< પિતરનો પહેલો પત્ર 4 >

1 હવે ખ્રિસ્તે આપણે માટે મનુષ્યદેહમાં દુ: ખ સહ્યું છે, માટે તમે પણ એવું જ મન રાખીને સજ્જ થાઓ; કેમ કે જેણે મનુષ્યદેહમાં દુ: ખ સહ્યું છે તે પાપથી મુક્ત થયો છે,
Busa, maingon nga si Cristo miantus diha sa lawas, sangkapi ninyo ang inyong kaugalingon sa samang tinguha, kay bisan kinsa nga magaantus diha sa lawas nakahunong na sa pagpakasala,
2 કે જેથી તે બાકીનું જીવન માણસોની વિષયવાસનાઓ પ્રમાણે નહિ, પણ ઈશ્વરની ઇચ્છા પ્રમાણે વિતાવે.
aron kamo magkinabuhi sulod sa panahon nga nahibilin pa sa lawas dili na tungod sa pagbuot sa tawhanong mga pangibog kondili tungod sa pagbuot sa Dios.
3 કેમ કે જેમ વિદેશીઓ જેમાં આનંદ માને છે તે પ્રમાણે કરવામાં તમે તમારા જીવનનો ઘણો સમય વિતાવ્યો છે, તે બસ તે છે. તે સમયે તમે વ્યભિચારમાં, વિષયભોગમાં, મદ્યપાનમાં, મોજશોખમાં, તથા તિરસ્કૃત મૂર્તિપૂજામાં મગ્ન હતા.
Kay kadtong panahona nga miagi igo na alang sa pagbuhat sa buot ipabuhat kaninyo sa mga Gentil, sa paggawi sa kaulag, pangibug, huboghubog, hudyaka-bahakhak sa kombirahan, sinumsumay, ug sa gidili nga pagsimbag mga diosdios.
4 એ બાબતોમાં તમે તેઓની સાથે જે દુરાચારના પૂરમાં ધસી પડતા નથી, તેથી તેઓ આશ્ચર્ય પામે છે અને તમારી નિંદા કરે છે.
Sila nanghitingala nga kamo karon dili na man kmakighogoyhogoy uban kanila sa samang pagpatuyang, ug kamo ila nang pagapasipad-an;
5 જીવતાંઓનો તથા મૃત્યુ પામેલાંઓનો ન્યાય કરવાને જે તૈયાર છે તેમને તેઓ હિસાબ આપશે;
apan kini sila magahatag ra unyag husay ngadto kaniya nga andam sa paghukom sa mga buhi ug sa mga patay.
6 કેમ કે મૃત્યુ પામેલાંઓને પણ સુવાર્તા પ્રગટ કરાઈ હતી કે જેથી શરીરમાં તેઓનો ન્યાય થાય, પણ આત્મા વિષે તેઓ ઈશ્વરમાં જીવે.
Kay kini mao ang hinungdan ngano nga ang Maayong Balita giwali hangtud ngadto sa mga patay, aron nga bisan tuod sila nahinukman na diha sa lawas ingon sa mga tawo, sila mabuhi sa espiritu ingon sa Dios.
7 બધી બાબતોનો અંત પાસે આવ્યો છે, માટે તમે સંયમી થાઓ અને સાવચેત રહો જેથી તમે પ્રાર્થના કરી શકો.
Apan ang katapusan sa tanang butang nagkahiduol na; busa magmalinaw kamo sa hunahuna ug batoni ninyo ang maayong panimuot aron kamo manag-ampo.
8 વિશેષે કરીને તમે એકબીજા પર આગ્રહથી પ્રેમ કરો; કેમ કે પ્રેમ ઘણાં પાપને ઢાંકે છે.
Ug labaw sa tanan, batoni nga mainiton sa kanunay ang inyong gugma sa usa ug usa, sanglit ang gugma magatabon man sa kapid-an ka mga sala.
9 કઈ પણ ફરિયાદ વગર તમે એકબીજાનો સત્કાર કરો.
Batasana ninyo ang pag-abiabi sa usag usa sa walay pagbagolbol.
10 ૧૦ દરેકને જે કૃપાદાન મળ્યું છે તે એકબીજાની સેવા કરવામાં ઈશ્વરની અનેક પ્રકારની કૃપાના સારા કારભારીઓ તરીકે વાપરવું.
Sumala sa hiyas nga nadawat sa matag-usa, gamita ninyo kini alang sa usag usa ingon nga mga maayong piniyalan sa nagkalainlaing grasya sa Dios:
11 ૧૧ જો કોઈ ઉપદેશ આપે છે, તો તેણે ઈશ્વરના વચન પ્રમાણે ઉપદેશ આપવો; જો કોઈ સેવા કરે, તો તેણે ઈશ્વરે આપેલા સામર્થ્ય પ્રમાણે સેવા કરવી; કે જેથી સર્વ બાબતોમાં ઈસુ ખ્રિસ્ત ધ્વારા ઈશ્વર મહિમાવાન થાય; તેમને સદાસર્વકાળ મહિમા તથા સત્તા હો! આમીન. (aiōn g165)
ang tawo nga magasulti, kinahanglan magasulti siya ingon sa sinultihan sa pulong sa Dios; ang tawo nga magaalagad, kinahanglan magaalagad siya ingon nga may gahum nga hinatag sa Dios; aron nga sa tanang butang ang Dios pagahimayaon pinaagi kang Jesu-Cristo, kang kinsa ang himaya ug ang panggahum hangtud sa kahangturan. Amen. (aiōn g165)
12 ૧૨ વહાલાઓ, તમારી કસોટી કરવાને માટે તમારા પર જે અગ્નિરૂપી દુઃખ પડે છે, તેમાં તમને કંઈ વિચિત્ર થયું હોય તેમ સમજીને આશ્ચર્ય ન પામો.
Mga hinigugma, ayaw kamo paghikurat sa magasilaob nga kalisdanan nga magaabut sa pagsulay kaninyo, nga kaha pagaingnon ninyo nga usa ka talagsaong butang ang nahitabo kaninyo.
13 ૧૩ પણ ખ્રિસ્તનાં દુઃખોમાં તમે ભાગીદાર થાઓ છો, તેને લીધે આનંદ કરો; કે જેથી તેમનો મહિમા પ્રગટ થાય ત્યારે પણ તમે બહુ ઉલ્લાસથી આનંદ કરો.
Magkalipay hinoon kamo sumala sa inyong pagpakaambit sa mga kasakit ni Cristo, aron kamo magakalipay usab ug magamasadyaon inigpadayag na unya sa iyang himaya.
14 ૧૪ જો ખ્રિસ્તનાં નામને કારણે તમારી નિંદા થતી હોય, તો તમે આશીર્વાદિત છો, કેમ કે મહિમાનો તથા ઈશ્વરનો આત્મા તમારા પર રહે છે.
Kon kamo panamastamasan tungod sa ngalan ni Cristo, bulahan kamo kay ang espiritu sa himaya ug sa Dios anha man kaninyo.
15 ૧૫ પણ ખૂની, ચોર, દુરાચારી અથવા બીજાના કામમાં દખલ કરનાર તરીકે તમારામાંના કોઈને શિક્ષા ન થાય.
Hinoon ayaw tugoti nga aduna kaninyoy paantuson ingon nga mamumuno, o kawatan, o mamumuhat ug dautan, o mahilabtanon sa mga butang sa ubang mga tawo;
16 ૧૬ પણ ખ્રિસ્તી હોવાને કારણે જો કોઈને સહેવું પડે છે, તો તેથી શરમાય નહિ પણ તે નામમાં તે ઈશ્વરનો મહિમા કરે.
apan kon aduna may paantuson tungod sa iyang pagka-Cristohanon, nan, dili niya kini pag-ikaulaw, hinonoa kinahanglan magahimaya siya sa Dios tungod sa maong ngalan.
17 ૧૭ કેમ કે ન્યાયચૂકાદાનો આરંભ ઈશ્વરના પરિવારમાં થવાનો સમય આવ્યો છે અને જો તેનો પ્રારંભ આપણામાં થાય, તો ઈશ્વરની સુવાર્તા જેઓ નથી માનતા તેઓના હાલ કેવાં થશે?
Kay panahon na nga pagasugdan ang pagtuman sa hukom diha sa balay sa Dios; ug kon kini magsugod man kanato, unsa man kahay dangatan sa mga tawo nga wala magtuman sa Maayong Balita sa Dios?
18 ૧૮ ‘જો ન્યાયી માણસનો ઉદ્ધાર મુશ્કેલીથી થાય છે, તો અધર્મી તથા પાપી માણસનું શું થશે?’
Ug Kon ang matarung lisud man ganing maluwas, unsa man kaha unyay dangatan sa mga dili diosnon ug makasasala?"
19 ૧૯ માટે જેઓ ઈશ્વરની ઇચ્છા પ્રમાણે દુઃખ સહન કરે છે તેઓ ભલું કાર્ય કરવાનું ચાલુ રાખતાં પોતાના પ્રાણોને વિશ્વાસુ સૃજનહારને સોંપે.
Busa sila nga nagaantus sumala sa pagbuot sa Dios kinahanglan magabuhat ug maayo, ug magapiyal sa ilang mga kalag ngadto sa usa ka magbubuhat nga kasaligan.

< પિતરનો પહેલો પત્ર 4 >