< કરિંથીઓને પહેલોપત્ર 5 >
1 ૧ મારા સાંભળવામાં આવ્યું એવું છે કે તમારામાં વ્યભિચાર વ્યાપેલો છે, અને તે પણ એવો કે જે બિનયહૂદીને પણ ચાલતો નથી; એટલે કે કોઈએ પોતાની સાવકી માને રાખી છે.
Отнюд слышится в вас блужение, и таково блужение, яковоже ни во языцех именуется, яко некоему имети жену отчую.
2 ૨ એમ છતાં એ બાબતો વિષે શરમિંદા થવાને બદલે તમે છાતીકાઢીને ચાલો છો! જેણે આ કામ કર્યું છે તેને તમારે તમારામાંથી દૂર કરવો જોઈતો હતો.
И вы разгордесте, и не паче плакасте, да измется от среды вас содеявый дело сие.
3 ૩ કેમ કે શરીરે હું ગેરહાજર છતાં, આત્મામાં પ્રત્યક્ષ હોવાથી, જાણે હું પોતે હાજર હોઉં એમ, એ કામ કરનારાનો ન્યાય કરી ચૂક્યો છું.
Зане аз убо аще не у вас сый телом, ту же живый духом, уже судих, яко тамо сый: содеявшаго сице сие,
4 ૪ કે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનાં સામર્થ્ય સહિત, તમે મારા આત્મા સાથે એકઠા મળીને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનાં નામે,
о имени Господа нашего Иисуса Христа собравшымся вам и моему духу, с силою Господа нашего Иисуса Христа,
5 ૫ તમારે એ માણસને શરીરનાં નુકસાનને સારુ શેતાનને સોંપવો કે જેથી પ્રભુ ઈસુના પુનરાગમન સમયે તેનો આત્મા ઉદ્ધાર પામે.
предати таковаго сатане во измождение плоти, да дух спасется в день Господа нашего Иисуса Христа.
6 ૬ તમે ઘમંડ રાખો છો તે યોગ્ય નથી; શું તમે એ જાણતા નથી, કે થોડું ખમીર આખા લોટને ફુલાવે છે?
Не добра похвала ваша. Не весте ли, яко мал квас все смешение квасит?
7 ૭ તમે જૂના ખમીરને કાઢી નાખો, એ માટે કે જેમ તમે બેખમીર છો, તેમ તમે નવા થઈ જાઓ, કેમ કે આપણા પાસ્ખાયજ્ઞ એટલે ખ્રિસ્ત ઈસુએ, આપણે માટે તેમનું બલિદાન આપ્યું છે.
Очистите убо ветхий квас, да будете ново смешение, якоже есте безквасни: ибо Пасха наша за ны пожрен бысть Христос.
8 ૮ એ માટે જૂના ખમીરથી નહિ, એટલે પાપ તથા દુષ્ટતાનાં ખમીરથી નહિ, પણ નિખાલસપણા તથા સત્યતાની બેખમીર રોટલીથી આપણે પાસ્ખાપર્વ ઊજવીએ.
Темже да празднуем не в квасе ветсе, ни в квасе злобы и лукавства, но в безквасиих чистоты и истины.
9 ૯ મેં તમને મારા પત્રમાં લખ્યું છે કે તમે વ્યભિચારીઓની સોબત ન કરો;
Писах вам в послании не примешатися блудником:
10 ૧૦ પણ આ દુનિયાના વ્યભિચારીઓ તથા લોભીઓ, જુલમી કે મૂર્તિપૂજકોની સંગત ન કરો એમ નહિ; કેમ કે જો એમ હોય તો તમારે માનવજગતમાંથી નીકળી જવું પડે.
и не всяко блудником мира сего, или лихоимцем, или хищником, или идолослужителем, понеже убо должни бы есте были от мира (сего) изыти:
11 ૧૧ પણ હમણાં મેં તમને લખ્યું છે, કે જે આપણો ભાઈ કહેવાય છે, એવો જો કોઈ વ્યભિચારી, લોભી, મૂર્તિપૂજક, નિંદા કરનારો, સ્વછંદી કે જુલમ કરનારો હોય, તો એવા માણસોની સંગત કરવી નહિ, અને તેની સાથે બેસીને ખાવું પણ નહિ.
ныне же писах вам не примешатися, аще некий, брат именуемь, будет блудник, или лихоимец, или идолослужитель, или досадитель, или пияница, или хищник: с таковым ниже ясти.
12 ૧૨ કેમ કે બહારનાઓનો ન્યાય મારે શું કામ કરવો છે? જેઓ વિશ્વાસી સમુદાયમાનાં છે તેઓનો ન્યાય તમે કરો છો કે નહિ?
Что бо ми и внешних судити? Не внутренних ли вы судите?
13 ૧૩ પણ જેઓ બહાર છે તેઓનો ન્યાય ઈશ્વર કરે છે તો તમે તમારામાંથી તે મનુષ્યને દૂર કરો.
Внешних же Бог судит. И измите злаго от вас самех.