< 1 રાજઓ 21 >

1 ત્યાર બાદ એવું બન્યું કે, યિઝ્રએલી નાબોથ પાસે યિઝ્રએલમાં સમરુનના રાજા આહાબના મહેલ પાસે એક દ્રાક્ષવાડી હતી.
ויהי אחר הדברים האלה כרם היה לנבות היזרעאלי אשר ביזרעאל--אצל היכל אחאב מלך שמרון
2 આહાબે નાબોથને કહ્યું, “તારી દ્રાક્ષવાડી મારા મહેલ પાસે હોવાથી તે તું મને આપ. જેથી હું તેને શાકવાડી બનાવું. અને તેના બદલામાં હું તને બીજી સારી દ્રાક્ષવાડી આપીશ અથવા જો તને ઠીક લાગે તો હું તને તેના મૂલ્યના પૈસા ચૂકવીશ.
וידבר אחאב אל נבות לאמר תנה לי את כרמך ויהי לי לגן ירק כי הוא קרוב אצל ביתי ואתנה לך תחתיו כרם טוב ממנו אם טוב בעיניך אתנה לך כסף מחיר זה
3 પણ નાબોથે તેને જવાબ આપ્યો, “મારા પૂર્વજોની જમીન હું તમને આપું તેવું યહોવાહ થવા દો નહિ.”
ויאמר נבות אל אחאב חלילה לי מיהוה מתתי את נחלת אבתי לך
4 તેથી યિઝ્રએલી નાબોથનો જવાબ સાંભળીને આહાબ ઉદાસ તથા ગુસ્સે થઈને પોતાના મહેલમાં ગયો. તે પથારીમાં સૂઈ ગયો અને તેણે પોતાનું મોં અવળું ફેરવ્યું. તેણે ખાવાની ના પાડી.
ויבא אחאב אל ביתו סר וזעף על הדבר אשר דבר אליו נבות היזרעאלי ויאמר לא אתן לך את נחלת אבותי וישכב על מטתו ויסב את פניו ולא אכל לחם
5 તેની પત્ની ઇઝબેલે તેની પાસે આવીને કહ્યું, “તું આટલો બધો ઉદાસ કેમ થયો છે? તેં ખાવાની પણ ના પાડી?”
ותבא אליו איזבל אשתו ותדבר אליו מה זה רוחך סרה ואינך אכל לחם
6 તેણે તેને કહ્યું, “યિઝ્રએલી નાબોથને મેં કહ્યું કે, ‘પૈસાના બદલામાં તું તારી દ્રાક્ષવાડી મને આપ. અથવા જો તું ઇચ્છે તો તેના બદલામાં હું તને બીજી દ્રાક્ષવાડી આપીશ. પણ તેણે કહ્યું, “હું મારી દ્રાક્ષવાડી તને નહિ આપું.’
וידבר אליה כי אדבר אל נבות היזרעאלי ואמר לו תנה לי את כרמך בכסף או אם חפץ אתה אתנה לך כרם תחתיו ויאמר לא אתן לך את כרמי
7 તેથી તેની પત્ની ઇઝબેલે પ્રત્યુત્તર આપ્યો, “તું હાલ ઇઝરાયલનું રાજ ચલાવે છે કે નહિ? ઊઠ અને ખા. હૃદયમાં આનંદિત થા. યિઝ્રએલી નાબોથની દ્રાક્ષવાડી હું તને અપાવીશ.”
ותאמר אליו איזבל אשתו אתה עתה תעשה מלוכה על ישראל קום אכל לחם ויטב לבך--אני אתן לך את כרם נבות היזרעאלי
8 પછી આહાબને નામે ઇઝબેલે પત્રો લખ્યા, તે પર તેની મહોર મારીને બંધ કર્યા. નાબોથ રહેતો હતો તે નગરમાં વડીલો અને આગેવાનોને તે પત્રો તેણે મોકલી આપ્યા.
ותכתב ספרים בשם אחאב ותחתם בחתמו ותשלח הספרים (ספרים) אל הזקנים ואל החרים אשר בעירו הישבים את נבות
9 તેણે પત્રમાં લખ્યું કે, “ઉપવાસને જાહેર કરો અને નાબોથને બધા લોકોની સામે બેસાડો.”
ותכתב בספרים לאמר קראו צום והשיבו את נבות בראש העם
10 ૧૦ સભામાં બે અપ્રામાણિક માણસોને પણ બેસાડો અને તેઓને તેની વિરુદ્ધ સાક્ષી અપાવો કે, “નાબોથે યહોવાહને અને રાજાને શાપ આપ્યો છે.” માટે તેને બહાર લઈ જાઓ અને તેને પથ્થર મારીને મારી નાખો.
והושיבו שנים אנשים בני בליעל נגדו ויעדהו לאמר ברכת אלהים ומלך והוציאהו וסקלהו וימת
11 ૧૧ તેથી વડીલો, આગેવાનોએ તથા તેના નગરના માણસોએ ઇઝબેલે, પત્રમાં લખી મોકલેલા સંદેશ પ્રમાણે કર્યુ.
ויעשו אנשי עירו הזקנים והחרים אשר הישבים בעירו כאשר שלחה אליהם איזבל--כאשר כתוב בספרים אשר שלחה אליהם
12 ૧૨ તેમણે ઉપવાસ જાહેર કર્યો અને નાબોથને લોકોની સામે બેસાડયો.
קראו צום והשיבו את נבות בראש העם
13 ૧૩ પેલા બે અપ્રામાણિક માણસો આવીને તેની સામે બેઠા અને તેના વિષે લોકો સમક્ષ સાક્ષી આપીને કહ્યું, “નાબોથે યહોવાહને અને રાજાને શાપ આપ્યો છે.” પછી તેઓ તેને નગરની બહાર લઈ ગયા અને પથ્થર મારીને તેને મારી નાખ્યો.
ויבאו שני האנשים בני בליעל וישבו נגדו ויעדהו אנשי הבליעל את נבות נגד העם לאמר ברך נבות אלהים ומלך ויצאהו מחוץ לעיר ויסקלהו באבנים וימת
14 ૧૪ પછી તેઓએ ઇઝબેલને સંદેશો મોકલ્યો કે, “નાબોથને પથ્થરો ફેકીને મારી નાખવામાં આવ્યો છે.”
וישלחו אל איזבל לאמר סקל נבות וימת
15 ૧૫ તેથી જયારે ઇઝબેલને ખબર પડી કે, નાબોથને પથ્થર મારીને તેને મારી નાખવામાં આવ્યો છે ત્યારે તેણે આહાબને કહ્યું, “ઊઠ અને યિઝ્રએલના નાબોથે જે દ્રાક્ષવાડી જે તે પૈસા લઈ ને તને આપવાની ના પાડી હતી તેનો કબજો લે; કારણ નાબોથ હવે જીવતો નથી, મૃત્યુ પામ્યો છે.”
ויהי כשמע איזבל כי סקל נבות וימת ותאמר איזבל אל אחאב קום רש את כרם נבות היזרעאלי אשר מאן לתת לך בכסף--כי אין נבות חי כי מת
16 ૧૬ જયારે આહાબે સાંભળ્યું કે, નાબોથ મૃત્યુ પામ્યો છે ત્યારે તે ઊઠીને યિઝ્રએલી નાબોથની દ્રાક્ષવાડીનો કબજો લેવા ગયો.
ויהי כשמע אחאב כי מת נבות ויקם אחאב לרדת אל כרם נבות היזרעאלי--לרשתו
17 ૧૭ ત્યાર બાદ તિશ્બીના પ્રબોધક એલિયા પાસે યહોવાહનું વચન આવ્યું,
ויהי דבר יהוה אל אליהו התשבי לאמר
18 ૧૮ “ઊઠ, સમરુનમાં રહેતા ઇઝરાયલના રાજા આહાબ પાસે જા. તે તને નાબોથની દ્રાક્ષવાડીમાં મળશે. તે ત્યાં દ્રાક્ષવાડીનો કબજો લેવા ગયો છે.
קום רד לקראת אחאב מלך ישראל--אשר בשמרון הנה בכרם נבות אשר ירד שם לרשתו
19 ૧૯ તારે તેને આ પ્રમાણે કહેવું, યહોવાહ એવું કહે છે કે, ‘તેં નાબોથનું ખૂન કર્યું છે? અને દ્રાક્ષવાડીનો કબજો પણ લીધો છે? યહોવાહ આમ કહે છે, જયાં કૂતરાંઓએ નાબોથનું લોહી ચાટ્યું હતું ત્યાં જ કૂતરાંઓ તારું લોહી પણ ચાટશે.’
ודברת אליו לאמר כה אמר יהוה הרצחת וגם ירשת ודברת אליו לאמר כה אמר יהוה במקום אשר לקקו הכלבים את דם נבות ילקו הכלבים את דמך גם אתה
20 ૨૦ આહાબે એલિયાને કહ્યું, “મારા શત્રુ, શું તેં મને શોધી કાઢ્યો?” એલિયાએ કહ્યું, “મેં તને શોધી કાઢ્યો છે, કારણ, યહોવાહની દ્રષ્ટિમાં જે ખોટું છે તે કરવાને માટે તેં પોતાને વેચ્યો છે.
ויאמר אחאב אל אליהו המצאתני איבי ויאמר מצאתי--יען התמכרך לעשות הרע בעיני יהוה
21 ૨૧ યહોવાહ કહે છે કે, ‘જો, હું તારા પર આપત્તિ લાવીશ અને તારો સંપૂર્ણ વિનાશ કરીશ. હું તારા દરેક પુત્રનો અને ઇઝરાયલમાંનાં દરેક બંદીવાન તેમ જ બચી રહેલાનો નાશ કરીશ.
הנני מבי אליך רעה ובערתי אחריך והכרתי לאחאב משתין בקיר ועצור ועזוב בישראל
22 ૨૨ હું નબાટના પુત્ર યરોબામ અને અહિયાના પુત્ર બાશાના કુટુંબોની જેમ તારા પણ કુટુંબ સાથે કરીશ. કારણ તેં ઇઝરાયલના લોકો પાસે પાપ કરી મને રોષ ચઢાવ્યો છે.’”
ונתתי את ביתך כבית ירבעם בן נבט וכבית בעשא בן אחיה אל הכעס אשר הכעסת ותחטא את ישראל
23 ૨૩ યહોવાહે ઇઝબેલ વિષે પણ આમ કહ્યું છે કે, ‘યિઝ્રએલના ખેતરોમાં ઇઝબેલના શરીરને કૂતરાં ખાશે.’
וגם לאיזבל--דבר יהוה לאמר הכלבים יאכלו את איזבל בחל יזרעאל
24 ૨૪ નગરોમાં આહાબનું જે કોઈ મૃત્યુ પામશે તેને કૂતરાં ખાઈ જશે. જે કોઈ ખેતરોમાં મૃત્યુ પામશે તેને વાયુચર પક્ષીઓ ખાઈ જશે.”
המת לאחאב בעיר יאכלו הכלבים והמת בשדה יאכלו עוף השמים
25 ૨૫ આહાબ જેવું તો કોઈ જ નહોતું જેણે પોતાની પત્ની ઇઝબેલના ઉશ્કેર્યાથી યહોવાહની દ્રષ્ટિમાં દુષ્ટતા કરવા માટે પોતાને વેચી દીધો હતો.
רק לא היה כאחאב אשר התמכר לעשות הרע בעיני יהוה--אשר הסתה אתו איזבל אשתו
26 ૨૬ વળી અમોરીઓ જેઓને યહોવાહે ઇઝરાયલી લોકો આગળથી કાઢી મૂક્યા હતા, તેઓનાં સર્વ કૃત્યો પ્રમાણે મૂર્તિઓની પૂજા કરવામાં તેણે ઘણું જ ધિક્કારપાત્ર આચરણ કર્યું.
ויתעב מאד ללכת אחרי הגללים--ככל אשר עשו האמרי אשר הוריש יהוה מפני בני ישראל
27 ૨૭ જયારે આહાબે એ વચનો સાંભળ્યાં ત્યારે તેણે પોતાનાં વસ્ત્રો ફાડીને પોતાના શરીર પર શોકનાં વસ્ત્રો ધારણ કર્યા. અને ઉપવાસ કર્યો અને ખૂબ જ ઉદાસ બનીને શોકનાં વસ્ત્રો ઓઢીને તે તેમાં સૂઈ ગયો.
ויהי כשמע אחאב את הדברים האלה ויקרע בגדיו וישם שק על בשרו ויצום וישכב בשק ויהלך אט
28 ૨૮ પછી યહોવાહનું વચન તિશ્બી એલિયાની પાસે એવું આવ્યું કે,
ויהי דבר יהוה אל אליהו התשבי לאמר
29 ૨૯ “આહાબ મારી સમક્ષ કેવો નમ્ર બની ગયો છે, તે તું જુએ છે કે નહિ? તે મારી આગળ નમ્ર બન્યો છે, માટે તેના દિવસોમાં એ આપત્તિ હું નહિ લાવું; પણ તેના દીકરાના દિવસોમાં તેના પર હું એ આપત્તિ લાવીશ.”
הראית כי נכנע אחאב מלפני יען כי נכנע מפני לא אבי הרעה בימיו--בימי בנו אביא הרעה על ביתו

< 1 રાજઓ 21 >