< 1 રાજઓ 12 >
1 ૧ રહાબામ શખેમ ગયો, કેમ કે તમામ ઇઝરાયલીઓ તેને રાજા બનાવવા માટે શખેમ આવ્યા હતા.
ଏଥିଉତ୍ତାରେ ରିହବୀୟାମ ଶିଖିମକୁ ଗଲେ; କାରଣ ସମୁଦାୟ ଇସ୍ରାଏଲ ତାଙ୍କୁ ରାଜା କରିବା ନିମନ୍ତେ ଶିଖିମରେ ଉପସ୍ଥିତ ହୋଇଥିଲେ।
2 ૨ નબાટના દીકરા યરોબામે એ સાંભળ્યું, પછી તે હજી મિસરમાં હતો, તે સુલેમાન રાજાની હજૂરમાંથી ત્યાં નાસી ગયો હતો. પછી યરોબામ મિસરમાં રહેતો હતો.
ଏଥିମଧ୍ୟରେ ନବାଟର ପୁତ୍ର ସେହି ଯେ ଯାରବୀୟାମ ଶଲୋମନ ରାଜାଙ୍କର ଛାମୁରୁ ପଳାଇ ମିସରରେ ଏଯାଏ ଥିଲେ, ସେ ତାଙ୍କର ମୃତ୍ୟୁୁ ସମ୍ବାଦ ପାଇଲେ; ସେ ମିସରରେ ବାସ କରୁଥିବା ବେଳେ ଲୋକମାନେ ତାଙ୍କୁ ଡକାଇ ପଠାଇଲେ।
3 ૩ તેથી તેઓએ માણસ મોકલીને તેને બોલાવડાવ્યો. અને યરોબામે તથા ઇઝરાયલની સમગ્ર પ્રજાએ આવીને રહાબામને કહ્યું,
ତହିଁରେ ଯାରବୀୟାମ ଓ ଇସ୍ରାଏଲର ସମସ୍ତ ସମାଜ ରିହବୀୟାମଙ୍କ ନିକଟକୁ ଆସି ଏହି କଥା କହିଲେ,
4 ૪ “તારા પિતાએ અમારા પરની ઝૂંસરી ભારે કરી હતી. હવે પછી તારા પિતા અમારી પાસે સખત ગુલામી કરાવે છે તે બંધ કરાવ તથા અમારા પર તેણે મૂકેલી તેની ભારે ઝૂંસરી તું હલકી કરાવ, તો અમે તારે પક્ષે રહીને તારી સેવા કરીશું.”
“ଆପଣଙ୍କ ପିତା ଆମ୍ଭମାନଙ୍କ ଯୁଆଳି ଅସହ୍ୟ କରିଥିଲେ; ଏହେତୁ ଆପଣଙ୍କ ପିତା ଆମ୍ଭମାନଙ୍କ ଉପରେ ଯେଉଁ ଅସହ୍ୟ ଦାସ୍ୟକର୍ମର ଭାର ଓ ଭାରୀ ଯୁଆଳି ଦେଇଥିଲେ, ତାହା ଆପଣ ହାଲୁକା କରନ୍ତୁ; ତହିଁରେ ଆମ୍ଭେମାନେ ଆପଣଙ୍କ ସେବା କରିବୁ।”
5 ૫ રહાબામે તેઓને કહ્યું, “અહીંથી ત્રણ દિવસ માટે ચાલ્યા જાઓ; પછી મારી પાસે પાછા આવજો.” એટલે તે લોકો ગયા.
ତହୁଁ ସେ ସେମାନଙ୍କୁ କହିଲେ, “ଏବେ ଯାଅ, ତିନି ଦିନ ଉତ୍ତାରେ ପୁନର୍ବାର ମୋʼ ନିକଟକୁ ଆସ।” ତହିଁରେ ଲୋକମାନେ ଚାଲିଗଲେ।
6 ૬ રહાબામ રાજાએ પોતાના પિતા સુલેમાનની હયાતીમાં, તેની આગળ જે વૃદ્ધ પુરુષો ઊભા હતા તેઓનું માર્ગદર્શન માગ્યું કે, “આ લોકોને જવાબ આપવા માટે તમે શી સલાહ આપો છો?”
ଏଥିଉତ୍ତାରେ ରିହବୀୟାମ ରାଜା ଆପଣା ପିତା ଶଲୋମନଙ୍କର ଜୀବନ କାଳରେ ଯେଉଁ ପ୍ରାଚୀନମାନେ ତାଙ୍କ ସମ୍ମୁଖରେ ଛିଡ଼ା ହୋଇଥିଲେ, ସେମାନଙ୍କ ସହିତ ପରାମର୍ଶ କରି କହିଲେ, “ଏହି ଲୋକମାନଙ୍କୁ ଉତ୍ତର ଦେବା ପାଇଁ ତୁମ୍ଭେମାନେ ମୋତେ କି ପରାମର୍ଶ ଦେଉଅଛ?”
7 ૭ તેઓએ તેને કહ્યું, “જો તું આજે આ લોકોનો સેવક થઈશ, તેઓની સેવા કરીશ, તેઓને જવાબ આપીશ અને તેઓને ઉત્તમ વચનો કહીશ, તો તેઓ સદા તારા સેવકો થઈને રહેશે.”
ତେବେ ସେମାନେ ତାଙ୍କୁ କହିଲେ, “ତୁମ୍ଭେ ଯେବେ ଆଜି ଏହି ଲୋକମାନଙ୍କର ସେବକ ହେବ ଓ ସେମାନଙ୍କର ସେବା କରି ସେମାନଙ୍କୁ ଉତ୍ତର ଦେବ ଓ ସେମାନଙ୍କୁ ଉତ୍ତମ ବାକ୍ୟ କହିବ, ତେବେ ସେମାନେ ସର୍ବଦା ତୁମ୍ଭର ଦାସ ହୋଇ ରହିବେ।”
8 ૮ પણ રહાબામે વૃદ્ધ પુરુષોની આપેલી સલાહનો ઇનકાર કર્યો. અને જે યુવાનો તેની સાથે મોટા થયા હતા, જે તેની હજૂરમાં ઊભા રહેતા હતા, તેઓની સલાહ પૂછી.
ମାତ୍ର ସେ ସେହି ପ୍ରାଚୀନମାନଙ୍କ ଦତ୍ତ ପରାମର୍ଶ ତ୍ୟାଗ କରି ଯେଉଁ ଯୁବାମାନେ ତାଙ୍କ ସଙ୍ଗେ ବଢ଼ି ତାଙ୍କ ସମ୍ମୁଖରେ ଛିଡ଼ା ହେଉଥିଲେ, ସେମାନଙ୍କ ସଙ୍ଗେ ପରାମର୍ଶ କଲେ।
9 ૯ તેણે તેઓને પૂછ્યું, “આ જે લોકોએ મને કહ્યું છે કે, ‘તારા પિતાએ અમારી પર મૂકેલી ઝૂંસરી તું હલકી કર.’ તેઓને આપણે શો જવાબ આપીએ? તમે શો અભિપ્રાય આપો છો?”
ପୁଣି, ସେ ସେମାନଙ୍କୁ କହିଲେ, “ଏହି ଲୋକମାନେ ମୋତେ କହୁଛନ୍ତି, ‘ତୁମ୍ଭ ପିତା ଆମ୍ଭମାନଙ୍କ ଉପରେ ଯେଉଁ ଯୁଆଳି ଥୋଇଅଛନ୍ତି, ତାହା ହାଲୁକା କର; ସେମାନଙ୍କୁ ଉତ୍ତର ଦେବା ପାଇଁ ତୁମ୍ଭେମାନେ ଆମ୍ଭଙ୍କୁ କି ପରାମର୍ଶ ଦେଉଅଛ?’”
10 ૧૦ જે જુવાન પુરુષો રહાબામ સાથે મોટા થયા હતા તેઓએ તેને કહ્યું કે, “આ જે લોકોએ તમને કહ્યું હતું કે તારા પિતાએ અમારા પરની ઝૂંસરી ભારે કરી હતી, પણ તું તે અમારા પરની ઝૂંસરીને હલકી કર. તેઓને તારે એમ કહેવું, ‘મારી ટચલી આંગળી મારા પિતાની કમર કરતાં જાડી છે.
ତହିଁରେ ତାଙ୍କ ସଙ୍ଗେ ବଢ଼ିଥିବା ଯୁବାମାନେ ତାଙ୍କୁ କହିଲେ, “ତୁମ୍ଭ ପିତା ଆମ୍ଭମାନଙ୍କ ଯୁଆଳି ଭାରୀ କରିଅଛନ୍ତି, ‘ତୁମ୍ଭେ ଆମ୍ଭମାନଙ୍କ ପାଇଁ ତାହା ହାଲୁକା କର ବୋଲି କହୁଛନ୍ତି ଏହି ଯେଉଁ ଲୋକମାନେ, ସେମାନଙ୍କୁ ତୁମ୍ଭେ ଏପରି କହିବ; ମୋର କନିଷ୍ଠ ଅଙ୍ଗୁଳି ମୋʼ ପିତାଙ୍କ କଟିଠାରୁ ମୋଟ।
11 ૧૧ તો હવે, મારા પિતાએ તમારા પર ભારે ઝૂંસરી મૂકી, તે તમારા પરની ઝૂંસરી હું વધુ ભારે કરીશ. મારા પિતાએ તમને ચાબુકથી શિક્ષા કરી, પણ હું તમને વીંછીઓથી શિક્ષા કરીશ.’”
ଏଥିପାଇଁ ମୋʼ ପିତା ଯେଉଁ ଭାରୀ ଯୁଆଳି ତୁମ୍ଭମାନଙ୍କ ଉପରେ ଥୋଇଅଛନ୍ତି, ମୁଁ ତାହା ଆହୁରି ଭାରୀ କରିବି; ମୋʼ ପିତା କୋରଡ଼ାରେ ତୁମ୍ଭମାନଙ୍କୁ ଶାସ୍ତି ଦେଲେ, ମାତ୍ର ମୁଁ ବିଚ୍ଛାରେ ତୁମ୍ଭମାନଙ୍କୁ ଶାସ୍ତି ଦେବି।’”
12 ૧૨ રાજાએ ફરમાવેલું, “ત્રીજે દિવસે મારી પાસે પાછા આવજો.” તે પ્રમાણે યરોબામ તથા સર્વ લોકો ત્રીજે દિવસે રહાબામ પાસે આવ્યા.
ତୃତୀୟ ଦିନରେ ମୋʼ ନିକଟକୁ ପୁଣି, ଆସ ବୋଲି ରାଜା ଯେଉଁ ଆଜ୍ଞା ଦେଇଥିଲେ, ତଦନୁସାରେ ଯାରବୀୟାମ ଓ ସମସ୍ତ ଲୋକ ରିହବୀୟାମଙ୍କ ନିକଟକୁ ଆସିଲେ।
13 ૧૩ રાજાએ તેઓને તોછડાઈથી જવાબ આપ્યો અને વૃદ્ધ પુરુષોએ તેને જે સલાહ આપી હતી તેનો ઇનકાર કર્યો.
ତହିଁରେ ପ୍ରାଚୀନମାନଙ୍କ ଦତ୍ତ ପରାମର୍ଶ ତ୍ୟାଗ କରି ରାଜା ଲୋକମାନଙ୍କୁ କଟୁ ଉତ୍ତର ଦେଲେ;
14 ૧૪ તેણે જુવાન પુરુષોની સલાહ પ્રમાણે તેઓને કહ્યું, “મારા પિતાએ તમારી ઝૂંસરી ભારે કરી, પણ હું તો તમારી ઝૂંસરી વધારે ભારે કરીશ. મારા પિતા તમને ચાબુકથી શિક્ષા કરતા, પણ હું તો તમને વીંછીઓથી શિક્ષા કરીશ.”
ପୁଣି, ଯୁବାମାନଙ୍କ ପରାମର୍ଶନୁସାରେ ଲୋକମାନଙ୍କୁ କହିଲେ, “ମୋʼ ପିତା ତୁମ୍ଭମାନଙ୍କ ଉପରେ ଭାରୀ ଯୁଆଳି ଥୋଇଥିଲେ, ମାତ୍ର ମୁଁ ତୁମ୍ଭମାନଙ୍କ ଯୁଆଳି ଆହୁରି ଭାରୀ କରିବି; ମୋʼ ପିତା କୋରଡ଼ାରେ ତୁମ୍ଭମାନଙ୍କୁ ଶାସ୍ତି ଦେଇଥିଲେ, ମାତ୍ର ମୁଁ ବିଚ୍ଛାରେ ତୁମ୍ଭମାନଙ୍କୁ ଶାସ୍ତି ଦେବି।”
15 ૧૫ રાજાએ લોકોનું કહેવું સાંભળ્યું નહિ. કેમ કે એ બનાવ યહોવાહ તરફથી બન્યો, કે જેથી યહોવાહે પોતાનું જે વચન શીલોની અહિયાની મારફતે નબાટના દીકરા યરોબામને આપ્યું હતું તે તે સ્થાપિત કરે.
ଏହିରୂପେ ରାଜା ଲୋକମାନଙ୍କ କଥା ଶୁଣିଲେ ନାହିଁ; କାରଣ ସଦାପ୍ରଭୁ ଶୀଲୋନୀୟ ଅହୀୟ ଦ୍ୱାରା ନବାଟର ପୁତ୍ର ଯାରବୀୟାମଙ୍କୁ ଯାହା କହିଥିଲେ, ଆପଣାର ସେହି କଥା ସଫଳ କରିବା ନିମନ୍ତେ ଏହା ସଦାପ୍ରଭୁଙ୍କ ଆଡ଼ୁ ଘଟିଲା।
16 ૧૬ જયારે સર્વ ઇઝરાયલે જોયું કે રાજા તેઓનું સાંભળતો નથી, ત્યારે લોકોએ રાજાને જવાબ આપ્યો, “દાઉદમાં અમારો શો ભાગ? યિશાઈના પુત્રમાં અમારો વારસો નથી! ઓ ઇઝરાયલ, તમે તમારા તંબુમાં પાછા જાઓ. હવે હે દાઉદ તું તારું ઘર સંભાળી લે.” તેથી ઇઝરાયલ લોકો પોતપોતાના તંબુએ ગયા.
ଯେତେବେଳେ ସମଗ୍ର ଇସ୍ରାଏଲ ଦେଖିଲେ ଯେ, ରାଜା ସେମାନଙ୍କ କଥା ଶୁଣିଲେ ନାହିଁ, ସେତେବେଳେ ଲୋକମାନେ ରାଜାଙ୍କୁ ଉତ୍ତର କରି କହିଲେ, “ଦାଉଦଙ୍କଠାରେ ଆମ୍ଭମାନଙ୍କର କି ଅଂଶ ଅଛି? ଏଣିକି ଯିଶୀର ପୁତ୍ରଠାରେ; ଆମ୍ଭମାନଙ୍କର ଅଧିକାର ନାହିଁ; ହେ ଇସ୍ରାଏଲ, ଆପଣା ଆପଣା ତମ୍ବୁକୁ ଯାଅ; ହେ ଦାଉଦ, ତୁମ୍ଭେ ଏବେ ଆପଣା ଘର କଥା ବୁଝ। ତହୁଁ ଇସ୍ରାଏଲୀୟମାନେ ଆପଣା ଆପଣା ତମ୍ବୁକୁ ଚାଲିଗଲେ।”
17 ૧૭ પણ યહૂદિયાનાં નગરોમાં રહેતા ઇઝરાયલી લોકો પર રહાબામે રાજ કર્યું.
ତଥାପି ଇସ୍ରାଏଲର ଯେଉଁ ସନ୍ତାନମାନେ ଯିହୁଦାର ନାନା ନଗରରେ ବାସ କଲେ, ସେମାନଙ୍କ ଉପରେ ରିହବୀୟାମ ରାଜ୍ୟ କଲେ।
18 ૧૮ પછી અદોરામ જે લશ્કરી મજૂરોનો ઉપરી હતો, તેને રહાબામ રાજાએ મોકલ્યો, પણ સર્વ ઇઝરાયલે તેને પથ્થરે એવો માર્યો કે તે મરણ પામ્યો. રહાબામ રાજા યરુશાલેમ નાસી જવા માટે ઉતાવળથી પોતાના રથ પર ચઢી ગયો.
ଏଥିଉତ୍ତାରେ ରିହବୀୟାମ ରାଜା ବେଠିକର୍ମାଧ୍ୟକ୍ଷ ଅଦୋନୀରାମ୍କୁ ପଠାଇଲେ; ମାତ୍ର ସମୁଦାୟ ଇସ୍ରାଏଲ ତାହାକୁ ପ୍ରସ୍ତରାଘାତ କରନ୍ତେ, ସେ ମଲା। ତହିଁରେ ରିହବୀୟାମ ରାଜା ଯିରୂଶାଲମକୁ ପଳାଇବା ପାଇଁ ଶୀଘ୍ର ରଥ ଉପରେ ଚଢ଼ିଲେ।
19 ૧૯ તેથી ઇઝરાયલે દાઉદના કુટુંબની વિરુદ્ધ આજ સુધી બંડ કરેલું છે.
ଏହିରୂପେ ଇସ୍ରାଏଲ ଆଜି ପର୍ଯ୍ୟନ୍ତ ଦାଉଦ-ବଂଶର ବିଦ୍ରୋହୀ ହେଲେ।
20 ૨૦ જયારે સર્વ ઇઝરાયલે સાંભળ્યું કે યરોબામ પાછો આવ્યો છે, ત્યારે તેઓએ માણસ મોકલીને તેને સભામાં બોલાવ્યો અને તેને સર્વ ઇઝરાયલ પર રાજા ઠરાવ્યો. એકલા યહૂદાના કુળ સિવાય, ત્યાં દાઉદના કુટુંબનું અનુસરણ કરવા કોઈ રહ્યું નહિ.
ଏଉତ୍ତାରେ ଯାରବୀୟାମ ଫେରି ଆସିଅଛନ୍ତି ବୋଲି ସମୁଦାୟ ଇସ୍ରାଏଲ ଶୁଣନ୍ତେ, ସେମାନେ ଲୋକ ପଠାଇ ତାଙ୍କୁ ମଣ୍ଡଳୀକୁ ଡକାଇଲେ ଓ ସମୁଦାୟ ଇସ୍ରାଏଲ ଉପରେ ତାଙ୍କୁ ରାଜା କଲେ; କେବଳ ଯିହୁଦା-ଗୋଷ୍ଠୀ ଛଡ଼ା କେହି ଦାଉଦ-ବଂଶର ଅନୁଗାମୀ ହେଲା ନାହିଁ।
21 ૨૧ જયારે સુલેમાનનો દીકરો રહાબામ યરુશાલેમ આવ્યો ત્યારે તેણે રાજ્ય પાછું મેળવવા માટે ઇઝરાયલના કુળોની વિરુદ્ધ યુદ્ધ કરવા સારુ યહૂદાના આખા કુળના તથા બિન્યામીનના કુળના એક લાખ એંશી હજાર ચૂંટી કાઢેલા લડવૈયાઓને પોતાને પક્ષે એકત્ર કર્યા.
ରିହବୀୟାମ ଯିରୂଶାଲମରେ ଉପସ୍ଥିତ ହୁଅନ୍ତେ, ଯିହୁଦାର ସମସ୍ତ ବଂଶର ଓ ବିନ୍ୟାମୀନ୍ ଗୋଷ୍ଠୀର ଏକ ଲକ୍ଷ ଅଶୀ ହଜାର ବଛା ଯୋଦ୍ଧା ଲୋକଙ୍କୁ ଏକତ୍ର କଲେ ଓ ଶଲୋମନଙ୍କର ପୁତ୍ର ରିହବୀୟାମଙ୍କର ଅଧୀନକୁ ରାଜ୍ୟ ଫେରାଇ ଆଣିବା ନିମନ୍ତେ ଇସ୍ରାଏଲ ବଂଶ ସହିତ ଯୁଦ୍ଧ ହେଲା।
22 ૨૨ પણ ઈશ્વરનું વચન ઈશ્વરભક્ત શમાયા પાસે આ પ્રમાણે આવ્યું;
ମାତ୍ର ପରମେଶ୍ୱରଙ୍କ ଲୋକ ଶମୟୀୟ ନିକଟରେ ପରମେଶ୍ୱରଙ୍କର ଏହି ବାକ୍ୟ ଉପସ୍ଥିତ ହେଲା,
23 ૨૩ “યહૂદિયાના રાજા સુલેમાનના દીકરા રહાબામને, યહૂદા તથા બિન્યામીનના આખા ઘરનાંને તથા બાકીના લોકોને એમ કહે કે,
“ଯିହୁଦାର ରାଜା ଶଲୋମନର ପୁତ୍ର ରିହବୀୟାମକୁ, ପୁଣି, ଯିହୁଦା ଓ ବିନ୍ୟାମୀନ୍ର ସମସ୍ତ ବଂଶକୁ ଓ ଅବଶିଷ୍ଟ ସମସ୍ତ ଲୋକଙ୍କୁ କୁହ:
24 ૨૪ ‘યહોવાહ આમ કહે છે: તમે હુમલો ન કરશો, તેમ જ તમારા ભાઈ ઇઝરાયલી લોકોની વિરુદ્ધ યુદ્ધ ન કરશો. સર્વ માણસો પોતપોતાને ઘરે પાછા જાઓ, કેમ કે એ બાબત મારા તરફથી બની છે.’ માટે તેઓ યહોવાહનો વચન સાંભળીને તેમના કહેવા પ્રમાણે પોતપોતાને માર્ગે પાછા વળ્યા.
‘ସଦାପ୍ରଭୁ ଏହି କଥା କହନ୍ତି, ତୁମ୍ଭେମାନେ ଯାତ୍ରା କରିବ ନାହିଁ, କିଅବା ଆପଣା ଭ୍ରାତା ଇସ୍ରାଏଲ-ସନ୍ତାନଗଣ ବିପକ୍ଷରେ ଯୁଦ୍ଧ କରିବ ନାହିଁ; ପ୍ରତ୍ୟେକ ଲୋକ ଆପଣା ଆପଣା ଗୃହକୁ ଫେରିଯାଅ; କାରଣ ଏହି କାର୍ଯ୍ୟ ଆମ୍ଭ ଆଡ଼ୁ ହୋଇଅଛି।’” ତେଣୁ ସେମାନେ ସଦାପ୍ରଭୁଙ୍କ ବାକ୍ୟ ଶୁଣିଲେ ଓ ସଦାପ୍ରଭୁଙ୍କ ବାକ୍ୟ ପ୍ରମାଣେ ଆପଣା ଆପଣା ପଥରେ ଫେରିଗଲେ।
25 ૨૫ પછી યરોબામે એફ્રાઇમના પહાડી પ્રદેશમાં શખેમ બાંધ્યું અને તે ત્યાં રહ્યો. ત્યાંથી રવાના થઈને તેણે પનુએલ બાંધ્યું.
ଏହି ସମୟରେ ଯାରବୀୟାମ ଇଫ୍ରୟିମର ପର୍ବତମୟ ଦେଶରେ ଶିଖିମ ନିର୍ମାଣ କରି ତହିଁରେ ବାସ କଲେ; ପୁଣି, ସେ ସେଠାରୁ ଯାଇ ପନୂୟେଲ ନିର୍ମାଣ କଲେ।
26 ૨૬ યરોબામે પોતાના મનમાં વિચાર કર્યો, “હવે રાજ્ય દાઉદના કુટુંબને પાછું મળશે.
ତହୁଁ ଯାରବୀୟାମ ଆପଣା ମନେ ମନେ କହିଲେ, “ଏବେ ରାଜ୍ୟ ପୁନର୍ବାର ଦାଉଦ-ବଂଶର ଅଧୀନ ହେବ;
27 ૨૭ જો આ લોકો યરુશાલેમમાં યહોવાહના ભક્તિસ્થાનમાં યજ્ઞ કરવા માટે જશે, તો આ લોકોનું મન તેમના માલિક તરફ એટલે યહૂદિયાના રાજા રહાબામ તરફ પાછું ફરી જશે. તેઓ મને મારી નાખશે અને યહૂદિયાના રાજા રહાબામ પાસે પાછા જતા રહેશે.”
ଯେବେ ଏହି ଲୋକମାନେ ଯିରୂଶାଲମରେ ସଦାପ୍ରଭୁଙ୍କ ଗୃହରେ ବଳିଦାନ କରିବାକୁ ଯିବେ, ତେବେ ଏହି ଲୋକମାନଙ୍କର ଅନ୍ତଃକରଣ ଆପଣାମାନଙ୍କ ପ୍ରଭୁ ଯିହୁଦାର ରାଜା ରିହବୀୟାମ ପ୍ରତି ଫେରିବ; ତହିଁରେ ସେମାନେ ମୋତେ ବଧ କରି ଯିହୁଦାର ରାଜା ରିହବୀୟାମ ନିକଟକୁ ଫେରିଯିବେ।”
28 ૨૮ તેથી રાજાએ સલાહ લઈને સોનાના બે વાછરડા બનાવ્યા અને યરોબામે તેઓને કહ્યું, “યરુશાલેમમાં જવું તમને ઘણું મુશ્કેલ થઈ પડે છે. હે ઇઝરાયલીઓ જુઓ, આ રહ્યા તમારા દેવો કે જે તમને મિસર દેશમાંથી બહાર લઈ આવ્યા હતા.”
ଏହେତୁ ରାଜା ପରାମର୍ଶ କରି ସୁବର୍ଣ୍ଣର ଦୁଇ ଗୋବତ୍ସ ନିର୍ମାଣ କଲେ; ପୁଣି, ସେ ଲୋକମାନଙ୍କୁ କହିଲେ, “ଯିରୂଶାଲମକୁ ଯିବା ପାଇଁ ତୁମ୍ଭମାନଙ୍କୁ ବହୁତ କଷ୍ଟ ପଡ଼ୁଅଛି; ହେ ଇସ୍ରାଏଲ, ତୁମ୍ଭ ଦେବତାମାନଙ୍କୁ ଦେଖ, ସେମାନେ ତୁମ୍ଭକୁ ମିସର ଦେଶରୁ ବାହାର କରି ଆଣିଲେ।”
29 ૨૯ તેણે એક વાછરડાને બેથેલમાં સ્થાપ્યો અને બીજાની સ્થાપના દાનમાં કરી.
ତହୁଁ ସେ ଗୋଟିକୁ ବେଥେଲ୍ରେ ଓ ଅନ୍ୟଟିକୁ ଦାନ୍ରେ ସ୍ଥାପନ କଲେ।
30 ૩૦ તેથી આ કાર્ય પાપરૂપ થઈ પડ્યું. લોકો બેમાંથી એકની પૂજા કરવા માટે દાન સુધી જતા હતા.
ଏହି କର୍ମ ପାପର କାରଣ ହେଲା; କାରଣ ଲୋକମାନେ ଗୋଟିକର ପୂଜା କରିବା ନିମନ୍ତେ ଦାନ୍ ପର୍ଯ୍ୟନ୍ତ ସୁଦ୍ଧା ଗଲେ।
31 ૩૧ યરોબામે ઉચ્ચસ્થાનોનાં પૂજાસ્થાનો બંધાવ્યાં; તેણે લેવીપુત્રોમાંના નહિ એવા બાકીના લોકોમાંથી યાજકો ઠરાવ્યાં.
ଏଉତ୍ତାରେ ସେ ଉଚ୍ଚସ୍ଥଳୀର ଗୃହମାନ ନିର୍ମାଣ କଲେ ଓ ଯେଉଁମାନେ ଲେବୀ-ସନ୍ତାନ ନୁହନ୍ତି, ଏପରି ସମୁଦାୟ ଲୋକଙ୍କ ମଧ୍ୟରୁ ଯାଜକ କଲେ।
32 ૩૨ યરોબામે આઠમા માસની પંદરમી તારીખે, જે પર્વ યહૂદિયામાં પળાતું હતું તેના જેવું પર્વ ઠરાવ્યું, તેણે વેદી પર બલિદાનો ચઢાવ્યાં. તે જ પ્રમાણે તેણે બેથેલમાં કર્યું. અને પોતાના બનાવેલા વાછરડાઓનાં બલિદાનો આપ્યાં. ઉચ્ચસ્થાનોના જે યાજકો તેણે ઠરાવ્યાં હતા, તેઓને તેણે બેથેલમાં રાખ્યા.
ପୁଣି, ଯାରବୀୟାମ ଅଷ୍ଟମ ମାସରେ, ମାସର ପଞ୍ଚଦଶ ଦିନରେ ଯିହୁଦାର ପର୍ବ ତୁଲ୍ୟ ଏକ ପର୍ବ ନିରୂପଣ କଲେ ଓ ଯଜ୍ଞବେଦିକୁ ଗଲେ; ଏହିରୂପେ ସେ ସ୍ୱନିର୍ମିତ ଗୋବତ୍ସ ଉଦ୍ଦେଶ୍ୟରେ ବେଥେଲ୍ରେ ବଳିଦାନ କଲେ; ପୁଣି, ସେ ଆପଣାର କୃତ ଉଚ୍ଚସ୍ଥଳୀର ଯାଜକମାନଙ୍କୁ ବେଥେଲ୍ରେ ସ୍ଥାପନ କଲେ।
33 ૩૩ જે વેદી યરોબામે બેથેલમાં બનાવી હતી તેની પાસે આઠમા માસમાં, એટલે પોતાના પસંદ કરેલા માસ પંદરમી તારીખે તે ગયો અને ઇઝરાયલી લોકોને માટે તેણે પર્વ ઠરાવ્યું અને ધૂપ બાળવા માટે તે વેદી પાસે ગયો.
ଏହିପରି ସେ ଅଷ୍ଟମ ମାସର ପଞ୍ଚଦଶ ଦିନରେ, ଅର୍ଥାତ୍, ଆପଣା ମନର ସଂକଳ୍ପିତ ମାସରେ ବେଥେଲ୍ସ୍ଥିତ ସ୍ୱନିର୍ମିତ ଯଜ୍ଞବେଦିକୁ ଗଲେ ଓ ସେ ଇସ୍ରାଏଲ-ସନ୍ତାନଗଣ ନିମନ୍ତେ ପର୍ବ ନିରୂପଣ କରି ଧୂପ ଜ୍ୱଳାଇବା ପାଇଁ ଯଜ୍ଞବେଦିକୁ ଗଲେ।