. તેં તારા પ્રભુ ઈશ્વરે જે આજ્ઞા તને આપી હતી તે પાળી નથી. જો પાળી હોત તો હમણાં ઈશ્વરે ઇઝરાયલ ઉપર તારું રાજ્ય સદાને માટે સ્થાપન કર્યું હોત.
၁၃ရှမွေလကလည်း သင်သည် မှားပြီ။ သင်၏ ဘုရားသခင် ထာဝရဘုရား ထားတော်မူသော ပညတ်တရားကို မစောင့်ပါတကား။ စောင့်မိလျှင်၊ ထာဝရဘုရားသည် ဣသရေလအမျိုး၌ သင်၏ အာဏာကို ယခုမှစ၍ အစဉ်အမြဲ တည်စေတော်မူပြီ။
14 ૧૪ પણ હવે તારું રાજ્ય સદા ટકશે નહિ. ઈશ્વરે પોતાને મનગમતો એક માણસ શોધી કાઢ્યો છે અને ઈશ્વરે પોતાના લોકો પર રાજા તરીકે તેની નિમણૂક કરી છે, કેમ કે ઈશ્વરે જે આજ્ઞા તને આપી તે તેં પાળી નથી.”
၁၄ယခုမူကား သင်၏ အာဏာမတည်ရ။ ထာဝရဘုရားသည် စိတ်နှလုံးတော်နှင့် ညီညွတ်သော သူကို ရှာတော်မူ၏။ ထိုသူသည် လူမျိုးတော်အပေါ်မှာ မင်းဖြစ်စေခြင်းငှါ ထာဝရဘုရား မိန့်တော်မူပြီ။ အကြောင်းမူကား၊ သင်သည် ထာဝရဘုရား မှာထားတော်မူသည်အတိုင်း မကျင့်ဟု ရှောလုအား ဆိုပြီးလျှင်၊
15 ૧૫ પછી શમુએલ ગિલ્ગાલથી બિન્યામીનના ગિબયામાં ગયો. પછી શાઉલે પોતાની સાથે જે લોકો હતા તેઓની ગણતરી કરી, તેઓ આશરે છસો માણસો હતા.
၁၅ထ၍ ဂိလဂါလမြို့မှ ဗင်္ယာမိန်ခရိုင်၊ ဂိဗာမြို့သို့ သွား၏။ ရှောလုသည် မိမိ၌ ရှိသောလူတို့ကို ရေတွက်၍ ခြောက်ရာခန့်မျှ ရှိ၏။
16 ૧૬ શાઉલ, તેનો દીકરો યોનાથાન તથા તેઓની સાથે જે લોકો હાજર હતા, તેઓ બિન્યામીનના ગેબામાં રહ્યા. પણ પલિસ્તીઓએ મિખ્માશમાં છાવણી નાખી.
၁၆သူနှင့် သားတော် ယောနသန်၊ သူတို့၌ ရှိသော လူအပေါင်းတို့သည် ဗင်္ယာမိန်ခရိုင်၊ ဂိဗာမြို့တွင် နေကြ၏။ ဖိလိတ္တိလူတို့သည် မိတ်မတ်မြို့တွင် တပ်ချကြ၏။
17 ૧૭ પલિસ્તીઓની છાવણીમાંથી લૂટારાની ત્રણ ટોળી બહાર નીકળી. એક ટોળી ઓફ્રાથી શૂઆલ દેશ તરફ ગઈ.
၁၇လုယူသော တပ်သုံးတပ်တို့သည်၊ ဖိလိတ္တိတပ်မထဲကထွက်၍ တတပ်သည် ရွာလပြည် ဩဖရမြို့ လမ်းသို့လိုက်၏။
18 ૧૮ બીજી ટોળી બેથ-હોરોન તરફ ગઈ અને એક બીજી ટોળી સબોઈમના નીચાણની સામે અરણ્ય તરફ જે સીમા છે તે તરફ ગઈ.
၁၈တတပ်သည် ဗေသောရုန်မြို့လမ်းသို့ လိုက်၏။ တတပ်သည် တောဘက်မှာ ဇေဘိုင်ချိုင့်ကို မျက်နှာပြုသော ပြည်စွန်းလမ်းသို့ လိုက်၏။
19 ૧૯ ઇઝરાયલના આખા દેશમાં કોઈ લુહાર મળતો નહોતો, કેમ કે પલિસ્તીઓએ કહ્યું હતું, “રખેને હિબ્રૂઓ પોતાને માટે તલવાર કે ભાલા બનાવે.”
၁၉ဖိလိတ္တိလူတို့က၊ ဟေဗြဲလူတို့သည် ထားလှံတို့ကို မလုပ်စေနှင့်ဟု စီရင်မြဲရှိသောကြောင့်၊ ဣသရေလ ပြည်တရှောက်လုံးတွင် ပန်းပဲတယောက်မျှမရှိ။
20 ૨૦ પણ સર્વ ઇઝરાયલી માણસો પોતાતાં હળ, કોદાળીઓ, કુહાડીઓ તથા દાતરડાંની ધારો કાઢવા કે ટીપાવવા માટે પલિસ્તીઓ પાસે જતા.
၂၀ဣသရေလလူအပေါင်းတို့သည် ထွန်သွား၊ ပေါက်တူး၊ ပုဆိန်၊ တူးရွင်းကို ထက်စေခြင်းငှါ၊ ဖိလိတ္တိ လူတို့ရှိရာသို့ သွားရကြ၏။
21 ૨૧ હળની અણી કાઢવાનો, કોદાળીઓ, કુહાડીઓ ટીપાવવાનો ખર્ચ બે ત્રણ શેકેલ હતો અને દાતરડાંની ધારને માટે અને હળ હાંકવાની લાકડીનો ખર્ચ એકાદ શેકેલ હતો.
၂၁နောက်တဖန် ထွန်သွား၊ ပေါက်တူး၊ သုံးခွခက်ရင်း၊ ပုဆိန်၊ ထိုးတံချွန် တုံးလျက်ရှိကြ၏။
22 ૨૨ તેથી લડાઈના દિવસે, જે સર્વ લોકો શાઉલ તથા યોનાથાનની સાથે હતા તેઓના હાથમાં તલવારો કે ભાલા દેખાતા નહોતા; ફક્ત શાઉલ તથા તેના દીકરા યોનાથાનના હાથમાં હતા.
၂၂သို့ဖြစ်၍ စစ်တိုက်ရာကာလ ရှောလုနှင့်သားတော် ယောနသန်မှတပါး အဘယ်သူ၌မျှ ထားလှံမရှိ။
23 ૨૩ પલિસ્તીઓનું લશ્કર બહાર નીકળીને મિખ્માશ પસાર કરીને આગળ આવી પહોંચ્યું.
၂၃တဖန် ဖိလိတ္တိတပ်သားတို့သည် မိတ်မတ်မြို့ လမ်းဝသို့ ထွက်၍ နေကြစဉ်တွင်၊