< 1 રાજઓ 6 >
1 ૧ ઇઝરાયલીઓ મિસર દેશમાંથી ચારસો એંશી વર્ષ પૂરાં થયા પછી ત્યાંથી બહાર આવ્યા. રાજા સુલેમાનના ઇઝરાયલ પરના શાસનના ચોથા વર્ષના ઝીવ માસમાં એટલે બીજા માસમાં તેણે ઈશ્વરના સભાસ્થાનનું બાંધકામ શરૂ કર્યું.
ମିସର ଦେଶରୁ ଇସ୍ରାଏଲ-ସନ୍ତାନଗଣ ବାହାରି ଆସିଲା ଉତ୍ତାରେ ଚାରି ଶହ ଅଶୀ ବର୍ଷରେ ଓ ଇସ୍ରାଏଲ ଉପରେ ଶଲୋମନଙ୍କର ରାଜତ୍ଵର ଚତୁର୍ଥ ବର୍ଷର ସିବ୍ ନାମକ ଦ୍ୱିତୀୟ ମାସରେ ସେ ସଦାପ୍ରଭୁଙ୍କ ଉଦ୍ଦେଶ୍ୟରେ ଗୃହ ନିର୍ମାଣ କରିବାକୁ ଆରମ୍ଭ କଲେ।
2 ૨ રાજા સુલેમાને જે ભક્તિસ્થાન યહોવાહ માટે બંધાવ્યુ તેની લંબાઈ સાઠ હાથ, પહોળાઈ વીસ હાથ અને ઊંચાઈ ત્રીસ હાથ હતી.
ପୁଣି, ଶଲୋମନ ରାଜା ସଦାପ୍ରଭୁଙ୍କ ଉଦ୍ଦେଶ୍ୟରେ ଯେଉଁ ଗୃହ ନିର୍ମାଣ କଲେ, ତହିଁର ଦୈର୍ଘ୍ୟ ଷାଠିଏ ହାତ ଓ ପ୍ରସ୍ଥ କୋଡ଼ିଏ ହାତ ଓ ଉଚ୍ଚତା ତିରିଶ ହାତ।
3 ૩ ભક્તિસ્થાનના સભાખંડના સામેના પરસાળની પહોળાઈ વીસ હાથ અને લંબાઈ દસ હાથ હતી.
ଆଉ ଗୃହର ପବିତ୍ର ସ୍ଥାନ ସମ୍ମୁଖସ୍ଥ ବାରଣ୍ଡା, ଗୃହର ପ୍ରସ୍ଥାନୁସାରେ କୋଡ଼ିଏ ହାତ ଦୀର୍ଘ ଓ ଗୃହର ସମ୍ମୁଖରେ ତହିଁର ପ୍ରସ୍ଥ ଦଶ ହାତ ଥିଲା।
4 ૪ તેણે સભાસ્થાનને માટે જાળીવાળી સાંકડી બારીઓ બનાવડાવી.
ପୁଣି, ଗୃହ ନିମନ୍ତେ ସେ ବନ୍ଦ ଜାଲିଝରକା ନିର୍ମାଣ କଲେ।
5 ૫ તેણે સભાસ્થાનની તેમ જ પરમપવિત્ર સ્થાનની દીવાલોની ચારેબાજુ માળ બનાવ્યા. તેણે તેની ચારેબાજુએ ઓરડીઓ બનાવી.
ପୁଣି, ସେ ଗୃହର କାନ୍ଥ ଚାରିଆଡ଼େ, ଅର୍ଥାତ୍, ମନ୍ଦିର ଓ ମହାପବିତ୍ର ସ୍ଥାନର କାନ୍ଥକୁ ଲଗାଇ ଚାରିଆଡ଼େ ମହଲା ବନାଇଲେ ଓ ଚାରିଆଡ଼େ କୋଠରି ନିର୍ମାଣ କଲେ।
6 ૬ સૌથી નીચેના માળની પહોળાઈ સાડા સાત હાથ, વચ્ચેના માળની છ હાથ અને ત્રીજા માળની પહોળાઈ પાંચ હાથ હતી. કેમ કે મોભને માટે સભાસ્થાનની દીવાલોમાં ખાંચા પાડવા ના પડે માટે તેણે સભાસ્થાનની બહારની બાજુએ ફરતી કાંગરી મૂકી હતી.
ତହିଁରେ ତଳ ମହଲା ପାଞ୍ଚ ହାତ ପ୍ରସ୍ଥ, ମଧ୍ୟ ମହଲା ଛଅ ହାତ ପ୍ରସ୍ଥ ଓ ତୃତୀୟ ମହଲା ସାତ ହାତ ପ୍ରସ୍ଥ ଥିଲା। କାରଣ, କଡ଼ିକାଠ ଯେପରି ଗୃହର କାନ୍ଥରେ ବନ୍ଦ ନ ହୁଏ, ଏଥିପାଇଁ ସେ ଚାରିଆଡ଼େ ଗୃହର କାନ୍ଥର ବାହାର ଭାଗରେ ଆଧାର କଲେ।
7 ૭ ભક્તિસ્થાન બાંધતી વખતે પથ્થરો ખાણમાંથી તૈયાર કરીને લાવવામાં આવતા; અને તેને બાંધતી વખતે તેમાં હથોડી, કુહાડી કે લોઢાના કોઈપણ હથિયારનો અવાજ સંભળાતો ન હતો.
ସେହି ଗୃହ ନିର୍ମିତ ହେବା ସମୟରେ ତାହା ପଥରଖଣିରେ ପ୍ରସ୍ତୁତ ପଥରରେ ଗଢ଼ାଯାଇଥିଲା; ଏଣୁ ସେ ଗୃହ ନିର୍ମିତ ହେବା ସମୟଯାକ ତହିଁ ମଧ୍ୟରେ ହାତୁଡ଼ି କି କଟାଳି, କୌଣସି ଲୌହାସ୍ତ୍ରର ଶବ୍ଦ ଶୁଣା ନ ଗଲା।
8 ૮ ભોંયતળિયાનું પ્રવેશદ્વાર સભાસ્થાનની દક્ષિણ બાજુએ આવેલું હતું. ત્યાં વચલા માળે જવા વળાંકવાળી એક ગોળાકાર સીડી હતી અને વચલા માળેથી સૌથી ઉપલે માળે જવાતું હતું.
ମଧ୍ୟମ କୋଠରିମାନର ଦ୍ୱାର ଗୃହର ଦକ୍ଷିଣ ଭାଗରେ ଥିଲା; ପୁଣି, ଲୋକମାନେ ଘୂର୍ଣ୍ଣିତ ସୋପାନ ଦେଇ ମଧ୍ୟମ କୋଠରିକୁ ଓ ମଧ୍ୟମ କୋଠରିରୁ ତୃତୀୟ କୋଠରିକୁ ଚଢ଼ିଗଲେ।
9 ૯ સુલેમાને સભાસ્થાનનું બાંધકામ પૂરું કર્યું અને તેણે દેવદારના પાટડા અને પાટિયામાંથી સભાસ્થાનની છત બનાવી.
ଏହିରୂପେ ସେ ଗୃହ ନିର୍ମାଣ କାର୍ଯ୍ୟ ସମାପ୍ତ କଲେ, ଏରସ କାଷ୍ଠର କଡ଼ି ଓ ପଟାରେ ଗୃହ ଆଚ୍ଛାଦନ କଲେ।
10 ૧૦ તેણે ભક્તિસ્થાનના અંદરના સભાખંડની સામે માળ બનાવ્યા. તે દરેકની ઊંચાઈ પાંચ હાથ હતી. તે માળનો આધાર દેવદારના લાકડા વડે ભક્તિસ્થાન પર રહેલો હતો.
ଆଉ, ସେ ସମୁଦାୟ ଗୃହକୁ ଲଗାଇ ପାଞ୍ଚ ପାଞ୍ଚ ହାତ ଉଚ୍ଚର ମହଲା ବନାଇଲେ ଓ ଏରସ କାଷ୍ଠ ଦ୍ୱାରା ଗୃହ ଉପରେ ସେହିସବୁର ଭାର ରହିଲା।
11 ૧૧ પછી યહોવાહનું વચન સુલેમાન પાસે આવ્યું;
ଏଥିଉତ୍ତାରେ ଶଲୋମନଙ୍କ ନିକଟରେ ସଦାପ୍ରଭୁଙ୍କ ବାକ୍ୟ ଉପସ୍ଥିତ ହେଲା, ଯଥା,
12 ૧૨ “તેં મારા માટે આ જે ભક્તિસ્થાન બાંધ્યું છે તે સંબંધી, જો તું મારા વિધિઓ પ્રમાણે ચાલીશ અને મારી બધી આજ્ઞાઓનું નિષ્ઠાપૂર્વક પાલન કરીશ તો મેં તારા પિતા દાઉદને તારા વિષે જે વચન આપ્યું હતું તે હું પાળીશ.
“ତୁମ୍ଭେ ତ ଏହି ଗୃହ ନିର୍ମାଣ କରୁଅଛ, ଯଦି ତୁମ୍ଭେ ଆମ୍ଭର ସମସ୍ତ ବିଧି ଅନୁସାରେ ଚାଲିବ ଓ ଆମ୍ଭର ସକଳ ଶାସନ ରକ୍ଷା କରିବ ଓ ଆମ୍ଭର ଆଜ୍ଞାସବୁ ପାଳନ କରି ତଦନୁସାରେ ଚାଲିବ; ତେବେ ଆମ୍ଭେ ତୁମ୍ଭ ପିତା ଦାଉଦଙ୍କୁ ଯାହା କହିଅଛୁ, ଆମ୍ଭେ ଆପଣାର ସେହି ବାକ୍ୟ ତୁମ୍ଭ ପ୍ରତି ସଫଳ କରିବା।
13 ૧૩ હું ઇઝરાયલીઓ વચ્ચે રહીશ અને તેઓને તજી દઈશ નહિ.”
ପୁଣି, ଆମ୍ଭେ ଇସ୍ରାଏଲ-ସନ୍ତାନଗଣଙ୍କ ମଧ୍ୟରେ ବାସ କରିବା ଓ ଆପଣା ଲୋକ ଇସ୍ରାଏଲକୁ ପରିତ୍ୟାଗ କରିବା ନାହିଁ।”
14 ૧૪ આમ, સુલેમાને સભાસ્થાનનું બાંધકામ પૂરું કર્યું.
ଏହିରୂପେ ଶଲୋମନ ଗୃହ ନିର୍ମାଣ କରି ତାହା ସମାପ୍ତ କଲେ।
15 ૧૫ પછી તેણે સભાસ્થાનની અંદરની દીવાલોને દેવદારના પાટિયાની બનાવી. ભોંયતળિયાથી છત સુધી તેણે તે દીવાલો ઉપર અંદરની બાજુએ લાકડાંનું અસ્તર કર્યું; તેણે સભાસ્થાનનું ભોંયતળિયુ દેવદારનાં પાટિયાનું બનાવ્યું.
ସେ ଗୃହର ଭିତର କାନ୍ଥସବୁରେ ଏରସ କାଷ୍ଠର ପଟା ଦେଲେ; ଗୃହର ଚଟାଣରୁ କାନ୍ଥର ଛାତ ପର୍ଯ୍ୟନ୍ତ ଭିତରଯାକ ସେ ସେହି କାଷ୍ଠରେ ଆଚ୍ଛାଦନ କଲେ; ପୁଣି, ଦେବଦାରୁ ପଟାରେ ଗୃହର ଚଟାଣ ଆଚ୍ଛାଦନ କଲେ।
16 ૧૬ સભાસ્થાનની પાછળની બાજુ તેણે વીસ હાથ લાંબી એક ઓરડી બાંધી. તેણે તળિયેથી છેક છત સુધીની દીવાલો દેવદારની બનાવી. એ દીવાલો તેણે આ પરમપવિત્ર સ્થાન માટે અંદરની બાજુએ બનાવી.
ପୁଣି, ସେ ଗୃହର ପଶ୍ଚାତ୍ଭାଗ କୋଡ଼ିଏ ହାତ କରି ଚଟାଣରୁ କାନ୍ଥ ପର୍ଯ୍ୟନ୍ତ ଏରସ କାଷ୍ଠର ପଟା ଦେଲେ; ସେ ଭିତରେ ମହାପବିତ୍ର ସ୍ଥାନ, ଅର୍ଥାତ୍, ମହାପବିତ୍ର ସ୍ଥାନ ନିମନ୍ତେ ତାହା ପ୍ରସ୍ତୁତ କଲେ।
17 ૧૭ મુખ્ય સભાખંડ એટલે પરમપવિત્રસ્થાનની સામેના પવિત્ર સ્થાનની લંબાઈ ચાલીસ હાથ હતી.
ତହିଁରେ ଗୃହ, ଅର୍ଥାତ୍, ମହାପବିତ୍ର ସ୍ଥାନର ସମ୍ମୁଖସ୍ଥ ମନ୍ଦିର ଚାଳିଶ ହାତ ଦୀର୍ଘ ହେଲା।
18 ૧૮ ભક્તિસ્થાનના અંદરની બાજુના હિસ્સામાં દેવદારના લાકડા પર કળીઓ તથા ખીલેલાં ફૂલો કોતરેલાં હતાં. ત્યાં અંદરના ભાગમાં ક્યાંય પણ પથ્થરનું કામ દેખાતું ન હતું. ક્યાંય એક પણ પથ્થર દેખાતો નહોતો.
ପୁଣି, ଗୃହ ଭିତରେ ଏରସ କାଷ୍ଠରେ କଳିକା ଓ ପ୍ରସ୍ପୁଟିତ ପୁଷ୍ପ ଖୋଦିତ କଲେ; ସବୁ ଏରସ କାଷ୍ଠର ଥିଲା; କିଛିମାତ୍ର ପ୍ରସ୍ତର ଦୃଶ୍ୟ ନୋହିଲା।
19 ૧૯ સુલેમાને યહોવાહનો કરારકોશ મૂકવા માટે સભાસ્થાનની અંદરની બાજુએ પરમપવિત્રસ્થાન બનાવ્યું.
ପୁଣି, ସଦାପ୍ରଭୁଙ୍କ ନିୟମ-ସିନ୍ଦୁକ ସ୍ଥାପନାର୍ଥେ ଅନ୍ତଃସ୍ଥ ଗୃହ ମଧ୍ୟରେ ସେ ମହାପବିତ୍ର ସ୍ଥାନ ପ୍ରସ୍ତୁତ କଲେ।
20 ૨૦ પરમપવિત્રસ્થાનની લંબાઈ વીસ હાથ, પહોળાઈ વીસ હાથ અને ઊંચાઈ વિસ હાથ હતી. તેણે તેની દીવાલોને શુદ્વ સોનાથી અને તેની વેદીને દેવદારના લાકડાથી મઢી હતી.
ଆଉ ସେହି ମହାପବିତ୍ର ସ୍ଥାନ ଭିତର କୋଡ଼ିଏ ହାତ ଦୀର୍ଘ, କୋଡ଼ିଏ ହାତ ପ୍ରସ୍ଥ ଓ କୋଡ଼ିଏ ହାତ ଉଚ୍ଚ ଥିଲା, ଆଉ ସେ ତହିଁରେ ନିର୍ମଳ ସୁବର୍ଣ୍ଣ ମଡ଼ାଇଲେ ଓ ଧୂପବେଦି ଏରସ କାଷ୍ଠରେ ଆଚ୍ଛାଦନ କଲେ।
21 ૨૧ પછી સુલેમાને સભાસ્થાનની અંદરની દીવાલોને શુદ્ધ સોનાથી મઢી. તેણે પરમપવિત્રસ્થાનની આગળ પ્રવેશદ્વારના એક છેડેથી બીજા છેડા સુધી સોનાની સાંકળો મૂકી અને આગળના ભાગને સોનાથી મઢ્યો.
ଏହିରୂପେ ଶଲୋମନ ଗୃହ ଭିତର ନିର୍ମଳ ସୁବର୍ଣ୍ଣରେ ମଡ଼ାଇଲେ ଓ ମହାପବିତ୍ର ସ୍ଥାନ ସମ୍ମୁଖରେ ସୁବର୍ଣ୍ଣ ଜଞ୍ଜିରମାନ ଟଙ୍ଗାଇଲେ ଓ ସେ ତାହା ସୁବର୍ଣ୍ଣରେ ମଡ଼ାଇଲେ।
22 ૨૨ આમ, સુલેમાને સભાસ્થાનનો અંદરનો આખો ભાગ સોનાથી મઢી લીધો. તેણે પરમપવિત્રસ્થાનની આખી વેદીને પણ સોનાથી મઢી લીધી.
ପୁଣି, ସମୁଦାୟ ଗୃହ ସମାପ୍ତ ହେବା ପର୍ଯ୍ୟନ୍ତ ସମସ୍ତ ଗୃହ ସୁବର୍ଣ୍ଣରେ ମଡ଼ାଇଲେ; ମଧ୍ୟ ମହାପବିତ୍ର ସ୍ଥାନର ଧୂପବେଦି ସମ୍ପୂର୍ଣ୍ଣ ରୂପେ ସୁବର୍ଣ୍ଣରେ ମଡ଼ାଇଲେ।
23 ૨૩ સુલેમાને પરમપવિત્રસ્થાનમાં જૈતૂનનાં લાકડામાંથી બનાવેલા બે કરુબ બનાવ્યા. તે દરેકની ઊંચાઈ દસ હાથ હતી.
ପୁଣି, ସେ ମହାପବିତ୍ର ସ୍ଥାନ ମଧ୍ୟରେ ଦଶ ହାତ ଉଚ୍ଚ ଜୀତ କାଷ୍ଠର ଦୁଇ କିରୂବ ନିର୍ମାଣ କଲେ।
24 ૨૪ દરેક કરુબને બે પાંખ હતી અને તે દરેક પાંખની લંબાઈ પાંચ હાથ હતી; દરેકની એક પાંખથી બીજી પાંખના છેડાઓ વચ્ચેનું અંતર દસ હાથ હતું.
ଏକ କିରୂବର ଏକ ପକ୍ଷ ପାଞ୍ଚ ହାତ ଓ ଅନ୍ୟ ପକ୍ଷ ହିଁ ପାଞ୍ଚ ହାତ ଥିଲା; ଏକ ପକ୍ଷର ଅଗ୍ରଭାଗରୁ ଅନ୍ୟ ପକ୍ଷର ଅଗ୍ରଭାଗ ପର୍ଯ୍ୟନ୍ତ ଦଶ ହାତ ଥିଲା।
25 ૨૫ બીજા કરુબની બે પાંખો વચ્ચેનું અંતર પણ દસ હાથ હતું, બન્ને કરુબો કદ અને આકારમાં સરખા જ હતા.
ସେରୂପେ ଅନ୍ୟ କିରୂବ ହିଁ ଦଶ ହାତ ଥିଲା; ଦୁଇ କିରୂବଯାକ ଏକ ମାପ ଓ ଏକ ଆକାରର ଥିଲେ।
26 ૨૬ બન્ને કરુબની ઊંચાઈ દસ હાથ હતી.
ଏକ କିରୂବର ଉଚ୍ଚତା ଦଶ ହାତ, ଅନ୍ୟ କିରୂବର ମଧ୍ୟ ସେହିପରି ଥିଲା।
27 ૨૭ સુલેમાને એ બન્ને કરુબોને ભક્તિસ્થાનના પરમપવિત્રસ્થાનમાં ગોઠવ્યા હતા. કરુબની પાંખો ફેલાયેલી હતી, તેથી એક કરુબની પાંખ એક દીવાલને અને બીજા કરુબની પાંખ બીજી દીવાલને સ્પર્શતી હતી અને તેઓની બીજી પાંખો ખંડની વચ્ચોવચ્ચ એકબીજાને સ્પર્શતી હતી.
ପୁଣି, ସେ ସେହି କିରୂବଦ୍ୱୟକୁ ଅନ୍ତରାଗାର ମଧ୍ୟରେ ରଖିଲେ; ଆଉ ସେହି କିରୂବମାନଙ୍କର ପକ୍ଷ ଏପରି ବିସ୍ତୀର୍ଣ୍ଣ ହୋଇଥିଲା ଯେ, ଏକର ପକ୍ଷ ଏକ କାନ୍ଥକୁ ଓ ଅନ୍ୟର ପକ୍ଷ ଅନ୍ୟ କାନ୍ଥକୁ ସ୍ପର୍ଶ କଲା; ପୁଣି, ଗୃହ ମଧ୍ୟରେ ସେମାନଙ୍କ ପକ୍ଷ ପରସ୍ପର ସ୍ପର୍ଶ କଲା।
28 ૨૮ સુલેમાને તે કરુબોને સોનાથી મઢાવ્યા હતા.
ତହୁଁ ସେ କିରୂବମାନଙ୍କୁ ସୁବର୍ଣ୍ଣରେ ମଡ଼ାଇଲେ।
29 ૨૯ તેણે સભાસ્થાનની સર્વ ઓરડીઓની દીવાલો પર અંદર તેમ જ બહાર કરુબો, ખજૂરી વૃક્ષો અને ખીલેલાં ફૂલોનું કોતરકામ કરાવેલું હતું.
ପୁଣି, ସେ ଗୃହର ସକଳ କାନ୍ଥର ଭିତରେ ବାହାରେ ଚାରିଆଡ଼େ ଖୋଦିତ କିରୂବ ଓ ଖର୍ଜ୍ଜୁର ବୃକ୍ଷ ଓ ପ୍ରସ୍ପୁଟିତ ପୁଷ୍ପମାନଙ୍କର ଆକୃତି ଖୋଳିଲେ।
30 ૩૦ તેણે સભાસ્થાનની અંદરની તથા બહારની ઓરડીઓનાં ભોંયતળિયાં સોનાથી મઢ્યાં હતાં.
ଆହୁରି ଗୃହ-ଚଟାଣର ଭିତର ବାହାର ସୁବର୍ଣ୍ଣରେ ମଡ଼ାଇଲେ।
31 ૩૧ પરમપવિત્રસ્થાનના પ્રવેશ માટે સુલેમાને જૈતૂનનાં લાકડાંના દરવાજા બનાવ્યા હતા. ઉંબરો અને બારસાખ દીવાલના પાંચમા ભાગ જેટલાં હતાં.
ଆଉ, ସେ ମହାପବିତ୍ର ସ୍ଥାନର ପ୍ରବେଶ-ଦ୍ୱାର ଜୀତ କାଷ୍ଠରେ ନିର୍ମାଣ କଲେ, ତହିଁର କପାଳୀ ଓ ବାଜୁବନ୍ଧ କାନ୍ଥର ପଞ୍ଚମାଂଶ ଥିଲା।
32 ૩૨ આમ તેણે બે દરવાજા જૈતૂનનાં લાકડાંથી બનાવ્યા અને બન્ને દરવાજા પર કરુબો, ખજૂરીનાં વૃક્ષો અને ખીલેલા ફૂલોનું કોતરકામ કરીને તેને સોનાથી મઢી દીધાં હતાં.
ଏହିରୂପେ ସେ ଜୀତ କାଷ୍ଠରେ ଦୁଇ କବାଟ କଲେ; ତହିଁ ଉପରେ କିରୂବ ଓ ଖର୍ଜ୍ଜୁର ବୃକ୍ଷ ଓ ପ୍ରସ୍ପୁଟିତ ପୁଷ୍ପମାନର ଆକୃତି ଖୋଦାଇଲେ ଓ ତାହା ସୁବର୍ଣ୍ଣରେ ମଡ଼ାଇଲେ; ଆଉ କିରୂବ ଓ ଖର୍ଜ୍ଜୁରବୃକ୍ଷମାନ ଉପରେ ସୁବର୍ଣ୍ଣ ମଡ଼ାଇଲେ।
33 ૩૩ એ જ રીતે ભક્તિસ્થાનના દરવાજા માટે પણ જૈતૂનનાં લાકડાની બારસાખ દીવાલના ચોથા ભાગ જેટલી બનાવી.
ତଦ୍ରୂପ ମନ୍ଦିରର ପ୍ରବେଶ-ଦ୍ୱାର ନିମନ୍ତେ କାନ୍ଥର ଚତୁର୍ଥାଂଶରେ ଜୀତ କାଷ୍ଠର ଚୌକାଠ କଲେ;
34 ૩૪ દરવાજાનાં બે કમાડ દેવદારનાં લાકડાંનાં પાટિયાંમાંથી બનાવ્યાં હતાં. દરેક દરવાજાના બે ભાગ હતા અને એક પર એક વાળી શકાતા હતા.
ଆଉ, ଦେବଦାରୁ କାଷ୍ଠରେ ଦୁଇ କବାଟ କଲେ; ଏକ କବାଟର ଦୁଇ ପଟ ଦୋହରା ଥିଲା, ଅନ୍ୟ କବାଟର ଦୁଇ ପଟ ଦୋହରା ଥିଲା।
35 ૩૫ એ દરવાજાઓ પર કરુબ, ખજૂરીનાં વૃક્ષો અને ખીલેલાં ફૂલોનું કોતરકામ કરીને તેને સોનાથી મઢ્યા હતા.
ପୁଣି, ସେ ତହିଁ ଉପରେ କିରୂବ ଓ ଖର୍ଜ୍ଜୁର ବୃକ୍ଷ ଓ ପ୍ରସ୍ପୁଟିତ ପୁଷ୍ପମାନ ଖୋଳି ସେହି ଖୋଦିତ କର୍ମର ଆକୃତି ଅନୁସାରେ ସୁବର୍ଣ୍ଣ ମଡ଼ାଇଲେ।
36 ૩૬ તેણે ઘસીને ચકચકિત કરેલા પથ્થરોની ત્રણ હાર અને દેવદારના મોભની એક હાર વડે અંદરનો ચોક બનાવ્યો.
ପୁଣି, ସେ ତିନି ଧାଡ଼ି ଖୋଦିତ ପ୍ରସ୍ତରରେ ଓ ଏକ ଧାଡ଼ି ଏରସ କାଷ୍ଠର କଡ଼ିରେ ଭିତର ପ୍ରାଙ୍ଗଣ ନିର୍ମାଣ କଲେ।
37 ૩૭ ચોથા વર્ષના ઝીવ માસમાં યહોવાહના સભાસ્થાનનો પાયો નાખવામાં આવ્યો હતો.
ଚତୁର୍ଥ ବର୍ଷର ସିବ୍ ମାସରେ ସଦାପ୍ରଭୁଙ୍କ ଗୃହର ଭିତ୍ତିମୂଳ ସ୍ଥାପିତ ହେଲା।
38 ૩૮ અગિયારમા વર્ષના આઠમા માસમાં, એટલે કે બુલ માસમાં સભાસ્થાનનું સર્વ બાંધકામ તેના બધા ભાગો સહિત, સંપૂર્ણ નમૂના પ્રમાણે અને તેની વિશેષતા સાથે પૂરું થયું. આમ સુલેમાનને સભાસ્થાનનું બાંધકામ પૂર્ણ કરતાં સાત વર્ષ લાગ્યાં હતાં.
ପୁଣି, ଏକାଦଶ ବର୍ଷର ବୂଲ ନାମକ ଅଷ୍ଟମ ମାସରେ ନିରୂପିତ ଆକୃତି ଅନୁସାରେ ସମୁଦାୟ ଅଂଶରେ ଗୃହର ନିର୍ମାଣ କାର୍ଯ୍ୟ ସମାପ୍ତ ହେଲା। ଏରୂପେ ତାହା ନିର୍ମାଣ କରିବାରେ ତାଙ୍କୁ ସାତ ବର୍ଷ ଲାଗିଲା।