< 1 રાજઓ 13 >

1 યહોવાહના વચનથી એક ઈશ્વરભક્ત યહૂદિયામાંથી બેથેલ આવ્યો. જયારે યરોબામ ધૂપ બળવા માટે વેદી પાસે ઊભો હતો.
Bisa ga umarnin Ubangiji, sai wani mutumin Allah ya zo daga Yahuda zuwa Betel, yayinda Yerobowam yake tsaye kusa da bagade don yă miƙa hadaya.
2 ત્યારે યહોવાહના વચનથી ઈશ્વરભક્તે વેદી સામે પોકારીને કહ્યું, “વેદી, વેદી યહોવાહ કહે છે; ‘જુઓ, દાઉદના કુટુંબમાં યોશિયા નામે એક દીકરો જનમશે, તે તારા પર ધૂપ બાળનાર ઉચ્ચસ્થાનોના યાજકોનો યજ્ઞ તારી જ ઉપર કરશે અને લોકો તારા પર માણસનાં હાડકાં બાળશે.’
Sai mutumin Allah ya tā da murya a kan bagade bisa ga umarnin Ubangiji ya ce, “Ya bagade, bagade! Ubangiji ya ce, ‘Za a haifi ɗa mai suna Yosiya wa gidan Dawuda. A kanka zai miƙa firistoci na masujadai kan tuddai masu miƙa hadayu a nan, za a kuma ƙone ƙasusuwan mutane a kanka.’”
3 પછી તે જ દિવસે ઈશ્વરના ભક્તે ચિહ્ન આપીને કહ્યું, “ઈશ્વરે જે ચિહ્ન આપીને કહ્યું છે: ‘જુઓ, આ વેદી તૂટી જશે અને તેના પરની રાખ ફેલાઈ જશે.”
A wannan rana mutumin Allah ya ba da alama, “Ga alamar da Ubangiji ya furta. Wannan bagade zai tsage yă rabu kashi biyu, tokar da yake a kansa za tă zuba a ƙasa.”
4 જયારે રાજાએ બેથેલની સામેની વેદીથી ઈશ્વરભક્તે પોકારેલી વાણી સાંભળી ત્યારે યરોબામે વેદી પાસેથી પોતાનો હાથ ઈશ્વરભક્ત તરફ લાંબો કરીને કહ્યું, “તેને પકડો.” પણ તેનો જે હાથ તેણે ઈશ્વરભક્ત તરફ લંબાવ્યો હતો તે સુકાઈ ગયો અને તેથી તે પોતાના હાથને પાછો ખેંચી શકયો નહિ.
Sa’ad da Yerobowam ya ji abin da mutumin Allah ya tā da murya ya faɗa game da bagaden Betel, sai ya miƙa hannunsa daga bagaden ya ce, “Ku kama shi!” Amma sai hannun da ya miƙa ya yanƙwane, har bai iya janye shi ba.
5 તે સમયે જે ચિહ્ન ઈશ્વરભક્તે ઈશ્વરના વચન પ્રમાણે આપ્યું હતું તે પ્રમાણે વેદીમાં મોટી તિરાડ પડી અને તેના પરની રાખ વેરાઈ ગઈ.
Haka ma, bagaden ya rabu, tokarsa kuma ya zuba, bisa ga alamar da mutumin Allah ya bayar, ta wurin kalmar Ubangiji.
6 યરોબામ રાજાએ ઈશ્વરભક્તને જવાબ આપ્યો, “તારા ઈશ્વર, યહોવાહની કૃપા માટે આજીજી કર અને મારા માટે પ્રાર્થના કર, જેથી મારો હાથ ફરીથી સાજો થાય.” તેથી ઈશ્વરભક્તે યહોવાહને પ્રાર્થના કરી, એટલે રાજા સાજો થયો અને તેનો હાથ અગાઉના જેવો થઈ ગયો.
Sai sarki ya ce wa mutumin Allah, “Ka roƙi Ubangiji Allahnka, ka kuma yi addu’a domina don hannuna ya warke.” Saboda haka mutumin Allah ya yi roƙo ga Ubangiji, hannun sarki kuwa ya warke, ya kuma zama kamar yadda yake a dā.
7 રાજાએ ઈશ્વરભક્તને કહ્યું, “મારી સાથે મારા મહેલમાં આવ, ત્યાં આરામ કર અને ભોજન લે. તેં મારો હાથ સાજો કર્યો છે તે માટે હું તને ભેટ આપીશ.”
Sai sarki ya ce wa mutumin Allah, “Zo gida tare da ni, ka sami wani abu ka ci, zan kuwa yi maka kyauta.”
8 પણ ઈશ્વરભક્તે રાજાને કહ્યું, “જો તું મને તારી અડધી સંપત્તિ આપે, તો પણ હું તારી સાથે નહિ જાઉં, આ જગ્યાએ હું કશું ખાઈશ કે પીશ નહિ.
Amma mutumin Allah ya amsa wa sarki, “Ko da za ka ba rabin mallakarka, ba zan tafi tare da kai ba, ba kuwa zan ci abinci, ko in sha ruwa a can ba.
9 કારણ, મને યહોવાહની આજ્ઞા આપી છે કે, ‘તારે રોટલી ખાવી નહિ તેમ જ પાણી પણ પીવું નહિ અને જે રસ્તેથી તું આવ્યો છે તે રસ્તે પાછા જવું નહિ.’
Gama an umarce ni ta wurin kalmar Ubangiji, aka ce, ‘Kada ka ci abinci, ko ka sha ruwa, ko ka koma ta hanyar da ka zo.’”
10 ૧૦ તેથી ઈશ્વરભક્ત બીજે રસ્તે પાછો ગયો; જે રસ્તે બેથેલ આવ્યો હતો તે રસ્તે પાછો ન ગયો.
Saboda haka ya ɗauki wata hanya, bai kuwa koma ta hanyar da ya zo Betel ba.
11 ૧૧ હવે ત્યાં બેથેલમાં એક વૃદ્વ પ્રબોધક રહેતો હતો અને તેના પુત્રોમાંના એકે આવીને તેને ઈશ્વરભક્તે બેથેલમાં જે સઘળું કર્યુ હતું તે અને તેણે રાજાને જે કહ્યું હતું તે સર્વ જણાવ્યું.
To, fa, akwai wani tsohon annabi yana zama a Betel, wanda’ya’yansa suka zo suka faɗa masa dukan abin da mutumin Allah ya yi a can, a ranar. Suka kuma faɗa wa mahaifinsu abin da ya faɗa wa sarki.
12 ૧૨ તેઓના પિતાએ તેઓને પૂછ્યું, “તે કયા માર્ગે ગયો?” હવે યહૂદિયામાંથી આવેલો ઈશ્વરભક્ત કયા માર્ગે ગયો હતો તે તેના પુત્રોએ તેમને બતાવ્યાં.
Mahaifinsu ya tambaye su ya ce, “Wace hanya ce ya bi?” Sai’ya’yansa suka nuna masa hanyar da mutumin Allah daga Yahuda ya bi.
13 ૧૩ તેથી તેણે તેના પુત્રોને કહ્યું, “જલ્દીથી મારા માટે ગધેડા પર જીન બાંધો.” તેઓએ તેને માટે ગધેડા પર જીન બાંધ્યું. પછી તેણે તેના પર સવારી કરી.
Sai ya ce wa’ya’yansa, “Ku yi wa jakina shimfiɗa.” Da suka yi wa jakin shimfiɗa, sai ya hau.
14 ૧૪ પછી તે વૃદ્વ પ્રબોધક પેલા ઈશ્વરભક્તના પાછળ ગયો અને તેને એક એલોન વૃક્ષની નીચે બેઠેલો જોયો. તેણે તેને પૂછ્યું, “શું તું યહૂદિયાથી આવેલો ઈશ્વરભક્ત છે?” તેણે જવાબ આપ્યો, “હા, હું તે જ છું.”
Ya bi bayan mutumin Allah. Ya same shi yana zama a ƙarƙashin itace oak, sai ya tambaye shi ya ce, “Kai ne mutumin Allah wanda ya zo daga Yahuda?” Ya amsa, “Ni ne.”
15 ૧૫ પછી વૃદ્વ પ્રબોધકે તેને કહ્યું, “મારી સાથે મારે ઘરે આવ અને ભોજન લે.”
Saboda haka annabin ya ce masa, “Zo gida tare da ni ka ci abinci.”
16 ૧૬ ઈશ્વરભક્તે જવાબ આપ્યો, “હું તારી સાથે પાછો નહિ આવું અને તારા ઘરમાં નહિ જાઉં, તેમ જ હું આ જગ્યાએ તારી સાથે રોટલી પણ નહિ ખાઉં અને પાણી પણ નહિ પીઉં,
Mutumin Allah ya ce, “Ba zan koma tare da kai ba, ko in ci abinci, ko in sha ruwa tare da kai a can ba.
17 ૧૭ કેમ કે યહોવાહે મને આજ્ઞા આપી છે કે, ‘તારે ત્યાં રોટલી ખાવી નહિ અને પાણી પણ પીવું નહિ તેમ જ જે માર્ગેથી તું આવ્યો છે તે માર્ગે થઈને પાછા આવવું નહિ.’”
An faɗa mini ta wurin maganar Ubangiji, ‘Kada ka ci abinci, ko ka sha ruwa a can, ko ka koma ta hanyar da ka zo.’”
18 ૧૮ તેથી વૃદ્વ પ્રબોધકે તેને કહ્યું, “હું પણ તારા જેવો પ્રબોધક છું અને આજે યહોવાહનો વચન આપતા એક દૂતે મને કહ્યું છે કે, ‘તેને તારી સાથે તારા ઘરમાં લઈ આવ, કે જેથી તે ખાય અને પાણી પીવે.’ પણ ખરેખર તો તે વૃદ્વ પ્રબોધક તેને જૂઠું કહેતો હતો.
Sai annabin ya amsa, “Ni ma annabi ne, kamar ka. Kuma mala’ika ya ce mini ta wurin kalmar Ubangiji, ‘Dawo da shi zuwa gidanka saboda yă ci abinci, yă kuma sha ruwa.’” (Amma yana masa ƙarya ne.)
19 ૧૯ તેથી તેઓ બન્ને પાછા ફર્યા અને ઈશ્વરભક્તે પેલા વૃદ્વ પ્રબોધકના ઘરે જઈને ત્યાં ખાધું પીધું.
Sai mutumin Allah ya koma tare da shi ya kuma ci ya sha a gidansa.
20 ૨૦ તેઓ હજુ મેજ પર બેઠા જ હતા ત્યારે ઈશ્વરભક્તને પાછો લાવનાર વૃદ્ધ પ્રબોધકને યહોવાહની વાણી સંભળાઈ.
Yayinda suke zaune a teburi, sai maganar Ubangiji ta zo wa tsohon annabin da ya dawo da mutumin Allah.
21 ૨૧ અને તેણે યહૂદિયાથી આવેલા ઈશ્વરભક્તને કહ્યું “યહોવાહ એવું કહે છે કે, તેં યહોવાહની આજ્ઞા પાળી નથી અને તને આપેલી આજ્ઞાનો અનાદર કર્યો છે.
Sai tsohon annabin ya tā da murya wa mutumin Allah wanda ya zo daga Yahuda, “Ga abin da Ubangiji ya ce, ‘Ka ƙazantar da maganar Ubangiji, ba ka kuma kiyaye umarnin Ubangiji Allahnka ba.
22 ૨૨ તને યહોવાહે ના પાડી હતી કે તારે ખાવું નહિ તેમ જ પાણી પણ પીવું નહિ, પણ તું પાછો ફર્યો અને તેં ખાધું તથા પાણી પીધું. તેથી તારો મૃતદેહ તારા પિતૃઓ સાથે દફનાવાશે નહિ.’”
Ka dawo ka ci abinci, ka kuma sha ruwa a wurin da na faɗa maka kada ka ci, ko ka sha. Saboda haka ba za a binne jikinka a kabarin kakanninka ba.’”
23 ૨૩ તેણે રોટલી ખાધી અને પાણી પી રહ્યા પછી વૃદ્વ પ્રબોધકે ઈશ્વરભક્ત માટે ગધેડા પર જીન બાંધ્યું.
Sa’ad da mutumin Allah ya gama ci da sha, sai annabin da ya dawo da shi ya yi wa jakin mutumin Allah shimfiɗa.
24 ૨૪ જયારે તે ઈશ્વરભક્ત જતો હતો ત્યારે માર્ગમાં એક સિંહે તેને મારી નાખ્યો. તેનો મૃતદેહ ત્યાં રસ્તામાં પડ્યો હતો. ગધેડો તથા સિંહ તે મૃતદેહની પાસે ઊભા હતા.
Yayinda yake kan hanyarsa, sai wani zaki ya sadu da shi ya kashe shi, aka kuma jefar da jikinsa a kan hanya, jakin da zakin suka tsaya kusa da gawar.
25 ૨૫ જે માણસો તે રસ્તેથી પસાર થયા તેઓએ જોયું કે માર્ગમાં મૃતદેહ પડેલો છે અને તેની પાસે સિંહ ઊભો છે. અને તેઓએ નગરમાં એટલે જ્યાં વૃદ્વ પ્રબોધક રહેતો હતો ત્યાં આના વિષે વાત કરી.
Waɗansu mutane masu wucewa suka ga an yar da gawar a can, zaki yana tsaye kusa da gawar, sai suka tafi suka ba da labarin a birni inda tsohon annabin nan yake zama.
26 ૨૬ તેને માર્ગમાંથી પાછો લઈ આવનાર વૃદ્ધ પ્રબોધકે જયારે આ વિષે સાંભળ્યું ત્યારે તેણે કહ્યું, “તે તો ઈશ્વરભક્ત છે, તેણે યહોવાહની આજ્ઞાની અવગણના કરી હતી. તે માટે યહોવાહે તેને સિંહને સોંપ્યો. તેણે તેની પર હુમલો કરીને તેને મારી નાખ્યો. તે દ્વારા યહોવાહે તેને કહેલા વચન પ્રમાણે થયું.”
Sa’ad da annabin da ya dawo da mutumin Allah ya ji, sai ya ce, “Mutumin Allah ne, wanda ya ƙazantar da maganar Ubangiji. Ubangiji ya bashe shi ga zaki, wanda ya yayyage shi ya kuma kashe shi, kamar yadda maganar Ubangiji ta gargaɗe shi.”
27 ૨૭ પછી તેણે પોતાના પુત્રોને ગધેડા પર જીન બાંધવા માટે કહ્યું અને તેઓએ તે પ્રમાણે કર્યુ.
Sai annabin ya ce wa’ya’yansa, “Ku yi wa jakina shimfiɗa.” Sai suka yi.
28 ૨૮ તે ગયો અને તેણે જોયું કે ઈશ્વરભક્તનો મૃતદેહ માર્ગમાં પડ્યો હતો તેમ જ ગધેડો તથા સિંહ હજી પણ તેની પાસે ઊભા હતા. વળી સિંહે મૃતદેહ ખાધો ન હતો અને ગધેડા પર હુમલો પણ કર્યો ન હતો.
Sai ya fita ya sami an jefar da gawar a hanya, jakin da zakin suna tsaye kusa da shi. Zakin bai ci gawar ko yă yayyage jakin ba.
29 ૨૯ પછી વૃદ્ધ પ્રબોધક ઈશ્વરભક્તના મૃતદેહને ઉપાડીને શોક કરવા અને દફનાવવા માટે ગધેડા પર મૂકીને નગરમાં લઈ આવ્યો.
Saboda haka annabin ya ɗauki gawar mutumin Allah, ya shimfiɗa shi a kan jaki, ya koma da shi cikin birninsa don yă yi makokinsa yă kuma binne shi.
30 ૩૦ તેણે તે મૃતદેહને પોતાની કબરમાં મૂક્યો અને તેઓએ તેને માટે શોક કરતા કહ્યું કે, “હાય! ઓ મારા ભાઈ!”
Sai ya kwantar da gawar a kabarinsa, suka yi makoki a kansa, ya kuma ce, “Ayya, abokina!”
31 ૩૧ તેને દફનાવ્યા પછી, તે વૃદ્ધ પ્રબોધકે પોતાના પુત્રોને કહ્યું, “હું મરી જાઉં ત્યારે મને આ ઈશ્વરભક્તની સાથે એક જ કબરમાં દફનાવજો. મારાં હાડકાં તેના હાડકાંની બાજુમાં મૂકજો.
Bayan an binne shi, sai ya ce wa’ya’yansa, “Sa’ad da na mutu, ku binne ni a kabarin da aka binne mutumin Allah; ku kwantar da ƙasusuwana kusa da ƙasusuwansa.
32 ૩૨ કારણ કે, બેથેલની આ વેદી સામે અને સમરુન નગરમાંના ઉચ્ચસ્થાનોની સામે યહોવાહનું જે વચન તેણે પોકાર્યું હતું તે નક્કી પૂરું થશે.”
Gama annabcin da ya yi ta maganar Ubangiji gāba da bagaden da yake cikin Betel da kuma wuraren sujada a tuddan da suke a biranen Samariya, ba shakka zai cika.”
33 ૩૩ આ ઘટના પછી પણ યરોબામે પોતાના દુષ્ટ માર્ગો છોડ્યા નહિ. પણ તેણે ઉચ્ચસ્થાનો માટે સર્વ લોકોમાંથી યાજકો ઠરાવવાનું ચાલુ રાખ્યું. જે કોઈ યાજક થવા તૈયાર થતો તેને તે ઉચ્ચસ્થાનનો યાજક ઠરાવતો.
Har ma bayan wannan, Yerobowam bai canja daga mugayen hanyoyinsa ba, amma ya ƙara naɗa firistoci domin masujadai da suke kan tuddai daga kowane irin mutane. Duk wanda ya so yă zama firist sai yă naɗa shi don aiki a masujadai da suke kan tuddai.
34 ૩૪ અને તે વાત યરોબામના કુટુંબને નાબૂદ કરવા તથા પૃથ્વીના પૃષ્ઠ પરથી તેનો નાશ કરવા સારુ તેને પાપરૂપ થઈ પડી.
Wannan ne zunubin gidan Yerobowam da ya kai ga fāɗuwarsa da kuma hallakarsa daga fuskar duniya.

< 1 રાજઓ 13 >