< 1 રાજઓ 5 >
1 ૧ તૂરના રાજા હીરામે પોતાના ચાકરોને સુલેમાન પાસે મોકલ્યા, કેમ કે તેણે સાંભળ્યું હતું કે લોકોએ તેને તેના પિતાને સ્થાને રાજા તરીકે અભિષિક્ત કર્યો હતો; હીરામ હમેશાં દાઉદ પર પ્રેમ રાખતો હતો.
टुरोसका राजा हीरामले सोलोमनकहाँ आफ्ना सेवकहरू पठाए किनकि आफ्नो पिताको सट्टामा सोलोमन राजा अभिषेक गरिएका थिए भनी तिनले सुनेका थिए । हीरामले दाऊदलाई सधैँ माया गर्थे ।
2 ૨ સુલેમાને હીરામ પાસે માણસ મોકલીને કહેવડાવ્યું,
सोलोमनले यसो भन्दै हीरामलाई वचन पठाए,
3 ૩ “તું જાણે છે કે મારા પિતા દાઉદની ચારે તરફ જે સર્વ વિગ્રહ ચાલતા હતા તેમાં જ્યાં સુધી યહોવાહે વિરોધીઓને હરાવ્યા નહિ, ત્યાં સુધી તેઓને લીધે પોતાના ઈશ્વર યહોવાહના નામને અર્થે તે ભક્તિસ્થાન બાંધી શક્યા નહિ.
“मेरा पिता दाऊद युद्धले घेरिएकाले परमप्रभु उहाँका परमेश्वरको नाउँमा उहाँले मन्दिर बनाउन सक्नुभएन भनी तपाईंलाई थाहै छ । उहाँको जीवनभर परमप्रभुले उहाँका शत्रुहरूलाई उहाँको खुट्टाको पैतालामुनि ल्याउनुभयो ।
4 ૪ પણ હવે, મારા ઈશ્વર યહોવાહે મને ચારે તરફ શાંતિ આપી છે. ત્યાં કોઈ શત્રુ નથી કે કંઈ આપત્તિ નથી.
तर अहिले परमप्रभु मेरा परमेश्वरले मलाई हरेक क्षेत्रमा विश्राम दिनुभएको छ ।
5 ૫ તેથી જેમ ઈશ્વરે મારા પિતા દાઉદને કહ્યું હતું, ‘તારા જે દીકરાને હું તારે સ્થાને તારા રાજ્યાસન પર બેસાડીશ તે મારા નામને અર્થે ભક્તિસ્થાન બાંધશે.’ તે પ્રમાણે હું મારા ઈશ્વર યહોવાહના નામને અર્થે ભક્તિસ્થાન બાંધવાનો ઇરાદો રાખું છું.
त्यसैले परमप्रभु मेरा परमेश्वरको नाउँमा एउटा मन्दिर बनाउने मेरो इच्छा छ जस्तो परमप्रभुले मेरा पिता दाऊदलाई यसो भन्नुभएको थियो, 'म तेरो छोरोलाई तेरो सिंहासनमा बसाउने छु, र त्यसले नै मेरो नाउँमा मन्दिर बनाउने छ ।'
6 ૬ તેથી હવે મારા માટે લબાનોન પરથી દેવદાર વૃક્ષો કપાવવાની આજ્ઞા આપો. અને મારા સેવકો તમારા સેવકોની સાથે રહેશે અને તમે જે પ્રમાણે કહેશો તે મુજબ હું તમારા સેવકોને વેતન ચૂકવી આપીશ. કારણ કે તમે જાણો છો કે અમારામાં સિદોનીઓના જેવા લાકડાં કાપનારો કોઈ હોશિયાર માણસો નથી.”
त्यसकारण, अब तिनीहरूलाई मेरो निम्ति देवदारुका रुखहरू काट्न आज्ञा दिनुहोस् । मेरा दासहरू तपाईंका दासहरूसित मिल्ने छन्, र तपाईंले तोक्नुभएको ज्याला म तिनीहरूलाई दिने छु । किनकि तपाईंलाई थाहा छ, कि सीदोनीहरूजस्तै रुख ढाल्ने सिपालु मानिसहरू हाम्रा बिचमा कोही छैन ।”
7 ૭ જયારે હીરામે સુલેમાનની વાતો સાંભળી, ત્યારે ઘણો આનંદિત થઈને બોલ્યો, “આજે યહોવાહની સ્તુતિ થાઓ કે તેમણે આ મહાન પ્રજા પર રાજ કરવા દાઉદને જ્ઞાની દીકરો આપ્યો છે.”
हीरामले सोलोमनको कुरा सुनेपछि तिनी अत्यन्तै खुसी भए र भने, “आज परमप्रभु धन्यका होऊन् जसले दाऊदलाई आफ्ना जातिको रेखदेख गर्न एउटा बुद्धिमान् छोरा दिनुभएको छ ।
8 ૮ હીરામે સુલેમાનની પાસે માણસ મોકલીને કહાવ્યું, “જે સંદેશો તમે મારા પર મોકલ્યો છે તે મેં સાંભળ્યો છે. એરેજવૃક્ષનાં લાકડાંની બાબતમાં તથા દેવદારનાં લાકડાંની બાબતમાં હું તમારી ઇચ્છા પ્રમાણે બધું કરીશ.
हीरामले सोलोमनलाई यस्तो वचन पठाए, “तपाईंले मलाई पठाउनुभएको सन्देश मैले सुनेको छु । म तपाईंले चाहना गर्नुभएका सबै देवदारु र सल्लाका काठ जुटाइदिने छु ।
9 ૯ મારા ચાકરો લાકડાંને લબાનોન પરથી સમુદ્રકિનારે ઉતારી લાવશે અને જે સ્થળ તમે મુકરર કરશો ત્યાં તે સમુદ્રમાર્ગે લઈ જવા માટે હું તેમના તરાપા બંધાવીશ અને તમે તે ત્યાંથી લઈ જજો. તમે મારા ઘરનાંને ખોરાકી પૂરી પાડજો, એટલે મારી ઇચ્છા પૂરી થશે.”
मेरा दासहरूले लेबनानबाट समुद्रसम्म मूढाहरू ल्याउने छन्, र ती बाँधेर तपाईंले तोक्नुभएको ठाउँमा म बगाएर पठाउन लगाउने छु । म त्यहाँ खोल्न लगाउने छु, र तपाईंले ती लैजान सक्नुहुने छ । मेरो घरानालाई भोजन जुटाइदिएर तपाईंले चाहनुभएको कुरा पुरा गर्नुहोस् ।”
10 ૧૦ તેથી હીરામે સુલેમાનને તેની ઇચ્છા પ્રમાણે એરેજવૃક્ષોનાં લાકડાં તથા દેવદારનાં લાકડાં આપ્યાં.
त्यसैले सोलोमनले चाहेका सबै देवदारु र सल्लाका मूढा हीरामले तिनलाई दिए ।
11 ૧૧ સુલેમાને હીરામના ઘરનાંને ખોરાકી બદલ વીસ હજાર માપ ઘઉં અને વીસ હજાર માપ શુદ્ધ તેલ આપ્યું. સુલેમાન હીરામને વર્ષોવર્ષ એ પ્રમાણે આપતો.
सोलोमनले हीरामको घरानालाई भोजनको निम्ति पचास हजार मुरी गहुँ र साढे चार हजार लिटर शुद्ध तेल दिए । सोलोमनले यो वर्षैपिच्छे हीरामलाई दिन्थे ।
12 ૧૨ યહોવાહે સુલેમાનને વચન પ્રમાણે જ્ઞાન આપ્યું હતું. હીરામ તથા સુલેમાનની વચ્ચે સંપ હતો અને તેઓ બન્નેએ અરસપરસ કરાર કર્યો.
आफूले प्रतिज्ञा गर्नुभएझैँ परमप्रभुले सोलोमनलाई बुद्धि दिनुभयो । सोलोमन र हीरामको बिचमा शान्ति कायम थियो, र तिनीहरू दुई जनाले एउटा करार बाँधे ।
13 ૧૩ સુલેમાન રાજાએ સર્વ ઇઝરાયલમાંથી સખત પરિશ્રમ કરનારું લશ્કર ઊભું કર્યું; તે લશ્કર ત્રીસ હજાર માણસોનું હતું.
सोलोमन राजाले सारा इस्राएलबाट तिस हजार बेगार काम गर्ने मानिस जम्मा गरे ।
14 ૧૪ તે તેઓમાંથી નિયતક્રમ પ્રમાણે દર મહિને દસ હજાર માણસોને લબાનોન મોકલતો હતો. તેઓ એક મહિનો લબાનોનમાં તથા બે મહિના પોતાના ઘરે રહેતા. અદોનીરામ આ લશ્કરનો ઊપરી હતો.
तिनले तिनीहरूलाई हरेक महिना दस-दस हजार गरी लेबनानमा पठाए । तिनीहरू एक महिना लेबनानमा बस्थे र दुई महिना घरमा बस्थे । अदोनिराम बेगार काम गर्नेहरूका जिम्मावाल थिए ।
15 ૧૫ સુલેમાન પાસે સિત્તેર હજાર મજૂરો હતા અને પર્વત પર પથ્થર ખોદનારા એંસી હજાર હતા.
सोलोमनका सत्तरी हजरा भरिया र पहाडमा असी हजार ढुङ्गा काट्ने मानिस थिए ।
16 ૧૬ સુલેમાનની પાસે કામ પર દેખરેખ રાખનારા તથા કામ કરનાર મજુરો પર અધિકાર ચલાવનારા ત્રણ હજાર ત્રણ સો મુખ્ય અધિકારીઓ હતા.
मजदुरहरूका कामको रेखदेख गर्न खटिएका तिन हजार तिन सय नाइके थिए ।
17 ૧૭ રાજાની આજ્ઞા મુજબ ઘડેલા પથ્થરોથી સભાસ્થાનનો પાયો નાખવા માટે તેઓ મોટા તથા મૂલ્યવાન પથ્થરો ખોદી કાઢતાં હતા.
राजाको आज्ञामा तिनीहरूले मन्दिरको जगको निम्ति उच्च गुणस्तरका ठुला-ठुला ढुङ्गाहरू फोरेर निकाले ।
18 ૧૮ તેથી સુલેમાનનું ઘર બાંધનારા, હીરામનું ઘર બાંધનારા તથા ગબાલીઓ આ પથ્થરોને ઘડતા હતા અને ભક્તિસ્થાન બાંધવા માટે લાકડાં તથા પથ્થર તૈયાર કરતા હતા.
त्यसैले सोलोमन र हीरामका कारीगरहरूसाथै गेबालका मानिसहरूले मन्दिर निर्माणको निम्ति काठ र ढुङ्गाहरू काटेर तयार पारे ।