< 1 રાજઓ 9 >
1 ૧ સુલેમાન જયારે ઈશ્વરનું ભક્તિસ્થાન અને રાજમહેલ તથા અન્ય જે જે બાંધવાની તેની ઇચ્છા હતી તે બધું પૂરું કરી રહ્યો,
၁ရှောလမုန်သည် ဗိမာန်တော်နှင့် နန်းတော်ကို လက်စသတ်၍၊ မိမိအလိုဆန္ဒရှိသမျှ ပြည့်စုံသောအခါ၊
2 ૨ ત્યારે એમ થયું કે ઈશ્વરે સુલેમાનને અગાઉ જેમ ગિબ્યોનમાં દર્શન દીધું હતું, તેમ બીજી વાર દર્શન આપ્યું.
၂ထာဝရဘုရားသည် ဂိဗောင်မြို့၌ ထင်ရှားတော် မူသကဲ့သို့၊ ဒုတိယအကြိမ်၌ ထင်ရှားတော်မူလျက်၊
3 ૩ ઈશ્વરે તેને કહ્યું, “મારી આગળ કરેલી તારી પ્રાર્થના અને અરજ મેં સાંભળી છે, મારું નામ તેમાં રાખવા સારું તેં બંધાવેલા આ સભાસ્થાનને હું પવિત્ર કરું છું. મારું હૃદય અને મારી દ્રષ્ટિ નિરંતર ત્યાં રહેશે.
၃သင်သည် ငါ့ရှေ့မှာဆုတောင်းပဌနာပြုသော စကားကို ငါကြားပြီ။ သင်တည်ဆောက်သော ဤအိမ်ကို သန့်ရှင်းစေ၍၊ ငါ့နာမကို အစဉ်တည်စေ မည်။ အစဉ်ငါကြည့်ရှုလျက် နှလုံးစွဲလမ်းလျက် နေမည်။
4 ૪ જો તું તારા પિતા દાઉદની જેમ તારું કામ નીતિમત્તાથી કરીશ અને પ્રામાણિકતાથી વર્તીશ અને મારા વિધિઓ, આજ્ઞાઓ તથા નિયમોને અનુસરીશ તો,
၄သင်သည် ငါမှာထားသမျှကိုပြု၍၊ ငါစီရင်ထုံးဖွဲ့ချက်တို့ကို စောင့်ရှောက်ခြင်းငှါ၊ သင့်အဘဒါဝိဒ်ကဲ့သို့ ဖြောင့်မတ်စုံလင်သော စိတ်သဘောနှင့် ငါ့ရှေ့မှာ ကျင့်နေလျှင်၊
5 ૫ જેમ મેં તારા પિતા દાઉદને જે વચન આપ્યું હતું કે ઇઝરાયલના રાજયાસન પર વારસની ખોટ પડશે નહિ તેમ હું તારા રાજયનું સિંહાસન ઇઝરાયલ પર કાયમ રાખીશ.
၅ဣသရေလနိုင်ငံ၏ ရာဇပလ္လင်ပေါ်မှာ ထိုင်ရသော သင်၏အမျိုးမင်းရိုးမပြတ်ရဟု သင့်အဘဒါဝိဒ် အား ငါဂတိရှိသည်အတိုင်း၊ သင်ထိုင်ရသော ဣသရေလ နိုင်ငံ၏ရာဇပလ္လင်ကို အစဉ်ငါတည်စေမည်။
6 ૬ “પણ તમે કે તમારા વંશજો મારાથી વિમુખ થઈ જશો અને તમારી સમક્ષ મૂકેલા મારા વિધિઓ અને આજ્ઞાઓનું પાલન નહિ કરો અને જો તમે અન્ય દેવોની પૂજા કરશો અને તેઓને દંડવત કરશો,
၆သို့မဟုတ်သင်နှင့် သင်၏သားမြေးတို့သည် ငါ့နောက်သို့မလိုက်၊ လမ်းလွှဲလျက် ငါမှာထားသော စီရင် ထုံးဖွဲ့ချက်တို့ကို မစောင့်၊ အခြားတပါးသော ဘုရားထံသို့ သွား၍ ဝတ်ပြုကိုးကွယ်လျှင်၊
7 ૭ તો ઇઝરાયલને જે દેશ મેં આપ્યો છે તેમાંથી તેમને કાઢી મૂકીશ; અને આ ભક્તિસ્થાન કે જેને મેં મારા નામ અર્થે પવિત્ર કર્યું છે તેને હું મારી દ્રષ્ટિથી દૂર કરીશ. અને સર્વ લોકો મધ્યે ઇઝરાયલ મજાકરૂપ અને કહેવતરૂપ થશે.
၇ဣသရေလအမျိုးကို ငါပေးသောပြည်မှ ငါပယ်ဖြတ်မည်။ ငါ့နာမဘို့ ငါသန့်ရှင်းစေသော ဤအိမ်တော်ကို ငါ့မျက်မှောက်မှ ပယ်ရှားမည်။ ဣသရေလအမျိုးသည် လည်း တပါးအမျိုးသားတို့တွင် ပုံခိုင်းရာ ကဲ့ရဲ့ရာဖြစ်ရ လိမ့်မည်။
8 ૮ અને જો કે આ ભક્તિસ્થાન ઊંચું છે તો પણ જતા આવતા સૌ કોઈ તેને જોઈને આશ્ચર્ય પામીને ઉપહાસ કરશે, ‘ઈશ્વરે આ દેશના અને આ ભક્તિસ્થાનના આવા હાલ શા માટે કર્યા?’
၈အရပ်မြင့်သော ဤအိမ်တော်ကိုလည်း လမ်း၌ ရှောက်သွားသော သူအပေါင်းတို့သည် အံ့ဩ၍၊ ထာဝရ ဘုရားသည် ဤပြည်နှင့်ဤအိမ်ကို အဘယ်ကြောင့် ဤသို့ပြုတော်မူသနည်းဟု ကဲ့ရဲ့သံကိုပြုလျက် တယောက် မေးမြန်းသော်၊
9 ૯ અને બીજા તેમને પ્રત્યુત્તર આપશે, ‘તેઓના પિતૃઓને મિસરમાંથી બહાર લાવનાર ઈશ્વરને તેઓએ ત્યજી દીધા. અને બીજા દેવોનો સ્વીકાર કરીને તેમની પૂજા કરી. એ જ કારણથી ઈશ્વરે આ બધી વિપત્તિ તેઓના પર મોકલી છે.’”
၉တယောက်က၊ သူတို့၏ ဘိုးဘေးများကို အဲဂုတ္တုပြည်မှ နှုတ်ဆောင်သော သူတို့၏ ဘုရားသခင် ထာဝရ ဘုရားကို သူတို့သည်စွန့်၍ အခြားတပါးသောဘုရားကို မှီဝဲလျက် ဝတ်ပြုကိုးကွယ်ကြသောကြောင့်၊ ထာဝရဘုရား သည် ဤအမှုအလုံးစုံကို ရောက်စေတော်မူကြောင်းကို ပြန်ပြောလိမ့်မည်ဟု မိန့်တော်မူ၏။
10 ૧૦ સુલેમાનને યહોવાહનું ભક્તિસ્થાન અને મહેલ બાંધતા વીસ વર્ષ લાગ્યાં હતાં.
၁၀ရှောလမုန်သည် ဗိမာန်တော်နှင့် နန်းတော်တည်းဟူသော အိမ်တော်နှစ်ဆောင်ကို တည်ဆောက်၍ အနှစ်နှစ်ဆယ်စေ့သောအခါ၊
11 ૧૧ તૂરના રાજા હીરામે સુલેમાનને દેવદારનાં લાકડાં, એરેજવૃક્ષનાં લાકડાં, સોનું અને બીજું જે કંઈ જોઈતું હોય તે આપ્યું, તેથી રાજા સુલેમાને હીરામને ગાલીલ પ્રદેશમાંના વીસ ગામો આપ્યાં.
၁၁တုရုမင်းကြီးဟိရံသည် ရှောလမုန်လိုချင်သမျှအတိုင်း အာရဇ်သစ်သား၊ ထင်းရူးသစ်သားနှင့် ရွှေ အခွက်တရာနှစ်ဆယ်ကို ပေးနှင့်သည် ဖြစ်၍၊ ရှောလမုန်မင်းကြီးသည် ဂါလိလဲပြည်၌ မြို့နှစ်ဆယ်ကို ဟိရံမင်းကြီး အားပေး၏။
12 ૧૨ સુલેમાને આપેલાં ગામો જોવા માટે હીરામ તૂરથી ત્યાં આવ્યો પણ એ ગામો તેને ગમ્યાં નહિ.
၁၂ရှောလမုန်ပေးသော မြို့တို့ကို ဟိရံသည် တုရုမြို့ မှလာ၍ ကြည့်ရှုသောအခါ အားမရ။
13 ૧૩ તેથી હીરામે કહ્યું, “મારા ભાઈ, તમે મને આ તે કેવાં ગામો આપ્યાં છે?” અને તેથી તેણે એ પ્રદેશ નું નામ કાબૂલ રાખ્યું, તે પ્રદેશ આજે પણ તે જ નામે ઓળખાય છે.
၁၃ငါ့ညီ၊ ငါ့အားပေးသော မြို့တို့သည် အဘယ်သို့သောမြို့နည်းဟု ဆိုလျက်၊
14 ૧૪ હીરામે સુલેમાન રાજાને તે ઉપરાંત એકસો વીસ તાલંત સોનું ભક્તિસ્થાનના બાંધકામ માટે મોકલી આપ્યું હતું.
၁၄ထိုအရပ်ကို တာဗုလဟူ၍ ယနေ့တိုင်အောင် သမုတ်သတည်း။
15 ૧૫ સુલેમાને ઈશ્વરનું ભક્તિસ્થાન, પોતાનો મહેલ, મિલ્લોનો કિલ્લો, યરુશાલેમનો કોટ, હાસોર, મગિદ્દો તથા ગેઝેર બાંધવા માટે જે ભારે મજૂરી કરનારા મજૂરોને ભેગા કર્યા તેની વિગત આ પ્રમાણે હતી.
၁၅ရှောလမုန်မင်းကြီးသည် ငွေခွဲရသောအကြောင်းဟူမူကား၊ ဗိမာန်တော်၊ နန်းတော်၊ မိလ္လောမြို့၊ ယေရုရှလင်မြို့ရိုး၊ ဟာဇော်မြို့၊ မေဂိဒ္ဒေါမြို့ ဂေဇာမြို့တို့ကို တည်ဆောက်ခြင်းငှါ ငွေခွဲရသတည်း။
16 ૧૬ મિસરના રાજા ફારુને ગેઝેર પર ચઢાઈ કરી તેને કબજે કર્યું હતું અને બાળી મૂકયું હતું. અને ત્યાં વસતા કનાનીઓની હત્યા કરી હતી. ત્યાર બાદ તેણે તે નગર પોતાની દીકરીને એટલે સુલેમાનની પત્નીને લગ્નની ભેટમાં આપ્યું.
၁၆ဂေဇာမြို့ကိုကား၊ အဲဂုတ္တုဖာရောဘုရင်သည် စစ်ချီ၍ တိုက်ယူ မီးရှို့သဖြင့်၊ မြို့သားခါနာနိလူတို့ကို လုပ်ကြံပြီးမှ၊ မိမိသမီး၊ ရှောလမုန်၏ ခင်ပွန်းအား လက်ဆောင်ပေးနှင့်လေပြီ။
17 ૧૭ તેથી સુલેમાને ગેઝેર, નીચાણનું બેથ-હોરોન,
၁၇သို့ဖြစ်၍ ဂေဇာမြို့ကို ရှောလမုန်တည်လေ၏။ ထိုမှတပါး၊ အောက်ဗေသောရုန်မြို့၊
18 ૧૮ બાલાથ અને તામાર અરણ્યમાં આવેલું તાદમોર ફરી બાંધ્યાં.
၁၈ဗာလက်မြို့၊ တောအရပ်၊ ပြည်ထဲမှာ တာဒမော်မြို့တို့ကိုလည်း တည်လေ၏။
19 ૧૯ તેમ જ સુલેમાને પોતાના બધા ભંડારનાં નગરો, તેમ જ જે શહેરોમાં તે પોતાના રથ અને ઘોડાઓ રાખતો હતો તે પણ ફરી બંધાવ્યાં. અને યરુશાલેમ, લબાનોન અને તેના સમગ્ર સામ્રાજ્ય ફરતે તેણે જે કંઈ બંધાવવા વિચાર્યું હતું તે બધું પણ તેણે બંધાવ્યું.
၁၉ဘဏ္ဍာတော် သိုထားသောမြို့များ၊ ရထားတော်ထိန်းသောမြို့များ၊ မြင်းတော်ကျွေးသောမြို့များ၊ ယေရုရှလင်မြို့ပတ်လည်၊ လေဗနုန်တောင်ပေါ်၊ နိုင်ငံတော်အရပ်ရပ်၌ တည်ချင်သောမြို့များတို့ကိုလည်း တည်လေ၏။
20 ૨૦ હજી કેટલાક અમોરીઓ, હિત્તીઓ, પરિઝીઓ, હિવ્વીઓ તથા યબૂસીઓ કે જેઓ ઇઝરાયલી નહોતા, તેઓ ઇઝરાયલીઓની વચ્ચે રહેતા હતા.
၂၀ဣသရေလအမျိုးသား အကုန်အစင် မဖျက်ဆီးနိုင်သောကြောင့်၊
21 ૨૧ જેઓનો સંપૂર્ણ નાશ ઇઝરાયલીઓ કરી શકયા નહોતા તેઓના વંશજો તેઓ હતા. સુલેમાને તેઓને બળજબરીથી ગુલામ બનાવી દીધા હતા, જે આજ દિન સુધી છે.
၂၁ပြည်တော်၌ကျန်ကြွင်းသော တပါးအမျိုးသား၊ အာမောရိ၊ ဟိတ္တိ၊ ဖေရဇိ၊ ဟိဝိ၊ ယေဗုသိအမျိုးအနွယ် သားစဉ်မြေးဆက်အပေါင်းတို့ကို ရှောလမုန်သည် ယနေ့တိုင်အောင် လူခွဲ၍ ကျွန်ခံစေ၏။
22 ૨૨ સુલેમાને કોઈ ઇઝરાયલીઓને ગુલામ બનાવ્યા નહોતા. પણ તેના બદલે તેઓને તેના સૈનિકો, ચાકરો, અધિપતિઓ, અમલદારો, સેનાપતિઓ, રથસેના અને અશ્વસેનાના નાયકો બનાવ્યા હતા.
၂၂ဣသရေလအမျိုးသားတို့ကိုကား၊ ရှောလမုန်သည် ကျွန်မခံစေ။ စစ်သူရဲ၊ အမှုတော်စောင့်၊ မှူးမတ်၊ စစ်ကဲ၊ ရထားတော်အုပ်၊ မြင်းတော်အုပ်အရာ၌ ခန့်ထား တော်မူ၏။
23 ૨૩ સુલેમાનનાં બાંધકામોમાં કામ કરનારા કારીગરો પર દેખરેખ રાખનાર અધિકારીઓની સંખ્યા પાંચસો પચાસ હતી.
၂၃တည်ဆောက်ခြင်းအမှုတော်ကို စီရင်သောသူ အမှုတော်အုပ် ငါးရာငါးဆယ်ရှိ၏။
24 ૨૪ ફારુનની પુત્રી દાઉદ નગરથી સુલેમાને તેને માટે બંધાવેલા રાજમહેલમાં ગઈ અને ત્યાર પછી સુલેમાને મિલ્લોનગર બંધાવ્યુ.
၂၄ဖာရောရှင်ဘုရင်၏ သမီးတော်သည် ဒါဝိဒ်မြို့မှ ထွက်၍၊ သူ့အဘို့ ရှောလမုန်တည်ဆောက်သော နန်း တော်သို့ ပြောင်းပြီးမှ၊ ရှောလမုန်သည် မိလ္လောမြို့ကို ပြုပြင်လေ၏။
25 ૨૫ સભાસ્થાનનું કામ પૂરું કર્યા પછી સુલેમાને ઈશ્વરને અર્થે જે વેદી બંધાવી હતી. તેના પર તે વર્ષમાં ત્રણ વાર દહનીયાર્પણ અને શાંત્યર્પણોનાં બલિદાન ચઢાવતો હતો. તેવી જ રીતે તે વેદી પર ધૂપનું અર્પણ પણ ચઢાવતો હતો. મિલો કોઈ પ્રકારનું લેન્ડફિલ નો ઉલ્લેખ કરે છે, અને કેટલાક માને છે કે તે યરુશાલેમની પૂર્વીય તટની પૂર્વ બાજુ પર બાંધવામાં આવેલા ટેરેસનો ઉલ્લેખ કરે છે. તે પ્રમાણે તેણે ઈશ્વરના ઘરનું એટલે સભાસ્થાનનું કામ પૂરું કર્યું અને તેનો ઉપયોગ કર્યો.
၂၅ထာဝရဘုရားရှေ့တော်၌ရှိသော ယဇ်ပလ္လင်ပေါ်မှာ နံ့သာပေါင်းကို မီးရှို့သဖြင့် အိမ်တော်ကို လက်စသတ်လေ၏။
26 ૨૬ સુલેમાને અદોમના પ્રદેશમાં લાલ સમુદ્રને કિનારે આવેલા એલોથની નજીકના એસ્યોન-ગેબેરમાં વહાણનો કાફલો બનાવ્યો.
၂၆တဖန်ရှောလမုန် မင်းကြီးသည် ဧဒုံပြည်တွင်၊ ဧဒုံပင်လယ်ကမ်းနား၌၊ ဧလုတ်မြို့နှင့် နီးစပ်သော ဧဇယုန်ဂါဗာမြို့မှာ သင်္ဘောတို့ကို တည်လုပ်၏။
27 ૨૭ હીરામે પોતાના ચાકરોને એટલે જેઓ સમયના જાણકાર હતા તેવા વહાણવટીઓને વહાણો પર સુલેમાનના ચાકરોની સાથે મોકલ્યા.
၂၇ပင်လယ်ကူးသော အမှုကိုနားလည်သော မိမိကျွန်၊ သင်္ဘောသားတို့ကို ဟိရံမင်းသည် ထိုသင်္ဘော ပေါ်မှာ ရှောလမုန်၏ လူတို့နှင့်အတူ စီးစေ၏။
28 ૨૮ તેઓ ઓફીર જઈને ત્યાંથી ચારસો વીસ તાલંત સોનું લઈને સુલેમાન રાજા પાસે આવ્યા.
၂၈သူတို့သည် ဩဖိရမြို့သို့သွား၍ ရွှေအခွက်လေးရာနှစ်ဆယ်ကို ရှောလမုန်မင်းကြီးထံသို့ ဆောင်ခဲ့ ကြ၏။