< 1 શમુએલ 10 >
1 ૧ પછી શમુએલે તેલની કુપ્પી લઈને તેમાંનું તેલ, શાઉલના માથા ઉપર રેડયું અને તેને ચુંબન કર્યું. પછી કહ્યું, “શું ઈશ્વરે પોતાના વારસા પર અધિકારી થવા સારુ તને અભિષિક્ત કર્યો નથી?
撒慕爾拿出油具,把油倒在他頭上,口吻他說:「不是上主給你傅油,立你作他百姓以色列的首領嗎﹖是你要統治上主的百姓,從四周的仇人手中解救百姓。這是上主給你傅油立你為自己產業首領的先兆:
2 ૨ આજે મારી પાસેથી ગયા પછી, બિન્યામીનની સીમમાં સેલસા પાસે, રાહેલની કબર નજીક તને બે માણસ મળશે. તેઓ તને કહેશે, “જે ગધેડાંની શોધ કરવા તું ગયો હતો તે મળ્યાં છે. હવે, તારા પિતા ગધેડાંની કાળજી રાખવાનું છોડીને, તારા વિષે ચિંતા કરતાં, કહે છે, “મારા દીકરા સંબંધી હું શું કરું?”
今天你離開我以後,在本雅明邊境辣黑耳的墓旁,正午你會遇見兩個人,他們要對你說:你去找的那些母驢,已找到了。為母驢的事,你父親早已忘懷,現在他卻為你們著急說:為我的兒子我該怎麼辦﹖
3 ૩ પછી ત્યાંથી આગળ ચાલતા, તું તાબોરના એલોન વૃક્ષ આગળ આવશે. ત્યાં ત્રણ માણસો ઈશ્વરની પાસે બેથેલમાં જતા તને મળશે. તેમાંના એકે બકરીનાં ત્રણ બચ્ચાં ઊંચકેલા હશે, બીજા પાસે ત્રણ રોટલી હશે. અને ત્રીજાએ દ્રાક્ષાસવની કુંડી ઊંચકેલી હશે.
你從那裏再往前走,來到德波辣的橡樹旁時,要遇見三個上貝特耳去敬禮天主的人:一人牽著三隻小山羊,一人拿著三張餅,一人帶著一皮囊酒。
4 ૪ તેઓ પ્રણામ કરીને તને ત્રણ રોટલી આપશે, જે તું તેઓના હાથમાંથી લેશે.
他們要向你請安,給你兩張餅,你要從他們手中接過來。
5 ૫ ત્યાર પછી, તું જ્યાં પલિસ્તીઓની છાવણી છે, ત્યાં ઈશ્વરના પર્વત પાસે આવશે. જયારે તું ત્યાં નગર પાસે પહોંચશે, ત્યારે પ્રબોધકોની એક ટોળી, તેની આગળ સિતાર, ખંજરી, વાંસળી, વીણા વગાડનારા સહિત ઉચ્ચસ્થાનથી ઊતરતી તને મળશે; તેઓ પ્રબોધ કરતા હશે.
此後,你要往天主的基貝亞去,──在那裏駐有培肋舍特人的官吏,──你一進城,就會遇見一群正從高丘下來的先知,在他們前面有彈弦的、有打鼓的、有吹笛的、有彈琴的、他們正在出神說妙語。
6 ૬ ઈશ્વરનો આત્મા પરાક્રમ સહિત તારા ઉપર આવશે, તું તેઓની સાથે પ્રબોધ કરશે અને તું બદલાઈને જુદો માણસ થઈ જશે.
這時,上主的神會突然降在你身上,你也要同他們一起出神說妙語;你要變成另一個人。
7 ૭ હવે, જયારે તને આ ચિહ્ન મળે, ત્યારે તારે પ્રસંગાનુસાર વર્તવું, કેમ કે ઈશ્વર તારી સાથે છે.
當你遇見這些現象時,你應見機行事,因為天主必與你同在。
8 ૮ તું મારી અગાઉ ગિલ્ગાલમાં જજે. પછી હું દહનીયાર્પણો તથા શાંત્યર્પણો કરવાને તારી પાસે આવીશ. હું આવીને તારે શું કરવું એ બતાવું ત્યાં સુધી એટલે સાત દિવસ સુધી રાહ જોજે.”
你要在我以先下到基耳加去;我要下到你那裏去奉獻全燔祭,宰殺和平祭犧牲。你要等候七天,直到我到了你那裏,告訴你當作的事。」
9 ૯ જયારે શમુએલ પાસેથી જવાને શાઉલે પીઠ ફેરવી કે, ઈશ્વરે તેને બીજું હૃદય આપ્યું. તે જ દિવસે તે સર્વ ચિહ્નો પૂરાં થયાં.
當他轉身離開撒慕爾時,天主就改變了他的心,那一切先兆在當天都實現了。
10 ૧૦ જયારે તેઓ પર્વત પાસે આવ્યા, ત્યારે પ્રબોધકોની ટોળી તેને મળી. ઈશ્વરનો આત્મા પરાક્રમ સહિત તેના ઉપર આવ્યો અને તેણે તેઓની વચ્ચે પ્રબોધ કર્યો.
他從那裏來到基貝亞時,果然有一群先知迎面而來,天主的神突然降在他身上,他就在他們中間出神說起妙語來。
11 ૧૧ જે સર્વ તેને પૂર્વે ઓળખતા હતા તેઓએ જયારે જોયું કે, પ્રબોધકોની સાથે તે પ્રબોધ કરે છે, ત્યારે લોકોએ એકબીજાને કહ્યું, “કીશના દીકરાને આ શું થયું છે? શું શાઉલ પણ એક પ્રબોધક છે?”
凡先前認識他的人,見他同先知們一起出神說妙語,就彼此說:「克士的兒子遭遇了什麼事﹖怎麼,連撒烏耳也列在先知之中﹖」
12 ૧૨ તે જગ્યાના એક જણે ઉત્તર આપીને કહ્યું, “તેઓનો પિતા કોણ છે?” આ કારણથી, એવી કહેવત પડી, “શું શાઉલ પણ પ્રબોધકમાંનો એક છે?”
他們中有人回答說:「他們的父親是誰﹖」因此有一句俗話說:「怎麼,連撒烏耳也列在先知中嗎﹖」
13 ૧૩ પ્રબોધ કરી રહ્યો, પછી તે ઉચ્ચસ્થાને આવ્યો.
他說完妙語後,就回了家。
14 ૧૪ ત્યારે શાઉલના કાકાએ તેને તથા તેના ચાકરને કહ્યું, “તમે ક્યાં ગયા હતા?” તેણે કહ્યું, “ગધેડાંની શોધ કરવાને; જયારે અમે જોયું કે અમે તેને શોધી શક્યા નથી ત્યારે અમે શમુએલ પાસે ગયા હતા.”
撒烏耳的一個叔父問他和他的僕人說:「你們往那裏去了﹖」撒烏耳回答說:「找母驢去了;我們看沒找著,就到了撒慕爾那裏。」
15 ૧૫ શાઉલના કાકાએ કહ્યું, “મને કૃપા કરીને કહે કે શમુએલે તમને શું કહ્યું?”
撒烏耳的叔父向他說:「請你告訴我,撒慕爾給你說了些什麼﹖」
16 ૧૬ શાઉલે પોતાના કાકાને જવાબ આપ્યો, “તેણે ઘણી સ્પષ્ટતાથી કહ્યું કે ગધેડાં મળ્યાં છે.” પણ રાજ્યની વાત જે વિષે શમુએલે તેને કહ્યું હતું તે સંબંધી તેણે તેને કશું કહ્યું નહિ.
撒烏耳回答他叔父說:「他告訴我們,母驢的確已經找到了。」但撒慕爾所說有關立君王的話,撒烏耳卻沒有告訴他。
17 ૧૭ હવે શમુએલે લોકોને મિસ્પામાં બોલાવીને ઈશ્વરની આગળ ભેગા કર્યા.
撒慕爾召集人民來到米茲帕上主面前。
18 ૧૮ તેણે ઇઝરાયલ લોકોને કહ્યું, “ઇઝરાયલના પ્રભુ, ઈશ્વર આમ કહે છે: ‘હું મિસરમાંથી ઇઝરાયલને કાઢી લાવ્યો, મિસરીઓના હાથમાંથી તથા તમારા પર જુલમ કરનારા સર્વ રાજ્યોના હાથમાંથી મેં તમને છોડાવ્યાં.’”
對以色列子民說:「上主以色列的天主這樣說:是我領以色列出離了埃及,從埃及人和一切壓迫你們的國家中拯救了你們。
19 ૧૯ પણ તેં તમારા ઈશ્વરનો આજે તમે નકાર કર્યો છે, જેમણે તમને તમારી સર્વ વિપત્તિઓથી તથા તમારા સંકટોથી તમને છોડાવ્યાં છે; અને તમે તેમને કહ્યું, ‘અમારા ઉપર તમે રાજા નીમી આપો.’ હવે ઈશ્વરની આગળ તમે તમારાં કુળો પ્રમાણે તથા તમારા કુટુંબો પ્રમાણે હાજર થાઓ.”
然而今天你們拋棄了你們的天主,雖然他從你們一切災難和壓迫中解救了你們,你們卻說:不,你該給我們立一位君王! 現今你們要按照你們的支派和家族到上主面前來。」
20 ૨૦ તેથી શમુએલ ઇઝરાયલનાં સર્વ કુળોને પાસે લાવ્યો તેમાંથી બિન્યામીનનું કુળ માન્ય થયું.
撒慕爾就叫以色列眾支派上前來,本雅明支派中了籤;
21 ૨૧ પછી તે બિન્યામીનના કુળને તેઓનાં કુટુંબો પાસે લાવ્યો; તેમાંથી માટ્રીઓનું કુટુંબ માન્ય થયું; પછી કીશનો દીકરો શાઉલ માન્ય કરાયો. પણ જયારે તેઓ તેને શોધવા ગયા, ત્યારે તે મળ્યો નહિ.
他叫本雅明支派按照家族上前來,瑪特黎家族中了籤;他叫瑪特黎家族各個男子上前來,克士的兒子撒烏耳中了籤,大家便尋找他,卻沒有找著。
22 ૨૨ તે માટે લોકોએ ઈશ્વરને વધારે પ્રશ્નો પૂછ્યા કર્યા, “તે માણસ હજી અહીં આવ્યો છે કે નહિ?” ઈશ્વરે જવાબ આપ્યો, “તેણે પોતાને સામાનમાં સંતાડ્યો છે.”
他們再求問上主說:「這人到這裏來了沒有﹖」上主回答說:「看,他隱藏在行李中。」
23 ૨૩ પછી તેઓ દોડીને ગયા અને શાઉલને ત્યાંથી લઈ આવ્યા. તે લોકોમાં ઊભો રહ્યો, તેના ખભાથી ઉપરનો ભાગ સર્વ લોકોની ઊંચાઈ કરતાં વધારે ઊંચો હતો.
人們就趕快去將他從那裏請出來,他站在百姓當中,高出眾人一肩。
24 ૨૪ પછી શમુએલે લોકોને કહ્યું, “શું ઈશ્વરના પસંદ કરેલા માણસને તમે જુઓ છો? બધા લોકોમાં તેના જેવો કોઈ નથી!” સર્વ લોકોએ પોકાર કર્યો, “રાજા ઘણું જીવો!”
撒慕爾就向民眾說:「你們看了上主所揀選的嗎﹖在全人民中,沒有一人可與他相比。」眾百姓就歡呼說:「君王萬歲! 」
25 ૨૫ પછી શમુએલે લોકોને રિવાજો તથા રાજનીતિ વિષે કહ્યું, તેને પુસ્તકમાં લખીને ઈશ્વરની આગળ તે રાખી મૂક્યું. પછી શમુએલે સર્વ લોકોને પોતપોતાને ઘરે વિદાય કર્યા.
撒慕爾向民眾說明了君王的權利,並寫在書卷上,放在上主面前。然後撒慕爾打發民眾各自回了家。
26 ૨૬ શાઉલ પણ પોતાને ઘરે ગિબયામાં ગયો. અને જે શૂરવીરોના હૃદયને ઈશ્વરે સ્પર્શ કર્યો હતો તેઓ પણ તેની સાથે ગયા.
撒烏耳也回基貝亞本家去了;有些為天主所感動的勇士也跟他去了,
27 ૨૭ પણ કેટલાક નકામાં માણસોએ કહ્યું, “આ માણસ તે વળી કેવી રીતે અમારો બચાવ કરશે?” તેઓએ શાઉલને હલકો સમજીને તેના માટે કશી ભેટ લાવ્યા નહિ. પણ શાઉલ શાંત રહ્યો.
但有些無賴漢卻說:「這人怎能拯救我們﹖」就看不起他,也未給他送禮。