< 1 રાજઓ 4 >
1 ૧ સુલેમાન રાજા સર્વ ઇઝરાયલ પર રાજ કરતો હતો.
Kamano ruoth Solomon nobedo ruodh Israel duto.
2 ૨ આ તેના રાજ્યના અધિકારીઓ હતા: સાદોકનો દીકરો અઝાર્યા યાજક હતો.
Magi ema ne jodonge madongo: Azaria wuod Zadok jadolo;
3 ૩ શીશાના દીકરા અલિહોરેફ તથા અહિયા ચિટનીસો હતા. અહીલૂદનો દીકરો યહોશાફાટ ઇતિહાસકાર હતો.
Elihoref kod Ahija yawuot Shisha jogoro; Jehoshafat wuod Ahilud jachan weche.
4 ૪ યહોયાદાનો દીકરો બનાયા સેનાધિપતિ હતો. સાદોક તથા અબ્યાથાર યાજકો હતા.
Benaya wuod Jehoyada jatend jolweny. Zadok kod Abiathar ma jodolo;
5 ૫ નાથાનનો દીકરો અઝાર્યા વહીવટદારોનો ઉપરી હતો. નાથાનનો દીકરો ઝાબૂદ યાજક તથા રાજાનો મિત્ર હતો.
Azaria wuod Nathan ma jatend jodong gwengʼ, Zabud wuod Nathan jadolo kendo jangʼad ni ruoth rieko;
6 ૬ અહીશાર ઘરનો વહીવટદાર હતો. આબ્દાનો દીકરો અદોનીરામ કોશાધ્યક્ષ હતો.
Ahishar ma jatend od ruoth; Adoniram wuod Abda ma jatend tij achune.
7 ૭ સર્વ ઇઝરાયલ પર સુલેમાનના બાર અધિકારીઓ હતા, જેઓ રાજાને તથા તેના કુટુંબને ખોરાક પૂરો પાડવાની જવાબદારી બજાવતા હતા. દરેકને માથે વર્ષમાં એકેક મહિનાનો ખર્ચ પૂરો પાડવાનો હતો.
Solomon bende ne nigi jotelo apar gariyo mane orito pinje manie Israel duto kendo ne choko gik moko ne ruoth kod joge. Moro ka moro kuomgi ne kelo chiemo kuom dwe achiel e higa.
8 ૮ આ તેઓનાં નામ છે: એફ્રાઇમના પહાડી પ્રદેશમાં બેન-હૂર,
Magi e nying-gi: Ben-Hur norito pinje mag gode mag Efraim:
9 ૯ માકાશમાંનો બેન-દેકેર, શાલ્બીમમાંનો બેથ-શેમેશ, એલોનબેથમાં હાનાન,
Ben-Deker norito Makaz; Shalbim, Beth Shemesh kod Elon Bethhanan;
10 ૧૦ અરૂબ્બોથમાં બેન-હેશેદ; સોખો તથા હેફેરનો આખો દેશ તેને તાબે હતો.
Ben-Hesed norito Aruboth (Soko kod pinje duto mag Hefer).
11 ૧૧ દોરના આખા પહાડી પ્રદેશમાં બેન-અબીનાદાબ હતો. તેણે સુલેમાનની દીકરી ટાફાથ સાથે લગ્ન કર્યું હતું.
Ben-Abinadab norito Nafoth Dor (kendo nokendo Tafath ma nyar Solomon).
12 ૧૨ તાનાખ તથા મગિદ્દો, સારેથાનની બાજુનું તથા યિઝ્રએલની નીચેનું આખું બેથ-શેઆન, બેથ-શેઆનથી આબેલ-મહોલા સુધી, એટલે યોકમામની પેલી બાજુ સુધીમાં અહીલૂદનો દીકરો બાના,
Baana wuod Ahilud norito Tanak, gi Megido nyaka Beth Shan duto machiegni gi Zarethan man mwalo mar Jezreel, koa Beth Shan nyaka Abel Mehola man loka mar Jokmeam.
13 ૧૩ રામોથ ગિલ્યાદમાં બેન-ગેબેર: વળી યતેના તાબે મનાશ્શાના દીકરા યાઈરના ગિલ્યાદમાંનાં નગરો પણ હતાં, એટલે તેને તાબે બાશાનમાંનો આર્ગોબ પ્રદેશ, જેમાં દીવાલો તથા પિત્તળની ભૂંગળોવાળાં સાઠ મોટાં નગરોનો તે અધિકારી હતો.
Ben-Geber norito Ramoth Gilead (kod kuonde dak mag Jair wuod Manase man Gilead kaachiel gi piny mar Argob manie Bashan kod mieche madongo piero auchiel molwor gi ohinga motegno kendo nigi lodi mag rangeye mag mula);
14 ૧૪ માહનાઇમમાં ઇદ્દોનો દીકરો અહિનાદાબ હતો.
Ahinadab wuod Ido norito Mahanaim;
15 ૧૫ અહિમાઆસ નફતાલીમાં હતો. તેણે પણ સુલેમાનની દીકરી બાસમાથની સાથે લગ્ન કર્યું હતું.
Ahimaz norito Naftali (kendo nokendo Basemath nyar Solomon);
16 ૧૬ આશેર તથા બાલોથમાં હુશાયનો દીકરો બાના,
Baana wuod Hushai norito Asher kod Aloth.
17 ૧૭ ઇસ્સાખારમાં પારૂઆનો દીકરો યહોશાફાટ.
Jehoshafat wuod Parua norito Isakar;
18 ૧૮ અને બિન્યામીનમાં એલાનો દીકરો શિમઈ હતો.
Shimei wuod Ela norito Benjamin;
19 ૧૯ અમોરીઓના રાજા સીહોનના તથા બાશાનના રાજા ઓગના ગિલ્યાદ દેશમાં ઉરીનો દીકરો ગેબેર અને આ દેશમાં તે એકલો અધિકારી હતો.
Geber wuod Uri norito Gilead (enie piny mane Sihon ruoth jo-Amor kod Og ruodh Bashan ne rito chon). En kende ema ne en jaduongʼ motelone gwengʼno.
20 ૨૦ યહૂદિયા તથા ઇઝરાયલના લોકો સંખ્યામાં સમુદ્ર કિનારાની રેતી જેટલા અગણિત હતા. તેઓ ખાઈ પીને આનંદ કરતા હતા.
Oganda jo-Juda gi jo-Israel ne ngʼeny machalo ka kuoyo manie e dho nam; negichiemo, mi negimetho kendo negimor.
21 ૨૧ નદીથી તે પલિસ્તીઓના દેશ સુધી તથા મિસરની સરહદ સુધીનાં સર્વ રાજ્યો પર સુલેમાન હકૂમત ચલાવતો હતો. તેઓ નજરાણાં લાવતા અને સુલેમાનની જિંદગીના સર્વ દિવસો તેઓ તેની તાબેદારી કરતા રહ્યા.
Kendo Solomon nobedo ruodh pinyno duto chakre Aora maduongʼ mar Yufrate nyaka e piny jo-Filistia mochweyo nyaka giko piny Misri. Pinjegi duto ne kelo osuru ni Solomon bende ne gin e bwo lochne ndalo duto.
22 ૨૨ સુલેમાનના મહેલમાં રહેનારાનો એક દિવસનો ખોરાક ત્રીસ માપ મેંદો, સાઠ માપ લોટ,
Chiemo mane Solomon nwangʼo odiechiengʼ kodiechiengʼ ne romo gunde piero auchiel mag mogo mayom kod gunde mia achiel gi piero ariyo ariyo mag mogo amoga;
23 ૨૩ દસ પુષ્ટ બળદો, બીડમાં ચરતા વીસ બળદ, સો ઘેટાં, સાબર, હરણ, કલિયાર તથા ચરબીદાર પક્ષીઓ એટલો હતો.
rwedhi apar machwe mopongʼ, rwedhi piero ariyo machwe kod rombe gi diek mia achiel kaachiel gi mwanda; ogunde, ring ngawo kod awendo machwe.
24 ૨૪ કેમ કે નદીની આ બાજુના સર્વ પ્રદેશમાં એટલે તિફસાથી તે ગાઝા સુધી સર્વ રાજાઓ તેને તાબે હતા અને તેની ચારેબાજુ શાંતિ હતી.
Nimar nobedo gi loch kuom pinjeruodhi duto man yo podho chiengʼ mar Aora maduongʼ chakre Tifsa nyaka Gaza kendo ne en gi kwe gi joma olwore duto.
25 ૨૫ સુલેમાનના સર્વ દિવસો દરમિયાન દાનથી તે બેરશેબા સુધી યહૂદિયા તથા ઇઝરાયલ પોતપોતાના દ્રાક્ષાવેલા નીચે તથા પોતપોતાની અંજીરી નીચે નિર્ભય સ્થિતિમાં હતા.
E ndalo mag ngima mar Solomon Juda gi Israel chakre Dan nyaka Bersheba nodak gi kwe ka ngʼato ka ngʼato tiyo e puothe mar mzabibu kod ngʼope.
26 ૨૬ સુલેમાનને પોતાના રથોના ઘોડાને માટે ચાળીસ હજાર તબેલા હતા અને બાર હજાર ઘોડેસવારો હતા.
Solomon ne nigi udi alufu piero angʼwen moger ni Farese kod Farese alufu apar gariyo.
27 ૨૭ દરેક અધિકારીઓ પોતપોતાને ભાગે આવેલા મહિનામાં સુલેમાન રાજાને તથા સુલેમાનને ત્યાં જમવા આવનાર બધાંને ખોરાક પૂરો પાડતા હતા. તેઓ કોઈપણ બાબતની અછત પડવા દેતા નહિ.
Jodong gwengʼno, moro ka moro e dweye ne chiwo ni ruoth Solomon gi welo duto mane oluongo, maonge gimoro amora morem.
28 ૨૮ તેઓ પ્રત્યેક પોતપોતાને સોંપેલી ફરજ પ્રમાણે, રથના ઘોડાઓને માટે તથા સવારી માટેના ઘોડાઓને માટે તેઓને મુકામે જવ તથા ઘાસ પહોંચાડતા હતા.
Bende ngʼato ka ngʼato nokelo Shairi gi lum e kuondegi mag keno ne farese maywa geche kod farese mamoko.
29 ૨૯ ઈશ્વરે સુલેમાનને ઘણું જ્ઞાન, સમજશક્તિ તથા સમુદ્રકિનારાની રેતીના પટ સમું વિશાળ સમજશકિત આપ્યાં હતાં.
Nyasaye nomiyo Solomon rieko gi ngʼeyo matut moloyo kod winjo ma ok nyalo pimore mana ka kwoyo manie dho nam.
30 ૩૦ પૂર્વ દિશાના સર્વ લોકોના જ્ઞાનથી તથા મિસરીઓના સર્વ જ્ઞાન કરતાં સુલેમાનનું જ્ઞાન અધિક હતું.
Rieko Solomon ne duongʼ moloyo jorieko duto manie yo wuok chiengʼ, bende noduongʼ moloyo rieko duto mag Misri.
31 ૩૧ તે સર્વ માણસો કરતાં વિશેષ જ્ઞાની હતો. એથાન એઝ્રાહી કરતાં, માહોલના દીકરાઓ હેમાન, કાલ્કોલ તથા દાર્દા કરતાં પણ તે વધારે જ્ઞાની હતો. તેની કીર્તિ આસપાસના સર્વ દેશોમાં ફેલાઈ ગઈ.
Noriek moloyo ngʼato angʼata moriwo kata mana Ethan ja-Ezra kendo riek moloyo Heman gi Kalkol kod Darda yawuot Mahol. Kendo humbe nolandore e pinje molwore duto.
32 ૩૨ તેણે ત્રણ હજાર નીતિવચનો કહ્યાં અને તેનાં રચેલાં ગીતોની સંખ્યા એક હજાર પાંચ હતી.
Nogoyo ngeche alufu adek kendo wende mane owero noromo alufu achiel gi abich.
33 ૩૩ તેણે વનસ્પતિ વિષે વર્ણન કર્યું, એટલે લબાનોન પરના દેવદાર વૃક્ષથી માંડીને દીવાલોમાંથી ઊગી નીકળતા ઝુફા સુધીની વનસ્પતિ વિષે વર્ણન કર્યું. તેણે પશુઓ, પક્ષીઓ, પેટે ચાલનારાં પ્રાણીઓ તથા માછલીઓ વિષે પણ વર્ણન કર્યું.
Nowuoyo kuom kit yien kochako gi yiende Sida mag Lebanon nyaka owino magawore e kor udi. Bende nopuonjo ji kuom le kod winy gi le mamol kod rech.
34 ૩૪ જે સર્વ લોકોએ તથા પૃથ્વી પરના જે સર્વ રાજાઓએ સુલેમાનના જ્ઞાન વિષે સાંભળ્યું હતું, તેઓમાંના ઘણા તેના જ્ઞાનની વાતો સાંભળવા આવતા હતા.
Ji moa e pinje duto nobiro mondo owinji rieko Solomon koorgi gi ruodhi mag piny mane osewinjo humb riekone.