< 1 રાજઓ 21 >
1 ૧ ત્યાર બાદ એવું બન્યું કે, યિઝ્રએલી નાબોથ પાસે યિઝ્રએલમાં સમરુનના રાજા આહાબના મહેલ પાસે એક દ્રાક્ષવાડી હતી.
Na ɔbarima bi a wɔfrɛ no Nabot a ɔfiri Yesreel wɔ bobeturo bi a ɛbɛn Samariahene Ahab ahemfie.
2 ૨ આહાબે નાબોથને કહ્યું, “તારી દ્રાક્ષવાડી મારા મહેલ પાસે હોવાથી તે તું મને આપ. જેથી હું તેને શાકવાડી બનાવું. અને તેના બદલામાં હું તને બીજી સારી દ્રાક્ષવાડી આપીશ અથવા જો તને ઠીક લાગે તો હું તને તેના મૂલ્યના પૈસા ચૂકવીશ.
Ahab ka kyerɛɛ Nabot sɛ, “Fa wo bobeturo no ma me, na memfa asase no nyɛ atosodeɛfuo, ɛfiri sɛ, ɛbɛn mʼahemfie pɛɛ. Sɛ wopene so de ma me a, mɛma wo bobeturo papa, na sɛ nso wopɛ a, ɛboɔ biara a asase no die no, mɛtua.”
3 ૩ પણ નાબોથે તેને જવાબ આપ્યો, “મારા પૂર્વજોની જમીન હું તમને આપું તેવું યહોવાહ થવા દો નહિ.”
Nanso, Nabot buaa sɛ, “Awurade mma ɛmpare me sɛ mede mʼagyanom agyapadeɛ bɛma wo.”
4 ૪ તેથી યિઝ્રએલી નાબોથનો જવાબ સાંભળીને આહાબ ઉદાસ તથા ગુસ્સે થઈને પોતાના મહેલમાં ગયો. તે પથારીમાં સૂઈ ગયો અને તેણે પોતાનું મોં અવળું ફેરવ્યું. તેણે ખાવાની ના પાડી.
Enti, Ahab sane kɔɔ ahemfie hɔ a ne bo afu ne ho pɔtɔɔ. Ɔkɔdaeɛ a wannidie, de nʼanim kyerɛɛ fasuo.
5 ૫ તેની પત્ની ઇઝબેલે તેની પાસે આવીને કહ્યું, “તું આટલો બધો ઉદાસ કેમ થયો છે? તેં ખાવાની પણ ના પાડી?”
Ne yere Isebel bɛbisaa no sɛ, “Adɛn enti na woayɛ bosaa saa? Adɛn enti na wompɛ sɛ wodidie?”
6 ૬ તેણે તેને કહ્યું, “યિઝ્રએલી નાબોથને મેં કહ્યું કે, ‘પૈસાના બદલામાં તું તારી દ્રાક્ષવાડી મને આપ. અથવા જો તું ઇચ્છે તો તેના બદલામાં હું તને બીજી દ્રાક્ષવાડી આપીશ. પણ તેણે કહ્યું, “હું મારી દ્રાક્ષવાડી તને નહિ આપું.’
Ɔbuaa no sɛ, “Meka kyerɛɛ Nabot, Yesreelni no sɛ, ɔntɔn ne bobeturo no mma me anaasɛ, mɛma no bi ahyɛ anan, nanso wampene.”
7 ૭ તેથી તેની પત્ની ઇઝબેલે પ્રત્યુત્તર આપ્યો, “તું હાલ ઇઝરાયલનું રાજ ચલાવે છે કે નહિ? ઊઠ અને ખા. હૃદયમાં આનંદિત થા. યિઝ્રએલી નાબોથની દ્રાક્ષવાડી હું તને અપાવીશ.”
Ne yere Isebel bisaa sɛ, “Wonyɛ Israelhene anaa? Sɔre na didi! Mma yei nha wo. Mɛgye Nabot bobeturo no ama wo!”
8 ૮ પછી આહાબને નામે ઇઝબેલે પત્રો લખ્યા, તે પર તેની મહોર મારીને બંધ કર્યા. નાબોથ રહેતો હતો તે નગરમાં વડીલો અને આગેવાનોને તે પત્રો તેણે મોકલી આપ્યા.
Na Isebel twerɛɛ nkrataa wɔ Ahab din mu, de ne nsɔano sɔɔ ano, de kɔmaa mpanimfoɔ ne akunini a wɔne Nabot te kuropɔn no mu no.
9 ૯ તેણે પત્રમાં લખ્યું કે, “ઉપવાસને જાહેર કરો અને નાબોથને બધા લોકોની સામે બેસાડો.”
Krataa no mu nsɛm ne sɛ: “Yi ɛda bi to hɔ a wɔde bɛyɛ akɔnkyene, na ma Nabot ntena animuonyambea wɔ nnipa no mu.
10 ૧૦ સભામાં બે અપ્રામાણિક માણસોને પણ બેસાડો અને તેઓને તેની વિરુદ્ધ સાક્ષી અપાવો કે, “નાબોથે યહોવાહને અને રાજાને શાપ આપ્યો છે.” માટે તેને બહાર લઈ જાઓ અને તેને પથ્થર મારીને મારી નાખો.
Monhwehwɛ ahuhufoɔ baanu na wɔmmɔ no kwaadu sɛ, wadome Onyankopɔn ne ɔhene. Na afei, momfa no mfiri adi, nkɔsi no aboɔ nku no.”
11 ૧૧ તેથી વડીલો, આગેવાનોએ તથા તેના નગરના માણસોએ ઇઝબેલે, પત્રમાં લખી મોકલેલા સંદેશ પ્રમાણે કર્યુ.
Enti, mpanimfoɔ ne atitire a wɔte Nabot kuro no mu no yɛɛ deɛ Isebel kaa wɔ nkrataa no mu sɛ wɔnyɛ no.
12 ૧૨ તેમણે ઉપવાસ જાહેર કર્યો અને નાબોથને લોકોની સામે બેસાડયો.
Wɔhyɛɛ akɔnkyene no ase, de Nabot tenaa animuonyambea wɔ nnipa no mu.
13 ૧૩ પેલા બે અપ્રામાણિક માણસો આવીને તેની સામે બેઠા અને તેના વિષે લોકો સમક્ષ સાક્ષી આપીને કહ્યું, “નાબોથે યહોવાહને અને રાજાને શાપ આપ્યો છે.” પછી તેઓ તેને નગરની બહાર લઈ ગયા અને પથ્થર મારીને તેને મારી નાખ્યો.
Na ahuhufoɔ baanu no bɛbɔɔ Nabot kwaadu wɔ nnipa no anim sɛ, wadome Onyankopɔn ne ɔhene. Enti, wɔde no kɔɔ kurotia, kɔsii no aboɔ kumm no.
14 ૧૪ પછી તેઓએ ઇઝબેલને સંદેશો મોકલ્યો કે, “નાબોથને પથ્થરો ફેકીને મારી નાખવામાં આવ્યો છે.”
Na wɔsoma kɔɔ Isebel nkyɛn, kɔka kyerɛɛ no sɛ, “Wɔasi Nabot aboɔ, ama wawu.”
15 ૧૫ તેથી જયારે ઇઝબેલને ખબર પડી કે, નાબોથને પથ્થર મારીને તેને મારી નાખવામાં આવ્યો છે ત્યારે તેણે આહાબને કહ્યું, “ઊઠ અને યિઝ્રએલના નાબોથે જે દ્રાક્ષવાડી જે તે પૈસા લઈ ને તને આપવાની ના પાડી હતી તેનો કબજો લે; કારણ નાબોથ હવે જીવતો નથી, મૃત્યુ પામ્યો છે.”
Ɛberɛ a Isebel tee sɛ wɔasi Nabot aboɔ, akum no no ara pɛ, ɔka kyerɛɛ Ahab sɛ, “Sɔre na kɔfa Nabot, Yesreelni no bobeturo no a ɔde kamee wo sɛ ɔrentɔn mma wo no. Ɔnte ase bio, na wawu.”
16 ૧૬ જયારે આહાબે સાંભળ્યું કે, નાબોથ મૃત્યુ પામ્યો છે ત્યારે તે ઊઠીને યિઝ્રએલી નાબોથની દ્રાક્ષવાડીનો કબજો લેવા ગયો.
Enti ɛhɔ ara, Ahab siane kɔfaa Nabot bobeturo no.
17 ૧૭ ત્યાર બાદ તિશ્બીના પ્રબોધક એલિયા પાસે યહોવાહનું વચન આવ્યું,
Ɛnna Awurade asɛm baa Tisbini Elia hɔ sɛ,
18 ૧૮ “ઊઠ, સમરુનમાં રહેતા ઇઝરાયલના રાજા આહાબ પાસે જા. તે તને નાબોથની દ્રાક્ષવાડીમાં મળશે. તે ત્યાં દ્રાક્ષવાડીનો કબજો લેવા ગયો છે.
“Kɔ na kɔhyia Israelhene Ahab a ɔdi Samaria so no. Seesei ara ɔwɔ Nabot bobeturo no mu a ɔrebɛfa.
19 ૧૯ તારે તેને આ પ્રમાણે કહેવું, યહોવાહ એવું કહે છે કે, ‘તેં નાબોથનું ખૂન કર્યું છે? અને દ્રાક્ષવાડીનો કબજો પણ લીધો છે? યહોવાહ આમ કહે છે, જયાં કૂતરાંઓએ નાબોથનું લોહી ચાટ્યું હતું ત્યાં જ કૂતરાંઓ તારું લોહી પણ ચાટશે.’
Ka kyerɛ no sɛ, sei na Awurade ka: ‘Ɛnnɔɔso sɛ wokum Nabot? Ɛsɛ sɛ wobɔ no korɔno nso? Deɛ woayɛ yi enti beaeɛ a nkraman taferee Nabot mogya no, ɛhɔ ara na nkraman bɛtafere wo mogya, aane, wʼankasa wo mogya!’”
20 ૨૦ આહાબે એલિયાને કહ્યું, “મારા શત્રુ, શું તેં મને શોધી કાઢ્યો?” એલિયાએ કહ્યું, “મેં તને શોધી કાઢ્યો છે, કારણ, યહોવાહની દ્રષ્ટિમાં જે ખોટું છે તે કરવાને માટે તેં પોતાને વેચ્યો છે.
Ahab ka kyerɛɛ Elia sɛ, “Woahunu me, me ɔtamfoɔ.” Ɔbuaa sɛ, “Aane maba bio ɛfiri sɛ, woatɔn wo ho ama ɔbɔnefoɔ no wɔ Awurade ani so.
21 ૨૧ યહોવાહ કહે છે કે, ‘જો, હું તારા પર આપત્તિ લાવીશ અને તારો સંપૂર્ણ વિનાશ કરીશ. હું તારા દરેક પુત્રનો અને ઇઝરાયલમાંનાં દરેક બંદીવાન તેમ જ બચી રહેલાનો નાશ કરીશ.
‘Mede ɔhaw ne abɛbrɛsɛ bɛbrɛ wo. Mɛhye wʼasefoɔ nyinaa, na matwa ɔbarima a ɔtwa toɔ koraa wɔ Israel, sɛ ɔyɛ akoa anaa ɔdehyeɛ, afiri Ahab ho.
22 ૨૨ હું નબાટના પુત્ર યરોબામ અને અહિયાના પુત્ર બાશાના કુટુંબોની જેમ તારા પણ કુટુંબ સાથે કરીશ. કારણ તેં ઇઝરાયલના લોકો પાસે પાપ કરી મને રોષ ચઢાવ્યો છે.’”
Mɛma wo fie ayɛ sɛ Nebat babarima Yeroboam ne Ahiya babarima Baasa afie, ɛfiri sɛ, woahyɛ me abufuo ama Israel ayɛ bɔne!’
23 ૨૩ યહોવાહે ઇઝબેલ વિષે પણ આમ કહ્યું છે કે, ‘યિઝ્રએલના ખેતરોમાં ઇઝબેલના શરીરને કૂતરાં ખાશે.’
“Na ɛfa Isebel ho nso no, Awurade ka sɛ, Yesreel nkraman bɛwe ne ɛnam wɔ kuropɔn no afasuo ho.
24 ૨૪ નગરોમાં આહાબનું જે કોઈ મૃત્યુ પામશે તેને કૂતરાં ખાઈ જશે. જે કોઈ ખેતરોમાં મૃત્યુ પામશે તેને વાયુચર પક્ષીઓ ખાઈ જશે.”
“Wɔn a na wɔwɔ Ahab afa a wɔwuwuu wɔ kuro no mu no nso, nkraman bɛwe wɔn ɛnam, na apete nso asosɔ wɔn a wɔwuwuu wɔ wiram no ɛnam.”
25 ૨૫ આહાબ જેવું તો કોઈ જ નહોતું જેણે પોતાની પત્ની ઇઝબેલના ઉશ્કેર્યાથી યહોવાહની દ્રષ્ટિમાં દુષ્ટતા કરવા માટે પોતાને વેચી દીધો હતો.
(Obiara nni hɔ a ɔtɔn ne ho maa bɔne wɔ Awurade ani so, sɛdeɛ Ahab yɛeɛ no, ɛfiri sɛ, ne yere Isebel tuu no fo bɔne.
26 ૨૬ વળી અમોરીઓ જેઓને યહોવાહે ઇઝરાયલી લોકો આગળથી કાઢી મૂક્યા હતા, તેઓનાં સર્વ કૃત્યો પ્રમાણે મૂર્તિઓની પૂજા કરવામાં તેણે ઘણું જ ધિક્કારપાત્ર આચરણ કર્યું.
Ɔyɛɛ bɔne ara, kɔsii sɛ ɔkɔɔ ahoni so, te sɛ Amorifoɔ a Awurade pamoo wɔn wɔ Israelfoɔ anim no).
27 ૨૭ જયારે આહાબે એ વચનો સાંભળ્યાં ત્યારે તેણે પોતાનાં વસ્ત્રો ફાડીને પોતાના શરીર પર શોકનાં વસ્ત્રો ધારણ કર્યા. અને ઉપવાસ કર્યો અને ખૂબ જ ઉદાસ બનીને શોકનાં વસ્ત્રો ઓઢીને તે તેમાં સૂઈ ગયો.
Ahab tee saa asɛm yi no, ɔsunsuanee ne ntadeɛ mu, firaa ayitoma, kyenee kɔm. Ɔfiraa ayitoma no saa de awerɛhoɔ a emu yɛ den kyinkyiniiɛ.
28 ૨૮ પછી યહોવાહનું વચન તિશ્બી એલિયાની પાસે એવું આવ્યું કે,
Na Awurade asɛm baa Tisbini Elia hɔ sɛ,
29 ૨૯ “આહાબ મારી સમક્ષ કેવો નમ્ર બની ગયો છે, તે તું જુએ છે કે નહિ? તે મારી આગળ નમ્ર બન્યો છે, માટે તેના દિવસોમાં એ આપત્તિ હું નહિ લાવું; પણ તેના દીકરાના દિવસોમાં તેના પર હું એ આપત્તિ લાવીશ.”
“Woahunu sɛdeɛ Ahab brɛɛ ne ho ase wɔ mʼanim? Esiane sɛ ɔbrɛɛ ne ho ase enti, meremfa saa ɔhaw ne abɛbrɛsɛ yi a ɛwɔ hɔ ma no ɛnnɛ yi mmrɛ no. Ɛbɛba ne mmammarima so; mɛsɛe nʼasefoɔ nyinaa.”