< 1 રાજઓ 10 >
1 ૧ જયારે શેબાની રાણીએ યહોવાહના નામ સંબંધી સુલેમાનની કીર્તિ સાંભળી, ત્યારે તે અટપટા પ્રશ્નો વડે તેની કસોટી કરવા આવી.
Saba Kraliçesi, RAB'bin adından ötürü Süleyman'ın artan ününü duyunca, onu çetin sorularla sınamaya geldi.
2 ૨ તે ઘણા અમલદારો અને ઊંટો લઈને સુગંધીદ્રવ્ય, પુષ્કળ સોનું તથા મૂલ્યવાન પાષાણો સાથે યરુશાલેમમાં આવી. તેણે સુલેમાન પાસે આવીને પોતાના મનમાં જે કંઈ હતું, તે સર્વ સંબંધી તેની સાથે વાત કરી.
Çeşitli baharat, çok miktarda altın ve değerli taşlarla yüklü büyük bir kervan eşliğinde Yeruşalim'e gelen kraliçe, aklından geçen her şeyi Süleyman'la konuştu.
3 ૩ સુલેમાને તેના તમામ પ્રશ્રોના ઉત્તર આપ્યા. તેણે પૂછેલા તમામ પ્રશ્નોના જવાબો આપવાની જાણકારી સુલેમાન ધરાવતો હતો.
Süleyman onun bütün sorularına karşılık verdi. Kralın ona yanıt bulmakta güçlük çektiği hiçbir konu olmadı.
4 ૪ જયારે શેબાની રાણીએ સુલેમાનનું સર્વ જ્ઞાન, તેનો બાંધેલો મહેલ,
Süleyman'ın bilgeliğini, yaptırdığı sarayı, sofrasının zenginliğini, görevlilerinin oturup kalkışını, hizmetkârlarının özel giysileriyle yaptığı hizmeti, sakilerini ve RAB'bin Tapınağı'nda sunduğu yakmalık sunuları gören Saba Kraliçesi hayranlık içinde kaldı.
5 ૫ તેની મેજ પરનું ભોજન, તેના સેવકોનું બેસવું, તેના સેવકોનું કામ, તેઓનાં વસ્ત્રો, તેના પાત્રવાહકો તથા યહોવાહના ભક્તિસ્થાનમાં જે દહનીયાર્પણ તે ચઢાવતો હતો તે જોયાં, ત્યારે આભી બની ગઈ.
6 ૬ તેણે રાજાને કહ્યું, “તમારાં કૃત્યો વિષે તથા તમારા જ્ઞાન વિષે થતી જે વાત મેં મારા પોતાના દેશમાં સાંભળી હતી તે સાચી છે.
Krala, “Ülkemdeyken yaptıklarınla ve bilgeliğinle ilgili duyduklarım doğruymuş” dedi,
7 ૭ મેં આવીને મારી પોતાની નજરે તે જોયું, ત્યાં સુધી હું તે વાત માનતી ન હતી. મને તો અડધું પણ કહેવામાં આવ્યું ન હતું. જે કીર્તિ મેં સાંભળી હતી તે કરતાં તમારું જ્ઞાન તથા તમારી સમૃદ્ધિ વિશેષ છે.
“Ama gelip kendi gözlerimle görünceye dek inanmamıştım. Bunların yarısı bile bana anlatılmadı. Bilgeliğin de, zenginliğin de duyduklarımdan kat kat fazla.
8 ૮ તમારા લોકો ઘણા આશીર્વાદિત છે અને તમારા સેવકો પણ ખૂબ આશીર્વાદિત છે, તેઓ નિત્ય તમારી સમક્ષ ઊભા રહીને તમારા ડહાપણનો લાભ લે છે!
Ne mutlu adamlarına! Ne mutlu sana hizmet eden görevlilere! Çünkü sürekli bilgeliğine tanık oluyorlar.
9 ૯ તમારા ઈશ્વર યહોવાહની સ્તુતિ થાઓ, તેમણે તમારા પર પ્રસન્ન થઈને તમને ઇઝરાયલના રાજ્યાસન પર બેસાડ્યા છે. કેમ કે યહોવાહે ઇઝરાયલ પરના પોતાના સતત પ્રેમને લીધે તમને ન્યાય તથા ઇનસાફ કરવા માટે રાજા બનાવ્યા છે!”
Senden hoşnut kalan, seni İsrail tahtına oturtan Tanrın RAB'be övgüler olsun! RAB İsrail'e sonsuz sevgi duyduğundan, adaleti ve doğruluğu sağlaman için seni kral yaptı.”
10 ૧૦ શેબાની રાણીએ સુલેમાન રાજાને એકસો વીસ તાલંત સોનું, પુષ્કળ સુગંધીદ્રવ્ય અને મૂલ્યવાન પાષાણો આપ્યાં. શેબાની રાણીએ જે સુગંધીદ્રવ્યો સુલેમાન રાજાને આપ્યાં તેટલાં બધાં કદી ફરીથી તેને મળ્યાં ન હતા.
Saba Kraliçesi krala 120 talant altın, çok büyük miktarda baharat ve değerli taşlar armağan etti. Krala o kadar baharat armağan etti ki, bir daha bu kadar çok baharat görülmedi.
11 ૧૧ હીરામનાં વહાણો ઓફીરથી સોનું લાવ્યાં હતાં, તે વહાણો પુષ્કળ પ્રમાણમાં સુખડનાં લાકડાં તથા મૂલ્યવાન પાષાણો પણ ઓફીરથી લાવ્યાં.
Bu arada Hiram'ın gemileri Ofir'den altın ve büyük miktarda almug kerestesiyle değerli taşlar getirdiler.
12 ૧૨ રાજાએ તે સુખડનાં લાકડાંના યહોવાહના સભાસ્થાનને માટે તથા રાજાના મહેલને માટે સ્તંભો તથા ગાનારાઓને માટે વીણા અને તંબૂરા બનાવ્યા. એવાં મૂલ્યવાન સુખડનાં લાકડાં આજ દિવસ સુધી કદી આવ્યાં કે દેખાયાં નહોતાં.
Kral, RAB'bin Tapınağı'yla sarayın tırabzanlarını, çalgıcıların lirleriyle çenklerini bu almug kerestesinden yaptırdı. Bugüne dek o kadar almug ağacı ne gelmiş, ne de görülmüştür.
13 ૧૩ શેબાની રાણીએ જે કંઈ માગ્યું તે તેની સર્વ ઇચ્છા પ્રમાણે સુલેમાન રાજાએ તેને આપ્યું, તે ઉપરાંત સુલેમાને પોતાની બક્ષિશો તેને આપી. પછી તે પછી વળીને પોતાના ચાકરો સાથે પરત પોતાના દેશમાં ગઈ.
Kral Süleyman Saba Kraliçesi'nin her isteğini, her dileğini yerine getirdi. Ayrıca ona gönülden kopan birçok armağan verdi. Bundan sonra kraliçe adamlarıyla birlikte oradan ayrılıp kendi ülkesine döndü.
14 ૧૪ હવે દર વર્ષે સુલેમાનને ત્યાં જે સોનું આવતું હતું તેનું વજન છસો છાસઠ તાલંત હતું.
Süleyman'a bir yılda gelen altının miktarı 666 talantı buluyordu.
15 ૧૫ વળી મુસાફર લોકો લાવતા હતા તે અને વેપારીઓના વેપારથી તથા મિશ્ર લોકોના સર્વ રાજાઓ તરફથી તથા દેશના રાજ્યપાલો તરફથી જે મળતું હતું તે તો જુદું.
Alım satımla uğraşanlarla tüccarların kazançlarından ve Arabistan'ın bütün krallarıyla İsrail valilerinden gelenler bunun dışındaydı.
16 ૧૬ સુલેમાન રાજાએ ઘડેલા સોનાની બસો મોટી ઢાલ બનાવી. દરેક મોટી ઢાલમાં છસો શેકેલ સોનું વપરાયું હતું.
Kral Süleyman her biri altı yüz şekel ağırlığında dövme altından iki yüz büyük kalkan yaptırdı.
17 ૧૭ તેણે ઘડેલા સોનાની બીજી ત્રણસો ઢાલ બનાવી. એ દરેક ઢાલમાં ત્રણ માનેહ સોનું વપરાયું હતું; રાજાએ તે ઢાલ લબાનોનના વનગૃહમાં મૂકી.
Ayrıca her biri üç mina ağırlığında dövme altından üç yüz küçük kalkan yaptırdı. Kral bu kalkanları Lübnan Ormanı adındaki saraya koydu.
18 ૧૮ પછી રાજાએ હાથીદાંતનું એક મોટું સિંહાસન બનાવ્યું અને તેના પર ચોખ્ખું સોનું મઢ્યું.
Kral fildişinden büyük bir taht yaptırıp saf altınla kaplattı.
19 ૧૯ સિંહાસનને છ પગથિયાં હતાં અને સિંહાસનનો ઉપલો ભાગ પાછળથી ગોળ હતો. બેઠકની પાસે બન્ને બાજુએ હાથા હતા અને તે હાથાઓની બાજુએ બે સિંહ ઊભા હતા.
Tahtın altı basamağı, arka kısmında yuvarlak bir başlığı vardı. Oturulan yerin iki yanında kollar, her kolun yanında birer aslan heykeli bulunuyordu.
20 ૨૦ છ પગથીયા પર આ બાજુએ તથા બીજી બાજુએ બાર સિંહો ઊભેલા હતા. આના જેવું સિંહાસન કોઈપણ રાજ્યમાં બનાવવામાં આવ્યું ન હતું.
Altı basamağın iki yanında on iki aslan heykeli vardı. Hiçbir krallıkta böylesi yapılmamıştı.
21 ૨૧ સુલેમાન રાજાનાં પીવાનાં સર્વ પાત્રો સોનાનાં હતાં અને લબાનોન વનગૃહમાંનાં સર્વ પાત્રો ચોખ્ખા સોનાનાં હતાં. ચાંદીનું એક પણ પાત્ર જન હતું. કેમ કે સુલેમાનના સમયમાં ચાંદીની કશી વિસાત ન હતી.
Kral Süleyman'ın kadehleriyle Lübnan Ormanı adındaki sarayın bütün eşyaları saf altından yapılmış, hiç gümüş kullanılmamıştı. Çünkü Süleyman'ın döneminde gümüşün değeri yoktu.
22 ૨૨ રાજાનો તાર્શીશ વહાણનો એક કાફલો હીરામના કાફલા સાથે સમુદ્ર પર ફરતો હતો. દર ત્રણ વર્ષે એકવાર તાર્શીશનો કાફલો સોનું, ચાંદી, હાથીદાંત, વાનરો અને મોર લઈને આવતો હતો.
Hiram'ın gemilerinin yanısıra, kralın da denizde ticaret gemileri vardı. Bu gemiler üç yılda bir altın, gümüş, fildişi ve türlü maymunlarla yüklü olarak dönerlerdi.
23 ૨૩ સુલેમાન રાજા પૃથ્વી પરના સર્વ રાજાઓ કરતાં દ્રવ્ય તથા જ્ઞાનમાં સૌથી શ્રેષ્ઠ હતો.
Kral Süleyman dünyanın bütün krallarından daha zengin, daha bilgeydi.
24 ૨૪ ઈશ્વરે સુલેમાનના હૃદયમાં જે જ્ઞાન મૂક્યું હતું તે સાંભળવા આખી પૃથ્વી પરના લોકો સુલેમાનની સમક્ષ આવતા.
Tanrı'nın Süleyman'a verdiği bilgeliği dinlemek için bütün dünya onu görmek isterdi.
25 ૨૫ તે દરેક પોતપોતાની ભેટો, એટલે સોનાચાંદીનાં પાત્રો, વસ્ત્રો, શસ્ત્રો, સુગંધીદ્રવ્ય, ઘોડા તથા ખચ્ચરો, વાર્ષિક ખંડણી તરીકે લાવતા હતા.
Onu görmeye gelenler her yıl armağan olarak altın ve gümüş eşya, giysi, silah, baharat, at, katır getirirlerdi.
26 ૨૬ સુલેમાને રથો અને ઘોડેસવારોને એકત્ર કર્યા. તેની પાસે એક હજાર ચારસો રથો અને બાર હજાર ઘોડેસવારો હતા. તેણે તેઓને રથનગરોમાં તથા યરુશાલેમમાં રાજાની પાસે રાખ્યા.
Süleyman savaş arabalarıyla atlarını topladı. Bin dört yüz savaş arabası, on iki bin atı vardı. Bunların bir kısmını savaş arabaları için ayrılan kentlere, bir kısmını da kendi yanına, Yeruşalim'e yerleştirdi.
27 ૨૭ રાજાએ યરુશાલેમમાં ચાંદી એટલી બધી વધારી દીધી કે તે પથ્થરને તોલે થઈ પડી. તેણે દેવદારના લાકડાં એટલાં બધાં વધાર્યા કે તે નીચાણના પ્રદેશના ગુલ્લર ઝાડના લાકડાને તોલે થઈ પડ્યાં.
Krallığı döneminde Yeruşalim'de gümüş taş değerine düştü. Sedir ağaçları Şefela'daki yabanıl incir ağaçları kadar bollaştı.
28 ૨૮ સુલેમાન પાસે જે ઘોડા હતા તે મિસરમાંથી લાવવામાં આવેલા હતા. રાજાના વેપારીઓ તેમને જથ્થાબંધ, એટલે દરેક જથ્થાની અમુક કિંમત આપીને રાખતા હતા.
Süleyman'ın atları Mısır ve Keve'den getirilirdi. Kralın tüccarları atları Keve'den satın alırdı.
29 ૨૯ એક રથની કિંમત છસો શેકેલ જેટલી હતી. એક ઘોડાની કિંમત એકસો પચાસ ચાંદી જેટલી હતી. એ પ્રમાણેની કિંમત ચૂકવીને એ જ પ્રમાણે મિસરમાંથી ઘોડા ખરીદયા હતા. હિત્તીઓના સર્વ રાજાઓને માટે તથા અરામના રાજાઓને માટે પણ વેપારીઓ તેઓને તે લાવી આપતા હતા.
Mısır'dan bir savaş arabası altı yüz, bir at yüz elli şekel gümüşe getirilirdi. Bunları bütün Hitit ve Aram krallarına satarlardı.