< કરિંથીઓને પહેલોપત્ર 7 >
1 ૧ હવે જે બાબતો સંબંધી તમે મારા પર લખ્યું તે વિષે પુરુષ સ્ત્રીનો સ્પર્શ ના કરે તો સારું.
Zvino maererano nezvinhu zvamakandinyorera, ndinoti: Zvakanaka kumunhu kuti asabata mukadzi.
2 ૨ પણ વ્યભિચાર ન થાય માટે દરેક પુરુષે અને સ્ત્રીએ લગ્ન કરવું.
Asi nekuda kweupombwe, umwe neumwe ngaave nemukadzi wake pachake, nemukadzi umwe neumwe ngaave nemurume wake pachake.
3 ૩ પતિએ પોતાની પત્ની પ્રત્યે જવાબદારી નિભાવવી. અને તેમ જ પત્નીએ પોતાના પતિ પ્રત્યેની ફરજ બજાવવી.
Murume ngaaripire mukadzi chido chakafanira; nemukadzi saizvozvowo kumurume.
4 ૪ પત્નીને પોતાના શરીર પર અધિકાર નથી, પણ પતિને છે; તેમ જ પતિને પોતાના શરીર પર અધિકાર નથી, પણ પત્નીને છે.
Mukadzi haana simba pamusoro pemuviri wake pachake, asi murume; uye saizvozvowo murume haana simba pamusoro pemuviri wake pachake, asi mukadzi.
5 ૫ એકબીજાથી જુદાં ના થાઓ, પણ પ્રાર્થના માટે થોડીવાર સુધી એકબીજાની સંમતિથી જુદાં થવું પડે તો થાઓ. પછી પાછા ભેગા થાઓ, રખેને શેતાન તમારા માનસિક વિકારને લીધે તમને પરીક્ષણમાં પાડે.
Musanyimana, kunze kwekutenderana kwechinguva, kuti muzvipe kukutsanya nekunyengetera, mugosanganazve, kuti Satani arege kukuidzai pakusazvidzora kwenyu.
6 ૬ પણ હું આ વાત તમને આજ્ઞા તરીકે નહિ પણ મરજિયાત રીતે કહું છું.
Asi ndinotaura izvi nemvumo, kwete nemurairo.
7 ૭ મારી ઇચ્છા છે કે, તમે સર્વ માણસો મારા જેવા થાઓ. પણ ઈશ્વરે દરેકને પોતપોતાનું અંગત કૃપાદાન આપેલું છે, કોઈને એક પ્રકારનું તો કોઈને બીજા પ્રકારનું કૃપાદાન.
Nokuti ndinoda kuti dai vanhu vese vava seni; asi umwe neumwe ane chipo chake pachake chinobva kuna Mwari, umwe chakadai, umwewo chakadai.
8 ૮ પણ અપરિણીતોને તથા વિધવાઓને હું કહું છું કે, ‘તેઓ જો મારા જેવા રહે તો તેઓને તે હિતકારક છે.’”
Asi ndinoti kune vasina kuwana nekuchirikadzi: Zvakanaka kwavari kana vachigara seniwo.
9 ૯ પણ જો તેઓ પોતે સંયમ ન રાખી શકે તો તેઓને લગ્ન કરવાની છૂટ છે. કેમ કે બળવા કરતાં લગ્ન કરવું એ સારું છે.
Asi kana vasina kuzvidzora, ngavawane; nokuti zviri nani kuwana pakutsva.
10 ૧૦ પણ લગ્ન કરેલાઓને હું આજ્ઞા કરું છું, હું તો નહિ, પણ પ્રભુ કરે છે, કે પત્નીએ પોતાના પતિથી જુદા થવું નહિ;
Zvino kune vakawana ndinoraira, kwete ini, asi Ishe, kuti mukadzi arege kuparadzana nemurume.
11 ૧૧ પણ જો પત્ની જાતે જુદી થાય તો તેણે લગ્ન કર્યાં વિના રહેવું, નહીં તો પતિની સાથે સુલેહ કરીને રહેવું; પતિએ પોતાની પત્નીનો ત્યાગ કરવો નહિ.
Asi kana iye achiparadzana naye, ngaarambe asina kuwanikwa, kana ayananiswe nemurume, nemurume ngaarege kurasa mukadzi.
12 ૧૨ હવે બાકીનાઓને તો પ્રભુ નહિ, પણ હું કહું છું કે, જો કોઈ વિશ્વાસી ભાઈને અવિશ્વાસી પત્ની હોય, અને એ તેની સાથે રહેવાને રાજી હોય, તો પતિએ તેનો ત્યાગ કરવો નહિ;
Zvino kune vamwe ndini ndinotaura, kwete Ishe: Kana hama ipi ine mukadzi asingatendi, uye iye achifara kugara naye, ngaarege kumurasa.
13 ૧૩ કોઈ વિશ્વાસી પત્નીને અવિશ્વાસી પતિ હોય, અને એ તેની સાથે રહેવાને રાજી હોય, તો પત્નીએ તેનો ત્યાગ કરવો નહિ.
Nemukadzi ane murume asingatendi, uye iye achida hake kugara naye, ngaarege kumusiya.
14 ૧૪ કેમ કે અવિશ્વાસી પતિએ વિશ્વાસી પત્નીથી પવિત્ર કરાયેલો છે, અવિશ્વાસી પત્નીએ વિશ્વાસી પતિથી પવિત્ર કરાયેલી છે; એવું ના હોત તો તમારાં બાળકો અશુદ્ધ હોત, પણ હવે તેઓ પવિત્ર છે.
Nokuti murume asingatendi anoitwa mutsvene nemukadzi, nemukadzi asingatendi anoitwa mutsvene nemurume. Kana zvisina kudaro vana venyu vaiva netsvina, asi zvino vatsvene.
15 ૧૫ પણ જો અવિશ્વાસી પુરુષ અલગ રહેવા માગે, તો તેને અલગ રહેવા દો; એવા સંજોગોમાં કોઈ વિશ્વાસી ભાઈ કે બહેન બંધનમાં નથી; પણ ઈશ્વરે સૌને શાંતિમાં રહેવા સારુ તેડ્યાં છે.
Zvino kana asingatendi achizviparadzanisa, ngaazviparadzanise; hamarume kana hamakadzi haisungwi pane zvakadaro; asi Mwari wakatidanira murugare.
16 ૧૬ અરે સ્ત્રી, તું તારા પતિનો ઉદ્ધાર કરીશ કે નહિ, એ તું શી રીતે જાણી શકે? અરે પુરુષ, તું તારી પત્નીનો ઉદ્ધાર કરીશ કે નહિ, એ તું શી રીતે જાણી શકે?
Nokuti unoziva nei, mukadzi, kana uchaponesa murume? Kana unoziva nei, murume, kana uchaponesa mukadzi?
17 ૧૭ કેવળ જેમ ઈશ્વરે દરેકને વહેંચી આપ્યું છે અને જેમ પ્રભુએ દરેકને તેડ્યું છે, તેમ તે દરેકે ચાલવું; અને એ જ નિયમ હું સર્વ વિશ્વાસી સમુદાયો માટે ઠરાવું છું.
Chete Mwari sezvaakagovera kune umwe neumwe, Ishe sezvaakadana umwe neumwe, ngaafambe saizvozvo. Saizvozvowo ndinoraira pamakereke ese.
18 ૧૮ શું કોઈ સુન્નતી તેડાયેલો છે? તો તેણે બેસુન્નતી જેવા ન થવું, શું કોઈ બેસુન્નતી તેડાયેલો છે? તો તેણે સુન્નતી જેવા થવું નહિ.
Kune wakadanwa adzingiswa here? Ngaarege kuva asakadzingiswa. Kune wakadanwa asakadzingiswa here? Ngaaarege kudzingiswa.
19 ૧૯ સુન્નત તો કંઈ નથી, અને બેસુન્નત પણ કંઈ નથી, પણ ઈશ્વરની આજ્ઞાઓનું પાલન તે જ બધું છે.
Dzingiso hachisi chinhu, nekusadzingiswa hachisi chinhu, asi kuchengetwa kwemirairo yaMwari.
20 ૨૦ દરેક માણસને જે સ્થિતિમાં તેડવામાં આવ્યો હોય એ જ સ્થિતિમાં તે રહે.
Umwe neumwe ngaagare mukudanwa kwaakadanwa makuri.
21 ૨૧ શું તને દાસ હોવા છતાં તેડવામાં આવ્યો છે? તો તે બાબતની ચિંતા ન કર; અને જો તું છૂટો થઈ શકે એમ હોય તો બહેતર છે કે તારે તેનો લાભ લેવો જોઈએ.
Wakadanwa uri muranda here? Usazvidya moyo; asiwo kana ungasunungurwa, zviri nani uzvishandise.
22 ૨૨ કેમ કે જે દાસને પ્રભુએ તેડયો છે તે હવે પ્રભુનો સ્વતંત્ર સેવક છે; અને એમ જ જે સ્વતંત્ર હોય તેને જો તેડવામાં આવ્યો હોય તો તે હવે ખ્રિસ્તનો દાસ છે.
Nokuti uyo wakadanwa muna Ishe ari nhapwa, wava musunungurwa waIshe; saizvozvowo uyo wakadanwa akasununguka, wava nhapwa yaKristu.
23 ૨૩ તમને મૂલ્ય ચૂકવીને ખરીદવામાં આવ્યા છે તેથી તમે માણસના દાસ ન થાઓ.
Makatengwa nemutengo; musava varanda vevanhu.
24 ૨૪ ભાઈઓ, જે સ્થિતિમાં તમને તેડવામાં આવ્યા હોય તે સ્થિતિમાં દરેકે ઈશ્વરની સાથે રહેવું.
Umwe neumwe zvaakadanirwa, hama, ngaagare pazviri anaMwari.
25 ૨૫ હવે કુંવારીઓ વિષે મને પ્રભુ તરફથી કંઈ આજ્ઞા મળી નથી; પણ જેમ વિશ્વાસુ થવાને પ્રભુ પાસેથી હું દયા પામ્યો છું, તેમ હું મારો પોતાનો અભિપ્રાય આપું છું.
Asi maererano nemhandara handina murairo waIshe; asi ndinopa maonero angu sewakawana tsitsi naIshe kuva wakatendeka.
26 ૨૬ તો મને એમ લાગે છે કે, હાલનાં સંકટના સમયમાં દરેક માણસે હાલમાં પોતાની જે સ્થિતિ છે તેમાં તેણે રહેવું તે હિતકારક છે.
Naizvozvo ndinofunga kuti izvi zvakanaka nekuda kwematambudziko aripo, kuti zvakanakira munhu kuti adai.
27 ૨૭ શું તું પત્ની સાથે બંધાયેલો છે? તો તું તેનાથી વિખૂટા પડવાની ઇચ્છા કરીશ નહિ. શું તું પત્નીથી છૂટો થયેલો છે? તો હવે તું પત્નીની ઇચ્છા કરીશ નહિ.
Wakasungirirwa kumukadzi here? Usatsvaka kusunungurwa. Wakasunungurwa kubva kumukadzi here? Usatsvaka mukadzi.
28 ૨૮ જો તું લગ્ન કરે, તો તું પાપ નથી કરતો; અને જો કુંવારી સ્ત્રી લગ્ન કરે તો તે પાપ કરતી નથી; જોકે લગ્ન કરવાથી જીવનમાં કેટલીક મુશ્કેલીઓ પડશે પણ હું તમારા પર દયા રાખીને તમારો બચાવ કરવા ઇચ્છું છું.
Asi zvino kana wawana, hauna kutadza; nemhandara kana yawanikwa, haina kutadza. Asi vakadaro vachava nedambudziko panyama; asi ini ndinoda kukutavirirai.
29 ૨૯ ભાઈઓ, હું એ કહું છું કે હવે થોડો સમય બાકી રહેલો છે; જેઓએ લગ્ન કર્યા છે તેઓ લગ્ન કર્યાં વિનાના જેવા થાય.
Asi ndinozvitaura izvi, hama, kuti nguva ipfupi; kubva ikozvino nevane vakadzi ngavave sevasina;
30 ૩૦ રડનારા ન રડનારા જેવા થાય; અને હર્ષ કરનારા એવા આનંદથી દૂર રહેનારા જેવા થાય; વળી ખરીદનાર પોતાની પાસે કશું ન રાખનારા જેવા થાય;
nevanochema, sevasingachemi; nevanofara, sevasingafari; nevanotenga, sevasina chinhu;
31 ૩૧ અને જેઓ આ દુનિયાના વ્યવહાર કરનારા છે તેઓ દુનિયાના વ્યવહારમાં ગળાડૂબ થઈ તલ્લીન થઈ ગયેલા જેવા થાઓ નહિ. કેમ કે આ ભૌતિક જગતનો વૈભવ નષ્ટ થવાનો છે.
nevanoshandisa nyika ino, sevasingaishandisi kwazvo; nokuti chimiro chenyika ino chinopfuura.
32 ૩૨ પણ તમે ચિંતા કરો નહિ, એવી મારી ઇચ્છા છે. જેણે લગ્ન કરેલાં નથી તે પ્રભુની વાતોમાં તલ્લીન રહે છે, કે પ્રભુને કેવી રીતે મહિમા આપવો;
Asi ndinoda kuti murege kuva nekufunganya. Asina kuwana anofunganya zvinhu zvaIshe, kuti angafadza Ishe sei;
33 ૩૩ પણ જેણે લગ્ન કરેલું છે તે દુનિયાની નાશવંત વાતોમાં મગ્ન રહે છે, કે પત્નીને કેવી રીતે ખુશ રાખવી.
asi wakawana anofunganya zvinhu zvenyika, kuti angafadza mukadzi sei.
34 ૩૪ તેમ જ પરિણીતા તથા કુંવારીમાં પણ ભિન્નતા છે. જેમણે લગ્ન કરેલું નથી તે સ્ત્રીઓ પ્રભુની વાતોની કાળજી રાખે છે, કે તે શરીરમાં તથા આત્મામાં પવિત્ર થાય; પણ પરિણીતા દુનિયાદારીની ચિંતા રાખે છે, કે પતિને કેવી રીતે ખુશ રાખવો.
Mukadzi wakasiyaniswa nemhandara. Asina kuwanikwa anofunganya zvinhu zvaIshe, kuti ave mutsvene zvese pamuviri nepamweya; asi uyo wakawanikwa anofunganya zvinhu zvenyika, kuti angafadza murume sei.
35 ૩૫ પણ હું તમારા પોતાના હિતને માટે તે કહું છું; કે જેથી તમે સંકટમાં આવી પાડો નહિ, પણ એ માટે કહું છું કે તમે યોગ્ય રીતે ચાલો તથા એક મનના અને એક ચિત્તના થઈને પ્રભુની સેવા કરો.
Izvi ndinotaurira rubatsiro rwenyu pachenyu; kwete kuti ndikande musungo pamusoro penyu, asi zvakafanira nekunamatira pana Ishe musingapinganidzwi.
36 ૩૬ પણ જો કોઈને એવું લાગે કે પોતાના ઉત્કટ આવેગના લીધે તે પોતાની સગાઈ કરેલ કન્યા સાથે અયોગ્ય રીતે વર્તન કરે છે તો તેણે પોતાની ઇચ્છા મુજબ તેની સાથે લગ્ન કરવું. તેમ કરવું તે પાપ નથી.
Asi kana umwe achifunga kuti anozvibata zvisakafanira kumhandara yake, iyo yakurisa, uye zvakafanira kuti zviitike saizvozvo, ngaaite zvaanoda, haatadzi; ngavawanane.
37 ૩૭ પણ જો તે લગ્ન ન કરવાનો નિર્ણય કરે છે, તેને કોઈ મજબુરી ન હોય અને તે પોતાના આવેગ પર અંકુશ રાખી શકે તેમ હોય તો સારું થશે કે તે તેની સાથે લગ્ન ન કરે.
Asi anomira akasimba mumoyo, asingamanikidzwi chinhu, uye ane simba pamusoro pechido chake pachake, akatema izvi mumoyo make kuti achachengeta mhandara yake, anoita zvakanaka.
38 ૩૮ એટલે જેની સાથે તેણે સગાઈ કરેલ છે તેની સાથે જે લગ્ન કરે છે તે સારું કરે છે, અને જે તેની સાથે લગ્ન ન કરવાનું પસંદ કરે છે તે વધારે સારો નિર્ણય કરે છે.
Naizvozvowo uyo anowananisa anoita zvakanaka; asi asingawananisi anoita zviri nani.
39 ૩૯ પત્ની જ્યાં સુધી તેનો પતિ જીવે છે, ત્યાં સુધી નિયમથી બંધાયેલી છે; પણ જો તેનો પતિ મૃત્યુ પામ્યો હોય, તો જેને તે ઇચ્છે છે તે વિશ્વાસીની સાથે લગ્ન કરવાને તે સ્વતંત્ર છે, પણ ફક્ત પ્રભુમાં.
Mukadzi wakasungwa nemurairo nguva dzese murume wake achirarama; asi kana murume wake afa, wasununguka kuwanikwa newaanoda, muna Ishe chete.
40 ૪૦ પણ જો તે એકલી રહે, તો મારા ધાર્યા પ્રમાણે, તે વધારે આશીર્વાદિત થશે; મારી આ સલાહ ઈશ્વરના આત્મા તરફથી છે; એવું હું માનું છું.
Asi anganyanya kufara kana achigara akadaro, pakufunga kwangu; uye ndinofunga kuti neni ndine Mweya waMwari.