< 1 રાજઓ 15 >
1 ૧ ઇઝરાયલના રાજા નબાટના દીકરા યરોબામના અઢારમા વર્ષે અબિયામ યહૂદિયાનો રાજા બન્યો.
Yeroboam dii ade wɔ Israel ne mfe dunwɔtwe so no, Abiyam bɛyɛɛ Yudahene.
2 ૨ તેણે ત્રણ વર્ષ યરુશાલેમમાં રાજ્ય કર્યુ. અબીશાલોમની પુત્રી માકા તેની માતા હતી.
Odii hene wɔ Yerusalem mfe abiɛsa. Na ne na din de Maaka a ɔyɛ Absalom babea.
3 ૩ તેના પિતાએ તેના સમયમાં અને તેની પહેલાં જે જે પાપો કર્યાં હતાં, તે સર્વ પાપ તેણે કર્યા. તેનું હૃદય તેના પિતા દાઉદના હૃદયની જેમ ઈશ્વર યહોવાહ પ્રત્યે સંપૂર્ણ ન હતું.
Nʼagya bɔne a ɔyɛe nyinaa no, ɔyɛɛ bi. Na ne koma nni Awurade ne Nyankopɔn mu; wansɛ ne nena Dawid.
4 ૪ તેમ છતાં દાઉદની ખાતર તેના ઈશ્વર યહોવાહે યરુશાલેમમાં તેના કુટુંબનો દીવો સળગતો રાખ્યો. એટલે તેના પછી યરુશાલેમને સ્થાપિત રાખવા માટે તેણે તેને પુત્ર આપ્યો.
Nanso esiane Dawid nti, Awurade, ne Nyankopɔn maa nʼasefo kwan ma wɔkɔɔ so dii ade, na ɔmaa Abiyam ɔbabarima a obedi nʼade wɔ Yerusalem.
5 ૫ તેણે ફક્ત ઉરિયા હિત્તીની બાબત સિવાય દાઉદે હંમેશા યહોવાહની દ્રષ્ટિમાં જે યોગ્ય હતું તે જ કર્યું અને જીવનપર્યત ઈશ્વરે તેને જે જે આજ્ઞાઓ આપી તેમાંથી આડોઅવળો ગયો ન હતો.
Na Dawid ayɛ nea eye wɔ Awurade ani so. Odii Awurade ahyɛde so ne nkwa nna nyinaa, gye Hetini Uria no ho asɛm no nko ara.
6 ૬ રહાબામના પુત્ર અને યરોબામના પુત્ર વચ્ચે અહિયાના જીવનના દિવસો દરમિયાન સતત વિગ્રહ ચાલુ રહ્યો.
Abiyam nkwa nna mu nyinaa, na akokoakoko da ɔno ne Yeroboam ntam.
7 ૭ અબિયામનાં બાકીનાં કાર્યો, તેણે જે કંઈ કર્યું તે સર્વ યહૂદિયાના રાજાના પુસ્તકમાં લખેલા નથી શું? અબિયામ અને યરોબામ વચ્ચે વિગ્રહ ચાલુ રહ્યો.
Nsɛm a aka a esisii wɔ Abiyam ahenni mu ne nea ɔyɛe no, wɔankyerɛw wɔ Yuda Ahemfo Abakɔsɛm Nhoma no mu ana? Ɔko daa Abiyam ne Yeroboam ntam bere biara.
8 ૮ પછી અબિયામ તેના પિતૃઓ સાથે ઊંઘી ગયો અને તેને દાઉદના નગરમાં તેના પિતૃઓ સાથે દફનાવવામાં આવ્યો. તેના પછી તેની જગ્યાએ તેનો પુત્ર આસા રાજા બન્યો.
Na Abiyam wui no, wosiee no wɔ Dawid kuropɔn mu. Na ne babarima Asa dii nʼade sɛ ɔhene.
9 ૯ ઇઝરાયલના રાજા યરોબામના રાજયકાળના વીસમા વર્ષે આસા યહૂદિયા પર રાજ કરવા લાગ્યો.
Yeroboam dii hene wɔ Israel ne mfe aduonu so no, Asa bedii hene wɔ Yuda.
10 ૧૦ તેણે યરુશાલેમમાં એકતાળીસ વર્ષ રાજ કર્યું, તેની દાદીનું નામ માકા હતું અને તે અબીશાલોમની પુત્રી હતી.
Odii hene Yerusalem mfe aduanan baako. Na wɔfrɛ ne nenabea Maaka a na ɔyɛ Absalom babea.
11 ૧૧ જેમ તેના પિતા દાઉદે કર્યું તેમ આસાએ યહોવાહની દ્રષ્ટિમાં જે સારું હતું તે કર્યું.
Asa yɛɛ nea ɛsɔ Awurade ani, sɛnea ne nena Dawid yɛe no.
12 ૧૨ તેણે સજાતીય સંબંધો રાખનારાઓને દેશમાંથી કાઢી મૂક્યા અને તેના પિતૃઓએ બનાવેલી મૂર્તિઓને દૂર કરી.
Ɔpam nsɔree so so nguamanfo nyinaa fii asase no so, na oyiyii ahoni a nʼagyanom yɛe no nyinaa.
13 ૧૩ તેણે તેની દાદી માકાને પણ રાજમાતાના પદ પરથી દૂર કરી, કેમ કે તેણે અશેરા દેવીની પૂજા માટે એક ધિક્કારપાત્ર મૂર્તિ બનાવી હતી. આસાએ એ મૂર્તિને તોડી નાખી અને કિદ્રોનની ખીણમાં બાળી મૂકી.
Na mpo, otuu ne nenabea Maaka fii ahemmeagua no so, efisɛ na wayɛ Asera ahoni dua a na ɛyɛ akyiwade. Asa twaa dua no na ɔhyew no wɔ Kidron bon mu.
14 ૧૪ પણ ઉચ્ચસ્થાનોને દૂર કરવામાં આવ્યા નહિ, તેમ છતાં આસાનું હૃદય તેના જીવનના સર્વ દિવસો સુધી યહોવાહ પ્રત્યે સંપૂર્ણ હતું.
Ɛwɔ mu sɛ wɔantutu abosonsom nsɔre so no nyinaa amfi Israel de, nanso Asa kɔɔ so de ne koma hyɛɛ Awurade mu nʼasetena nyinaa mu.
15 ૧૫ તેના પિતાએ તેમ જ તેણે પોતે અર્પણ કરેલી વસ્તુઓ એટલે સોનું, ચાંદી અને પાત્રો તે યહોવાહના ભક્તિસ્થાનમાં લાવ્યો.
Ɔde dwetɛ, sikakɔkɔɔ ne nneɛma a ɔno ne nʼagya too din de maa Awurade Asɔredan no bae.
16 ૧૬ ઇઝરાયલના રાજા બાશા અને આસા વચ્ચે તેઓના સર્વ દિવસો પર્યંત લડાઇ ચાલ્યા કરી.
Na akokoakoko wɔ Yudahene Asa ne Israelhene Baasa ntam.
17 ૧૭ ઇઝરાયલના રાજા બાશાએ યહૂદિયા પર ચઢાઈ કરી અને રામા નગરને બાંધ્યું. જેથી યહૂદિયાના રાજા આસાના દેશમાં તે કોઈને પણ અંદર કે બહાર આવવા કે જવા ના દે.
Israelhene Baasa kɔko tiaa Yuda, na ɔmaa Rama bammɔ sɛnea obi ntumi nni ahyɛmfiri wɔ Yudahene Asa asase so.
18 ૧૮ પછી આસાએ યહોવાહનું ભક્તિસ્થાનમાં તથા રાજમહેલના ભંડારોમાં બાકી રહેલું સોનું અને ચાંદી એકઠાં કરીને દમસ્કસમાં રહેતા અરામના રાજા હેઝ્યોનના પુત્ર, ટાબ્રિમ્મોનના પુત્ર બેન-હદાદને આપવા પોતાના અધિકારીઓને મોકલ્યા. તેઓએ રાજાને કહ્યું કે,
Asa tasee dwetɛ ne sikakɔkɔɔ no a ɛkaa wɔ Awurade Asɔredan no adekoradan mu ne nea na ɛwɔ ahemfi no adekoradan no mu. Ɔde hyɛɛ ne mpanyimfo no mu bi nsa, na ɔsomaa wɔn ma wɔkɔɔ Hesion babarima Tabrimon babarima Siriahene Ben-Hadad a na odi hene wɔ Damasko no nkyɛn, na ɔde saa nsɛm yi kaa ho:
19 ૧૯ “તારા પિતા અને મારા પિતા વચ્ચે શાંતિકરાર હતો તેમ મારી અને તારી વચ્ચે પણ શાંતિકરાર થાય. જો હું તને સોનાચાંદીની ભેટ મોકલું છું. તું ઇઝરાયલના રાજા બાશા સાથેનો શાંતિકરાર તોડી નાખ. કે જેથી તે મારી પાસેથી એટલે મારા દેશમાંથી જતો રહે.”
“Ma yɛnyɛ apam a na ɛda wʼagya ne mʼagya ntam no foforo. Tie, mede akyɛde a ɛyɛ dwetɛ ne sikakɔkɔɔ resoma de abrɛ wo. Twa wo ne Israelhene Baasa apam no mu, sɛnea ɔremfa ne nsa nka me.”
20 ૨૦ બેનહદાદે આસા રાજાનું કહેવું માન્યું અને તેણે પોતાના સેનાપતિઓને ઇઝરાયલનાં નગરો સામે ચઢાઈ કરવા મોકલ્યાં. તેઓએ ઇયોન, દાન, આબેલ-બેથ-માઅખાહ, આખું કિન્નેરેથ અને આખા નફતાલી પ્રદેશ પર હુમલો કર્યો.
Ben-Hadad penee ɔhene Asa abisade no so, na ɔsomaa nʼakofo, ma wɔkɔtow hyɛɛ Israel so. Wodii nkurow Iyon, Dan, Abel-Bet-Maaka ne Kineret a Naftali nsase nyinaa ka ho no so.
21 ૨૧ એમ થયું કે બાશાએ આ સાંભળ્યું ત્યારે તેણે રામા નગરનું બાંધકામ પડતું મૂકયું અને પાછો તિર્સા ચાલ્યો ગયો.
Na Israelhene Baasa tee asɛm a asi no, ogyaee nʼadwuma a na ɔreyɛ de abɔ Rama ho ban no, kɔɔ Tirsa kɔtenaa hɔ.
22 ૨૨ પછી આસા રાજાએ આખા યહૂદિયામાં જાહેરાત કરી. કોઈને છૂટ આપવામાં આવી નહિ. જે પથ્થરો અને લાકડાં વડે રામા નગરને બાશાએ બાંધ્યું હતું. તે પથ્થર તથા લાકડાં તેઓ ઉઠાવી લાવ્યા. પછી આસા રાજાએ તે સાધનસામગ્રીનો ઉપયોગ બિન્યામીનનું નગર ગેબા અને મિસ્પા બાંધવા માટે કર્યો.
Afei, ɔhene Asa soma kɔɔ Yuda mmaa nyinaa, kɔkaa se ɔhwehwɛ sɛ obiara bɛboa asoa adansi abo ne nnua a na Baasa de reyɛ bammɔdwuma wɔ Rama no afi hɔ. Asa de saa bammɔ nneɛma no kyekyeree kurow Geba a ɛwɔ Benyamin ne Mispa nso.
23 ૨૩ આસાનાં બાકીનાં સર્વ કાર્યો, તેનાં સર્વ પરાક્રમો અને તેણે જે સર્વ કર્યું તે, તેમ જ તેણે બંધાવેલાં નગરો તે બધી બાબતો વિષે યહૂદિયાના રાજાઓના ઇતિહાસનાં પુસ્તકમાં લખેલું નથી શું? વૃદ્ધાવસ્થામાં તેને પગમાં રોગ લાગુ પડયો.
Asa ahenni ho nsɛm nkae ne nea ne tumi kodui no, ne nkurow a ɔkyekyeree no nyinaa din no, wɔankyerɛw angu Yuda Ahemfo Abakɔsɛm Nhoma no mu ana? Mmom, ne nkwakorabɔ mu no, ɔyaree ne nan.
24 ૨૪ પછી આસા તેના પિતૃઓ સાથે ઊંઘી ગયો. અને તેને તેના પિતૃઓ સાથે દાઉદનગરમાં દફનાવવામાં આવ્યો. તેના પછી તેની જગ્યાએ તેનો પુત્ર યહોશાફાટ રાજા બન્યો.
Bere a Asa wui no, wosiee no nʼagyanom nkyɛn wɔ Dawid kuropɔn mu. Na ne babarima Yehosafat bedii nʼade sɛ ɔhene.
25 ૨૫ યહૂદિયાના રાજા આસાના બીજે વર્ષે યરોબામનો પુત્ર નાદાબ ઇઝરાયલ પર રાજ કરવા લાગ્યો. તેણે ઇઝરાયલ પર બે વર્ષ સુધી રાજ કર્યું.
Yeroboam babarima Nadab fii ase dii ade wɔ Israel bere a na ɔhene Asa adi ade wɔ Yuda mfe abien mu. Odii ade wɔ Israel mfe abien.
26 ૨૬ તેણે યહોવાહની દ્રષ્ટિમાં જે ખરાબ હતું તે કર્યું. તે પોતાના પિતાને માર્ગે ચાલ્યો અને તેનાં પોતાનાં પાપ વડે ઇઝરાયલને પણ પાપ કરાવ્યું.
Na ɔyɛɛ bɔne wɔ Awurade ani so. Odii nʼagya anammɔn akyi, toaa so yɛɛ bɔne, som abosom sɛnea na Yeroboam adi Israel anim ama wɔayɛ no.
27 ૨૭ અહિયાનો પુત્ર બાશા જે ઇસ્સાખાર કુળનો હતો. તેણે નાદાબની સામે બંડ કર્યું. બાશાએ તેને પલિસ્તીઓના નગર ગિબ્બથોન પાસે માર્યો કેમ કે નાદાબ તથા સર્વ ઇઝરાયલે ગિબ્બથોનને ઘેરી લીધું હતું.
Na Ahiya babarima Baasa a ofi Isakar abusuakuw mu no pam Nadab ti so, kum no bere a na ɔne Israel asraafo akyere nsraban, retua Filistifo kurow Gibeton ano no.
28 ૨૮ યહૂદિયાના રાજા આસાના ત્રીજા વર્ષે બાશાએ નાદાબને મારી નાખ્યો અને તેની જગ્યાએ પોતે રાજા બન્યો.
Baasa kum Nadab wɔ ɔhene Asa adedi wɔ Yuda mfe abiɛsa mu no so, na ɔbɛyɛɛ Israelhene a odi hɔ.
29 ૨૯ જેવો તે રાજા બન્યો કે તરત જ તેણે યરોબામના કુટુંબનાં સર્વને મારી નાખ્યાં. તેણે યરોબામના કુટુંબનાં કોઈનેય જીવતાં છોડ્યા નહિ; આ રીતે યહોવાહ જે વાત તેના સેવક શીલોના અહિયા દ્વારા બોલ્યા હતા તે રીતે તેણે તેઓનો નાશ કર્યો.
Ntɛm ara, okunkum ɔhene Yeroboam asefo nyinaa a adehye abusua no mu baako koraa anka, sɛnea Awurade nam odiyifo Ahiya a ofi Silo ahyɛ bɔ afa Yeroboam ho no.
30 ૩૦ કારણ કે યરોબામે પાપ કર્યું અને ઇઝરાયલીઓને પણ પાપ કરવા પ્રેર્યા હતા. આમ તેણે ઇઝરાયલના ઈશ્વર યહોવાહને રોષ ચઢાવ્યો હોવાથી આ બન્યું.
Saa asɛm yi sii, efisɛ Yeroboam di a odii Israel anim ma wɔyɛɛ bɔne no hyɛɛ Awurade, Israel Nyankopɔn abufuw.
31 ૩૧ નાદાબનાં બાકીનાં કાર્યો અને તેણે જે સર્વ કર્યુ તે બધું ઇઝરાયલના રાજાના ઇતિહાસના પુસ્તકમાં લખેલું નથી શું?
Nadab ahenni ho nsɛm nkae ne dwuma a odii nyinaa no, wɔankyerɛw angu Israel Ahemfo Abakɔsɛm Nhoma no mu ana?
32 ૩૨ યહૂદિયાના રાજા આસા અને ઇઝરાયલના રાજા બાશા વચ્ચે તેઓના સર્વ દિવસો પર્યંત વિગ્રહ ચાલ્યા કર્યો.
Na akokoakoko wɔ Asa ne Israelhene Baasa ntam.
33 ૩૩ યહૂદિયાના રાજા આસાના શાસનકાળનો ત્રીજા વર્ષે અહિયાનો પુત્ર બાશા તિર્સામાં સર્વ ઇઝરાયલ પર રાજ કરવા લાગ્યો. તેણે ચોવીસ વર્ષ રાજ કર્યું.
Ahiya ba Baasa fii ase dii Israel so wɔ ɔhene Asa adedi wɔ Yuda no mfe abiɛsa mu. Baasa dii ade fii Tirsa mfe aduonu anan.
34 ૩૪ તેણે યહોવાહની દ્રષ્ટિમાં જે ખરાબ હતું તે જ કર્યું. તે યરોબામના માર્ગમાં ચાલ્યો અને તેના પાપ વડે ઇઝરાયલીઓને પણ પાપના માર્ગે દોર્યા.
Na ɔyɛɛ bɔne wɔ Awurade ani so. Odii Yeroboam anammɔn akyi, som abosom, sɛnea Yeroboam dii Israel anim yɛe no.