< 1 રાજઓ 15 >

1 ઇઝરાયલના રાજા નબાટના દીકરા યરોબામના અઢારમા વર્ષે અબિયામ યહૂદિયાનો રાજા બન્યો.
و در سال هجدهم پادشاهی یربعام بن نباط، ابیام، بر یهودا پادشاه شد.۱
2 તેણે ત્રણ વર્ષ યરુશાલેમમાં રાજ્ય કર્યુ. અબીશાલોમની પુત્રી માકા તેની માતા હતી.
سه سال در اورشلیم سلطنت نمود و اسم مادرش معکه دختر ابشالوم بود.۲
3 તેના પિતાએ તેના સમયમાં અને તેની પહેલાં જે જે પાપો કર્યાં હતાં, તે સર્વ પાપ તેણે કર્યા. તેનું હૃદય તેના પિતા દાઉદના હૃદયની જેમ ઈશ્વર યહોવાહ પ્રત્યે સંપૂર્ણ ન હતું.
و در تمامی گناهانی که پدرش قبل از او کرده بود، سلوک می‌نمود، ودلش با یهوه، خدایش مثل دل پدرش داود کامل نبود.۳
4 તેમ છતાં દાઉદની ખાતર તેના ઈશ્વર યહોવાહે યરુશાલેમમાં તેના કુટુંબનો દીવો સળગતો રાખ્યો. એટલે તેના પછી યરુશાલેમને સ્થાપિત રાખવા માટે તેણે તેને પુત્ર આપ્યો.
اما یهوه، خدایش به‌خاطر داود وی رانوری در اورشلیم داد تا پسرش را بعد از اوبرقرار گرداند، و اورشلیم را استوار نماید.۴
5 તેણે ફક્ત ઉરિયા હિત્તીની બાબત સિવાય દાઉદે હંમેશા યહોવાહની દ્રષ્ટિમાં જે યોગ્ય હતું તે જ કર્યું અને જીવનપર્યત ઈશ્વરે તેને જે જે આજ્ઞાઓ આપી તેમાંથી આડોઅવળો ગયો ન હતો.
چونکه داود آنچه در نظر خداوند راست بود، بجا می‌آورد و از هرچه او را امر فرموده، تمام روزهای عمرش تجاوز ننموده بود، مگر در امراوریای حتی.۵
6 રહાબામના પુત્ર અને યરોબામના પુત્ર વચ્ચે અહિયાના જીવનના દિવસો દરમિયાન સતત વિગ્રહ ચાલુ રહ્યો.
و در میان رحبعام و یربعام تمام روزهای عمرش جنگ بود.۶
7 અબિયામનાં બાકીનાં કાર્યો, તેણે જે કંઈ કર્યું તે સર્વ યહૂદિયાના રાજાના પુસ્તકમાં લખેલા નથી શું? અબિયામ અને યરોબામ વચ્ચે વિગ્રહ ચાલુ રહ્યો.
و بقیه وقایع ابیام وهرچه کرد، آیا در کتاب تواریخ ایام پادشاهان یهودا مکتوب نیست؟ و در میان ابیام و یربعام جنگ بود.۷
8 પછી અબિયામ તેના પિતૃઓ સાથે ઊંઘી ગયો અને તેને દાઉદના નગરમાં તેના પિતૃઓ સાથે દફનાવવામાં આવ્યો. તેના પછી તેની જગ્યાએ તેનો પુત્ર આસા રાજા બન્યો.
و ابیام با پدران خویش خوابید و او رادر شهر دفن کردند و پسرش آسا در جایش سلطنت نمود.۸
9 ઇઝરાયલના રાજા યરોબામના રાજયકાળના વીસમા વર્ષે આસા યહૂદિયા પર રાજ કરવા લાગ્યો.
و در سال بیستم یربعام پادشاه اسرائیل، آسابر یهودا پادشاه شد.۹
10 ૧૦ તેણે યરુશાલેમમાં એકતાળીસ વર્ષ રાજ કર્યું, તેની દાદીનું નામ માકા હતું અને તે અબીશાલોમની પુત્રી હતી.
و در اورشلیم چهل و یک سال پادشاهی کرد و اسم مادرش معکه دخترابشالوم بود.۱۰
11 ૧૧ જેમ તેના પિતા દાઉદે કર્યું તેમ આસાએ યહોવાહની દ્રષ્ટિમાં જે સારું હતું તે કર્યું.
و آسا آنچه در نظر خداوند راست بود، مثل پدرش، داود عمل نمود.۱۱
12 ૧૨ તેણે સજાતીય સંબંધો રાખનારાઓને દેશમાંથી કાઢી મૂક્યા અને તેના પિતૃઓએ બનાવેલી મૂર્તિઓને દૂર કરી.
و الواط را ازولایت بیرون کرد و بت هایی را که پدرانش ساخته بودند، دور نمود.۱۲
13 ૧૩ તેણે તેની દાદી માકાને પણ રાજમાતાના પદ પરથી દૂર કરી, કેમ કે તેણે અશેરા દેવીની પૂજા માટે એક ધિક્કારપાત્ર મૂર્તિ બનાવી હતી. આસાએ એ મૂર્તિને તોડી નાખી અને કિદ્રોનની ખીણમાં બાળી મૂકી.
و مادر خود، معکه را نیز ازملکه بودن معزول کرد، زیرا که او تمثالی به جهت اشیره ساخته بود. و آسا تمثال او را قطع نموده، آن را در وادی قدرون سوزانید.۱۳
14 ૧૪ પણ ઉચ્ચસ્થાનોને દૂર કરવામાં આવ્યા નહિ, તેમ છતાં આસાનું હૃદય તેના જીવનના સર્વ દિવસો સુધી યહોવાહ પ્રત્યે સંપૂર્ણ હતું.
اما مکان های بلند برداشته نشد لیکن دل آسا در تمام ایامش باخداوند کامل می‌بود.۱۴
15 ૧૫ તેના પિતાએ તેમ જ તેણે પોતે અર્પણ કરેલી વસ્તુઓ એટલે સોનું, ચાંદી અને પાત્રો તે યહોવાહના ભક્તિસ્થાનમાં લાવ્યો.
و چیزهایی را که پدرش وقف کرده و آنچه خودش وقف نموده بود، از نقره و طلا و ظروف، در خانه خداونددرآورد.۱۵
16 ૧૬ ઇઝરાયલના રાજા બાશા અને આસા વચ્ચે તેઓના સર્વ દિવસો પર્યંત લડાઇ ચાલ્યા કરી.
و در میان آسا و بعشا، پادشاه اسرائیل، تمام روزهای ایشان جنگ می‌بود.۱۶
17 ૧૭ ઇઝરાયલના રાજા બાશાએ યહૂદિયા પર ચઢાઈ કરી અને રામા નગરને બાંધ્યું. જેથી યહૂદિયાના રાજા આસાના દેશમાં તે કોઈને પણ અંદર કે બહાર આવવા કે જવા ના દે.
و بعشاپادشاه اسرائیل بر یهودا برآمده، رامه را بنا کرد تانگذارد که کسی نزد آسا، پادشاه یهودا رفت و آمدنماید.۱۷
18 ૧૮ પછી આસાએ યહોવાહનું ભક્તિસ્થાનમાં તથા રાજમહેલના ભંડારોમાં બાકી રહેલું સોનું અને ચાંદી એકઠાં કરીને દમસ્કસમાં રહેતા અરામના રાજા હેઝ્યોનના પુત્ર, ટાબ્રિમ્મોનના પુત્ર બેન-હદાદને આપવા પોતાના અધિકારીઓને મોકલ્યા. તેઓએ રાજાને કહ્યું કે,
آنگاه آسا تمام نقره و طلا را که درخزانه های خانه خداوند و خزانه های خانه پادشاه باقی‌مانده بود گرفته، آن را به‌دست بندگان خودسپرد و آسا پادشاه ایشان را نزد بنهدد بن طبرمون بن حزیون، پادشاه ارام که در دمشق ساکن بودفرستاده، گفت:۱۸
19 ૧૯ “તારા પિતા અને મારા પિતા વચ્ચે શાંતિકરાર હતો તેમ મારી અને તારી વચ્ચે પણ શાંતિકરાર થાય. જો હું તને સોનાચાંદીની ભેટ મોકલું છું. તું ઇઝરાયલના રાજા બાશા સાથેનો શાંતિકરાર તોડી નાખ. કે જેથી તે મારી પાસેથી એટલે મારા દેશમાંથી જતો રહે.”
«در میان من و تو و در میان پدرمن و پدر تو عهد بوده است، اینک هدیه‌ای از نقره و طلا نزد تو فرستادم، پس بیا و عهد خود را بابعشا، پادشاه اسرائیل بشکن تا او از نزد من برود.»۱۹
20 ૨૦ બેનહદાદે આસા રાજાનું કહેવું માન્યું અને તેણે પોતાના સેનાપતિઓને ઇઝરાયલનાં નગરો સામે ચઢાઈ કરવા મોકલ્યાં. તેઓએ ઇયોન, દાન, આબેલ-બેથ-માઅખાહ, આખું કિન્નેરેથ અને આખા નફતાલી પ્રદેશ પર હુમલો કર્યો.
و بنهدد، آسا پادشاه را اجابت نموده، سرداران افواج خود را بر شهرهای اسرائیل فرستاد و عیون ودان و آبل بیت معکه و تمامی کنروت را با تمامی زمین نفتالی مغلوب ساخت.۲۰
21 ૨૧ એમ થયું કે બાશાએ આ સાંભળ્યું ત્યારે તેણે રામા નગરનું બાંધકામ પડતું મૂકયું અને પાછો તિર્સા ચાલ્યો ગયો.
و چون بعشا این را شنید بنا نمودن رامه را ترک کرده، در ترصه اقامت نمود.۲۱
22 ૨૨ પછી આસા રાજાએ આખા યહૂદિયામાં જાહેરાત કરી. કોઈને છૂટ આપવામાં આવી નહિ. જે પથ્થરો અને લાકડાં વડે રામા નગરને બાશાએ બાંધ્યું હતું. તે પથ્થર તથા લાકડાં તેઓ ઉઠાવી લાવ્યા. પછી આસા રાજાએ તે સાધનસામગ્રીનો ઉપયોગ બિન્યામીનનું નગર ગેબા અને મિસ્પા બાંધવા માટે કર્યો.
و آسا پادشاه در تمام یهودا ندادرداد که احدی از آن مستثنی نبود تا ایشان سنگهای رامه و چوب آن را که بعشا بنا می‌کردبرداشتند، و آسا پادشاه جبع بنیامین و مصفه را باآنها بنا نمود.۲۲
23 ૨૩ આસાનાં બાકીનાં સર્વ કાર્યો, તેનાં સર્વ પરાક્રમો અને તેણે જે સર્વ કર્યું તે, તેમ જ તેણે બંધાવેલાં નગરો તે બધી બાબતો વિષે યહૂદિયાના રાજાઓના ઇતિહાસનાં પુસ્તકમાં લખેલું નથી શું? વૃદ્ધાવસ્થામાં તેને પગમાં રોગ લાગુ પડયો.
و بقیه تمامی وقایع آسا و تهور اوو هرچه کرد و شهرهایی که بنا نمود، آیا در کتاب تواریخ ایام پادشاهان یهودا مذکور نیست؟ اما درزمان پیریش درد پا داشت.۲۳
24 ૨૪ પછી આસા તેના પિતૃઓ સાથે ઊંઘી ગયો. અને તેને તેના પિતૃઓ સાથે દાઉદનગરમાં દફનાવવામાં આવ્યો. તેના પછી તેની જગ્યાએ તેનો પુત્ર યહોશાફાટ રાજા બન્યો.
و آسا با پدران خویش خوابید و او را در شهر داود با پدرانش دفن کردند، و پسرش یهوشافاط در جایش سلطنت نمود.۲۴
25 ૨૫ યહૂદિયાના રાજા આસાના બીજે વર્ષે યરોબામનો પુત્ર નાદાબ ઇઝરાયલ પર રાજ કરવા લાગ્યો. તેણે ઇઝરાયલ પર બે વર્ષ સુધી રાજ કર્યું.
و در سال دوم آسا، پادشاه یهودا، ناداب بن یربعام بر اسرائیل پادشاه شد، و دو سال براسرائیل پادشاهی کرد.۲۵
26 ૨૬ તેણે યહોવાહની દ્રષ્ટિમાં જે ખરાબ હતું તે કર્યું. તે પોતાના પિતાને માર્ગે ચાલ્યો અને તેનાં પોતાનાં પાપ વડે ઇઝરાયલને પણ પાપ કરાવ્યું.
و آنچه در نظر خداوندناپسند بود، بجا می‌آورد. و به راه پدر خود و به گناه او که اسرائیل را به آن مرتکب ساخته بود، سلوک می‌نمود.۲۶
27 ૨૭ અહિયાનો પુત્ર બાશા જે ઇસ્સાખાર કુળનો હતો. તેણે નાદાબની સામે બંડ કર્યું. બાશાએ તેને પલિસ્તીઓના નગર ગિબ્બથોન પાસે માર્યો કેમ કે નાદાબ તથા સર્વ ઇઝરાયલે ગિબ્બથોનને ઘેરી લીધું હતું.
و بعشا ابن اخیا که از خاندان یساکار بود، بروی فتنه انگیخت و بعشا او را در جبتون که از آن فلسطینیان بود، کشت و ناداب و تمامی اسرائیل، جبتون را محاصره نموده بودند.۲۷
28 ૨૮ યહૂદિયાના રાજા આસાના ત્રીજા વર્ષે બાશાએ નાદાબને મારી નાખ્યો અને તેની જગ્યાએ પોતે રાજા બન્યો.
و در سال سوم آسا، پادشاه یهودا، بعشا او را کشت و درجایش سلطنت نمود.۲۸
29 ૨૯ જેવો તે રાજા બન્યો કે તરત જ તેણે યરોબામના કુટુંબનાં સર્વને મારી નાખ્યાં. તેણે યરોબામના કુટુંબનાં કોઈનેય જીવતાં છોડ્યા નહિ; આ રીતે યહોવાહ જે વાત તેના સેવક શીલોના અહિયા દ્વારા બોલ્યા હતા તે રીતે તેણે તેઓનો નાશ કર્યો.
و چون او پادشاه شد، تمام خاندان یربعام را کشت و کسی را برای یربعام زنده نگذاشت تا همه را هلاک کرد موافق کلام خداوند که به واسطه بنده خود اخیای شیلونی گفته بود.۲۹
30 ૩૦ કારણ કે યરોબામે પાપ કર્યું અને ઇઝરાયલીઓને પણ પાપ કરવા પ્રેર્યા હતા. આમ તેણે ઇઝરાયલના ઈશ્વર યહોવાહને રોષ ચઢાવ્યો હોવાથી આ બન્યું.
و این به‌سبب گناهانی شد که یربعام ورزیده، و اسرائیل را به آنها مرتکب گناه ساخته، و خشم یهوه، خدای اسرائیل را به آنها به هیجان آورده بود.۳۰
31 ૩૧ નાદાબનાં બાકીનાં કાર્યો અને તેણે જે સર્વ કર્યુ તે બધું ઇઝરાયલના રાજાના ઇતિહાસના પુસ્તકમાં લખેલું નથી શું?
و بقیه وقایع ناداب و هرچه کرد، آیا درکتاب تواریخ ایام پادشاهان اسرائیل مکتوب نیست؟۳۱
32 ૩૨ યહૂદિયાના રાજા આસા અને ઇઝરાયલના રાજા બાશા વચ્ચે તેઓના સર્વ દિવસો પર્યંત વિગ્રહ ચાલ્યા કર્યો.
و در میان آسا و بعشا، پادشاه اسرائیل، در تمام روزهای ایشان جنگ می‌بود.۳۲
33 ૩૩ યહૂદિયાના રાજા આસાના શાસનકાળનો ત્રીજા વર્ષે અહિયાનો પુત્ર બાશા તિર્સામાં સર્વ ઇઝરાયલ પર રાજ કરવા લાગ્યો. તેણે ચોવીસ વર્ષ રાજ કર્યું.
در سال سوم آسا، پادشاه یهودا، بعشا ابن اخیا بر تمامی اسرائیل در ترصه پادشاه شد وبیست و چهار سال سلطنت نمود.۳۳
34 ૩૪ તેણે યહોવાહની દ્રષ્ટિમાં જે ખરાબ હતું તે જ કર્યું. તે યરોબામના માર્ગમાં ચાલ્યો અને તેના પાપ વડે ઇઝરાયલીઓને પણ પાપના માર્ગે દોર્યા.
و آنچه درنظر خداوند ناپسند بود، می‌کرد و به راه یربعام وبه گناهی که اسرائیل را به آن مرتکب گناه ساخته بود، سلوک می‌نمود.۳۴

< 1 રાજઓ 15 >