< કરિંથીઓને પહેલોપત્ર 8 >

1 હવે મૂર્તિઓને ધરાવેલી પ્રસાદી વિષે આપણે જાણીએ છીએ અને આપણ સર્વને એ બાબતનું જ્ઞાન છે. જ્ઞાન માણસને ગર્વિષ્ઠ કરે છે પણ પ્રેમ તેની ઉન્નતિ કરે છે.
În ceea ce privește lucrurile jertfite idolilor, știm că noi toți avem cunoștință. Cunoașterea umflă, dar dragostea zidește.
2 પણ જો કોઈ એવું ધારે કે હું પોતે કંઈ જાણું છું, તોપણ જેમ જાણવું જોઈએ તેવું કશું હજી જાણતો નથી.
Dar dacă cineva crede că știe ceva, nu știe încă așa cum ar trebui să știe.
3 પણ જો કોઈ ઈશ્વર પર પ્રેમ રાખે છે, તો તે તેમને ઓળખે છે.
Dar oricine iubește pe Dumnezeu este cunoscut de el.
4 મૂર્તિઓનાં પ્રસાદી ખાવા વિષે તો આપણે જાણીએ છીએ કે મૂર્તિ દુનિયામાં કંઈ જ નથી અને એક ઈશ્વર સિવાય બીજાકોઈ ઈશ્વર નથી.
De aceea, cu privire la mâncarea de lucruri jertfite idolilor, știm că nu este niciun idol în lume și că nu este alt Dumnezeu decât unul singur.
5 કેમ કે સ્વર્ગમાં કે પૃથ્વી પર જોકે કહેવાતા દેવો છે, એવા ઘણાં દેવો તથા કહેવાતા પ્રભુઓ છે તેમ;
Căci, deși există lucruri care se numesc “dumnezei”, fie în ceruri, fie pe pământ — căci sunt mulți “dumnezei” și mulți “domni” —
6 તોપણ આપણા તો એક જ ઈશ્વર એટલે પિતા છે, જેમનાંથી સર્વ સર્જાયું છે; અને આપણે તેમને અર્થે છીએ; એક જ પ્રભુ એટલે ઈસુ ખ્રિસ્ત છે, જેમને આશરે સર્વ છે અને આપણે પણ તેમને આશ્રયે છીએ.
totuși, pentru noi există un singur Dumnezeu, Tatăl, din care sunt toate lucrurile și noi pentru el; și un singur Domn, Isus Hristos, prin care sunt toate lucrurile și noi trăim prin el.
7 પણ સર્વ માણસોમાં એવું જ્ઞાન નથી; કેટલાક લોકોને હજુ સુધી મૂર્તિનો પરિચય હોવાથી તેની પ્રસાદી તરીકે તે ખાય છે; અને તેઓનું અંતઃકરણ નિર્બળ હોવાથી ભ્રષ્ટ થાય છે.
Dar această cunoaștere nu este în toți oamenii. Ci unii, având până acum conștiința unui idol, mănâncă ca dintr-un lucru sacrificat unui idol, iar conștiința lor, fiind slabă, este pângărită.
8 પણ ભોજનથી આપણે ઈશ્વરને માન્ય થતાં નથી જો ન ખાઈએ તો આપણે વધારે સારા થતાં નથી; અને જો ખાઈએ તો વધારે ખરાબ થતાં નથી.
Dar nu mâncarea ne va recomanda lui Dumnezeu. Căci nici dacă nu mâncăm nu suntem mai răi, nici dacă mâncăm nu suntem mai buni.
9 પણ સાવધાન રહો, રખેને આ તમારી સ્વતંત્રતા નિર્બળોને કોઈ રીતે ઠોકર ખવડાવે.
Dar aveți grijă ca această libertate a voastră să nu devină în niciun caz o piatră de poticnire pentru cei slabi.
10 ૧૦ કેમ કે તારા જેવા જ્ઞાની માણસને મૂર્તિના મંદિરમાં બેસીને ભોજન કરતાં જો કોઈ નિર્બળ અંતઃકરણવાળો માણસ જુએ, તો શું તેનું અંતઃકરણ મૂર્તિઓની પ્રસાદી ખાવાની હિંમત નહિ કરશે?
Căci, dacă un om vă vede pe voi, care aveți cunoștință, stând în templul unui idol, oare conștiința lui, dacă este slabă, nu va fi încurajată să mănânce lucruri sacrificate idolilor?
11 ૧૧ એવી રીતે તારા જ્ઞાનથી તારો નિર્બળ ભાઈ જેને લીધે ખ્રિસ્ત મૃત્યુ પામ્યા તેનો નાશ થાય;
Și, prin știința voastră, cel slab piere, fratele pentru care a murit Hristos.
12 ૧૨ અને એમ ભાઈઓની વિરુદ્ધ પાપ કરીને તથા તેઓનાં નિર્બળ અંતઃકરણોને આઘાત પમાડીને તમે ખ્રિસ્તની વિરુદ્ધ પાપ કરો છો.
Astfel, păcătuind împotriva fraților și rănindu-le conștiința când este slabă, voi păcătuiți împotriva lui Hristos.
13 ૧૩ તો પ્રસાદી ખાવાથી જો મારા ભાઈને ઠોકર લાગે તો હું ક્યારેય પણ માંસ નહિ ખાઉં કે જેથી મારા ભાઈને ઠોકર ન લાગે. (aiōn g165)
De aceea, dacă mâncarea îl face pe fratele meu să se poticnească, nu voi mai mânca carne în veci, ca să nu-l fac pe fratele meu să se poticnească. (aiōn g165)

< કરિંથીઓને પહેલોપત્ર 8 >