< યોહાનનો પહેલો પત્ર 1 >

1 જે આરંભથી હતું, જે અમે સાંભળ્યું, જે અમે પોતાની આંખે જોયું, જેને અમે નિહાળ્યું અને જેને અમે અમારે હાથે સ્પર્શ કર્યો, તે જીવનનાં શબ્દ સંબંધી અમે તમને કહી બતાવીએ છીએ.
WE announce to you that, which was from the beginning, which we have heard, and have seen with our eyes, looked upon, and handled with our hands, that which is the word of life.
2 તે જીવન પ્રગટ થયું, તેને અમે જોયું છે અને સાક્ષી પૂરીએ છીએ, તે અનંતજીવન જે પિતાની પાસે હતું અને અમને દર્શિત થયું, તે તમને કહી બતાવીએ છીએ. (aiōnios g166)
And the life was manifested, and we have seen and do testify and announce to you, the life which is eternal; which was with the Father, and was revealed to us. (aiōnios g166)
3 હા, અમારી સાથે તમારી પણ સંગત થાય, એ માટે જે અમે જોયું તથા સાંભળ્યું છે, તે તમને પણ જાહેર કરીએ છીએ; અને ખરેખર અમારી સંગત પિતાની સાથે તથા તેમના પુત્ર ઈસુ ખ્રિસ્તની સાથે છે.
And what we have seen and heard, we make known to you also, that ye may have fellowship with us; and our fellowship is with the Father, and with his Son Jesus the Messiah.
4 અમારો આનંદ સંપૂર્ણ થાય, માટે એ વાતો અમે લખીએ છીએ.
And these things we write to you, that our joy in you may be complete.
5 હવે જે સંદેશો અમે તેમના દ્વારા સાંભળ્યો છે અને તમને જણાવીએ છીએ, તે એ છે કે ઈશ્વર પ્રકાશ છે અને તેમનાંમાં કંઈ પણ અંધકાર નથી.
And this is the announcement, which we have heard from him and declare to you, that God is light, and no darkness at all is in him.
6 જો આપણે કહીએ કે, તેમની સાથે આપણી સંગત છે અને અંધકારમાં ચાલીએ, તો આપણે જૂઠું બોલીએ છીએ અને સત્યથી વર્તતા નથી.
And if we say that we have fellowship with him, and we walk in the darkness, we are liars, and walk not in the truth.
7 પણ જેમ તે પ્રકાશમાં છે, તેમ જો આપણે પ્રકાશમાં ચાલીએ, તો આપણને એકબીજાની સાથે સંગત છે અને તેમના પુત્ર ઈસુનું રક્ત આપણને બધાં પાપથી શુદ્ધ કરે છે.
But if we walk in the light, as he is in the light, we have fellowship with each other and the blood of Jesus his Son cleanseth us from all our sins.
8 જો આપણે કહીએ કે, આપણામાં પાપ નથી, તો આપણે પોતાને છેતરીએ છીએ અને આપણામાં સત્ય નથી.
And if we say that we have no sin, we deceive ourselves, and the truth is not in us.
9 જો આપણે આપણા પાપ કબૂલ કરીએ, તો આપણા પાપ માફ કરવાને તથા આપણને સર્વ અન્યાયથી શુદ્ધ કરવાને તે વિશ્વાસુ તથા ન્યાયી છે.
But if we confess our sins, he is faithful and righteous, to forgive us our sins, and to cleanse us from all our iniquity.
10 ૧૦ જો આપણે કહીએ કે, આપણે પાપ કર્યું નથી, તો આપણે તેમને જૂઠા પાડીએ છીએ અને તેમનું વચન આપણામાં નથી.
If we say that we have not sinned, we make him a liar, and his word is not with us.

< યોહાનનો પહેલો પત્ર 1 >