< 1 રાજઓ 13 >
1 ૧ યહોવાહના વચનથી એક ઈશ્વરભક્ત યહૂદિયામાંથી બેથેલ આવ્યો. જયારે યરોબામ ધૂપ બળવા માટે વેદી પાસે ઊભો હતો.
And lo! a man of God, came in out of Judah, by the word of Yahweh, unto Bethel, —as Jeroboam was standing by the altar, to make a perfume.
2 ૨ ત્યારે યહોવાહના વચનથી ઈશ્વરભક્તે વેદી સામે પોકારીને કહ્યું, “વેદી, વેદી યહોવાહ કહે છે; ‘જુઓ, દાઉદના કુટુંબમાં યોશિયા નામે એક દીકરો જનમશે, તે તારા પર ધૂપ બાળનાર ઉચ્ચસ્થાનોના યાજકોનો યજ્ઞ તારી જ ઉપર કરશે અને લોકો તારા પર માણસનાં હાડકાં બાળશે.’
And he made proclamation against the altar, by the word of Yahweh, and said, O altar! altar! Thus, saith Yahweh, —Lo! a son to be born unto the house of David, Josiah his name, who shall sacrifice upon thee the priests of the high-places, who are making a perfume upon thee, and, human bones, shall be burned upon thee;
3 ૩ પછી તે જ દિવસે ઈશ્વરના ભક્તે ચિહ્ન આપીને કહ્યું, “ઈશ્વરે જે ચિહ્ન આપીને કહ્યું છે: ‘જુઓ, આ વેદી તૂટી જશે અને તેના પરની રાખ ફેલાઈ જશે.”
and he shall give, on that day, a sign, saying, This, is the sign of which Yahweh hath spoken, —Lo! the altar, is to be rent, and the ashes that are upon thee shall be, poured out!
4 ૪ જયારે રાજાએ બેથેલની સામેની વેદીથી ઈશ્વરભક્તે પોકારેલી વાણી સાંભળી ત્યારે યરોબામે વેદી પાસેથી પોતાનો હાથ ઈશ્વરભક્ત તરફ લાંબો કરીને કહ્યું, “તેને પકડો.” પણ તેનો જે હાથ તેણે ઈશ્વરભક્ત તરફ લંબાવ્યો હતો તે સુકાઈ ગયો અને તેથી તે પોતાના હાથને પાછો ખેંચી શકયો નહિ.
And it came to pass, when the king heard the word of the man of God which he proclaimed against the altar in Bethel, Jeroboam thrust forth his hand, from off the altar, saying—Lay hold of him! and his hand which he had thrust forth against him was dried up, that he could not draw it back to him.
5 ૫ તે સમયે જે ચિહ્ન ઈશ્વરભક્તે ઈશ્વરના વચન પ્રમાણે આપ્યું હતું તે પ્રમાણે વેદીમાં મોટી તિરાડ પડી અને તેના પરની રાખ વેરાઈ ગઈ.
Moreover, the altar, was rent, and the ashes poured out from the altar, —according to the sign which the man of God had given, by the word of Yahweh.
6 ૬ યરોબામ રાજાએ ઈશ્વરભક્તને જવાબ આપ્યો, “તારા ઈશ્વર, યહોવાહની કૃપા માટે આજીજી કર અને મારા માટે પ્રાર્થના કર, જેથી મારો હાથ ફરીથી સાજો થાય.” તેથી ઈશ્વરભક્તે યહોવાહને પ્રાર્થના કરી, એટલે રાજા સાજો થયો અને તેનો હાથ અગાઉના જેવો થઈ ગયો.
Then responded the king and said unto the man of God—Appease, I pray thee, the face of Yahweh thy God, and pray for me, that my hand may be restored unto me. So the man of God appeased the face of Yahweh, and the hand of the king was restored unto him, and became as aforetime.
7 ૭ રાજાએ ઈશ્વરભક્તને કહ્યું, “મારી સાથે મારા મહેલમાં આવ, ત્યાં આરામ કર અને ભોજન લે. તેં મારો હાથ સાજો કર્યો છે તે માટે હું તને ભેટ આપીશ.”
Then spake the king unto the man of God, Come home with me, and refresh thyself, —and let me give thee a present.
8 ૮ પણ ઈશ્વરભક્તે રાજાને કહ્યું, “જો તું મને તારી અડધી સંપત્તિ આપે, તો પણ હું તારી સાથે નહિ જાઉં, આ જગ્યાએ હું કશું ખાઈશ કે પીશ નહિ.
But the man of God said unto the king—If thou wouldst give me the half of thy house, I would not go in with thee, —neither would I eat bread or drink water, in this place;
9 ૯ કારણ, મને યહોવાહની આજ્ઞા આપી છે કે, ‘તારે રોટલી ખાવી નહિ તેમ જ પાણી પણ પીવું નહિ અને જે રસ્તેથી તું આવ્યો છે તે રસ્તે પાછા જવું નહિ.’
for, so, he charged me, by the word of Yahweh, saying, Thou shalt not eat bread, nor shalt thou drink water, —neither shalt thou come back by the way thou wentest.
10 ૧૦ તેથી ઈશ્વરભક્ત બીજે રસ્તે પાછો ગયો; જે રસ્તે બેથેલ આવ્યો હતો તે રસ્તે પાછો ન ગયો.
So he departed another way, —and went not back by the way by which he came unto Bethel.
11 ૧૧ હવે ત્યાં બેથેલમાં એક વૃદ્વ પ્રબોધક રહેતો હતો અને તેના પુત્રોમાંના એકે આવીને તેને ઈશ્વરભક્તે બેથેલમાં જે સઘળું કર્યુ હતું તે અને તેણે રાજાને જે કહ્યું હતું તે સર્વ જણાવ્યું.
But, a certain aged prophet, was dwelling in Bethel, —whose sons came in and related to him all the deeds which the man of God had done that day in Bethel—and the words which he had spoken unto the king, and they related them to their father.
12 ૧૨ તેઓના પિતાએ તેઓને પૂછ્યું, “તે કયા માર્ગે ગયો?” હવે યહૂદિયામાંથી આવેલો ઈશ્વરભક્ત કયા માર્ગે ગયો હતો તે તેના પુત્રોએ તેમને બતાવ્યાં.
And their father said unto them, Which way then went he? Now his sons had seen the way which the man of God went who had come in out of Judah.
13 ૧૩ તેથી તેણે તેના પુત્રોને કહ્યું, “જલ્દીથી મારા માટે ગધેડા પર જીન બાંધો.” તેઓએ તેને માટે ગધેડા પર જીન બાંધ્યું. પછી તેણે તેના પર સવારી કરી.
So he said unto his sons, Saddle for me, the ass. And they saddled for him the ass, and he rode thereon;
14 ૧૪ પછી તે વૃદ્વ પ્રબોધક પેલા ઈશ્વરભક્તના પાછળ ગયો અને તેને એક એલોન વૃક્ષની નીચે બેઠેલો જોયો. તેણે તેને પૂછ્યું, “શું તું યહૂદિયાથી આવેલો ઈશ્વરભક્ત છે?” તેણે જવાબ આપ્યો, “હા, હું તે જ છું.”
and went after the man of God, and found him, sitting under an oak. And he said unto him—Art, thou, the man of God who came in out of Judah? And he said—I am.
15 ૧૫ પછી વૃદ્વ પ્રબોધકે તેને કહ્યું, “મારી સાથે મારે ઘરે આવ અને ભોજન લે.”
Then said he unto him, Come home with me, —and eat bread.
16 ૧૬ ઈશ્વરભક્તે જવાબ આપ્યો, “હું તારી સાથે પાછો નહિ આવું અને તારા ઘરમાં નહિ જાઉં, તેમ જ હું આ જગ્યાએ તારી સાથે રોટલી પણ નહિ ખાઉં અને પાણી પણ નહિ પીઉં,
And he said—I may not return with thee, nor go in with thee, —neither will I eat bread or drink water with thee, in this place;
17 ૧૭ કેમ કે યહોવાહે મને આજ્ઞા આપી છે કે, ‘તારે ત્યાં રોટલી ખાવી નહિ અને પાણી પણ પીવું નહિ તેમ જ જે માર્ગેથી તું આવ્યો છે તે માર્ગે થઈને પાછા આવવું નહિ.’”
for there came a message unto me by the word of Yahweh, Thou shalt neither eat bread, nor drink water there, —thou shalt not turn back to come by the way by which thou wentest.
18 ૧૮ તેથી વૃદ્વ પ્રબોધકે તેને કહ્યું, “હું પણ તારા જેવો પ્રબોધક છું અને આજે યહોવાહનો વચન આપતા એક દૂતે મને કહ્યું છે કે, ‘તેને તારી સાથે તારા ઘરમાં લઈ આવ, કે જેથી તે ખાય અને પાણી પીવે.’ પણ ખરેખર તો તે વૃદ્વ પ્રબોધક તેને જૂઠું કહેતો હતો.
And he said to him-I also, am a prophet, like unto thee, and, a messenger, hath spoken unto me, by the word of Yahweh, saying—Bring him back with thee, into thy house, that he may eat bread, and drink water. He deceived him.
19 ૧૯ તેથી તેઓ બન્ને પાછા ફર્યા અને ઈશ્વરભક્તે પેલા વૃદ્વ પ્રબોધકના ઘરે જઈને ત્યાં ખાધું પીધું.
So he went back with him, and did eat bread in his house, and drank water.
20 ૨૦ તેઓ હજુ મેજ પર બેઠા જ હતા ત્યારે ઈશ્વરભક્તને પાછો લાવનાર વૃદ્ધ પ્રબોધકને યહોવાહની વાણી સંભળાઈ.
And so it was, as, they, were sitting at the table, yea, so it was, that the word of Yahweh came unto the prophet who had brought him back;
21 ૨૧ અને તેણે યહૂદિયાથી આવેલા ઈશ્વરભક્તને કહ્યું “યહોવાહ એવું કહે છે કે, તેં યહોવાહની આજ્ઞા પાળી નથી અને તને આપેલી આજ્ઞાનો અનાદર કર્યો છે.
and he cried out unto the man of God who had come in out of Judah, saying, Thus, saith Yahweh, —Forasmuch as thou hast rebelled against the bidding of Yahweh, and hast not kept the commandment which Yahweh thy God commanded thee;
22 ૨૨ તને યહોવાહે ના પાડી હતી કે તારે ખાવું નહિ તેમ જ પાણી પણ પીવું નહિ, પણ તું પાછો ફર્યો અને તેં ખાધું તથા પાણી પીધું. તેથી તારો મૃતદેહ તારા પિતૃઓ સાથે દફનાવાશે નહિ.’”
but hast returned, and eaten bread and drunk water, in the place of which he said unto thee, Thou mayest neither eat bread nor drink water: thy dead body shall not enter the burying-place of thy fathers.
23 ૨૩ તેણે રોટલી ખાધી અને પાણી પી રહ્યા પછી વૃદ્વ પ્રબોધકે ઈશ્વરભક્ત માટે ગધેડા પર જીન બાંધ્યું.
And it came to pass, after he had eaten bread, and after he had drunk, that he saddled for him the ass, for the prophet whom he had brought back.
24 ૨૪ જયારે તે ઈશ્વરભક્ત જતો હતો ત્યારે માર્ગમાં એક સિંહે તેને મારી નાખ્યો. તેનો મૃતદેહ ત્યાં રસ્તામાં પડ્યો હતો. ગધેડો તથા સિંહ તે મૃતદેહની પાસે ઊભા હતા.
And, when he had gone, there met him a lion by the way, and slew him, —and his dead body was cast out in the way, and, the ass, was standing near it, and, the lion, was standing near the dead body.
25 ૨૫ જે માણસો તે રસ્તેથી પસાર થયા તેઓએ જોયું કે માર્ગમાં મૃતદેહ પડેલો છે અને તેની પાસે સિંહ ઊભો છે. અને તેઓએ નગરમાં એટલે જ્યાં વૃદ્વ પ્રબોધક રહેતો હતો ત્યાં આના વિષે વાત કરી.
And lo! certain men, passing by, saw the dead body, cast out in the way, and the lion standing near the dead body, —so they came in, and spake [of it] in the city, wherein, the aged prophet, dwelt.
26 ૨૬ તેને માર્ગમાંથી પાછો લઈ આવનાર વૃદ્ધ પ્રબોધકે જયારે આ વિષે સાંભળ્યું ત્યારે તેણે કહ્યું, “તે તો ઈશ્વરભક્ત છે, તેણે યહોવાહની આજ્ઞાની અવગણના કરી હતી. તે માટે યહોવાહે તેને સિંહને સોંપ્યો. તેણે તેની પર હુમલો કરીને તેને મારી નાખ્યો. તે દ્વારા યહોવાહે તેને કહેલા વચન પ્રમાણે થયું.”
And, when the prophet who had brought him back from the way heard of it, he said—The man of God, it is, who rebelled against the bidding of Yahweh, —therefore did Yahweh deliver him unto the lion, and it hath torn him and slain him, according to the word of Yahweh which he spake unto him.
27 ૨૭ પછી તેણે પોતાના પુત્રોને ગધેડા પર જીન બાંધવા માટે કહ્યું અને તેઓએ તે પ્રમાણે કર્યુ.
And he spake unto his sons, saying, Saddle for me the ass. And they saddled it.
28 ૨૮ તે ગયો અને તેણે જોયું કે ઈશ્વરભક્તનો મૃતદેહ માર્ગમાં પડ્યો હતો તેમ જ ગધેડો તથા સિંહ હજી પણ તેની પાસે ઊભા હતા. વળી સિંહે મૃતદેહ ખાધો ન હતો અને ગધેડા પર હુમલો પણ કર્યો ન હતો.
So he went and found his dead body, cast out in the way, with, the ass and the lion, standing near the dead body, —the lion had neither eaten the dead body, nor had it torn the ass.
29 ૨૯ પછી વૃદ્ધ પ્રબોધક ઈશ્વરભક્તના મૃતદેહને ઉપાડીને શોક કરવા અને દફનાવવા માટે ગધેડા પર મૂકીને નગરમાં લઈ આવ્યો.
And the prophet took up the dead body of the man of God, and laid it upon the ass, and brought it back, —and the aged prophet came into the city, to make lamentation, and to bury him.
30 ૩૦ તેણે તે મૃતદેહને પોતાની કબરમાં મૂક્યો અને તેઓએ તેને માટે શોક કરતા કહ્યું કે, “હાય! ઓ મારા ભાઈ!”
And he laid his dead body in his own grave, —and they lamented over him, [saying] —Alas, my brother!
31 ૩૧ તેને દફનાવ્યા પછી, તે વૃદ્ધ પ્રબોધકે પોતાના પુત્રોને કહ્યું, “હું મરી જાઉં ત્યારે મને આ ઈશ્વરભક્તની સાથે એક જ કબરમાં દફનાવજો. મારાં હાડકાં તેના હાડકાંની બાજુમાં મૂકજો.
And it came to pass, after he had buried him, that he spake unto his sons, saying, When I die, then shall ye bury me in the grave wherein the man of God is buried; beside his bones, lay my bones;
32 ૩૨ કારણ કે, બેથેલની આ વેદી સામે અને સમરુન નગરમાંના ઉચ્ચસ્થાનોની સામે યહોવાહનું જે વચન તેણે પોકાર્યું હતું તે નક્કી પૂરું થશે.”
For the message which he proclaimed, by the ward of Yahweh, against the altar which is in Bethel, —and against all the houses of the high places which are in the cities of Samaria, shall surely come to pass.
33 ૩૩ આ ઘટના પછી પણ યરોબામે પોતાના દુષ્ટ માર્ગો છોડ્યા નહિ. પણ તેણે ઉચ્ચસ્થાનો માટે સર્વ લોકોમાંથી યાજકો ઠરાવવાનું ચાલુ રાખ્યું. જે કોઈ યાજક થવા તૈયાર થતો તેને તે ઉચ્ચસ્થાનનો યાજક ઠરાવતો.
After this thing, Jeroboam turned not from his wicked way, —but again made, from the whole compass of the people, priests of high places, whomsoever he would, he installed, and he became priest of high places.
34 ૩૪ અને તે વાત યરોબામના કુટુંબને નાબૂદ કરવા તથા પૃથ્વીના પૃષ્ઠ પરથી તેનો નાશ કરવા સારુ તેને પાપરૂપ થઈ પડી.
And so this thing became the sin of the house of Jeroboam, —that it should be both taken away and destroyed, from off the face of the ground.