< 1 શમુએલ 12 >
1 ૧ શમુએલે સર્વ ઇઝરાયલીઓને કહ્યું, “જે વિનંતી તમે મારી આગળ કરી હતી તે મેં સાંભળી છે. અને મેં તમારા પર એક રાજા નીમ્યો છે.
Samuel said to all Israel, “I have listened to everything you said to me, and I have set a king over you.
2 ૨ જુઓ તે રાજા અહીં છે, તે તમારી આગળ ચાલે છે; હું તો વૃદ્ધ તથા નિસ્તેજ થયો છું; અને મારા દીકરા તમારી સાથે છે. હું મારી યુવાવસ્થાથી આજ દિવસ સુધી તમારી આગળ ચાલ્યો છું.
Now, here is the king walking before you; and I am old and gray; and, my sons are with you. I have walked before you from my youth until today.
3 ૩ હું આ રહ્યો; શું મેં કોઈનો બળદ લઈ લીધો છે? મેં કોઈનું ગધેડું લઈ લીધું છે? શું મેં કોઈને છેતર્યો છે? મેં કોઈનાં પર જુલમ કર્યો છે? મારી આંખો પર પાટો બાંધવા સારુ મેં કોઈનાં હાથથી લાંચ લીધી છે? જો એવું કર્યું હોય તો ઈશ્વરના અભિષિક્ત આગળ મારી વિરુદ્ધ સાક્ષી આપો અને હું તમને પાછું આપીશ.”
Here I am; testify against me before Yahweh and before his anointed one. Whose ox have I taken? Whose donkey have I taken? Whom have I defrauded? Whom have I oppressed? From whose hand have I taken a bribe to blind my eyes with? Testify against me, and I will restore it to you.”
4 ૪ તેઓએ કહ્યું, “તેં અમને ઠગ્યા નથી, અમારા પર જુલમ કર્યો નથી, કોઈ માણસનું કશું ચોર્યું નથી.”
They said, “You have not cheated us, oppressed us, or have stolen anything from any man's hand.”
5 ૫ તેણે તેઓને કહ્યું, “ઈશ્વર તમારી સામે સાક્ષી છે, આજ તેનો અભિષિક્ત સાક્ષી છે, કે મારી પાસેથી તમને કશું મળ્યું નથી.” તેઓએ કહ્યું, “ઈશ્વર સાક્ષી છે.”
He said to them, “Yahweh is witness against you, and his anointed one is witness today, that you have found nothing in my hand.” They replied, “Yahweh is witness.”
6 ૬ શમુએલે લોકોને કહ્યું, “મૂસા તથા હારુનને નીમનાર તથા તમારા પિતૃઓને મિસરમાંથી કાઢી લાવનાર ઈશ્વર છે.
Samuel said to the people, “It is Yahweh who appointed Moses and Aaron, and who brought your fathers up from the land of Egypt.
7 ૭ હવે તમે, પોતાની જાતને ઉપસ્થિત કરો, કે ઈશ્વરે જે સર્વ ન્યાયી કામો તમારે માટે તથા તમારા પિતૃઓ માટે કર્યા, તે સર્વ વિષે ઈશ્વરની હાજરીમાં હું રજૂઆત કરું.
Now then, present yourself, so that I may plead with you before Yahweh about all of the righteous deeds of Yahweh, which he did for you and your fathers.
8 ૮ યાકૂબ મિસરમાં આવ્યો અને જયારે તમારા પિતૃઓ ઈશ્વરની આગળ રડ્યા, ત્યારે ઈશ્વરે મૂસા તથા હારુનને મોકલ્યા, તે તમારા પિતૃઓને મિસરમાંથી બહાર લાવ્યા અને આ જગ્યાએ વસાવ્યા.
When Jacob came to Egypt, and your ancestors cried out to Yahweh, then Yahweh sent Moses and Aaron, who led your ancestors out of Egypt and they settled in this place.
9 ૯ પણ પિતૃઓ પોતાના પ્રભુ ઈશ્વરને વીસરી ગયા; ત્યારે તેમણે હાસોરના સૈન્યના સેનાપતિ સીસરાના હાથમાં, પલિસ્તીઓના હાથમાં, મોઆબ રાજાના હાથમાં તેઓને વેચી દીધા. તેઓ બધા તમારા પૂર્વજો સામે લડયા.
But they forgot Yahweh their God; he sold them into the hand of Sisera, captain of the armies of Hazor, into the hand of the Philistines, and into the hand of the king of Moab; these all fought against your ancestors.
10 ૧૦ પૂર્વજોએ ઈશ્વર આગળ રડીને કહ્યું, ‘અમે પાપ કર્યું છે, કેમ કે અમે ઈશ્વરને તજીને બઆલિમ તથા દેવી આશ્તારોથની સેવા કરી છે. પણ હવે અમારા શત્રુઓના હાથમાંથી અમને છોડાવો અને અમે તમારી સેવા કરીશું.
They cried out to Yahweh and said, 'We have sinned, because we have forsaken Yahweh and have served the Baals and the Ashtoreths. But now rescue us from the hand of our enemies, and we will serve you.'
11 ૧૧ તેથી ઈશ્વરે યરુબાલ, બદાન, યિફતા, શમુએલને મોકલીને ચારેગમના તમારા શત્રુઓ પર તમને વિજય અપાવ્યો, જેથી તમે સલામત રહો.
So Yahweh sent Jerub Baal, Bedan, Jephthah, and Samuel, and gave you victory over your enemies all around you, so that you lived in security.
12 ૧૨ જયારે તમે જોયું કે આમ્મોનીઓનો રાજા નાહાશ તમારી પર ચઢી આવ્યો, ત્યારે ઈશ્વર તમારા પ્રભુ, તમારા રાજા હતા તે છતાં તમે મને કહ્યું કે, ‘એમ નહિ! પણ અમારા પર એક રાજા અધિકાર ચલાવે.
When you saw that Nahash the king of the people of Ammon came against you, you said to me, 'No! Instead, a king must reign over us'—although Yahweh your God, was your king.
13 ૧૩ તો હવે જે રાજાને તમે પસંદ કર્યો છે, જેને તમે માંગી લીધો છે, જેને ઈશ્વરે તમારા પર રાજા અભિષિક્ત કર્યો છે, તે અહીં છે.
Now here is the king whom you have chosen, whom you have asked for and whom Yahweh has now appointed as king over you.
14 ૧૪ જો તમે ઈશ્વરનો ભય રાખશો, તેની સેવા કરશો, તેની વાણી સાંભળશો અને ઈશ્વરની આજ્ઞાઓની વિરુદ્ધ બંડ નહિ કરો, ત્યારે તમે તથા જે રાજા તમારા ઉપર રાજ કરતો હોય તે પણ તમારા પ્રભુ ઈશ્વરનો અનુયાયી થશે.
If you fear Yahweh, serve him, obey his voice, and not rebel against the command of Yahweh, then both you and the king who reigns over you will be followers of Yahweh your God.
15 ૧૫ પણ જો તમે ઈશ્વરની વાણી સાંભળશો નહિ, પણ ઈશ્વરની આજ્ઞાઓની વિરુદ્ધ બંડ કરશો, તો ઈશ્વરનો હાથ તમારી વિરુદ્ધ થશે, જેમ તમારા પિતૃઓની વિરુદ્ધ હતો.
If you do not obey the voice of Yahweh, but rebel against the commands of Yahweh, then Yahweh's hand will be against you, as it was against your ancestors.
16 ૧૬ તો હવે ઊભા રહો અને જે મહાન કૃત્ય તમારી દ્રષ્ટિ આગળ ઈશ્વર કરશે તે તમે જુઓ.
Even now present yourself and see this great thing which Yahweh will do before your eyes.
17 ૧૭ આજે ઘઉંની કાપણી નથી શું? હું ઈશ્વરને વિનંતી કરીશ, કે તે ગર્જના તથા વરસાદ મોકલે. ત્યારે તમે જાણો તથા જુઓ કે પોતાના માટે રાજા માગીને ઈશ્વરની નજરમાં તમે દુષ્ટતા કરી છે તે મોટી છે.”
Is it not the wheat harvest today? I will call upon Yahweh, that he may send thunder and rain. Then you will know and see that your wickedness is great, which you have done in the sight of Yahweh, in asking for yourselves a king.”
18 ૧૮ તેથી શમુએલે ઈશ્વરને વિનંતી કરી; તે દિવસે ઈશ્વરે ગર્જના તથા વરસાદ મોકલ્યા. ત્યારે સર્વ લોકો ઈશ્વરથી તથા શમુએલથી ભયભીત થયા.
So Samuel called to Yahweh; and that same day Yahweh sent thunder and rain. Then all the people greatly feared Yahweh and Samuel.
19 ૧૯ લોકોએ શમુએલને કહ્યું, “તારા સેવકોને સારુ તારા પ્રભુ ઈશ્વરને પ્રાર્થના કર કે, અમે માર્યા ન જઈએ. કેમ કે અમે અમારે સારુ રાજા માગ્યો તેથી અમારા સઘળાં પાપોમાં આ દુષ્ટતાનો ઉમેરો થયો છે.”
Then all the people said to Samuel, “Pray for your servants to Yahweh your God, so that we do not die. For we have added to all our sins this evil in asking for a king for ourselves.”
20 ૨૦ શમુએલે કહ્યું, “બીહો મા, એ સર્વ દુષ્ટતા તમે કરી છે, પરંતુ ઈશ્વરની પાછળ ચાલવાથી ફરી જશો નહિ, પણ તમારા પૂર્ણ હૃદયથી તમે ઈશ્વરની સેવા કરો.
Samuel replied, “Do not be afraid. You have done all this evil, but do not turn away from Yahweh, but serve Yahweh with all your heart.
21 ૨૧ જે નિરર્થક વસ્તુઓ કશો ફાયદો કે બચાવ કરી શકતી નથી, તે નકામી છે તેની પાછળ દોરવાશો નહિ.
Do not turn away after empty things that cannot profit or rescue you, because they are useless.
22 ૨૨ કેમ કે ઈશ્વર પોતાના મોટા નામને સારુ, પોતાના લોકોને તજી દેશે નહિ; કેમ કે તમને પોતાના ખાસ લોકો કરવા એ ઈશ્વરને સારું લાગ્યું છે.
For the sake of his great name, Yahweh will not reject his people, because it has pleased Yahweh to make you a people for himself.
23 ૨૩ વળી મારા માટે, એવું ન થાય કે તમારે માટે પ્રાર્થના કરવાનું મૂકી દેવાનું પાપ હું ઈશ્વરની વિરુદ્ધ કરું. પણ હું તમને સાચા તથા ખરા રસ્તે ચાલતા શીખવીશ.
As for me, far be it from me that I should sin against Yahweh by ceasing to pray for you. Instead, I will teach you the way that is good and right.
24 ૨૪ કેવળ ઈશ્વરની બીક રાખો અને સત્યતાથી તમારા પૂર્ણ હૃદયથી તેની સેવા કરો, કેમ કે જે મહાન કૃત્યો તમારે સારુ તેમણે કર્યા છે તેનો તમે વિચાર કરો.
Only fear Yahweh and serve him in truth with all your heart. Consider the great things he has done for you.
25 ૨૫ પણ જો હજી તમે દુષ્ટતા કર્યા કરશો, તો તમે તમારા રાજા સાથે નાશ પામશો.”
But if you persist in doing evil, both you and your king will be destroyed.”