< પિતરનો પહેલો પત્ર 5 >
1 ૧ તમારામાં જે વડીલો છે, તેઓનો હું સાથી વડીલ અને ખ્રિસ્તનાં દુઃખોનો સાક્ષી તથા પ્રગટ થનાર મહિમાનો ભાગીદાર છું, તેથી તેઓને વિનંતી કરું છું કે,
ख्रीष्टस्य क्लेशानां साक्षी प्रकाशिष्यमाणस्य प्रतापस्यांशी प्राचीनश्चाहं युष्माकं प्राचीनान् विनीयेदं वदामि।
2 ૨ ઈશ્વરના લોકોનું જે ટોળું તમારી સંભાળમાં છે તેનું પ્રતિપાલન કરો અધ્યક્ષનું કામ ફરજ પડવાથી નહિ પણ સ્વેચ્છાએ કરો; લોભને સારું નહિ, પણ આતુરતાથી કરો.
युष्माकं मध्यवर्त्ती य ईश्वरस्य मेषवृन्दो यूयं तं पालयत तस्य वीक्षणं कुरुत च, आवश्यकत्वेन नहि किन्तु स्वेच्छातो न व कुलोभेन किन्त्विच्छुकमनसा।
3 ૩ વળી તમારી જવાબદારીવાળાં સમુદાય પર માલિક તરીકે નહિ, પણ તેમને આદર્શરૂપ થાઓ,
अपरम् अंशानाम् अधिकारिण इव न प्रभवत किन्तु वृन्दस्य दृष्टान्तस्वरूपा भवत।
4 ૪ જયારે મુખ્ય ઘેટાંપાળક પ્રગટ થશે ત્યારે કદી પણ કરમાઈ ન જનાર મહિમાનો મુગટ તમે પામશો.
तेन प्रधानपालक उपस्थिते यूयम् अम्लानं गौरवकिरीटं लप्स्यध्वे।
5 ૫ એ જ પ્રમાણે જુવાનો, તમે વડીલોને આધીન થાઓ; અને તમે સઘળા એકબીજાને આધીન થઈને નમ્રતા ધારણ કરો, કેમ કે ઈશ્વર ગર્વિષ્ઠોની વિરુદ્ધ છે, પણ નમ્ર માણસોને કૃપા આપે છે.
हे युवानः, यूयमपि प्राचीनलोकानां वश्या भवत सर्व्वे च सर्व्वेषां वशीभूय नम्रताभरणेन भूषिता भवत, यतः, आत्माभिमानिलोकानां विपक्षो भवतीश्वरः। किन्तु तेनैव नम्रेभ्यः प्रसादाद् दीयते वरः।
6 ૬ એ માટે ઈશ્વરના સમર્થ હાથ નીચે તમે પોતાને નમ્ર કરો તે તમને યોગ્ય સમયે ઉચ્ચસ્થાને બેસાડે.
अतो यूयम् ईश्वरस्य बलवत्करस्याधो नम्रीभूय तिष्ठत तेन स उचितसमये युष्मान् उच्चीकरिष्यति।
7 ૭ તમારી સર્વ ચિંતા તેમના પર નાખો, કેમ કે તે તમારી સંભાળ રાખે છે.
यूयं सर्व्वचिन्तां तस्मिन् निक्षिपत यतः स युष्मान् प्रति चिन्तयति।
8 ૮ સાવચેત થાઓ, જાગતા રહો; કેમ કે તમારો વૈરી શેતાન ગાજનાર સિંહની જેમ કોઈ મળે તેને ગળી જવાને શોધતો ફરે છે.
यूयं प्रबुद्धा जाग्रतश्च तिष्ठत यतो युष्माकं प्रतिवादी यः शयतानः स गर्ज्जनकारी सिंह इव पर्य्यटन् कं ग्रसिष्यामीति मृगयते,
9 ૯ તમે વિશ્વાસમાં દ્રઢ થઈને તેની સામે થાઓ, કેમ કે તમે જાણો છો કે, દુનિયામાંનાં તમારા ભાઈઓ પર એ જ પ્રકારનાં દુઃખો પડે છે.
अतो विश्वासे सुस्थिरास्तिष्ठन्तस्तेन सार्द्धं युध्यत, युष्माकं जगन्निवासिभ्रातृष्वपि तादृशाः क्लेशा वर्त्तन्त इति जानीत।
10 ૧૦ સર્વ કૃપાના ઈશ્વર જેમણે ખ્રિસ્તમાં તમને પોતાના અનંતકાળના મહિમાને સારુ બોલાવ્યા છે, તે પોતે તમે થોડીવાર સહન કરો ત્યાર પછી, તમને પૂર્ણ, સ્થિર તથા બળવાન કરશે. (aiōnios )
क्षणिकदुःखभोगात् परम् अस्मभ्यं ख्रीष्टेन यीशुना स्वकीयानन्तगौरवदानार्थं योऽस्मान् आहूतवान् स सर्व्वानुग्राहीश्वरः स्वयं युष्मान् सिद्धान् स्थिरान् सबलान् निश्चलांश्च करोतु। (aiōnios )
11 ૧૧ તેમને સદાસર્વકાળ સત્તા હોજો, આમીન. (aiōn )
तस्य गौरवं पराक्रमश्चानन्तकालं यावद् भूयात्। आमेन्। (aiōn )
12 ૧૨ સિલ્વાનસ, જેને હું વિશ્વાસુ ભાઈ માનું છું, તેની હસ્તક મેં ટૂંકમાં તમારા ઉપર લખ્યું છે, અને વિનંતી કરીને સાક્ષી આપી છે કે જે કૃપામાં તમે સ્થિર ઊભા રહો છો, તે ઈશ્વરની ખરી કૃપા છે.
यः सिल्वानो (मन्ये) युष्माकं विश्वास्यो भ्राता भवति तद्वाराहं संक्षेपेण लिखित्वा युष्मान् विनीतवान् यूयञ्च यस्मिन् अधितिष्ठथ स एवेश्वरस्य सत्यो ऽनुग्रह इति प्रमाणं दत्तवान्।
13 ૧૩ બાબિલમાંની મંડળી જેને તમારી સાથે પસંદ કરેલી છે તે તથા મારો દીકરો માર્ક તમને સલામ કહે છે.
युष्माभिः सहाभिरुचिता या समिति र्बाबिलि विद्यते सा मम पुत्रो मार्कश्च युष्मान् नमस्कारं वेदयति।
14 ૧૪ તમે પ્રેમના ચુંબનથી એકબીજાને સલામ કરજો. ઈસુ ખ્રિસ્તમાં તમ સર્વને શાંતિ થાઓ. આમીન.
यूयं प्रेमचुम्बनेन परस्परं नमस्कुरुत। यीशुख्रीष्टाश्रितानां युष्माकं सर्व्वेषां शान्ति र्भूयात्। आमेन्।