< પિતરનો પહેલો પત્ર 3 >
1 ૧ તે જ પ્રમાણે, પત્નીઓ, તમે તમારા પતિઓને આધીન રહો, એ માટે કે જો કોઈ પતિ વચન માનનાર ન હોય તો તે પોતાની પત્નીના આચરણથી,
ହେ ଯୋଷିତଃ, ଯୂଯମପି ନିଜସ୍ୱାମିନାଂ ୱଶ୍ୟା ଭୱତ ତଥା ସତି ଯଦି କେଚିଦ୍ ୱାକ୍ୟେ ୱିଶ୍ୱାସିନୋ ନ ସନ୍ତି ତର୍ହି
2 ૨ એટલે તમારાં ઈશ્વર પ્રત્યે મર્યાદાયુક્ત શુદ્ધ વર્તન દ્વારા વચન વગર મેળવી લેવાય.
ତେ ୱିନାୱାକ୍ୟଂ ଯୋଷିତାମ୍ ଆଚାରେଣାର୍ଥତସ୍ତେଷାଂ ପ୍ରତ୍ୟକ୍ଷେଣ ଯୁଷ୍ମାକଂ ସଭଯସତୀତ୍ୱାଚାରେଣାକ୍ରଷ୍ଟୁଂ ଶକ୍ଷ୍ୟନ୍ତେ|
3 ૩ તમારો શણગાર બાહ્ય, એટલે ગૂંથેલા વાળનો, સોનાનાં ઘરેણાંનો અથવા સારાં વસ્ત્ર પહેરવાનો ન હોય;
ଅପରଂ କେଶରଚନଯା ସ୍ୱର୍ଣାଲଙ୍କାରଧାରଣୋନ ପରିଚ୍ଛଦପରିଧାନେନ ୱା ଯୁଷ୍ମାକଂ ୱାହ୍ୟଭୂଷା ନ ଭୱତୁ,
4 ૪ પણ અંતઃકરણમાં રહેલા ગુપ્ત મનુષ્યત્વનો, એટલે નમ્ર તથા શાંત આત્માનો, જે ઈશ્વરની નજરમાં ઘણો મૂલ્યવાન છે, તેના અવિનાશી આભૂષણોનો હોય.
କିନ୍ତ୍ୱୀଶ୍ୱରସ୍ୟ ସାକ୍ଷାଦ୍ ବହୁମୂଲ୍ୟକ୍ଷମାଶାନ୍ତିଭାୱାକ୍ଷଯରତ୍ନେନ ଯୁକ୍ତୋ ଗୁପ୍ତ ଆନ୍ତରିକମାନୱ ଏୱ|
5 ૫ કેમ કે પ્રાચીન સમયમાં જે પવિત્ર સ્ત્રીઓ ઈશ્વર પર ભરોસો રાખતી હતી, તેઓ પોતપોતાનાં પતિને આધીન રહીને, તે જ પ્રમાણે પોતાને શણગારતી હતી.
ଯତଃ ପୂର୍ୱ୍ୱକାଲେ ଯାଃ ପୱିତ୍ରସ୍ତ୍ରିଯ ଈଶ୍ୱରେ ପ୍ରତ୍ୟାଶାମକୁର୍ୱ୍ୱନ୍ ତା ଅପି ତାଦୃଶୀମେୱ ଭୂଷାଂ ଧାରଯନ୍ତ୍ୟୋ ନିଜସ୍ୱାମିନାଂ ୱଶ୍ୟା ଅଭୱନ୍|
6 ૬ જેમ સારા ઇબ્રાહિમને સ્વામી કહીને તેને આધીન રહેતી તેમ; જો તમે સારું કરો છો અને ભયભીત ન બનો, તો તમે તેની દીકરીઓ છો.
ତଥୈୱ ସାରା ଇବ୍ରାହୀମୋ ୱଶ୍ୟା ସତୀ ତଂ ପତିମାଖ୍ୟାତୱତୀ ଯୂଯଞ୍ଚ ଯଦି ସଦାଚାରିଣ୍ୟୋ ଭୱଥ ୱ୍ୟାକୁଲତଯା ଚ ଭୀତା ନ ଭୱଥ ତର୍ହି ତସ୍ୟାଃ କନ୍ୟା ଆଧ୍ୱେ|
7 ૭ તે જ પ્રમાણે પતિઓ, સ્ત્રી નબળી વ્યક્તિ છે તેમ જાણીને તેની સાથે સમજણપૂર્વક રહો, તમે તેની સાથે જીવનની કૃપાના સહવારસ છો એમ સમજીને, તેને માન આપો, કે જેથી તમારી પ્રાર્થનાઓમાં કંઈ અવરોધ આવે નહિ.
ହେ ପୁରୁଷାଃ, ଯୂଯଂ ଜ୍ଞାନତୋ ଦୁର୍ବ୍ବଲତରଭାଜନୈରିୱ ଯୋଷିଦ୍ଭିଃ ସହୱାସଂ କୁରୁତ, ଏକସ୍ୟ ଜୀୱନୱରସ୍ୟ ସହଭାଗିନୀଭ୍ୟତାଭ୍ୟଃ ସମାଦରଂ ୱିତରତ ଚ ନ ଚେଦ୍ ଯୁଷ୍ମାକଂ ପ୍ରାର୍ଥନାନାଂ ବାଧା ଜନିଷ୍ୟତେ|
8 ૮ આખરે, તમે સર્વ એક મનના, એકબીજાના સુખ દુઃખમાં સહભાગી, ભાઈઓ પર પ્રેમ રાખનારા, કરુણા કરનાર તથા નમ્ર થાઓ.
ୱିଶେଷତୋ ଯୂଯଂ ସର୍ୱ୍ୱ ଏକମନସଃ ପରଦୁଃଖୈ ର୍ଦୁଃଖିତା ଭ୍ରାତୃପ୍ରମିଣଃ କୃପାୱନ୍ତଃ ପ୍ରୀତିଭାୱାଶ୍ଚ ଭୱତ|
9 ૯ દુષ્ટતાનો બદલો વાળવા દુષ્ટતા ન કરો અને નિંદાનો બદલો વાળવા નિંદા ન કરો, પણ તેથી ઊલટું આશીર્વાદ આપો; કેમ કે તેને સારુ તમને તેડવામાં આવ્યા છે કે જેથી તમે આશીર્વાદના વારસ થાઓ.
ଅନିଷ୍ଟସ୍ୟ ପରିଶୋଧେନାନିଷ୍ଟଂ ନିନ୍ଦାଯା ୱା ପରିଶୋଧେନ ନିନ୍ଦାଂ ନ କୁର୍ୱ୍ୱନ୍ତ ଆଶିଷଂ ଦତ୍ତ ଯତୋ ଯୂଯମ୍ ଆଶିରଧିକାରିଣୋ ଭୱିତୁମାହୂତା ଇତି ଜାନୀଥ|
10 ૧૦ કેમ કે, ‘જે માણસ જીવનને પ્રેમ કરવા ઇચ્છે છે અને સારા દિવસો જોવા ઇચ્છે છે, તેણે પોતાની જીભને દુષ્ટતાથી અને પોતાના હોઠોને કપટી વાતો બોલવાથી અટકાવવા;
ଅପରଞ୍ଚ, ଜୀୱନେ ପ୍ରୀଯମାଣୋ ଯଃ ସୁଦିନାନି ଦିଦୃକ୍ଷତେ| ପାପାତ୍ ଜିହ୍ୱାଂ ମୃଷାୱାକ୍ୟାତ୍ ସ୍ୱାଧରୌ ସ ନିୱର୍ତ୍ତଯେତ୍|
11 ૧૧ તેણે દુષ્ટતાથી દૂર રહેવું, ભલું કરવું; શાંતિ શોધવી અને તેમાં પ્રવૃત્ત રહેવું.
ସ ତ୍ୟଜେଦ୍ ଦୁଷ୍ଟତାମାର୍ଗଂ ସତ୍କ୍ରିଯାଞ୍ଚ ସମାଚରେତ୍| ମୃଗଯାଣଶ୍ଚ ଶାନ୍ତିଂ ସ ନିତ୍ୟମେୱାନୁଧାୱତୁ|
12 ૧૨ કેમ કે ન્યાયીઓ પર પ્રભુની નજર છે; અને તેઓની પ્રાર્થના પ્રત્યે તેમના કાન ખુલ્લાં છે; પણ પ્રભુ દુષ્ટતા કરનારાઓની વિરુદ્ધ છે.
ଲୋଚନେ ପରମେଶସ୍ୟୋନ୍ମୀଲିତେ ଧାର୍ମ୍ମିକାନ୍ ପ୍ରତି| ପ୍ରାର୍ଥନାଯାଃ କୃତେ ତେଷାଃ ତଚ୍ଛ୍ରୋତ୍ରେ ସୁଗମେ ସଦା| କ୍ରୋଧାସ୍ୟଞ୍ଚ ପରେଶସ୍ୟ କଦାଚାରିଷୁ ୱର୍ତ୍ତତେ|
13 ૧૩ જે સારું છે તેને જો તમે અનુસરનારા થયા, તો તમારું નુકસાન કરનાર કોણ છે?
ଅପରଂ ଯଦି ଯୂଯମ୍ ଉତ୍ତମସ୍ୟାନୁଗାମିନୋ ଭୱଥ ତର୍ହି କୋ ଯୁଷ୍ମାନ୍ ହିଂସିଷ୍ୟତେ?
14 ૧૪ પરંતુ જો તમે ન્યાયીપણાને માટે સહન કરો છો, તો તમે આશીર્વાદિત છો; તેઓની ધમકીથી ડરો નહિ’ અને ગભરાઓ પણ નહિ.
ଯଦି ଚ ଧର୍ମ୍ମାର୍ଥଂ କ୍ଲିଶ୍ୟଧ୍ୱଂ ତର୍ହି ଧନ୍ୟା ଭୱିଷ୍ୟଥ| ତେଷାମ୍ ଆଶଙ୍କଯା ଯୂଯଂ ନ ବିଭୀତ ନ ୱିଙ୍କ୍ତ ୱା|
15 ૧૫ પણ ખ્રિસ્તને પ્રભુ તરીકે તમારાં અંતઃકરણમાં પવિત્ર માનો; અને તમારી જે આશા છે તે વિષે જો કોઈ પૂછે તો તેને નમ્રતા તથા માન સાથે પ્રત્યુત્તર આપવાને સદા તૈયાર રહો.
ମନୋଭିଃ କିନ୍ତୁ ମନ୍ୟଧ୍ୱଂ ପୱିତ୍ରଂ ପ୍ରଭୁମୀଶ୍ୱରଂ| ଅପରଞ୍ଚ ଯୁଷ୍ମାକମ୍ ଆନ୍ତରିକପ୍ରତ୍ୟାଶାଯାସ୍ତତ୍ତ୍ୱଂ ଯଃ କଶ୍ଚିତ୍ ପୃଚ୍ଛତି ତସ୍ମୈ ଶାନ୍ତିଭୀତିଭ୍ୟାମ୍ ଉତ୍ତରଂ ଦାତୁଂ ସଦା ସୁସଜ୍ଜା ଭୱତ|
16 ૧૬ શુદ્ધ અંતઃકરણ રાખો કે જેથી, જે બાબત વિષે તમારું ખરાબ બોલાય છે તે વિષે જેઓ ખ્રિસ્તમાંના તમારા સારા વર્તનની નિંદા કરે છે તેઓ શરમાઈ જાય.
ଯେ ଚ ଖ୍ରୀଷ୍ଟଧର୍ମ୍ମେ ଯୁଷ୍ମାକଂ ସଦାଚାରଂ ଦୂଷଯନ୍ତି ତେ ଦୁଷ୍କର୍ମ୍ମକାରିଣାମିୱ ଯୁଷ୍ମାକମ୍ ଅପୱାଦେନ ଯତ୍ ଲଜ୍ଜିତା ଭୱେଯୁସ୍ତଦର୍ଥଂ ଯୁଷ୍ମାକମ୍ ଉତ୍ତମଃ ସଂୱେଦୋ ଭୱତୁ|
17 ૧૭ કેમ કે જો ઈશ્વરની ઇચ્છા એવી હોય, તો દુષ્ટતા કરવાને લીધે સહેવું તે કરતાં ભલું કરવાને લીધે સહેવું તે વધારે સારું છે.
ଈଶ୍ୱରସ୍ୟାଭିମତାଦ୍ ଯଦି ଯୁଷ୍ମାଭିଃ କ୍ଲେଶଃ ସୋଢୱ୍ୟସ୍ତର୍ହି ସଦାଚାରିଭିଃ କ୍ଲେଶସହନଂ ୱରଂ ନ ଚ କଦାଚାରିଭିଃ|
18 ૧૮ કેમ કે ખ્રિસ્તે પણ એક વાર પાપોને સારુ, એટલે ન્યાયીએ અન્યાયીઓને બદલે સહ્યું કે, જેથી તેઓ આપણને ઈશ્વર પાસે લાવે; તેમને દેહમાં મારી નંખાયા, પણ આત્મામાં સજીવન કરવામાં આવ્યા.
ଯସ୍ମାଦ୍ ଈଶ୍ୱରସ୍ୟ ସନ୍ନିଧିମ୍ ଅସ୍ମାନ୍ ଆନେତୁମ୍ ଅଧାର୍ମ୍ମିକାଣାଂ ୱିନିମଯେନ ଧାର୍ମ୍ମିକଃ ଖ୍ରୀଷ୍ଟୋ ଽପ୍ୟେକକୃତ୍ୱଃ ପାପାନାଂ ଦଣ୍ଡଂ ଭୁକ୍ତୱାନ୍, ସ ଚ ଶରୀରସମ୍ବନ୍ଧେ ମାରିତଃ କିନ୍ତ୍ୱାତ୍ମନଃ ସମ୍ବନ୍ଧେ ପୁନ ର୍ଜୀୱିତୋ ଽଭୱତ୍|
19 ૧૯ તે આત્મામાં પણ તેમણે જઈને બંદીખાનામાં પડેલા આત્માઓને ઉપદેશ કર્યો.
ତତ୍ସମ୍ବନ୍ଧେ ଚ ସ ଯାତ୍ରାଂ ୱିଧାଯ କାରାବଦ୍ଧାନାମ୍ ଆତ୍ମନାଂ ସମୀପେ ୱାକ୍ୟଂ ଘୋଷିତୱାନ୍|
20 ૨૦ આ આત્માઓ, નૂહના સમયમાં અનાજ્ઞાંકિત હતા, જયારે વહાણ તૈયાર થતું હતું અને ઈશ્વર સહન કરીને ધીરજ રાખતા હતા, અને જયારે વહાણમાં થોડા લોકો, એટલે આઠ મનુષ્યો પાણીથી બચી ગયા.
ପୁରା ନୋହସ୍ୟ ସମଯେ ଯାୱତ୍ ପୋତୋ ନିରମୀଯତ ତାୱଦ୍ ଈଶ୍ୱରସ୍ୟ ଦୀର୍ଘସହିଷ୍ଣୁତା ଯଦା ୱ୍ୟଲମ୍ବତ ତଦା ତେଽନାଜ୍ଞାଗ୍ରାହିଣୋଽଭୱନ୍| ତେନ ପୋତୋନାଲ୍ପେଽର୍ଥାଦ୍ ଅଷ୍ଟାୱେୱ ପ୍ରାଣିନସ୍ତୋଯମ୍ ଉତ୍ତୀର୍ଣାଃ|
21 ૨૧ તે દ્રષ્ટાંત પ્રમાણે બાપ્તિસ્માનાં પાણીથી શરીરનો મેલ દૂર કરવાથી નહિ, પણ ઈસુ ખ્રિસ્તનાં પુનરુત્થાન દ્વારા ઈશ્વર પાસે શુદ્ધ અંતઃકરણની માગણીથી હમણાં તમને બચાવે છે.
ତନ୍ନିଦର୍ଶନଞ୍ଚାୱଗାହନଂ (ଅର୍ଥତଃ ଶାରୀରିକମଲିନତାଯା ଯସ୍ତ୍ୟାଗଃ ସ ନହି କିନ୍ତ୍ୱୀଶ୍ୱରାଯୋତ୍ତମସଂୱେଦସ୍ୟ ଯା ପ୍ରତଜ୍ଞା ସୈୱ) ଯୀଶୁଖ୍ରୀଷ୍ଟସ୍ୟ ପୁନରୁତ୍ଥାନେନେଦାନୀମ୍ ଅସ୍ମାନ୍ ଉତ୍ତାରଯତି,
22 ૨૨ ઈસુ તો સ્વર્ગદૂતો, અધિકારીઓ તથા પરાક્રમીઓને પોતાને આધીન કરીને સ્વર્ગમાં ગયા અને ઈશ્વરને જમણે હાથે બિરાજમાન છે.
ଯତଃ ସ ସ୍ୱର୍ଗଂ ଗତ୍ୱେଶ୍ୱରସ୍ୟ ଦକ୍ଷିଣେ ୱିଦ୍ୟତେ ସ୍ୱର୍ଗୀଯଦୂତାଃ ଶାସକା ବଲାନି ଚ ତସ୍ୟ ୱଶୀଭୂତା ଅଭୱନ୍|