< 1 રાજઓ 7 >
1 ૧ સુલેમાનને પોતાનો મહેલ બાંધતાં તેર વર્ષ લાગ્યાં હતાં.
Sa-lô-môn cũng cất cung điện mình, xong mọi việc trong mười ba năm.
2 ૨ તેણે જે રાજમહેલ બાંધ્યો તેનું નામ ‘લબાનોન વનગૃહ’ રાખ્યું. તેની લંબાઈ સો હાથ, પહોળાઈ પચાસ હાથ તથા તેની ઊંચાઈ ત્રીસ હાથ હતી. તે દેવદાર વૃક્ષના ચાર સ્તંભોની હારમાળાઓ પર બાંધેલું હતું.
Người lại cất cái cung rừng Li-ban, bề dài một trăm thước, bề ngang năm mươi thước và bề cao ba mươi thước, đặt trên bốn hàng cột bằng gỗ bá hương có những xà ngang bằng gỗ bá hương để trên những cột.
3 ૩ દર હારે પંદર પ્રમાણે સ્તંભો પરની પિસ્તાળીસ વળીઓ પર દેવદારનું આવરણ કરવામાં આવ્યું હતું.
Trần của các phòng bởi cột chống đỡ, số là bốn mươi lăm cây, mười lăm cây mỗi dãy, đều đóng bằng ván gỗ bá hương.
4 ૪ બારીઓની ત્રણ હાર હતી અને સામસામા પ્રકાશના ત્રણ માળ હતા.
Có ba dãy phòng, cửa sổ đối ngang nhau.
5 ૫ બધા દરવાજા તથા દરવાજાના ચોકઠાં સમચોરસ આકારના હતા અને તે એકબીજાની સામસામે પ્રકાશના ત્રણ માળ હતા.
Hết thảy cửa và cột đều vuông, và các cửa sổ của ba dãy phòng đều đối mặt nhau.
6 ૬ તેણે સ્તંભોથી પરસાળ બનાવી; તેની લંબાઈ પચાસ હાથ અને તેની પહોળાઈ ત્રીસ હાથ હતી. તેની આગળ પણ પરસાળ હતી, તેની આગળ સ્તંભો તથા જાડા મોભ હતા.
Người cất hiên cửa có trụ, bề dài năm mươi thước: trước hiên này có một hiên khác cũng có trụ và bực.
7 ૭ સુલેમાને ન્યાય કરવા માટે ન્યાયાસન માટે એટલે ન્યાયની પરસાળ બનાવી. તળિયાથી તે મથાળા સુધી તેને દેવદારથી મઢવામાં આવી.
Sa-lô-môn cũng xây hiên để ngai, là nơi người xét đoán, và gọi là hiên xét đoán; rồi dùng ván gỗ bá hương lót từ nền đến trần.
8 ૮ સુલેમાનને રહેવાનો મહેલ, એટલે પરસાળની અંદરનું બીજું આંગણું, તે પણ તેવી જ કારીગરીનું હતું. ફારુનની દીકરી જેની સાથે તેણે લગ્ન કર્યું હતું. તેને માટે તેણે તે મહેલ બાંધ્યો.
Cung của Sa-lô-môn ở trong sân thứ nhì phía sau cửa hiên, cũng xây một cách giống như vậy. Cũng xây cho con gái Pha-ra-ôn mà Sa-lô-môn đã cưới, một cái cung như kiểu của hiên này.
9 ૯ રાજમહેલના આ ઓરડાઓનાં બાંધકામ માટે અતિ મૂલ્યવાન પથ્થરો, એટલે માપ પ્રમાણે ઘડેલા તથા કરવતથી વહેરેલા પથ્થરનાં કરેલાં હતાં.
Các cung điện này đều xây bằng đá quí, đục theo thước tấc, cưa xẻ, hoặc bề trong hay bề ngoài, từ nền đến cổ bồng cây cột, và cho đến vách cửa sân lớn đều cũng vậy.
10 ૧૦ તેનો પાયો કિંમતી પથ્થરોનો, એટલે મોટા દસ હાથનાં તથા આઠ હાથનાં પથ્થરોનો હતો.
Cái nền thì bằng đá quí và lớn, có hòn thì mười thước, hòn thì tám thước.
11 ૧૧ ઉપર કિંમતી પથ્થરો, એટલે માપ પ્રમાણે ઘડેલા પથ્થરો તથા દેવદારનાં લાકડાં હતા.
Trên các nền này, lại còn những đá quí đục theo thước tấc và gỗ bá hương.
12 ૧૨ યહોવાહના સભાસ્થાનની અંદરનાં આંગણાં તથા સભાસ્થાનની પરસાળની જેમ મોટા આંગણાની ચારેબાજુ ઘડેલા પથ્થરની ત્રણ હાર તથા દેવદારના મોભની એક હાર હતી.
Vách hành lang lớn, tứ vi có ba hàng đá chạm và một hàng cây đà bằng gỗ bá hương, y như hàng lang phía trong của đền Ðức Giê-hô-va, và y như cửa hiên đền.
13 ૧૩ સુલેમાન રાજાના માણસો તૂરમાંથી હીરામને લઈ આવ્યા.
Vua Sa-lô-môn sai người đòi Hi-ram ở Ty-rơ đến.
14 ૧૪ હુરામ નફતાલી કુળની એક વિધવા સ્ત્રીનો દીકરો હતો. તેનો પિતા તૂરનો રહેવાસી હતો. તે પિત્તળનો કારીગર હતો. હુરામ પિત્તળનાં સર્વ કામ કરવામાં જ્ઞાન, અક્કલ તથા ચતુરાઈથી ભરપૂર હતો. તેણે સુલેમાન રાજાની પાસે આવીને તેનાં તમામ કામ કરી આપ્યાં.
Người là con trai của một đờn bà góa về chi phái Nép-ta-li, còn cha là người Ty-rơ, làm thợ đồng. Hi-ram đầy sự khôn ngoan, thông hiểu, có tài làm các thứ công việc bằng đồng. Người đến vua Sa-lô-môn, và làm mọi công việc người.
15 ૧૫ હુરામે પિત્તળના અઢાર હાથ ઊંચા બે સ્તંભો બનાવ્યા. દરેક સ્તંભોની આસપાસ ફરી વળવા બાર હાથ લાંબી દોરી જતી હતી.
Người làm hai cây trụ bằng đồng, cây thứ nhất cao mười tám thước, và một sợi dây mười hai thước đo bề tròn của cây thứ nhì.
16 ૧૬ સ્તંભની ટોચ પર મૂકવા માટે તેણે પિત્તળના બે કળશ બનાવ્યા; દરેકની ઊંચાઈ પાંચ હાથ હતી.
Người đúc hai đầu trụ bằng đồng, đặt nó trên chót trụ, bề cao đầu trụ này là năm thước.
17 ૧૭ સ્તંભની ટોચો પરના કળશને શણગારવા માટે પિત્તળની સાંકળીઓ વડે ઝાલરો બનાવી. દરેક કળશની ચારેબાજુ પિત્તળની સાત સાંકળો બનાવેલી હતી.
Những mặt võng xe lại và những dây hoa trèo như chuyền nhỏ trang điểm đầu trụ đặt ở trên chót trụ; có bảy dây hoa cho đầu trụ này, và bảy dây hoa cho đầu trụ kia.
18 ૧૮ આ પ્રમાણે હુરામે બે સ્તંભો બનાવ્યા. હુરામે એક સ્તંભની ટોચ પરનો કળશ ઢાંકવાની જે જાળી તે પર ચારેબાજુ દાડમની બે હારમાળા બનાવી, બીજા કળશ માટે પણ તેણે એમ જ કર્યું.
Hi-ram vấn chung quanh mặt võng này hai hàng trái lựu đặng trang sức cho đầu trụ này, và cũng làm như vậy cho đầu kia.
19 ૧૯ પરસાળમાંના સ્તંભની ટોચો પરના કળશ તે કમળના જેવા કોતરકામના હતા, તે ચાર હાથ લાંબા હતા.
Những đầu trụ ở trên các cây trụ trong hiên cửa, đều có hoa huệ ở chót, cao bốn thước.
20 ૨૦ એ બે સ્તંભની ટોચો પર પણ એટલે જાળીની છેક પાસેના ભાગે કળશ હતા અને બીજા કળશ પર ચારેબાજુ બસો દાડમ હારબંધ બનાવેલાં હતા.
Những đầu trụ ở trên trụ nẩy ra liền thân trên nơi hầu bên phía kia mặt võng: có hai trăm trái lựu sắp hai hàng vòng chung quanh hai đầu trụ.
21 ૨૧ તેણે સ્તંભો સભાસ્થાનની પરસાળ આગળ ઊભા કર્યા. જમણે હાથે આવેલા સ્તંભનું નામ યાખીન પાડ્યું અને ડાબે હાથે આવેલા સ્તંભનું નામ બોઆઝ પાડ્યું.
Hi-ram dựng những cây trụ trong hiên cửa đền thờ. Người dựng cây trụ bên hữu, và đặt tên là Gia-kin; đoạn dựng cây trụ bên tả, đặt tên là Bô-ách.
22 ૨૨ સ્તંભની ટોચ પર કમળનું કોતરકામ હતું. એમ સ્તંભો બાંધવાનું કામ પૂર્ણ થયું.
Trên chót trụ, thì chế hình hoa huệ. Công việc làm những cây trụ đều hoàn thành là như vậy.
23 ૨૩ હુરામે ભરતરનો હોજ બનાવ્યો. તેનો વ્યાસ એક ધારથી તે સામી ધાર સુધી દસ હાથ હતો. તેનો આકાર ગોળાકાર હતો, તેની ઊંચાઈ પાંચ હાથ હતી. તેની આસપાસ ત્રીસ હાથની દોરી ફરી વળતી હતી.
Người cũng làm biển đúc, hình tròn, cao năm thước; từ mép này đến mép kia có mười thước, một sợi dây ba mươi thước đo vòng tròn của nó.
24 ૨૪ તેની ધારની નીચે ચારે તરફ ફરતી કળીઓ પાડેલી હતી, દર હાથે દસ કળીઓ પ્રમાણે હોજની આસપાસ પાડેલી હતી. એ કળીઓની બે હારો હોજની સાથે જ ઢાળવામાં આવી હતી.
Dưới mép biển có hai hàng dưa ác vây chung quanh, cứ mỗi thước mười trái, đúc liền một với biển.
25 ૨૫ હોજ બાર બળદના શિલ્પ પર મૂકેલો હતો. એ બળદોનાં ત્રણનાં મુખ ઉત્તર તરફ, ત્રણનાં દક્ષિણ તરફ, ત્રણનાં પશ્ચિમ તરફ અને ત્રણનાં પૂર્વ તરફ હતાં. હોજ તેમના પર મૂકેલો હતો અને તે બધાની પૂઠો અંદરની બાજુએ હતી.
Biển để kê trên mười hai con bò, ba con hướng về bắc, ba con hướng về tây, ba con hướng về nam, và ba con hướng về đông. Biển thì đặt trên lưng các con bò ấy, và phía sau thân con bò đều xây vào trong.
26 ૨૬ હોજની જાડાઈ ચાર આંગળ જેટલી હતી, તેની ધારની બનાવટ વાટકાની ધારની બનાવટની જેમ કમળના ફૂલ જેવી હતી. હોજ બે હજાર બાથ પાણી સમાઈ શકે એટલી ક્ષમતા ધરાવતો હતો.
Biển đầy một gang tay và mép làm giống mép chén và cách như bông huệ; nó đựng hai ngàn bát.
27 ૨૭ તેણે પિત્તળના દસ ચોતરા બનાવ્યા. દરેક ચોતરાની લંબાઈ ચાર હાથ અને તેની ઊંચાઈ ત્રણ હાથ હતી.
Người cũng làm mười viên táng đồng, mỗi viên bốn thước bề dài, bốn thước bề ngang, và ba thước bề cao.
28 ૨૮ તે ચોતરાની બનાવટ આ પ્રમાણે હતી. તેઓને તકતીઓ હતી અને તકતીઓ ચોકઠાંની વચ્ચે હતી.
Các viên táng làm cách này: Có những miếng trám đóng vào khuông.
29 ૨૯ ચોકઠાંની વચ્ચેની તકતીઓ પર, સિંહો, બળદો તથા કરુબો કોતરેલા હતા. ઉપલી કિનારીઓથી ઉપર બેસણી હતી. સિંહો તથા બળદોની નીચે ઝાલરો લટકતી હતી.
Trên các trám đóng vào khuông này có hình sư tử, bò, và chê-ru-bin; nơi triêng trên, cũng có như vậy. Còn nơi triêng dưới sư tử và bò, có những dây hoa thòng.
30 ૩૦ તે દરેક ચોતરાને પિત્તળનાં ચાર પૈડાં અને પિત્તળની ધરીઓ હતી. તેના ચાર પાયાને ટેકો હતો. એ ટેકા કૂંડાની નીચે ભરતરના બનાવેલા હતા અને દરેકની બાજુએ ઝાલરો હતી.
Mỗi viên táng có bốn bánh xe đồng với cốt đồng, và nơi bốn góc có những cái đế đúc để chịu cái chậu và những dây hoa ở bên mỗi cái đế.
31 ૩૧ મથાળાનું ખામણું અંદરની તરફ ઉપર સુધી એક હાથનું હતું. અને તેનું ખામણું બેસણીની બનાવટ પ્રમાણે ગોળ તથા ઘેરાવામાં દોઢ હાથ હતું. તેના કાના પર કોતરકામ હતું અને તેમની તકતીઓ ગોળ નહિ પણ ચોરસ હતી.
Giữa viên táng trên đầu trụ có một miệng tròn sâu một thước, và rộng một thước rưỡi. Cái miệng này cũng có hình chạm trổ. Còn các miếng trám thì vuông, chớ không phải tròn.
32 ૩૨ ચાર પૈડાં તકતીઓની નીચે હતાં. પૈડાંની ધરીઓ ચોતરામાં જડેલી હતી. દરેક પૈડાંની ઊંચાઈ દોઢ હાથ હતી.
Bốn bánh xe đều ở dưới những miếng trám; và xác cốt bánh xe thì đóng vào viên táng. Mỗi bánh xe cao một thước rưỡi.
33 ૩૩ પૈડાંની બનાવટ રથના પૈડાંની બનાવટ જેવી હતી. તેમની ધરીઓ, તેમની વાટો, તેમના આરા તથા તેમનાં નાભિચક્કરો એ બધા ઢાળેલાં હતાં.
Bánh làm như bánh của cái cộ: Trục, vành, căm, và tum nó, đều đúc cả.
34 ૩૪ દરેક ચોતરાને ચાર ખૂણે ચાર ટેકાઓ હતા, તેના ટેકા ચોતરાની સાથે જ સળંગ બનાવેલા હતા.
Có bốn con bọ ở nơi bốn góc của mỗi viên táng và liền với táng.
35 ૩૫ ચોતરાને મથાળે અડધો હાથ ઊંચો ઘુંમટ હતો. ચોતરાને મથાળે તેના ટેકા અને તેની તકતીઓ તેની સાથે સળંગ હતાં.
Ðầu viên táng hình tròn nhọn, và cao nửa thước; nó cũng có biên và trám.
36 ૩૬ તે પાટિયાં પર જયાં ખાલી જગ્યા હતી ત્યાં કરુબ, સિંહો અને ખજૂરનાં વૃક્ષો કોતરેલાં હતાં અને તેની ફરતે ઝાલરો હતી.
Trên mặt biên và trám của đế, tại nơi trống của mỗi biên và trám chừa ra, Hi-ram chạm những chê-ru-bin, sư tử, cây chà là, và dây hoa chung quanh.
37 ૩૭ આ રીતે તેણે દસ ચોતરા બનાવ્યા. તે બધા જ ઘાટમાં, માપમાં અને આકારમાં એક સરખા હતા.
Người theo kiểu này mà làm mười viên táng, đúc một thứ, một cỡ, và một dáng với nhau.
38 ૩૮ તેણે પિત્તળનાં દસ કૂંડાં બનાવ્યાં. દરેક કૂંડામાં ચાળીસ બાથ પાણી સમાતું હતું. તે દરેક કૂંડું ચાર હાથનું હતું. પેલા દશ ચોતરામાંના પ્રત્યેક પર એક કૂંડું હતું.
Người cũng làm mười cái thùng bằng đồng, mỗi cái chứa bốn mươi bát. Mỗi thùng có bốn thước và để trên một táng của mười cái thùng bằng đồng, mỗi cái chứa bốn mươi bát. Mỗi thùng có bốn thước và để trên một táng của mười cái táng.
39 ૩૯ તેણે પાંચ કૂંડાં સભાસ્થાનની દક્ષિણ તરફ અને બીજા પાંચ કૂંડા ઉત્તર તરફ મૂક્યાં. તેણે હોજને સભાસ્થાનની જમણી દિશાએ અગ્નિખૂણા પર રાખ્યો.
Người sắp đặt táng như vầy: băm cái về bên hữu đền, và năm cái về bên tả. Còn biển, người để nơi bên hữu đền, về hướng nam đông.
40 ૪૦ તે ઉપરાંત હીરામે કૂંડાં, પાવડા તથા છંટકાવ માટેના વાટકા બનાવ્યા. આ પ્રમાણે હુરામે સઘળું કામ પૂરું કર્યું કે જે તેણે સુલેમાન રાજાને માટે યહોવાહનું ભક્તિસ્થાનમાં કર્યું હતું.
Người cũng làm chảo, vá, và ảng. Vậy, Hi-ram làm xong mọi công việc cho Sa-lô-môn trong đền của Ðức Giê-hô-va:
41 ૪૧ એટલે બે સ્તંભો, સ્તંભોની ટોચ પરના કળશના બે ઘુંમટ તથા સ્તંભોની ટોચ પરના કળશના બે ઘુંમટ ઢાંકવા બે જાળી બનાવી હતી.
tức là hai cây trụ, hai đầu trụ tròn trên đỉnh trụ, hai tấm mặt võng bao hai đầu trụ tròn, luôn với đỉnh trụ;
42 ૪૨ તેણે તે બે જાળીને માટે ચારસો દાડમ; એટલે થાંભલાની ટોચ પરના બે કળશના બન્ને ઘુંમટ ઢાંકવાની પ્રત્યેક જાળીને માટે દાડમની બબ્બે હારો;
bốn trăm trái lựu sắp hai hàng vòng chung quanh mặt võng bao hai đầu trụ tròn nơi đỉnh trụ;
43 ૪૩ દસ ચોતરા અને તેને માટે દસ કૂંડાં બનાવ્યાં.
mười viên táng và mười cái bồn trên táng;
44 ૪૪ તેણે એક મોટો હોજ અને તેની નીચેના બાર બળદો બનાવ્યા.
biển đúc nguyên miếng một và mười hai con bò để dưới biển;
45 ૪૫ હીરામે દેગડા, પાવડા, વાસણો અને બીજા બધાં સાધનો યહોવાહનો ભક્તિસ્થાનના વપરાશ તથા રાજા સુલેમાન માટે ચળકતા પિત્તળનાં બનાવ્યાં હતાં.
chảo, vá, và ảng. Các khí dụng này mà Hi-ram làm cho Sa-lô-môn trong đền Ðức Giê-hô-va, đều bằng đồng đánh bóng.
46 ૪૬ રાજાએ યર્દન નદીના સપાટ પ્રદેશમાં સુક્કોથ અને સારેથાનની વચ્ચે ચીકણી માટીમાં તેનો ઘાટ ઘડ્યો.
Vua biểu đúc các vật đó tại đống bằng Giô-đanh, trong một nơi đất sét, giữa Su-cốt, và Sát-than.
47 ૪૭ સુલેમાને એ સર્વ વજન કર્યા વિના રહેવા દીધાં, કારણ તેમની સંખ્યા ઘણી હતી. તેથી પિત્તળનું કુલ વજન જાણી શકાયું નહિ.
Sa-lô-môn không cân một món nào trong các khí dụng ấy, bởi vì nhiều quá; người không xét sự nặng của đồng.
48 ૪૮ સુલેમાને યહોવાહના ભક્તિસ્થાન માટે પાત્રો બનાવ્યાં એટલે સોનાની વેદી અને જેના પર અર્પિત રોટલી રહેતી હતી તે સોનાનો બાજઠ;
Sa-lô-môn lại làm những khí dụng cho đền Ðức Giê-hô-va: là bàn thờ vàng, những bàn bằng vàng, để bánh trần thiết;
49 ૪૯ તેણે શુદ્ધ સોનાનાં પાંચ દીપવૃક્ષ દક્ષિણ બાજુએ અને બીજાં પાંચ ઉત્તર બાજુએ પરમ પવિત્રસ્થાનની સામે મૂક્યાં. દરેક પર ફૂલો, દીવીઓ અને ચીપિયાઓ હતાં જે બધાં સોનાનાં બનેલાં હતાં.
chơn đèn bằng vàng ròng đặt trước nơi chí thánh, năm cái ở bên hữu và năm cái ở bên tả cùng hoa, thếp đèn, và cái nỉa bằng vàng;
50 ૫૦ શુદ્વ સોનાના પ્યાલા, કાતરો, તપેલાં, વાટકા, અને ધૂપદાનીઓ; અને અંદરનાં ઘરનાં એટલે પરમપવિત્રસ્થાનના બારણાં માટે મિજાગરાં પણ સોનાનાં બનાવડાવ્યાં.
những chén, dao, muỗng, và đồ đựng tro bằng vàng ròng; những chốt cửa hoặc dùng cho cửa của nhà phía trong, hoặc nơi chí thánh, hay là dùng cho cửa của đền thờ, thì đều bằng vàng.
51 ૫૧ આમ યહોવાહના સભાસ્થાનનું બાંધકામ પૂર્ણ થયું. અને સુલેમાન રાજાએ તેના પિતા દાઉદે અર્પણ કરેલાં સોનાનાં અને ચાંદીનાં પાત્રો લઈ જઈને યહોવાહના ભક્તિસ્થાનના ભંડારમાં મૂક્યાં.
Các công việc mà Sa-lô-môn làm cho nhà Ðức Giê-hô-va, đều được hoàn thành là như vậy. Ðoạn, Sa-lô-môn sai đem các vật mà Ða-vít, ca người, đã biệt ra thánh, tức là bạc, vàng, các thứ khí dụng, và để trong kho tàng của đền Ðức Giê-hô-va.