< 1 રાજઓ 3 >
1 ૧ સુલેમાને મિસરના રાજા ફારુનની સાથે સંબંધ બાંધીને તેની દીકરી સાથે લગ્ન કર્યું. તે પોતાનો મહેલ, યહોવાહનું ભક્તિસ્થાન તથા યરુશાલેમની ફરતે દીવાલ બાંધી રહ્યો, ત્યાં સુધી તેણે ફારુનની દીકરીને દાઉદનગરમાં રાખી.
Solomon made a marriage alliance with Pharaoh of Egypt. He married Pharaoh's daughter and brought her to live in the City of David until he finished building his palace, the Lord's Temple, and the walls surrounding Jerusalem.
2 ૨ લોકો ધર્મસ્થાનોમાં અર્પણ કરતા, કેમ કે તે દિવસો સુધી યહોવાહના નામનું ભક્તિસ્થાન બાંધવામાં આવ્યું નહોતું.
In those days, however, the people still sacrificed on the high places because a Temple to honor the Lord hadn't yet been built.
3 ૩ સુલેમાન પોતાના પિતા દાઉદના વિધિઓ પ્રમાણે ચાલીને યહોવાહ પર પ્રેમ રાખતો હતો, તે ધર્મસ્થાનોમાં અર્પણ કરતો હતો અને ધૂપ બાળતો હતો.
Solomon showed he loved the Lord by following the instructions of his father David, except that he sacrificed and burned offerings on the high places.
4 ૪ રાજા ગિબ્યોનમાં અર્પણ કરવા ગયો, કેમ કે તે મોટું ધર્મસ્થાન હતું. તે વેદી પર સુલેમાને એક હજાર દહનીયાર્પણ ચઢાવ્યાં.
The king went to Gibeon to sacrifice there, for it was the leading high place. Solomon presented one thousand burnt offerings on the altar there.
5 ૫ ગિબ્યોનમાં યહોવાહે રાત્રે સુલેમાનને સ્વપ્નમાં દર્શન આપીને કહ્યું, “માગ! હું તને શું આપું?”
The Lord appeared to Solomon in a dream at Gibeon. God said to him, “Ask what you want me to give you.”
6 ૬ તેથી સુલેમાને કહ્યું, “તમારા સેવક, મારા પિતા દાઉદ જે પ્રમાણે તમારી આગળ સત્યતાથી, ન્યાયીપણાથી તથા તમારી સાથે પ્રામાણિક હૃદયથી ચાલ્યા, તે પ્રમાણે તમે તેમના પર મોટી કૃપા પણ કરી. તમે તેમના પર આ મોટી કૃપા કરી છે એટલે જેમ આજે છે તેમ, તેમના રાજ્યાસન પર બેસવા તમે તેમને દીકરો આપ્યો છે.
Solomon replied, “You showed your servant David, my father, great trustworthy love because he lived his life before you with faithfulness, doing what was right and committed to principle. You have continued to show this great trustworthy love by giving him a son to sit on his throne to this day.
7 ૭ હવે હે યહોવાહ મારા ઈશ્વર, તમે આ તમારા દાસને મારા પિતા દાઉદને સ્થાને રાજા કર્યો છે, હું તો હજી માત્ર નાનો બાળક છું. કેવી રીતે બહાર જવું અથવા અંદર આવવું તે હું જાણતો નથી.
Now, Lord God, you have made me king in place of my father David. But I am like an inexperienced young boy who doesn't know what to do.
8 ૮ તમારા પસંદ કરેલા લોકો કે, જે એક એવી મહાન પ્રજા છે, જેની ગણતરી કે સંખ્યા પુષ્કળતાને લીધે કરી શકાય નહિ તેઓ મધ્યે તમારો સેવક છે.
I, your servant, am here in among your chosen people, a great people that are so many they cannot be counted.
9 ૯ માટે તમારા લોકોનો ન્યાય કરવા મને તમારા સેવકને વિવેક અને બુદ્વિવાળું હૃદય આપો, કે જેથી સાચા અને ખોટાનો તફાવત હું પારખી શકું. કેમ કે આ તમારી મહાન પ્રજાનો ન્યાય કરવા કોણ શક્તિમાન છે?”
So please give me a mind that's receptive so I can rule your people well, understanding the difference between right and wrong, for who can rule this difficult people of yours?”
10 ૧૦ સુલેમાનની વિનંતીથી પ્રભુ પ્રસન્ન થયા.
The Lord considered that what Solomon asked for was good.
11 ૧૧ તેથી ઈશ્વરે તેને કહ્યું, “તેં યોગ્ય માગણી કરી છે અને પોતાના માટે લાબું આયુષ્ય માગ્યું નથી. વળી તેં પોતાને માટે સંપત્તિ અથવા તારા દુશ્મનોના જીવ માગ્યા નથી, પણ ન્યાય કરવા માટે બુદ્ધિ માગી છે,
So God told him, “Because you asked for this, and you didn't ask for a long life, or wealth, or the death of your enemies, but instead you asked for understanding to know what is right,
12 ૧૨ તે માટે મેં તારી ઇચ્છા પ્રમાણે કર્યું છે. મેં તને જ્ઞાની તથા વિવેકબુદ્ધિવાળું હૃદય આપ્યું છે. હવે કૌશલ્ય અને બુદ્ધિમતામાં તારી અગાઉ તારા જેવો કોઈ થયો નથી અને હવે પછી તારા જેવો કોઈ થશે પણ નહિ.
I am giving you what you asked for. I am giving you a mind that is wise, with an understanding of what is right, more than anyone else before you or after you.
13 ૧૩ વળી તેં જે માગ્યું નથી તે પણ એટલે દ્રવ્ય તથા સન્માન, એ બન્ને મેં તને આપ્યાં છે. તારા સર્વ દિવસોભર રાજાઓમાં તારા જેવો કોઈ થશે નહિ.
I am also giving you what you did not ask for, wealth and status—so much so that no king will compare to you for the whole of your life.
14 ૧૪ જો તું તારા પિતા દાઉદની જેમ મારા વિધિઓ તથા મારી આજ્ઞાઓ પાળીને મારા માર્ગે ચાલશે, તો હું તને લાંબુ આયુષ્ય આપીશ.”
And if you follow my ways by keeping my laws and my commands, as your father David did, I will give you a long life.”
15 ૧૫ પછી સુલેમાન જાગ્યો, તો જુઓ, એ તો સ્વપ્ન હતું. તે યરુશાલેમ આવ્યો અને પ્રભુના કરારકોશ આગળ ઊભો રહ્યો. તેણે દહનીયાર્પણ તથા શાંત્યર્પણ ચઢાવ્યાં અને પોતાના સર્વ ચાકરોને મિજબાની આપી.
Then Solomon woke up and realized he'd had a dream. He went back to Jerusalem, and stood in front of the Ark of the Lord's Agreement and he presented burnt offerings and friendship offerings, and he held a feast for all his officials.
16 ૧૬ પછી બે સ્ત્રીઓ જે ગણિકા હતી તે રાજા પાસે આવીને ઊભી રહી.
Later two prostitutes came to the king and stood before him for judgment.
17 ૧૭ તેમાંની એક સ્ત્રીએ કહ્યું, “હે મારા માલિક, હું તથા આ સ્ત્રી એક જ ઘરમાં રહીએ છીએ અને જે ઘરમાં હું તેની સાથે રહું છું તેમાં મેં એક બાળકને જન્મ આપ્યો.
One of the women spoke up, saying, “If it please Your Majesty: I share a house with this woman. I had a baby while she was living in the house.
18 ૧૮ મારી પ્રસૂતિને ત્રીજે દિવસે એમ થયું કે આ સ્ત્રીને પણ એક બાળક જનમ્યું. અમે એકસાથે રહેતાં હતાં. અમારી સાથે ઘરમાં બીજું કોઈ નહોતું, પણ અમે બે જ ઘરમાં હતાં.
Three days after the birth of my baby, this woman also had a baby. We were together; there was no one else in the house, just the two of us.
19 ૧૯ આ સ્ત્રીનો દીકરો રાત્રે મરણ પામ્યો, કારણ કે ઊંઘમાં પાસું ફેરવતાં તેનો દીકરો તેનાથી દબાઈ ગયો હતો.
During the night this woman's son died because she rolled over on him.
20 ૨૦ તેથી તેણે મધરાત્રે ઊઠીને આ તમારી દાસી ઊંઘતી હતી એટલામાં મારા દીકરાને મારી પાસેથી લઈ જઈને પોતાની પાસે સુવડાવ્યો અને તેના મરણ પામેલા દીકરાને મારી પાસે સુવડાવ્યો.
She got up in the middle of the night and took my son from beside me while I was sleeping. She lay him close beside her to cuddle him, and she lay her dead son close beside me.
21 ૨૧ જયારે હું સવારમાં મારા બાળકને દૂધ પીવડાવવા ઊઠી, ત્યારે તો તે મરણ પામેલો હતો. પણ મેં તેને સવારમાં ધ્યાનથી જોયો, તો તે મારાથી જન્મેલો મારો દીકરો નહોતો.”
When I got up in the morning to nurse my son I saw that he was dead. When I looked closely at him in the light I realized it wasn't my son.”
22 ૨૨ પછી બીજી સ્ત્રી બોલી, “ના, જે જીવતો દીકરો છે તે તો મારો છે અને જે મરણ પામેલો છે તે તારો દીકરો છે.” પ્રથમ સ્ત્રીએ કહ્યું, “ના, મરણ પામેલો દીકરો તારો છે અને જે જીવતો છે તે મારો છે.” આમ તેઓએ રાજા આગળ વિવાદ કર્યો.
The other woman argued, “No! My son is the one that's alive. Your son is the one that's dead.” The first woman objected, “No! Your son is the one that's dead. My son is the one that's alive.” They went on quarrelling in front of the king.
23 ૨૩ પછી રાજાએ કહ્યું, “એક કહે છે, ‘આ જીવતો તે મારો દીકરો છે અને મરણ પામેલો તે તારો દીકરો છે.’ અને બીજી કહે છે, ‘ના, મરણ પામેલો દીકરો તારો છે અને જીવતો દીકરો મારો છે.’
The king intervened, saying, “So this woman says ‘My son is the one that's alive. Your son is the one that's dead,’ while the other woman says, ‘No! Your son is the one that's dead. My son is the one that's alive.’”
24 ૨૪ રાજાએ કહ્યું, “મને એક તલવાર લાવી આપો.” તેઓ રાજા પાસે એક તલવાર લાવ્યા.
“Bring me a sword,” the king ordered. So they brought him a sword.
25 ૨૫ પછી રાજાએ કહ્યું, “આ જીવતા બાળકના ઉપરથી નીચે બે સરખા ભાગ કરીને એકને અડધો ભાગ અને બીજીને અડધો ભાગ આપો.”
“Cut the child that's alive in two, and give half to one woman and half to another,” he commanded.
26 ૨૬ પછી જે સ્ત્રીનો દીકરો જીવતો હતો તેણે રાજાને અરજ કરી, કેમ કે પોતાના દીકરાને માટે તેનું હૃદય ભરાઈ આવ્યું હતું. તેણે કહ્યું, “હે મારા માલિક, તે સ્ત્રીને જીવતો દીકરો આપો અને ગમે તે હોય પણ તેને મારી તો ન જ નાખો.” પણ બીજી સ્ત્રીએ કહ્યું, “તે મારો પણ ન થાય તેમ જ તારો પણ ન થાય. તેના બે ભાગ કરો.”
But the woman whose son was alive had so much love for him as a mother that she cried out to the king, “Please, Your Majesty, give her the boy! Don't kill him!” But the other woman said, “He won't be mine or yours—cut him in two!”
27 ૨૭ પછી રાજાએ જવાબ આપ્યો, “જીવતો દીકરો પહેલી સ્ત્રીને આપો. કેમ કે તે જ તેની માતા છે, દીકરાને મારી નાખો નહિ.”
The king gave his verdict. “Give the child that's alive to the first woman,” he ordered. “On no account kill him, for she is his real mother.”
28 ૨૮ રાજાએ જે ન્યાય કર્યો હતો, તે વિષે જયારે સર્વ ઇઝરાયલે સાંભળ્યું, ત્યારે તેઓને રાજાનો ભય લાગ્યો, કેમ કે તેઓએ જોયું કે ન્યાય કરવા તેનામાં ઈશ્વરનું જ્ઞાન છે.
When everyone in Israel heard about the verdict the king had delivered, they had great respect for the king, because they recognized the wisdom God had given him to judge rightly.