< યોહાનનો પહેલો પત્ર 2 >
1 ૧ મારા વહાલા બાળકો, તમે પાપ ન કરો તે માટે હું તમને આ વાતો લખું છું. અને જો કોઈ પાપ કરે તો પિતાની પાસે આપણા મધ્યસ્થ છે, એટલે ઈસુ ખ્રિસ્ત જે ન્યાયી છે તે.
Mes enfants, je vous écris ceci pour que vous ne péchiez point, et si quelqu'un a péché, nous avons, auprès du Père, un intercesseur, Jésus-Christ, le juste.
2 ૨ તેઓ આપણા પાપનું પ્રાયશ્ચિત છે, કેવળ આપણાં જ નહિ, પણ આખા માનવજગતના પાપનું તેઓ પ્રાયશ્ચિત છે.
Il est, lui, une propitiation pour nos péchés, et non seulement pour les nôtres, mais aussi pour ceux du monde entier.
3 ૩ જો આપણે તેમની આજ્ઞાઓ પાળીએ, તો તેથી આપણે સમજીએ છીએ કે આપણે તેમને ઓળખીએ છીએ.
Et voici comment nous savons que nous l'avons connu: c'est quand nous observons ses commandements.
4 ૪ જે કહે છે કે હું તેમને ઓળખું છું, પણ તેમની આજ્ઞા પાળતો નથી, તે જૂઠો છે અને તેનામાં સત્ય નથી.
Celui qui dit: je l'ai connu, et qui n'observe pas ses commandements, est un menteur, et la vérité n'est pas en lui.
5 ૫ પણ જે કોઈ તેમનું વચન પાળે છે તેનામાં ઈશ્વર પરનો પ્રેમ ખરેખર સંપૂર્ણ થયો છે. એથી આપણે જાણીએ છીએ કે આપણે તેમનાંમાં છીએ.
En celui qui observe sa parole, l'amour de Dieu est véritablement parfait. Voici comment nous reconnaissons que nous sommes en lui:
6 ૬ હું ઈશ્વરમાં રહું છું એમ જે કહે છે તેણે જેમ ઈસુ ખ્રિસ્ત ચાલ્યા તેમ જ ચાલવું જોઈએ.
celui qui prétend demeurer en lui, doit marcher, lui aussi, comme Jésus a marché.
7 ૭ વહાલાંઓ, નવી આજ્ઞા નહિ, પણ જૂની આજ્ઞા જે તમારી પાસે આરંભથી હતી, તે વિષે હું તમને લખું છું. જે વચન તમે સાંભળ્યું, તે જ જૂની આજ્ઞા છે.
Mes bien-aimés, je ne vous écris pas un commandement nouveau, mais un commandement ancien, celui que vous aviez dès le commencement. Ce commandement ancien c'est la parole que vous avez entendue.
8 ૮ વળી નવી આજ્ઞા જે તેમનાંમાં તથા તમારામાં સત્ય છે, તે હું તમને લખું છું. કેમ કે અંધકાર જતો રહે છે અને ખરું અજવાળું હમણાં પ્રકાશે છે.
Cependant c'est aussi un commandement nouveau que je vous écris; cela est vrai et pour lui et pour vous, parce que les ténèbres se dissipent, et que la vraie lumière brille déjà.
9 ૯ જે કહે છે કે, હું અજવાળામાં છું અને પોતાના ભાઈનો દ્વેષ કરે છે, તે હજી સુધી અંધકારમાં જ છે.
Celui qui se dit dans la lumière et qui hait son frère, continue à être dans les ténèbres.
10 ૧૦ જે પોતાના ભાઈ પર પ્રેમ કરે છે, તે અજવાળામાં રહે છે અને તેનામાં કશું ઠોકરરૂપ નથી.
Celui qui aime son frère reste dans la lumière, et il n'y a en lui aucun motif de tomber.
11 ૧૧ પણ જે પોતાના ભાઈનો દ્વેષ કરે છે, તે અંધકારમાં છે અને અંધકારમાં ચાલે છે. તે પોતે ક્યાં જાય છે, તે જાણતો નથી. કેમ કે અંધકારે તેની આંખો અંધ કરી નાખી છે.
Mais celui qui hait son frère est dans les ténèbres, marche dans les ténèbres, et ne sait où il va, parce que les ténèbres l'ont rendu aveugle.
12 ૧૨ બાળકો, હું તમને લખું છું કારણ કે તેમના નામથી તમારાં પાપ માફ થયાં છે.
Je vous écris, enfants, parce que vos péchés vous ont été pardonnés à cause de son nom.
13 ૧૩ પિતાઓ, હું તમને લખું છું કારણ કે જે આરંભથી છે, તેમને તમે ઓળખો છો. જુવાનો, હું તમને લખું છું કારણ કે તમે દુષ્ટને હરાવ્યો છે. બાળકો મેં તમને લખ્યું છે, કારણ કે તમે પિતાને ઓળખો છે.
Je vous écris, pères, parce que vous avez connu celui qui est dès le commencement. Je vous écris, jeunes gens, parce que vous avez vaincu le Malin. Je vous ai écrit, enfants, parce que vous avez connu le Père.
14 ૧૪ પિતાઓ, મેં તમને લખ્યું છે કારણ કે જે આરંભથી હતા તેમને તમે ઓળખો છો. જુવાનો, મેં તમને લખ્યું છે કારણ કે તમે બળવાન છો અને ઈશ્વરનું વચન તમારામાં રહે છે, અને તમે દુષ્ટને હરાવ્યો છે.
Je vous ai écrit, pères, parce que vous avez connu celui qui est dès le commencement. Je vous ai écrit, jeunes gens, parce que vous êtes forts, et que la Parole de Dieu demeure en vous, et que vous avez vaincu le Malin.
15 ૧૫ જગત પર અથવા જગતમાંની વસ્તુઓ પર પ્રેમ રાખો નહિ; જો કોઈ જગત પર પ્રેમ રાખે તો તેનામાં પિતાનો પ્રેમ નથી.
N'aimez pas le monde, ni ce qui est dans le monde. Si quelqu'un aime le monde, l'amour du Père n'est pas en lui: car tout
16 ૧૬ કેમ કે જગતમાં જે સર્વ છે, એટલે દૈહિક વાસનાઓ, આંખોની લાલસા તથા જીવનનો અહંકાર તે પિતાથી નથી, પણ જગતથી છે.
ce qui est dans le monde, la convoitise de la chair, la convoitise des yeux et l'ostentation dans la vie, ne vient pas du Père, mais vient du monde.
17 ૧૭ જગત તથા તેની લાલસા જતા રહે છે, પણ જે ઈશ્વરની ઇચ્છા પૂરી કરે છે તે સદા રહે છે. (aiōn )
Or le monde passe, et sa convoitise aussi; mais celui qui fait la volonté de Dieu subsiste éternellement. (aiōn )
18 ૧૮ બાળકો, આ છેલ્લો સમય છે, જેમ તમે સાંભળ્યું કે, ખ્રિસ્ત-વિરોધી આવે છે, તેમ હમણાં પણ ઘણાં ખ્રિસ્ત-વિરોધીઓ થયા છે, એથી આપણે જાણીએ છીએ કે આ અંતિમ સમય છે.
Mes enfants, nous sommes à la dernière heure; vous avez entendu annoncer la venue d'un Antechrist; sachez qu'il y a maintenant plusieurs Antechrists; et ainsi nous savons que nous sommes à la dernière heure.
19 ૧૯ તેઓ આપણામાંથી નીકળી ગયા, પણ તેઓ આપણામાંના નહોતા, કેમ કે જો તેઓ આપણામાંના હોત, તો આપણી સાથે રહેત પણ તેઓમાંનો કોઈ આપણામાંનો નથી એમ પ્રગટ થાય માટે તેઓ નીકળી ગયા.
Ils sont sortis du milieu de nous, mais ils n'étaient pas des nôtres; car s'ils avaient été des nôtres, ils seraient restés avec nous, mais c'était afin de montrer que tous ne sont pas des nôtres.
20 ૨૦ જે પવિત્ર છે તેનાથી તમે અભિષિક્ત થયા છો, સઘળું તમે જાણો છો,
Quant à vous, vous avez une onction venant du Saint, et vous le savez tous.
21 ૨૧ તમે સત્યને જાણતા નથી, એ કારણથી નહિ, પણ તમે તેને જાણો છો અને સત્યમાંથી કંઈ જૂઠું આવતું નથી, એ કારણથી મેં તમને લખ્યું છે.
Je ne vous ai pas écrit, parce que vous ne connaissez pas la vérité, mais parce que vous la connaissez et parce qu'aucun mensonge ne vient de la vérité.
22 ૨૨ જે ઈસુનો નકાર કરીને કહે છે કે તે ખ્રિસ્ત નથી, તેના કરતા જૂઠો બીજો કોણ છે? જે પિતા તથા પુત્રનો નકાર કરે છે તે જ ખ્રિસ્ત-વિરોધી છે.
Qui est menteur si ce n'est celui qui nie que Jésus est le Christ? Voilà l'Antechrist, celui qui renie le Père et le Fils.
23 ૨૩ દરેક જે પુત્રનો નકાર કરે છે, તેમની પાસે પિતા પણ નથી. પુત્રને જે કબૂલ કરે છે તેને પિતા પણ છે.
Quiconque renie le Fils n'a pas non plus le Père; celui qui confesse le Fils a aussi le Père.
24 ૨૪ જે તમે આરંભથી સાંભળ્યું છે, તે તમારામાં રહે. પહેલાંથી જે તમે સાંભળ્યું, તે જો તમારામાં રહે તો તમે પણ પુત્ર તથા પિતામાં રહેશો.
Quant à vous, ce que vous avez entendu dès le commencement doit demeurer en vous. Si ce que vous avez entendu dès le commencement demeure en vous, vous demeurerez, vous aussi, dans le Fils et dans le Père.
25 ૨૫ જે આશાવચન તેમણે આપણને આપ્યું તે એ જ, એટલે અનંતજીવન છે. (aiōnios )
Et voici la promesse qu'il nous a faite lui-même: la vie éternelle. (aiōnios )
26 ૨૬ જેઓ તમને ભમાવે છે તેઓ સંબંધી મેં તમને આ લખ્યું છે.
Je vous ai écrit cela en vue de ceux qui vous égarent.
27 ૨૭ જે અભિષેક તમે તેમનાંથી પામ્યા તે તમારામાં રહે છે અને કોઈ તમને શીખવે એવી કંઈ જરૂર નથી. પણ જેમ તેમનો અભિષેક તમને સર્વ સંબંધી શીખવે છે અને તે સત્ય છે, જૂઠા નથી અને જેમ તેમણે તમને શીખવ્યું, તેમ તમે તેમનાંમાં રહો.
Quant à vous, l'onction que vous avez reçue de lui reste en vous, et vous n'avez pas besoin qu'on vous instruise; mais, comme son onction vous instruit de toutes choses et qu'elle est vraie, qu'elle n'est pas un mensonge, vous demeurerez en lui comme elle vous l'a enseigné.
28 ૨૮ હવે, બાળકો તેમનાંમાં રહો, એ માટે કે જયારે તેઓ પ્રગટ થાય ત્યારે આપણામાં હિંમત આવે, તેમના આવવાને સમયે તેમની સમક્ષ આપણે શરમાઈએ નહિ.
Désormais, mes enfants, demeurez en lui, afin que, s'il vient à paraître, nous soyons pleins d'assurance et que, lors de son avènement, nous n'ayons pas à nous éloigner de lui, couverts de honte.
29 ૨૯ જો તમે જાણો છો કે તેઓ ન્યાયી છે, તો એ પણ જાણજો કે જે કોઈ ન્યાયીપણું કરે છે, તે તેમનાંથી જન્મ્યો છે.
Si vous savez qu'il est juste, reconnaissez aussi que celui qui pratique la justice est né de lui.