< યોહાનનો પહેલો પત્ર 3 >
1 ૧ જુઓ, પિતાએ આપણા પર એટલો પ્રેમ રાખ્યો છે કે, આપણે ઈશ્વરના બાળકો કહેવાઈએ છીએ અને ખરેખર આપણે તેમના બાળકો છીએ. તેથી માનવજગત આપણને ઓળખતું નથી, કેમ કે તેમણે તેમને ઓળખ્યા નહિ.
Behold what manner of love the Father has given to us, that we should be called children of God. And that is what we are! The reason the world does not know us is that it did not know Him.
2 ૨ પ્રિયો, હાલ આપણે ઈશ્વરનાં સંતાનો છીએ અને આપણે કેવાં થઈશું, તે હજી સુધી પ્રગટ થયું નથી. આપણે તો જાણીએ છીએ, કે જયારે ખ્રિસ્ત પ્રગટ થશે, ત્યારે તેમના જેવા આપણે થઈશું, કેમ કે જેવા તે છે, તેવા જ આપણે તેમને જોઈશું.
Beloved, we are now children of God, and what we will be has not yet been revealed. We know that when Christ appears, we will be like Him, for we will see Him as He is.
3 ૩ જે દરેકને એવી આશા છે, તે જેમ તેઓ શુદ્ધ છે તેમ પોતાને શુદ્ધ કરે છે.
And everyone who has this hope in Him purifies himself, just as Christ is pure.
4 ૪ દરેક જે પાપ કરે છે, તે નિયમભંગ પણ કરે છે. કેમ કે પાપ એ જ નિયમભંગ છે.
Everyone who practices sin practices lawlessness as well. Indeed, sin is lawlessness.
5 ૫ તમે જાણો છો કે પાપનો નાશ કરવાને તેઓ પ્રગટ થયા અને તેમનાંમાં પાપ નથી.
But you know that Christ appeared to take away sins, and in Him there is no sin.
6 ૬ જે કોઈ તેમનાંમાં રહે છે, પાપમાં ચાલુ રહેતો નથી, જે પાપ કર્યાં જ કરે છે તેણે તેમને જોયો નથી અને તેમને ઓળખતો પણ નથી.
No one who remains in Him keeps on sinning. No one who continues to sin has seen Him or known Him.
7 ૭ બાળકો, કોઈ તમને ભમાવે નહિ; જેમ તેઓ ન્યાયી છે, તેમ જે ન્યાયીપણું કરે છે તે પણ ન્યાયી છે.
Little children, let no one deceive you: The one who practices righteousness is righteous, just as Christ is righteous.
8 ૮ જે પાપ કરે છે તે શેતાનનો છે, કેમ કે શેતાન આરંભથી પાપ કરતો આવ્યો છે; શેતાનના કામનો નાશ કરવાને ઈશ્વરના પુત્ર આપણા માટે પ્રગટ થયા.
The one who practices sin is of the devil, because the devil has been sinning from the very start. This is why the Son of God was revealed, to destroy the works of the devil.
9 ૯ દરેક જે ઈશ્વરથી જન્મેલો છે તે પાપ કરતો નથી, કેમ કે તેમનું બીજ તેમનાંમાં રહે છે; અને તે પાપ કરી શકતો નથી, કેમ કે તે ઈશ્વરથી જન્મેલો છે.
Anyone born of God refuses to practice sin, because God’s seed abides in him; he cannot go on sinning, because he has been born of God.
10 ૧૦ ઈશ્વરનાં બાળકો તથા શેતાનના છોકરાં ઓળખાઈ આવે છે. જે કોઈ ન્યાયીપણું કરતો નથી, જે પોતાના ભાઈ પર પ્રેમ કરતો નથી, તે ઈશ્વરનો નથી.
By this the children of God are distinguished from the children of the devil: Anyone who does not practice righteousness is not of God, nor is anyone who does not love his brother.
11 ૧૧ કેમ કે જે સંદેશો તમે આરંભથી સાંભળ્યો છે તે એ જ છે કે, આપણે એકબીજા પર પ્રેમ રાખીએ.
This is the message you have heard from the beginning: We should love one another.
12 ૧૨ જેમ કાઈન દુષ્ટનો હતો અને પોતાના ભાઈને મારી નાખ્યો, તેના જેવા આપણે થવું જોઈએ નહિ; તેણે શા માટે તેને મારી નાખ્યો? એ માટે કે તેના કામ ખરાબ હતાં અને તેના ભાઈનાં કામ ન્યાયી હતાં.
Do not be like Cain, who belonged to the evil one and murdered his brother. And why did Cain slay him? Because his own deeds were evil, while those of his brother were righteous.
13 ૧૩ ભાઈઓ, જો માનવજગત તમારો દ્વેષ કરે તો તમે આશ્ચર્ય ન પામો.
So do not be surprised, brothers, if the world hates you.
14 ૧૪ આપણે ભાઈઓ પર પ્રેમ રાખીએ છીએ એથી આપણે જાણીએ છીએ કે મરણમાંથી નીકળીને જીવનમાં આવ્યા છીએ; જે પ્રેમ રાખતો નથી તે મરણમાં રહે છે.
We know that we have passed from death to life, because we love our brothers. The one who does not love remains in death.
15 ૧૫ દરેક જે પોતાના ભાઈ પર દ્વેષ રાખે છે તે હત્યારો છે. અને તમે જાણો છો કે કોઈ હત્યારામાં અનંતજીવન રહેતું નથી. (aiōnios )
Everyone who hates his brother is a murderer, and you know that eternal life does not reside in a murderer. (aiōnios )
16 ૧૬ એથી પ્રેમ શું છે તે આપણે જાણીએ છીએ, કેમ કે તેમણે પોતાનો પ્રાણ આપણે માટે આપ્યો; એમ જ આપણે પણ ભાઈઓને માટે આપણો પ્રાણ આપવો જોઈએ.
By this we know what love is: Jesus laid down His life for us, and we ought to lay down our lives for our brothers.
17 ૧૭ પણ જેની પાસે આ દુનિયાનું દ્રવ્ય હોય અને પોતાના ભાઈને તેની જરૂરિયાત છે એવું જોયા છતાં તેના પર દયા કરતો નથી, તો તેનામાં ઈશ્વરનો પ્રેમ શી રીતે રહી શકે?
If anyone with earthly possessions sees his brother in need, but withholds his compassion from him, how can the love of God abide in him?
18 ૧૮ બાળકો, આપણે શબ્દથી નહિ કે જીભથી નહિ પણ કાર્યમાં તથા સત્યમાં પ્રેમ કરીએ.
Little children, let us love not in word and speech, but in action and truth.
19 ૧૯ આ રીતે આપણે જાણીશું કે આપણે સત્યનાં છીએ. જે કોઈ બાબતે આપણું અંતઃકરણ આપણને દોષિત ઠરાવે છે, તે વિષે તેમની આગળ આપણા અંતઃકરણને શાંત કરીશું,
And by this we will know that we belong to the truth, and will assure our hearts in His presence:
20 ૨૦ કેમ કે આપણા અંતઃકરણ કરતાં ઈશ્વર મહાન છે. તેઓ સઘળું જાણે છે.
Even if our hearts condemn us, God is greater than our hearts, and He knows all things.
21 ૨૧ વહાલાંઓ, જો આપણું અંતઃકરણ આપણને દોષિત ઠરાવતું નથી, તો ઈશ્વરની આગળ આપણને હિંમત પ્રાપ્ત થાય છે.
Beloved, if our hearts do not condemn us, we have confidence before God,
22 ૨૨ જે કંઈ આપણે માગીએ છીએ, તે તેમના તરફથી પામીએ છીએ, કેમ કે તેમની આજ્ઞા આપણે પાળીએ છીએ અને તેમને જે પ્રસન્ન થાય છે તે કરીએ છીએ.
and we will receive from Him whatever we ask, because we keep His commandments and do what is pleasing in His sight.
23 ૨૩ તેમની આજ્ઞા એ છે કે તેમના પુત્ર ઈસુ ખ્રિસ્તનાં નામ પર આપણે વિશ્વાસ કરીએ અને જેમ તેમણે આપણને આજ્ઞા આપી, તેમ એકબીજા પર પ્રેમ રાખીએ.
And this is His commandment: that we should believe in the name of His Son, Jesus Christ, and we should love one another just as He commanded us.
24 ૨૪ જે તેમની આજ્ઞાઓ પાળે છે, તે તેમનાંમાં રહે છે અને તેઓ તેનામાં રહે છે. જે આત્મા તેમણે આપણને આપ્યો છે તેથી આપણે જાણીએ છીએ કે તેઓ આપણામાં રહે છે.
Whoever keeps His commandments remains in God, and God in him. And by this we know that He remains in us: by the Spirit He has given us.