< યોહાનનો પહેલો પત્ર 5 >

1 ઈસુ એ જ ખ્રિસ્ત છે એવો જે કોઈ વિશ્વાસ કરે છે, તે ઈશ્વરથી જન્મેલો છે. અને પિતા પર જે પ્રેમ રાખે છે તે તેનાથી જન્મેલાં પર પણ પ્રેમ રાખે છે.
yIshurabhiShiktastrAteti yaH kashchid vishvAsiti sa IshvarAt jAtaH; aparaM yaH kashchit janayitari prIyate sa tasmAt jAte jane. api prIyate|
2 જયારે આપણે ઈશ્વર પર પ્રેમ રાખીએ છીએ અને તેમની આજ્ઞાઓ પાળીએ છીએ, ત્યારે એથી આપણે જાણીએ છીએ કે આપણે ઈશ્વરનાં બાળકો પર પણ પ્રેમ રાખીએ છીએ.
vayam Ishvarasya santAneShu prIyAmahe tad anena jAnImo yad Ishvare prIyAmahe tasyAj nAH pAlayAmashcha|
3 કેમ કે ઈશ્વર પરનો પ્રેમ એ છે કે આપણે તેમની આજ્ઞાઓ પાળીએ, કેમ કે તેમની આજ્ઞાઓ પાળવી એ ભારરૂપ નથી.
yata Ishvare yat prema tat tadIyAj nApAlanenAsmAbhiH prakAshayitavyaM, tasyAj nAshcha kaThorA na bhavanti|
4 કેમ કે જે ઈશ્વરથી જન્મેલું છે તે જગતને જીતે છે અને જે વિજય જગતને જીત્યું છે તે આપણો વિશ્વાસ છે.
yato yaH kashchid IshvarAt jAtaH sa saMsAraM jayati ki nchAsmAkaM yo vishvAsaH sa evAsmAkaM saMsArajayijayaH|
5 જે વિશ્વાસ કરે છે કે ઈસુ ઈશ્વરના પુત્ર છે તે વગર અન્ય કોણ જગતને જીતી શકે છે?
yIshurIshvarasya putra iti yo vishvasiti taM vinA ko. aparaH saMsAraM jayati?
6 પાણીથી તથા રક્તથી જે આવ્યા તે એ છે; એટલે ઈસુ ખ્રિસ્ત. તેઓ કેવળ પાણીથી નહિ, પણ પાણી તથા રક્તથી આવ્યા છે.
so. abhiShiktastrAtA yIshustoyarudhirAbhyAm AgataH kevalaM toyena nahi kintu toyarudhirAbhyAm, AtmA cha sAkShI bhavati yata AtmA satyatAsvarUpaH|
7 જે સાક્ષી પૂરે છે તે તો પવિત્ર આત્મા છે, કેમ કે આત્મા સત્ય છે.
yato hetoH svarge pitA vAdaH pavitra AtmA cha traya ime sAkShiNaH santi, traya ime chaiko bhavanti|
8 સ્વર્ગમાં ત્રણ સાક્ષી આપે છે. પવિત્ર આત્મા, પાણી અને રક્ત આ ત્રણ એક સાથે સમંત છે.
tathA pR^ithivyAm AtmA toyaM rudhira ncha trINyetAni sAkShyaM dadAti teShAM trayANAm ekatvaM bhavati cha|
9 જો આપણે માણસોની સાક્ષી માનીએ છીએ, તો એ કરતાં ઈશ્વરની સાક્ષી મહાન છે, કેમ કે ઈશ્વરે પોતાના પુત્ર સંબંધી જે સાક્ષી આપી છે તે એ જ છે.
mAnavAnAM sAkShyaM yadyasmAbhi rgR^ihyate tarhIshvarasya sAkShyaM tasmAdapi shreShThaM yataH svaputramadhIshvareNa dattaM sAkShyamidaM|
10 ૧૦ જે ઈશ્વરના પુત્ર પર વિશ્વાસ રાખે છે, તેના પોતાનામાં તે સાક્ષી છે; જે ઈશ્વર પર વિશ્વાસ રાખતો નથી તેણે તેમને જૂઠા પાડ્યાં છે. કેમ કે ઈશ્વરે પોતાના પુત્ર વિષે જે સાક્ષી આપી છે, તે સાક્ષી પર તેણે વિશ્વાસ રાખ્યો નથી.
Ishvarasya putre yo vishvAsiti sa nijAntare tat sAkShyaM dhArayati; Ishvare yo na vishvasiti sa tam anR^itavAdinaM karoti yata IshvaraH svaputramadhi yat sAkShyaM dattavAn tasmin sa na vishvasiti|
11 ૧૧ આ સાક્ષી એવી છે કે ઈશ્વરે આપણને અનંતજીવન આપ્યું છે અને એ જીવન તેમના પુત્ર ઈસુમાં છે. (aiōnios g166)
tachcha sAkShyamidaM yad Ishvaro. asmabhyam anantajIvanaM dattavAn tachcha jIvanaM tasya putre vidyate| (aiōnios g166)
12 ૧૨ જેની પાસે ઈશ્વરના પુત્ર છે તેને જીવન છે. જેની પાસે ઈશ્વરના પુત્ર નથી, તેને જીવન નથી.
yaH putraM dhArayati sa jIvanaM dhAriyati, Ishvarasya putraM yo na dhArayati sa jIvanaM na dhArayati|
13 ૧૩ તમને અનંતજીવન છે એ તમે જાણો, માટે તમારા ઉપર, એટલે ઈશ્વરના પુત્રના નામ પર વિશ્વાસ રાખનારાઓ ઉપર, મેં આ વાતો લખી છે. (aiōnios g166)
Ishvaraputrasya nAmni yuShmAn pratyetAni mayA likhitAni tasyAbhiprAyo. ayaM yad yUyam anantajIvanaprAptA iti jAnIyAta tasyeshvaraputrasya nAmni vishvaseta cha| (aiōnios g166)
14 ૧૪ તેના વિષે આપણને જે હિંમત છે તે એ છે કે જો આપણે ઈશ્વરની ઇચ્છા પ્રમાણે કંઈ પણ માગીએ, તો તેઓ આપણું સાંભળે છે.
tasyAntike. asmAkaM yA pratibhA bhavati tasyAH kAraNamidaM yad vayaM yadi tasyAbhimataM kimapi taM yAchAmahe tarhi so. asmAkaM vAkyaM shR^iNoti|
15 ૧૫ જો આપણે જાણીએ કે, આપણે જે કંઈ માગીએ તે સંબંધી ઈશ્વર આપણું સાંભળે છે, તો જે આપણે તેમની પાસે માગ્યું છે તે આપણને મળે છે, એ પણ આપણે જાણીએ છીએ.
sa chAsmAkaM yat ki nchana yAchanaM shR^iNotIti yadi jAnImastarhi tasmAd yAchitA varA asmAbhiH prApyante tadapi jAnImaH|
16 ૧૬ જો કોઈ પોતાના ભાઈને મરણકારક નથી એવું પાપ કરતો જુએ તો તેણે તેના માટે પ્રાર્થના કરવી, માટે ઈશ્વર તેને જીવન આપશે. મરણકારક એવું પણ પાપ છે; તે વિષે હું કહેતો નથી કે તમારે તે માટે પ્રાર્થના કરવી જોઈએ.
kashchid yadi svabhrAtaram amR^ityujanakaM pApaM kurvvantaM pashyati tarhi sa prArthanAM karotu teneshvarastasmai jIvanaM dAsyati, arthato mR^ityujanakaM pApaM yena nAkAritasmai| kintu mR^ityujanakam ekaM pApam Aste tadadhi tena prArthanA kriyatAmityahaM na vadAmi|
17 ૧૭ સર્વ અન્યાય પાપ છે, પણ મરણકારક નથી એવું પણ પાપ છે.
sarvva evAdharmmaH pApaM kintu sarvvapAMpa mR^ityujanakaM nahi|
18 ૧૮ આપણે જાણીએ છીએ કે દરેક જે ઈશ્વરથી જન્મેલો છે તે પાપમાં ચાલુ રહેતો નથી, પણ જે ઈશ્વરથી જનમ્યો છે તે તેને સંભાળે છે. તેથી દુષ્ટ તેને નુકસાન કરી શકતો નથી.
ya IshvarAt jAtaH sa pApAchAraM na karoti kintvIshvarAt jAto janaH svaM rakShati tasmAt sa pApAtmA taM na spR^ishatIti vayaM jAnImaH|
19 ૧૯ આખું માનવજગત તે દુષ્ટની સત્તામાં રહે છે. પણ આપણે જાણીએ છીએ કે આપણે ઈશ્વરના છીએ.
vayam IshvarAt jAtAH kintu kR^itsnaH saMsAraH pApAtmano vashaM gato. astIti jAnImaH|
20 ૨૦ વળી આપણે જાણીએ છીએ કે ઈશ્વરના પુત્ર આવ્યા છે અને જે સત્ય છે તેને ઓળખવા સારુ તેમણે આપણને સમજણ આપી છે અને જે સત્ય છે, એટલે તેમના પુત્ર ઈસુ ખ્રિસ્ત, તેમનાંમાં આપણે છીએ; એ જ ઈશ્વર સાચા, સત્ય અને અનંતજીવન છે. (aiōnios g166)
aparam Ishvarasya putra AgatavAn vaya ncha yayA tasya satyamayasya j nAnaM prApnuyAmastAdR^ishIM dhiyam asmabhyaM dattavAn iti jAnImastasmin satyamaye. arthatastasya putre yIshukhrIShTe tiShThAmashcha; sa eva satyamaya Ishvaro. anantajIvanasvarUpashchAsti| (aiōnios g166)
21 ૨૧ પ્રિય બાળકો, મૂર્તિઓથી સાવધ રહો.
he priyabAlakAH, yUyaM devamUrttibhyaH svAn rakShata| Amen|

< યોહાનનો પહેલો પત્ર 5 >