< 1 રાજઓ 12 >

1 રહાબામ શખેમ ગયો, કેમ કે તમામ ઇઝરાયલીઓ તેને રાજા બનાવવા માટે શખેમ આવ્યા હતા.
Rehoboam el som nu Shechem, yen mwet nukewa in sruf epang elos fahsreni nu we in akwalyalak nu ke tokosra.
2 નબાટના દીકરા યરોબામે એ સાંભળ્યું, પછી તે હજી મિસરમાં હતો, તે સુલેમાન રાજાની હજૂરમાંથી ત્યાં નાસી ગયો હતો. પછી યરોબામ મિસરમાં રહેતો હતો.
Ke Jeroboam wen natul Nebat, su tuh kaingkunul Solomon ac som nu Egypt, el lohng ke pweng se inge, na el foloko liki acn Egypt.
3 તેથી તેઓએ માણસ મોકલીને તેને બોલાવડાવ્યો. અને યરોબામે તથા ઇઝરાયલની સમગ્ર પ્રજાએ આવીને રહાબામને કહ્યું,
Mwet in sruf in acn epang sapla solalma, ac elos nukewa som nu yorol Rehoboam, ac fahk nu sel,
4 “તારા પિતાએ અમારા પરની ઝૂંસરી ભારે કરી હતી. હવે પછી તારા પિતા અમારી પાસે સખત ગુલામી કરાવે છે તે બંધ કરાવ તથા અમારા પર તેણે મૂકેલી તેની ભારે ઝૂંસરી તું હલકી કરાવ, તો અમે તારે પક્ષે રહીને તારી સેવા કરીશું.”
“Solomon, papa tomom, el tuh arulana akkeokye kut ac filiya mwe utuk toasr facsr. Kom fin akmulalaye mwe utuk inge ac akfisrasryela nu sesr, na kut ac fah kulansupwekom ke inse pwaye.”
5 રહાબામે તેઓને કહ્યું, “અહીંથી ત્રણ દિવસ માટે ચાલ્યા જાઓ; પછી મારી પાસે પાછા આવજો.” એટલે તે લોકો ગયા.
El topkolos ouinge, “Kowos foloko tukun len tolu, na nga fah sot top luk nu suwos.” Na elos som.
6 રહાબામ રાજાએ પોતાના પિતા સુલેમાનની હયાતીમાં, તેની આગળ જે વૃદ્ધ પુરુષો ઊભા હતા તેઓનું માર્ગદર્શન માગ્યું કે, “આ લોકોને જવાબ આપવા માટે તમે શી સલાહ આપો છો?”
Tokosra Rehoboam el som in eis nunak sin mwet matu su tuh mwet kasru fulat lal Solomon, papa tumal. El siyuk selos, “Top fuka kowos nunku mu fal nga in sang topuk mwe siyuk lun mwet uh?”
7 તેઓએ તેને કહ્યું, “જો તું આજે આ લોકોનો સેવક થઈશ, તેઓની સેવા કરીશ, તેઓને જવાબ આપીશ અને તેઓને ઉત્તમ વચનો કહીશ, તો તેઓ સદા તારા સેવકો થઈને રહેશે.”
Ac elos fahk, “Kom fin lungse kasru mwet inge, kom sang sie top ma elos ac insewowo kac, na pacl nukewa elos ac kulansupwekom ke inse pwaye.”
8 પણ રહાબામે વૃદ્ધ પુરુષોની આપેલી સલાહનો ઇનકાર કર્યો. અને જે યુવાનો તેની સાથે મોટા થયા હતા, જે તેની હજૂરમાં ઊભા રહેતા હતા, તેઓની સલાહ પૂછી.
Tusruktu Rehoboam el pilesru kas in kasru lun mwet matu, ac som nu yurin mwet fusr su matwalna ac welul kapkapak, ac inge elos mwet kasru lal.
9 તેણે તેઓને પૂછ્યું, “આ જે લોકોએ મને કહ્યું છે કે, ‘તારા પિતાએ અમારી પર મૂકેલી ઝૂંસરી તું હલકી કર.’ તેઓને આપણે શો જવાબ આપીએ? તમે શો અભિપ્રાય આપો છો?”
El siyuk selos, “Kasru fuka lowos nu sik? Mea nga ac sang topuk mwet ma siyuk nga in akmulalaye mwe utuk lalos?”
10 ૧૦ જે જુવાન પુરુષો રહાબામ સાથે મોટા થયા હતા તેઓએ તેને કહ્યું કે, “આ જે લોકોએ તમને કહ્યું હતું કે તારા પિતાએ અમારા પરની ઝૂંસરી ભારે કરી હતી, પણ તું તે અમારા પરની ઝૂંસરીને હલકી કર. તેઓને તારે એમ કહેવું, ‘મારી ટચલી આંગળી મારા પિતાની કમર કરતાં જાડી છે.
Ac elos fahk, “Pa inge ma kom ac fahk nu selos uh: ‘Kuf srisrik soko ke pouk uh, yohk liki infulwen papa tumuk.’
11 ૧૧ તો હવે, મારા પિતાએ તમારા પર ભારે ઝૂંસરી મૂકી, તે તમારા પરની ઝૂંસરી હું વધુ ભારે કરીશ. મારા પિતાએ તમને ચાબુકથી શિક્ષા કરી, પણ હું તમને વીંછીઓથી શિક્ષા કરીશ.’”
Fahk pac nu selos mu, ‘Papa tumuk el tuh filiya mwe utuk toasr nu fowos, a nga ac oru in toasr liki. El tuh puok kowos ke mwe sringsring, a nga ac sringil kowos ke mwe sringsring oasr osra kac!’”
12 ૧૨ રાજાએ ફરમાવેલું, “ત્રીજે દિવસે મારી પાસે પાછા આવજો.” તે પ્રમાણે યરોબામ તથા સર્વ લોકો ત્રીજે દિવસે રહાબામ પાસે આવ્યા.
Tukun len tolu, Jeroboam ac mwet nukewa folokla nu yorol Tokosra Rehoboam, oana ke el tuh fahk nu selos.
13 ૧૩ રાજાએ તેઓને તોછડાઈથી જવાબ આપ્યો અને વૃદ્ધ પુરુષોએ તેને જે સલાહ આપી હતી તેનો ઇનકાર કર્યો.
Tokosra el pilesru kas in kasru lun mwet matu, ac el kaskas na toasr nu sin mwet uh,
14 ૧૪ તેણે જુવાન પુરુષોની સલાહ પ્રમાણે તેઓને કહ્યું, “મારા પિતાએ તમારી ઝૂંસરી ભારે કરી, પણ હું તો તમારી ઝૂંસરી વધારે ભારે કરીશ. મારા પિતા તમને ચાબુકથી શિક્ષા કરતા, પણ હું તો તમને વીંછીઓથી શિક્ષા કરીશ.”
in oana ma mwet fusr uh fahk su sel. El fahk, “Papa tumuk el filiya mwe utuk toasr nu fowos, a nga ac oru in toasr liki na. El puok kowos ke mwe sringsring, a nga ac sringil kowos ke mwe sringsring oasr osra kac!”
15 ૧૫ રાજાએ લોકોનું કહેવું સાંભળ્યું નહિ. કેમ કે એ બનાવ યહોવાહ તરફથી બન્યો, કે જેથી યહોવાહે પોતાનું જે વચન શીલોની અહિયાની મારફતે નબાટના દીકરા યરોબામને આપ્યું હતું તે તે સ્થાપિત કરે.
Ma lungse lun LEUM GOD pa inge, tuh in sikyak oana ma El tuh fahk nu sel Jeroboam, wen natul Nebat, in kas lun Ahijah, mwet palu Shiloh. Pa inge sripa se sis tokosra el tiana lohang nu sin mwet uh.
16 ૧૬ જયારે સર્વ ઇઝરાયલે જોયું કે રાજા તેઓનું સાંભળતો નથી, ત્યારે લોકોએ રાજાને જવાબ આપ્યો, “દાઉદમાં અમારો શો ભાગ? યિશાઈના પુત્રમાં અમારો વારસો નથી! ઓ ઇઝરાયલ, તમે તમારા તંબુમાં પાછા જાઓ. હવે હે દાઉદ તું તારું ઘર સંભાળી લે.” તેથી ઇઝરાયલ લોકો પોતપોતાના તંબુએ ગયા.
Ke mwet uh liye lah tokosra el tiana lohngolos, na elos wowoyak ac fahk, “Tolulla David ac sou lal! Wanginna sripaltal nu sesr! Mwet Israel, kut folokelik nu yen sesr! Sang Rehoboam elan sifacna fosrngakunul!” Ouinge mwet Israel elos forla lainul tokosra,
17 ૧૭ પણ યહૂદિયાનાં નગરોમાં રહેતા ઇઝરાયલી લોકો પર રહાબામે રાજ કર્યું.
na pwanang Rehoboam el tokosra lun mwet na ma muta in acn Judah mukena.
18 ૧૮ પછી અદોરામ જે લશ્કરી મજૂરોનો ઉપરી હતો, તેને રહાબામ રાજાએ મોકલ્યો, પણ સર્વ ઇઝરાયલે તેને પથ્થરે એવો માર્યો કે તે મરણ પામ્યો. રહાબામ રાજા યરુશાલેમ નાસી જવા માટે ઉતાવળથી પોતાના રથ પર ચઢી ગયો.
Na Tokosra Rehoboam el supwalla Adoniram, su kol orekma lun mwet kohs, elan som nu yurin mwet Israel, na elos tanglal nwe ke el misa. Ke sripa se inge Rehoboam el sulaklak na sroang nu fin chariot natul, ac kaingla nu Jerusalem.
19 ૧૯ તેથી ઇઝરાયલે દાઉદના કુટુંબની વિરુદ્ધ આજ સુધી બંડ કરેલું છે.
In pacl sac me, mwet in sruf nukewa epang in Israel, elos alein na nu sin mwet leum in fwil natul David.
20 ૨૦ જયારે સર્વ ઇઝરાયલે સાંભળ્યું કે યરોબામ પાછો આવ્યો છે, ત્યારે તેઓએ માણસ મોકલીને તેને સભામાં બોલાવ્યો અને તેને સર્વ ઇઝરાયલ પર રાજા ઠરાવ્યો. એકલા યહૂદાના કુળ સિવાય, ત્યાં દાઉદના કુટુંબનું અનુસરણ કરવા કોઈ રહ્યું નહિ.
Ke pacl se mwet Israel lohngak lah Jeroboam el foloko Egypt me, elos solalma nu ke tukeni lalos, ac elos akwalyalak elan tokosra lalos mwet Israel. Sruf lal Judah mukena pa srakna orekma nu sin mwet in fwil natul David.
21 ૨૧ જયારે સુલેમાનનો દીકરો રહાબામ યરુશાલેમ આવ્યો ત્યારે તેણે રાજ્ય પાછું મેળવવા માટે ઇઝરાયલના કુળોની વિરુદ્ધ યુદ્ધ કરવા સારુ યહૂદાના આખા કુળના તથા બિન્યામીનના કુળના એક લાખ એંશી હજાર ચૂંટી કાઢેલા લડવૈયાઓને પોતાને પક્ષે એકત્ર કર્યા.
Ke Rehoboam el sun acn Jerusalem el pangoneni siofok oalngoul tausin mwet pisrla ke mweun in sruf lal Judah ac Benjamin. El nunku elan som mweuni sruf in acn epang, elan sifil folokonak ku lal in leum faclos.
22 ૨૨ પણ ઈશ્વરનું વચન ઈશ્વરભક્ત શમાયા પાસે આ પ્રમાણે આવ્યું;
Tusruktu God El fahk nu sin mwet palu Shemaiah
23 ૨૩ “યહૂદિયાના રાજા સુલેમાનના દીકરા રહાબામને, યહૂદા તથા બિન્યામીનના આખા ઘરનાંને તથા બાકીના લોકોને એમ કહે કે,
elan sang kas inge nu sel Rehoboam ac nu sin mwet nukewa in sruf lal Judah ac Benjamin:
24 ૨૪ ‘યહોવાહ આમ કહે છે: તમે હુમલો ન કરશો, તેમ જ તમારા ભાઈ ઇઝરાયલી લોકોની વિરુદ્ધ યુદ્ધ ન કરશો. સર્વ માણસો પોતપોતાને ઘરે પાછા જાઓ, કેમ કે એ બાબત મારા તરફથી બની છે.’ માટે તેઓ યહોવાહનો વચન સાંભળીને તેમના કહેવા પ્રમાણે પોતપોતાને માર્ગે પાછા વળ્યા.
“Nimet mweuni mwet Israel wiowos. Kowos nukewa folokelik nu yen suwos an. Ma sikyak inge ma lungse luk!” Na elos nukewa akos ma LEUM GOD El sapkin, ac folokelik nu yen selos.
25 ૨૫ પછી યરોબામે એફ્રાઇમના પહાડી પ્રદેશમાં શખેમ બાંધ્યું અને તે ત્યાં રહ્યો. ત્યાંથી રવાના થઈને તેણે પનુએલ બાંધ્યું.
Tokosra Jeroboam el kuhlasak siti srisrik Shechem infulan eol in acn Ephraim, ac muta we ke kitin pacl. Na el som liki acn we ac kuhlasak pac siti srisrik Penuel.
26 ૨૬ યરોબામે પોતાના મનમાં વિચાર કર્યો, “હવે રાજ્ય દાઉદના કુટુંબને પાછું મળશે.
El sifacna motkwe mu, “Inge tokosrai uh ku na in mau folokyang nu sin mwet in fwil natul David.
27 ૨૭ જો આ લોકો યરુશાલેમમાં યહોવાહના ભક્તિસ્થાનમાં યજ્ઞ કરવા માટે જશે, તો આ લોકોનું મન તેમના માલિક તરફ એટલે યહૂદિયાના રાજા રહાબામ તરફ પાછું ફરી જશે. તેઓ મને મારી નાખશે અને યહૂદિયાના રાજા રહાબામ પાસે પાછા જતા રહેશે.”
Mwet inge fin fahsrna nu Jerusalem in orek kisa nu sin LEUM GOD ke Tempul, na insialos ac ku na in sifil forla nu sel Tokosra Rehoboam, leum lalos in Judah, na elos ac uniyuwi.”
28 ૨૮ તેથી રાજાએ સલાહ લઈને સોનાના બે વાછરડા બનાવ્યા અને યરોબામે તેઓને કહ્યું, “યરુશાલેમમાં જવું તમને ઘણું મુશ્કેલ થઈ પડે છે. હે ઇઝરાયલીઓ જુઓ, આ રહ્યા તમારા દેવો કે જે તમને મિસર દેશમાંથી બહાર લઈ આવ્યા હતા.”
Tukun el nunku ke ma inge, na el orala ma sruloala gold in luman cow mukul lukwa, ac fahk nu sin mwet lal, “Fal tari pacl ma kowos foroht forma nwe Jerusalem in alu we. Mwet Israel, pa inge god lowos, su uskowosme liki acn Egypt!”
29 ૨૯ તેણે એક વાછરડાને બેથેલમાં સ્થાપ્યો અને બીજાની સ્થાપના દાનમાં કરી.
Na el filiya sie ma sruloala inge in acn Bethel, ac ma se ngia in acn Dan.
30 ૩૦ તેથી આ કાર્ય પાપરૂપ થઈ પડ્યું. લોકો બેમાંથી એકની પૂજા કરવા માટે દાન સુધી જતા હતા.
Ma inge sie ma koluk, lah mwet uh elos alu nu sin ma sruloala inge in acn Bethel ac Dan.
31 ૩૧ યરોબામે ઉચ્ચસ્થાનોનાં પૂજાસ્થાનો બંધાવ્યાં; તેણે લેવીપુત્રોમાંના નહિ એવા બાકીના લોકોમાંથી યાજકો ઠરાવ્યાં.
Jeroboam el oayapa musaela acn in alu fineol uh, ac el sulela mwet tol su tia ma in sruf lun Levi.
32 ૩૨ યરોબામે આઠમા માસની પંદરમી તારીખે, જે પર્વ યહૂદિયામાં પળાતું હતું તેના જેવું પર્વ ઠરાવ્યું, તેણે વેદી પર બલિદાનો ચઢાવ્યાં. તે જ પ્રમાણે તેણે બેથેલમાં કર્યું. અને પોતાના બનાવેલા વાછરડાઓનાં બલિદાનો આપ્યાં. ઉચ્ચસ્થાનોના જે યાજકો તેણે ઠરાવ્યાં હતા, તેઓને તેણે બેથેલમાં રાખ્યા.
Jeroboam el oayapa oakiya sie len in kufwa nu selos, su oasr ke len aksingoul limekosr in malem akoalkosr, in oapana len in kufwa in acn Judah. El som nu Bethel ac orek kisa fin loang we nu sin ma sruloala gold in luman cow mukul lukwa ma el orala. Ac el filiya mwet tol in oru ma kunalos ke nien alu ma el tuh musaela in acn Bethel.
33 ૩૩ જે વેદી યરોબામે બેથેલમાં બનાવી હતી તેની પાસે આઠમા માસમાં, એટલે પોતાના પસંદ કરેલા માસ પંદરમી તારીખે તે ગયો અને ઇઝરાયલી લોકોને માટે તેણે પર્વ ઠરાવ્યું અને ધૂપ બાળવા માટે તે વેદી પાસે ગયો.
Ac ke len aksingoul limekosr in malem akoalkosr, len se ma el sifacna oakiya, el som nu Bethel ac orek kisa fin loang uh, in akfulatye len in kufwa se su el oakiya nu sin mwet Israel.

< 1 રાજઓ 12 >