< યોહાનનો પહેલો પત્ર 2 >

1 મારા વહાલા બાળકો, તમે પાપ ન કરો તે માટે હું તમને આ વાતો લખું છું. અને જો કોઈ પાપ કરે તો પિતાની પાસે આપણા મધ્યસ્થ છે, એટલે ઈસુ ખ્રિસ્ત જે ન્યાયી છે તે.
Діточки мої, — це пишу́ я до вас, щоб ви не грішили! А коли хто згріши́ть, то маємо Заступника перед Отцем, — Ісуса Христа, Праведного.
2 તેઓ આપણા પાપનું પ્રાયશ્ચિત છે, કેવળ આપણાં જ નહિ, પણ આખા માનવજગતના પાપનું તેઓ પ્રાયશ્ચિત છે.
Він ублага́ння за наші гріхи, і не тільки за наші, але й за гріхи всього світу.
3 જો આપણે તેમની આજ્ઞાઓ પાળીએ, તો તેથી આપણે સમજીએ છીએ કે આપણે તેમને ઓળખીએ છીએ.
А що ми пізнали Його, пізнає́мо це з того, коли заповіді Його доде́ржуємо.
4 જે કહે છે કે હું તેમને ઓળખું છું, પણ તેમની આજ્ઞા પાળતો નથી, તે જૂઠો છે અને તેનામાં સત્ય નથી.
Хто говорить: „Пізнав я Його“, але не доде́ржує Його заповідів, той неправдомовець, і немає в нім правди!
5 પણ જે કોઈ તેમનું વચન પાળે છે તેનામાં ઈશ્વર પરનો પ્રેમ ખરેખર સંપૂર્ણ થયો છે. એથી આપણે જાણીએ છીએ કે આપણે તેમનાંમાં છીએ.
А хто доде́ржує Його слово, у тому Божа любов справді вдоскона́лилась. Із того ми пізнає́мо, що в Нім пробува́ємо.
6 હું ઈશ્વરમાં રહું છું એમ જે કહે છે તેણે જેમ ઈસુ ખ્રિસ્ત ચાલ્યા તેમ જ ચાલવું જોઈએ.
А хто каже, що в Нім пробува́є, той повинен пово́дитись так, як пово́дився Він.
7 વહાલાંઓ, નવી આજ્ઞા નહિ, પણ જૂની આજ્ઞા જે તમારી પાસે આરંભથી હતી, તે વિષે હું તમને લખું છું. જે વચન તમે સાંભળ્યું, તે જ જૂની આજ્ઞા છે.
Улю́блені, — не пишу́ я для вас нову́ заповідь, але заповідь давню, яку мали від поча́тку: заповідь давня, — то слово, що чули його від поча́тку.
8 વળી નવી આજ્ઞા જે તેમનાંમાં તથા તમારામાં સત્ય છે, તે હું તમને લખું છું. કેમ કે અંધકાર જતો રહે છે અને ખરું અજવાળું હમણાં પ્રકાશે છે.
Але нову́ заповідь я вам пишу́, що справді вона в Нім та в вас, — що минається те́мрява, і світло правдиве вже світить.
9 જે કહે છે કે, હું અજવાળામાં છું અને પોતાના ભાઈનો દ્વેષ કરે છે, તે હજી સુધી અંધકારમાં જ છે.
Хто говорить, що він пробува́є у світлі, та нена́видить брата свого, той у те́мряві досі.
10 ૧૦ જે પોતાના ભાઈ પર પ્રેમ કરે છે, તે અજવાળામાં રહે છે અને તેનામાં કશું ઠોકરરૂપ નથી.
А хто любить брата свого́, той пробува́є у світлі, і в ньому спотика́ння немає.
11 ૧૧ પણ જે પોતાના ભાઈનો દ્વેષ કરે છે, તે અંધકારમાં છે અને અંધકારમાં ચાલે છે. તે પોતે ક્યાં જાય છે, તે જાણતો નથી. કેમ કે અંધકારે તેની આંખો અંધ કરી નાખી છે.
Хто ж нена́видить брата свого, пробуває той у те́мряві й ходить у те́мряві, і не знає, куди він іде, бо те́мрява очі йому осліпила.
12 ૧૨ બાળકો, હું તમને લખું છું કારણ કે તેમના નામથી તમારાં પાપ માફ થયાં છે.
Пишу́ я вам, ді́тоньки, що гріхи вам прощаються ради Йме́ння Його.
13 ૧૩ પિતાઓ, હું તમને લખું છું કારણ કે જે આરંભથી છે, તેમને તમે ઓળખો છો. જુવાનો, હું તમને લખું છું કારણ કે તમે દુષ્ટને હરાવ્યો છે. બાળકો મેં તમને લખ્યું છે, કારણ કે તમે પિતાને ઓળખો છે.
Пишу́ вам, батьки, бо ви пізнали Того, Хто від поча́тку. Пишу́ вам, юнаки́, бо перемогли ви лукавого.
14 ૧૪ પિતાઓ, મેં તમને લખ્યું છે કારણ કે જે આરંભથી હતા તેમને તમે ઓળખો છો. જુવાનો, મેં તમને લખ્યું છે કારણ કે તમે બળવાન છો અને ઈશ્વરનું વચન તમારામાં રહે છે, અને તમે દુષ્ટને હરાવ્યો છે.
Пишу́, діти, вам, бо ви пізнали Отця. Я писав вам, батьки, бо ви пізнали Того, Хто від поча́тку. Писав я до вас, юнаки́, бо міцні́ ви, і Слово Боже в вас пробуває, і лукавого перемогли ви.
15 ૧૫ જગત પર અથવા જગતમાંની વસ્તુઓ પર પ્રેમ રાખો નહિ; જો કોઈ જગત પર પ્રેમ રાખે તો તેનામાં પિતાનો પ્રેમ નથી.
Не любіть світу, ані того, що́ в світі. Коли любить хто світ, у тім немає любови Отцівської,
16 ૧૬ કેમ કે જગતમાં જે સર્વ છે, એટલે દૈહિક વાસનાઓ, આંખોની લાલસા તથા જીવનનો અહંકાર તે પિતાથી નથી, પણ જગતથી છે.
бо все, що в світі: пожадливість тілесна, і пожадливість оча́м, і пиха́ життє́ва, — це не від Отця, а від світу.
17 ૧૭ જગત તથા તેની લાલસા જતા રહે છે, પણ જે ઈશ્વરની ઇચ્છા પૂરી કરે છે તે સદા રહે છે. (aiōn g165)
Минається і світ, і його пожадли́вість, а хто Божу волю виконує, той повік пробува́є! (aiōn g165)
18 ૧૮ બાળકો, આ છેલ્લો સમય છે, જેમ તમે સાંભળ્યું કે, ખ્રિસ્ત-વિરોધી આવે છે, તેમ હમણાં પણ ઘણાં ખ્રિસ્ત-વિરોધીઓ થયા છે, એથી આપણે જાણીએ છીએ કે આ અંતિમ સમય છે.
Діти, — остання година! А що чули були́, що анти́христ іде, — а тепер з'явилось багато анти́христів, — з цього ми пізнає́мо, що остання година настала!
19 ૧૯ તેઓ આપણામાંથી નીકળી ગયા, પણ તેઓ આપણામાંના નહોતા, કેમ કે જો તેઓ આપણામાંના હોત, તો આપણી સાથે રહેત પણ તેઓમાંનો કોઈ આપણામાંનો નથી એમ પ્રગટ થાય માટે તેઓ નીકળી ગયા.
Із нас вони вийшли, та до нас не належали. Коли б були належали до нас, то залиши́лися б з нами; але вийшли, щоб відкрилось, що не всі вони наші.
20 ૨૦ જે પવિત્ર છે તેનાથી તમે અભિષિક્ત થયા છો, સઘળું તમે જાણો છો,
А ви маєте пома́зання від Святого, і знаєте все.
21 ૨૧ તમે સત્યને જાણતા નથી, એ કારણથી નહિ, પણ તમે તેને જાણો છો અને સત્યમાંથી કંઈ જૂઠું આવતું નથી, એ કારણથી મેં તમને લખ્યું છે.
Я не писав вам, немов ви не знаєте правди, але що знаєте її, і що всяка лжа не від правди.
22 ૨૨ જે ઈસુનો નકાર કરીને કહે છે કે તે ખ્રિસ્ત નથી, તેના કરતા જૂઠો બીજો કોણ છે? જે પિતા તથા પુત્રનો નકાર કરે છે તે જ ખ્રિસ્ત-વિરોધી છે.
Хто неправдомо́вець, як не той, хто відкидає, що Ісус є Христос? Це анти́христ, що відрікається Отця й Сина!
23 ૨૩ દરેક જે પુત્રનો નકાર કરે છે, તેમની પાસે પિતા પણ નથી. પુત્રને જે કબૂલ કરે છે તેને પિતા પણ છે.
Кожен, хто відрікається Сина, не має Отця; хто визнає́ Сина, той має Отця.
24 ૨૪ જે તમે આરંભથી સાંભળ્યું છે, તે તમારામાં રહે. પહેલાંથી જે તમે સાંભળ્યું, તે જો તમારામાં રહે તો તમે પણ પુત્ર તથા પિતામાં રહેશો.
Тож, що́ ви чули з поча́тку, нехай в вас пробуває воно; якщо в вас пробува́тиме те, що́ ви чули з поча́тку, то й ви пробува́тимете в Сині й Отці.
25 ૨૫ જે આશાવચન તેમણે આપણને આપ્યું તે એ જ, એટલે અનંતજીવન છે. (aiōnios g166)
А оце та обі́тниця, яку Він Сам обіцяв нам: вічне життя. (aiōnios g166)
26 ૨૬ જેઓ તમને ભમાવે છે તેઓ સંબંધી મેં તમને આ લખ્યું છે.
Це я написав вам про тих, хто обманює вас.
27 ૨૭ જે અભિષેક તમે તેમનાંથી પામ્યા તે તમારામાં રહે છે અને કોઈ તમને શીખવે એવી કંઈ જરૂર નથી. પણ જેમ તેમનો અભિષેક તમને સર્વ સંબંધી શીખવે છે અને તે સત્ય છે, જૂઠા નથી અને જેમ તેમણે તમને શીખવ્યું, તેમ તમે તેમનાંમાં રહો.
А пома́зання, яке прийняли́ ви від Нього, — воно в вас залиша́ється, і ви не потребу́єте, щоб вас хто навчав. А що те пома́зання само вас навчає про все, — воно бо правдиве и нехи́бне, — то я́к вас навчило воно, у тім пробувайте.
28 ૨૮ હવે, બાળકો તેમનાંમાં રહો, એ માટે કે જયારે તેઓ પ્રગટ થાય ત્યારે આપણામાં હિંમત આવે, તેમના આવવાને સમયે તેમની સમક્ષ આપણે શરમાઈએ નહિ.
А тепер, діточки, залишайтеся в Нім, щоб, як з'явиться Він, то щоб ми мали відвагу та не були засоро́млені Ним під час Його прихо́ду.
29 ૨૯ જો તમે જાણો છો કે તેઓ ન્યાયી છે, તો એ પણ જાણજો કે જે કોઈ ન્યાયીપણું કરે છે, તે તેમનાંથી જન્મ્યો છે.
Коли знаєте, що Він праведний, то знайте, що всякий, хто чинить праведність, народився від Нього.

< યોહાનનો પહેલો પત્ર 2 >