< 1 રાજઓ 5 >

1 તૂરના રાજા હીરામે પોતાના ચાકરોને સુલેમાન પાસે મોકલ્યા, કેમ કે તેણે સાંભળ્યું હતું કે લોકોએ તેને તેના પિતાને સ્થાને રાજા તરીકે અભિષિક્ત કર્યો હતો; હીરામ હમેશાં દાઉદ પર પ્રેમ રાખતો હતો.
Hi-ram, vua Ty-rơ, vốn có nhiều thiện cảm với Đa-vít, nên khi nghe Sa-lô-môn lên ngôi kế vị vua cha, liền gửi sứ giả đến chúc mừng.
2 સુલેમાને હીરામ પાસે માણસ મોકલીને કહેવડાવ્યું,
Sa-lô-môn cũng sai sứ đến trình bày với Hi-ram:
3 “તું જાણે છે કે મારા પિતા દાઉદની ચારે તરફ જે સર્વ વિગ્રહ ચાલતા હતા તેમાં જ્યાં સુધી યહોવાહે વિરોધીઓને હરાવ્યા નહિ, ત્યાં સુધી તેઓને લીધે પોતાના ઈશ્વર યહોવાહના નામને અર્થે તે ભક્તિસ્થાન બાંધી શક્યા નહિ.
“Như vua đã biết, Đa-vít, cha tôi, không thể cất Đền Thờ cho Chúa Hằng Hữu, Đức Chúa Trời của mình, vì phải chinh chiến với các dân tộc chung quanh, cho đến khi Chúa Hằng Hữu cho người chế ngự hết cừu địch.
4 પણ હવે, મારા ઈશ્વર યહોવાહે મને ચારે તરફ શાંતિ આપી છે. ત્યાં કોઈ શત્રુ નથી કે કંઈ આપત્તિ નથી.
Ngày nay, Chúa Hằng Hữu, Đức Chúa Trời của tôi, cho tôi được hòa bình, an ổn mọi phía, không còn bóng dáng quân thù hay loạn nghịch.
5 તેથી જેમ ઈશ્વરે મારા પિતા દાઉદને કહ્યું હતું, ‘તારા જે દીકરાને હું તારે સ્થાને તારા રાજ્યાસન પર બેસાડીશ તે મારા નામને અર્થે ભક્તિસ્થાન બાંધશે.’ તે પ્રમાણે હું મારા ઈશ્વર યહોવાહના નામને અર્થે ભક્તિસ્થાન બાંધવાનો ઇરાદો રાખું છું.
Nay tôi định cất một Đền Thờ cho Chúa Hằng Hữu, Đức Chúa Trời tôi, như Ngài đã bảo Đa-vít, cha tôi: ‘Con trai con, người được Ta cho lên ngôi kế vị con, sẽ cất cho Ta một Đền Thờ cho Danh Ta.’
6 તેથી હવે મારા માટે લબાનોન પરથી દેવદાર વૃક્ષો કપાવવાની આજ્ઞા આપો. અને મારા સેવકો તમારા સેવકોની સાથે રહેશે અને તમે જે પ્રમાણે કહેશો તે મુજબ હું તમારા સેવકોને વેતન ચૂકવી આપીશ. કારણ કે તમે જાણો છો કે અમારામાં સિદોનીઓના જેવા લાકડાં કાપનારો કોઈ હોશિયાર માણસો નથી.”
Vậy, xin vua cho người đốn gỗ bá hương ở Li-ban cho tôi. Tôi sẽ gửi nhân công đến giúp họ, và trả lương cho công nhân của vua theo mức vua ấn định. Vì như vua biết, không ai trong Ít-ra-ên thạo đốn gỗ bằng người Si-đôn!”
7 જયારે હીરામે સુલેમાનની વાતો સાંભળી, ત્યારે ઘણો આનંદિત થઈને બોલ્યો, “આજે યહોવાહની સ્તુતિ થાઓ કે તેમણે આ મહાન પ્રજા પર રાજ કરવા દાઉદને જ્ઞાની દીકરો આપ્યો છે.”
Nghe xong lời này, Hi-ram vui mừng nói: “Cảm tạ Chúa Hằng Hữu, vì Ngài đã cho Đa-vít người con khôn ngoan để cai trị một nước đông dân như thế.”
8 હીરામે સુલેમાનની પાસે માણસ મોકલીને કહાવ્યું, “જે સંદેશો તમે મારા પર મોકલ્યો છે તે મેં સાંભળ્યો છે. એરેજવૃક્ષનાં લાકડાંની બાબતમાં તથા દેવદારનાં લાકડાંની બાબતમાં હું તમારી ઇચ્છા પ્રમાણે બધું કરીશ.
Sau đó, vua sai sứ đáp lời Sa-lô-môn như sau: “Tôi đã nhận được lời vua sai nói với tôi. Tôi sẵn lòng làm theo điều vua yêu cầu về gỗ bá hương và trắc bá.
9 મારા ચાકરો લાકડાંને લબાનોન પરથી સમુદ્રકિનારે ઉતારી લાવશે અને જે સ્થળ તમે મુકરર કરશો ત્યાં તે સમુદ્રમાર્ગે લઈ જવા માટે હું તેમના તરાપા બંધાવીશ અને તમે તે ત્યાંથી લઈ જજો. તમે મારા ઘરનાંને ખોરાકી પૂરી પાડજો, એટલે મારી ઇચ્છા પૂરી થશે.”
Nhân công của tôi sẽ kéo gỗ từ núi Li-ban xuống biển, kết gỗ thành bè, thả biển cho đến vị trí vua định. Tại đó chúng tôi sẽ rã bè, giao gỗ cho vua; tôi mong vua sẽ cung cấp thực phẩm cho công nhân của tôi.”
10 ૧૦ તેથી હીરામે સુલેમાનને તેની ઇચ્છા પ્રમાણે એરેજવૃક્ષોનાં લાકડાં તથા દેવદારનાં લાકડાં આપ્યાં.
Vậy, Hi-ram cung cấp tất cả số gỗ bá hương và trắc bá mà Sa-lô-môn cần.
11 ૧૧ સુલેમાને હીરામના ઘરનાંને ખોરાકી બદલ વીસ હજાર માપ ઘઉં અને વીસ હજાર માપ શુદ્ધ તેલ આપ્યું. સુલેમાન હીરામને વર્ષોવર્ષ એ પ્રમાણે આપતો.
Đồng thời, Sa-lô-môn trả cho Hi-ram hằng năm ba triệu sáu trăm bốn mươi nghìn lít lúa mì làm lương thực cho các nhân công, cộng thêm 110.000 thùng dầu nguyên chất.
12 ૧૨ યહોવાહે સુલેમાનને વચન પ્રમાણે જ્ઞાન આપ્યું હતું. હીરામ તથા સુલેમાનની વચ્ચે સંપ હતો અને તેઓ બન્નેએ અરસપરસ કરાર કર્યો.
Vậy, Chúa Hằng Hữu cho Sa-lô-môn sự khôn ngoan như Ngài đã hứa. Hi-ram và Sa-lô-môn cùng ký hòa ước hữu nghị.
13 ૧૩ સુલેમાન રાજાએ સર્વ ઇઝરાયલમાંથી સખત પરિશ્રમ કરનારું લશ્કર ઊભું કર્યું; તે લશ્કર ત્રીસ હજાર માણસોનું હતું.
Vua Sa-lô-môn trưng dụng 30.000 nhân công trong toàn cõi Ít-ra-ên
14 ૧૪ તે તેઓમાંથી નિયતક્રમ પ્રમાણે દર મહિને દસ હજાર માણસોને લબાનોન મોકલતો હતો. તેઓ એક મહિનો લબાનોનમાં તથા બે મહિના પોતાના ઘરે રહેતા. અદોનીરામ આ લશ્કરનો ઊપરી હતો.
và gửi đi Li-ban mỗi tháng 10.000 người. Các nhân công luân phiên nhau, một tháng làm việc tại Li-ban, hai tháng ở nhà. A-đô-ni-ram điều khiển đoàn công nhân này.
15 ૧૫ સુલેમાન પાસે સિત્તેર હજાર મજૂરો હતા અને પર્વત પર પથ્થર ખોદનારા એંસી હજાર હતા.
Sa-lô-môn có 70.000 nhân công khuân vác, 80.000 thợ đẽo đá trên núi,
16 ૧૬ સુલેમાનની પાસે કામ પર દેખરેખ રાખનારા તથા કામ કરનાર મજુરો પર અધિકાર ચલાવનારા ત્રણ હજાર ત્રણ સો મુખ્ય અધિકારીઓ હતા.
và 3.300 đốc công trông coi phu thợ làm việc.
17 ૧૭ રાજાની આજ્ઞા મુજબ ઘડેલા પથ્થરોથી સભાસ્થાનનો પાયો નાખવા માટે તેઓ મોટા તથા મૂલ્યવાન પથ્થરો ખોદી કાઢતાં હતા.
Theo chỉ thị của vua, họ đào và đẽo những tảng đá lớn rất quý, dùng làm nền Đền Thờ.
18 ૧૮ તેથી સુલેમાનનું ઘર બાંધનારા, હીરામનું ઘર બાંધનારા તથા ગબાલીઓ આ પથ્થરોને ઘડતા હતા અને ભક્તિસ્થાન બાંધવા માટે લાકડાં તથા પથ્થર તૈયાર કરતા હતા.
Thợ của Sa-lô-môn và Hi-ram được những người Ghi-ba giúp đỡ trong việc đào núi đẽo đá và chuẩn bị cây gỗ sẵn sàng để xây Đền Thờ.

< 1 રાજઓ 5 >