< પિતરનો પહેલો પત્ર 1 >
1 ૧ ઈસુ ખ્રિસ્તનો પ્રેરિત પિતર લખે છે કે, વેરવિખેર થઈને પોન્તસ, ગલાતિયા, કપાદોકિયા, આસિયા, અને બિથુનિયામાં પરદેશી તરીકે ઈશ્વરથી પસંદ કરેલાઓ;
This letter comes from Peter, apostle of Jesus Christ, and is sent to God's chosen people: exiles scattered throughout the provinces of Pontus, Galatia, Cappadocia, Asia, and Bithynia.
2 ૨ જેઓને ઈશ્વરપિતાના પૂર્વજ્ઞાન પ્રમાણે આત્માનાં પવિત્રીકરણથી આજ્ઞાકારી થવા અને ઈસુ ખ્રિસ્તનાં રક્તથી છંટકાવ પામવા સારુ પસંદ કરેલા છે, તેવા તમ સર્વ પર પુષ્કળ કૃપા તથા શાંતિ હો.
You were chosen by God the Father in his wisdom, made holy by the Spirit, so that you might obey Jesus Christ and be sprinkled with his blood. May you have grace and peace more and more!
3 ૩ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનાં ઈશ્વર તથા પિતાની સ્તુતિ થાઓ; તેમણે પોતાની પુષ્કળ દયા પ્રમાણે મૂએલામાંથી ઈસુ ખ્રિસ્તનાં પુનરુત્થાન દ્વારા આપણને જીવંત આશાને સારુ,
Praise God, the Father of our Lord Jesus Christ! Through his great mercy we have been born again and given a living hope through the resurrection of Jesus Christ from the dead.
4 ૪ અવિનાશી, નિર્મળ તથા જર્જરિત ન થનારા વારસાને માટે આપણને નવો જન્મ આપ્યો છે, તે વારસો તમારે માટે સ્વર્ગમાં રાખી મૂકેલો છે.
This inheritance is eternal, it never spoils or fades, and it is kept safe in heaven for you.
5 ૫ છેલ્લાં સમયમાં જે ઉદ્ધાર પ્રગટ થવાની તૈયારીમાં છે, તેને માટે ઈશ્વરના સામર્થ્ય વડે વિશ્વાસથી તમને સંભાળવામાં આવે છે.
Through your trust in him, God will protect you by his power until salvation arrives—the salvation that is ready to be revealed at the last day.
6 ૬ એમાં તમે બહુ આનંદ કરો છો, જોકે હમણાં થોડા સમય માટે વિવિધ પ્રકારનાં પરીક્ષણ થયાથી તમે દુઃખી છો.
So be glad about this, even though you may be sad for a short while as you endure various trials.
7 ૭ એ માટે કે તમારા વિશ્વાસની પરીક્ષા જે અગ્નિથી પરખાયેલા નાશવંત સોના કરતાં વધુ મૂલ્યવાન છે, તે ઈસુ ખ્રિસ્તનાં પ્રગટ થવાની ઘડીએ સ્તુતિ, માન તથા મહિમા યોગ્ય થાય.
These prove that your trust in God is genuine, just as fire is used to prove if gold is genuine—even though that too can be destroyed—and your faith is more valuable than gold! In this way your trust in God will be recognized and you will receive praise, glory, and honor when Jesus Christ appears.
8 ૮ તેમને ન જોયા છતાં પણ તમે તેમના પર પ્રેમ રાખો છો, જોકે અત્યારે તમે તેમને જોતાં નથી, તોપણ તેમના પર વિશ્વાસ રાખો છો અને તમે તેમનાંમાં અવર્ણનીય તથા મહિમા ભરેલા આનંદથી હરખાઓ છો.
You love him even though you have never seen him. Though you cannot see him now, you trust in him and you're filled with wonderful, indescribable happiness.
9 ૯ તમે પોતાના વિશ્વાસનું ફળ, એટલે આત્માઓનો ઉદ્ધાર પામો છો.
Your reward for trusting in him is that you will be saved!
10 ૧૦ જે પ્રબોધકોએ તમારા પરની કૃપા વિષે ભવિષ્યકથન કર્યું તેઓએ તે ઉદ્ધાર વિષે તપાસીને ખંતથી શોધ કરી.
It was this salvation that the prophets searched for and investigated when they spoke of the grace that was prepared for you.
11 ૧૧ ખ્રિસ્તનો આત્મા જે તેઓમાં હતો તેણે ખ્રિસ્તનાં દુઃખ તથા તે પછીના મહિમા વિષે સાક્ષી આપી, ત્યારે તેણે કયો અથવા કેવો સમય બતાવ્યો તેનું સંશોધન તેઓ કરતા હતા.
They tried to find out when and how this would take place, for the Spirit of Christ inside them spoke clearly about Christ's sufferings and glory to come.
12 ૧૨ જે પ્રગટ કરાયું હતું તેનાથી તેઓએ પોતાની નહિ, પણ તમારી સેવા કરી. સ્વર્ગમાંથી મોકલાયેલા પવિત્ર આત્માની સહાયથી જેઓએ તમને સુવાર્તા પ્રગટ કરી તેઓ દ્વારા તે વાતો તમને હમણાં જણાવવાંમાં આવી; જે વાતોને જોવાની ઉત્કંઠા સ્વર્ગદૂતો પણ ધરાવે છે.
It was explained to them that they were not doing this for themselves, but for you—since what they spoke about you've now learned from those who shared the good news with you by the Holy Spirit that heaven sent. Even the angels are eager to find out about all this!
13 ૧૩ એ માટે તમે પોતાના મનને નિયંત્રણમાં રાખો અને જે કૃપા ઈસુ ખ્રિસ્તનાં પ્રગટ થવાની ઘડીએ તમારા પર થશે તેની સંપૂર્ણ આશા રાખો.
Make sure your minds are in gear. Be clear-headed. Fix your hope exclusively on the grace you'll be given when Jesus is revealed.
14 ૧૪ તમે આજ્ઞાકારી સંતાનો જેવા થાઓ, અને પોતાની અગાઉની અજ્ઞાન અવસ્થાની દુષ્ટ ઇચ્છાઓ પ્રમાણે ન ચાલો.
Live like children that do what they're told. Don't allow yourselves to be shaped by your former sinful desires when you didn't know any better.
15 ૧૫ પણ જેમણે તમને તેડ્યાં છે, તે જેવા પવિત્ર છે તેમના જેવા તમે પણ સર્વ વ્યવહારમાં પવિત્ર થાઓ.
Now you need to be holy in everything you do, just as the one who called you is holy.
16 ૧૬ કેમ કે એમ લખ્યું છે કે, “હું પવિત્ર છું, માટે તમે પવિત્ર થાઓ.”
As Scripture says, “You are to be holy, for I am holy.”
17 ૧૭ અને જે પક્ષપાત વગર દરેકનાં કામ પ્રમાણે ન્યાય કરે છે, તેમને જો તમે પિતા કહીને વિનંતી કરો છો, તો તમારા અહીંના પ્રવાસનો સમય બીકમાં વિતાવો.
Since you call him Father, and recognize he judges everyone impartially based on what they do, take your time here on earth seriously, respecting him.
18 ૧૮ કેમ કે તમે એ જાણો છો કે તમારા પિતૃઓથી ચાલ્યા આવતાં વ્યર્થ આચરણથી તમે નાશવંત વસ્તુઓ, એટલે રૂપા અથવા સોના વડે નહિ,
You already know that you were not set free from your pointless way of living that you inherited from your forefathers by things that don't have lasting value, like silver or gold.
19 ૧૯ પણ ખ્રિસ્ત જે નિષ્કલંક તથા નિર્દોષ હલવાન છે તેમના મૂલ્યવાન રક્તથી તમે ખરીદી લેવાયેલા છો.
You were set free by the costly blood of Christ, who was like a lamb with no flaw or defect.
20 ૨૦ તેઓ તો સૃષ્ટિના પ્રારંભ પૂર્વે નિયુક્ત કરાયેલા હતા ખરા, પણ તમારે માટે આ છેલ્લાં સમયમાં પ્રગટ થયા.
He was chosen before the world was created, but he was revealed in these last days for your benefit.
21 ૨૧ તેમને મારફતે તમે ઈશ્વર પર વિશ્વાસ રાખો છો, જેમણે તેમને મરણમાંથી ઉઠાડયા અને મહિમા આપ્યો, એ માટે કે તમારો વિશ્વાસ તથા આશા ઈશ્વર પર રહે.
Through him you trust in God who raised him from the dead, and glorified him, so that you could have confidence and hope in God.
22 ૨૨ તમે સત્યને આધીન રહીને ભાઈ પરના નિષ્કપટ પ્રેમને માટે તમારાં મનને પવિત્ર કર્યા છે, માટે શુદ્ધ હૃદયથી એકબીજા પર આગ્રહથી પ્રેમ કરો.
Now that you've dedicated yourselves by following the truth, love each other sincerely like a true family.
23 ૨૩ કેમ કે તમને વિનાશી બીજથી નહિ, પણ અવિનાશી બીજથી, ઈશ્વરના જીવંત તથા સદા ટકનાર વચન વડે નવો જન્મ આપવામાં આવ્યો છે. (aiōn )
You've been born again, not the product of a mortal “seed,” but immortal, through the living, eternal word of God. (aiōn )
24 ૨૪ કેમ કે, ‘સર્વ લોકો ઘાસનાં જેવા છે અને મનુષ્યનો બધો વૈભવ ઘાસનાં ફૂલ જેવો છે. ઘાસ સુકાઈ જાય છે અને તેનું ફૂલ ખરી પડે છે,
For: “All people are like grass, and all their glory like wildflowers. The grass withers and the flowers fall.
25 ૨૫ પણ પ્રભુનું વચન સદા રહે છે.’ જે સુવાર્તાનું વચન તમને પ્રગટ કરાયું તે એ જ છે. (aiōn )
But the word of the Lord remains forever.” This word is the good news that was explained to you. (aiōn )