< કરિંથીઓને પહેલોપત્ર 4 >

1 દરેક માણસે અમને ખ્રિસ્તનાં સેવકો તથા ઈશ્વરના મર્મોને પ્રગટ કરનારા કારભારીઓ માનવા.
ଲୋକା ଅସ୍ମାନ୍ ଖ୍ରୀଷ୍ଟସ୍ୟ ପରିଚାରକାନ୍ ଈଶ୍ୱରସ୍ୟ ନିଗୂଠୱାକ୍ୟଧନସ୍ୟାଧ୍ୟକ୍ଷାଂଶ୍ଚ ମନ୍ୟନ୍ତାଂ|
2 વળી દરેક કારભારીએ વિશ્વાસુ થવું એ ખૂબ જ જરૂરનું છે.
କିଞ୍ଚ ଧନାଧ୍ୟକ୍ଷେଣ ୱିଶ୍ୱସନୀଯେନ ଭୱିତୱ୍ୟମେତଦେୱ ଲୋକୈ ର୍ୟାଚ୍ୟତେ|
3 પણ તમે કે બીજા માણસો મારો ન્યાય કરો, એ વિષે મને કંઈ ચિંતા નથી; વળી હું પોતે પણ પોતાનો ન્યાય કરતો નથી.
ଅତୋ ୱିଚାରଯଦ୍ଭି ର୍ୟୁଷ୍ମାଭିରନ୍ୟୈଃ କୈଶ୍ଚିନ୍ ମନୁଜୈ ର୍ୱା ମମ ପରୀକ୍ଷଣଂ ମଯାତୀୱ ଲଘୁ ମନ୍ୟତେ ଽହମପ୍ୟାତ୍ମାନଂ ନ ୱିଚାରଯାମି|
4 કેમ કે મને પોતાનામાં કશો દોષ દેખાતો નથી, પણ એથી હું ન્યાયી ઠરતો નથી; પણ મારો ન્યાય કરનાર તો પ્રભુ છે.
ମଯା କିମପ୍ୟପରାଦ୍ଧମିତ୍ୟହଂ ନ ୱେଦ୍ମି କିନ୍ତ୍ୱେତେନ ମମ ନିରପରାଧତ୍ୱଂ ନ ନିଶ୍ଚୀଯତେ ପ୍ରଭୁରେୱ ମମ ୱିଚାରଯିତାସ୍ତି|
5 માટે તમે સમય અગાઉ, એટલે પ્રભુ આવે ત્યાં સુધી, કંઈ ન્યાય ન કરો; તેઓ અંધકારની છૂપી બાબતોને જાહેર કરશે, અને હૃદયોના ગુપ્ત ઇરાદા પ્રગટ કરશે; તે સમયે દરેકની પ્રશંસા ઈશ્વર તરફથી થશે.
ଅତ ଉପଯୁକ୍ତସମଯାତ୍ ପୂର୍ୱ୍ୱମ୍ ଅର୍ଥତଃ ପ୍ରଭୋରାଗମନାତ୍ ପୂର୍ୱ୍ୱଂ ଯୁଷ୍ମାଭି ର୍ୱିଚାରୋ ନ କ୍ରିଯତାଂ| ପ୍ରଭୁରାଗତ୍ୟ ତିମିରେଣ ପ୍ରଚ୍ଛନ୍ନାନି ସର୍ୱ୍ୱାଣି ଦୀପଯିଷ୍ୟତି ମନସାଂ ମନ୍ତ୍ରଣାଶ୍ଚ ପ୍ରକାଶଯିଷ୍ୟତି ତସ୍ମିନ୍ ସମଯ ଈଶ୍ୱରାଦ୍ ଏକୈକସ୍ୟ ପ୍ରଶଂସା ଭୱିଷ୍ୟତି|
6 ભાઈઓ, મેં એ વાતો તમારે સારુ ઉદાહરણ તરીકે મને પોતાને તથા આપોલસને લાગુ પાડી છે, જેથી તમે અમારાથી એવું શીખો કે જે લખવામાં આવ્યું છે તેની હદ ઓળંગવી નહિ અને એકના પક્ષમાં રહીને બીજાની વિરુદ્ધ કોઈ બડાઈ કરે નહિ.
ହେ ଭ୍ରାତରଃ ସର୍ୱ୍ୱାଣ୍ୟେତାନି ମଯାତ୍ମାନମ୍ ଆପଲ୍ଲୱଞ୍ଚୋଦ୍ଦିଶ୍ୟ କଥିତାନି ତସ୍ୟୈତତ୍ କାରଣଂ ଯୁଯଂ ଯଥା ଶାସ୍ତ୍ରୀଯୱିଧିମତିକ୍ରମ୍ୟ ମାନୱମ୍ ଅତୀୱ ନାଦରିଷ୍ୟଧ୍ବ ଈତ୍ଥଞ୍ଚୈକେନ ୱୈପରୀତ୍ୟାଦ୍ ଅପରେଣ ନ ଶ୍ଲାଘିଷ୍ୟଧ୍ବ ଏତାଦୃଶୀଂ ଶିକ୍ଷାମାୱଯୋର୍ଦୃଷ୍ଟାନ୍ତାତ୍ ଲପ୍ସ୍ୟଧ୍ୱେ|
7 કેમ કે કોણ તમારામાં ભેદ પાડે છે? તારી પાસે એવું શું છે જે તેં મફત પ્રાપ્ત કર્યું નથી? જો તેં મફતમાં પ્રાપ્ત કર્યું છે તો જાતે મેળવ્યું હોય તેમ અભિમાન કેમ કરે છે?
ଅପରାତ୍ କସ୍ତ୍ୱାଂ ୱିଶେଷଯତି? ତୁଭ୍ୟଂ ଯନ୍ନ ଦତ୍ତ ତାଦୃଶଂ କିଂ ଧାରଯସି? ଅଦତ୍ତେନେୱ ଦତ୍ତେନ ୱସ୍ତୁନା କୁତଃ ଶ୍ଲାଘସେ?
8 તમે ક્યારનાયે સંતુષ્ટ થઈ ગયા છો, અને દ્રવ્યવાન પણ થઈ ગયા છો. અમારા વિના તમે રાજ કરવા લાગ્યા છો. અમારી પણ ઇચ્છા એ છે કે તમે રાજ કરો કે, જેથી અમે પણ તમારી સાથે રાજ કરીએ.
ଇଦାନୀମେୱ ଯୂଯଂ କିଂ ତୃପ୍ତା ଲବ୍ଧଧନା ୱା? ଅସ୍ମାସ୍ୱୱିଦ୍ୟମାନେଷୁ ଯୂଯଂ କିଂ ରାଜତ୍ୱପଦଂ ପ୍ରାପ୍ତାଃ? ଯୁଷ୍ମାକଂ ରାଜତ୍ୱଂ ମଯାଭିଲଷିତଂ ଯତସ୍ତେନ ଯୁଷ୍ମାଭିଃ ସହ ୱଯମପି ରାଜ୍ୟାଂଶିନୋ ଭୱିଷ୍ୟାମଃ|
9 માટે હું વિચારું છું કે, ઈશ્વરે અમો પ્રેરિતોને જાણે કે છેલ્લાં મરણદંડ પામનારા હોય એવા બતાવ્યા છે; કેમ કે અમે વિશ્વની, સ્વર્ગદૂતોની તથા માણસોની આગળ તમાશા જેવા ખુલ્લાં થયા છીએ.
ପ୍ରେରିତା ୱଯଂ ଶେଷା ହନ୍ତୱ୍ୟାଶ୍ଚେୱେଶ୍ୱରେଣ ନିଦର୍ଶିତାଃ| ଯତୋ ୱଯଂ ସର୍ୱ୍ୱଲୋକାନାମ୍ ଅର୍ଥତଃ ସ୍ୱର୍ଗୀଯଦୂତାନାଂ ମାନୱାନାଞ୍ଚ କୌତୁକାସ୍ପଦାନି ଜାତାଃ|
10 ૧૦ ખ્રિસ્તને માટે અમે મૂર્ખ, પણ તમે ખ્રિસ્તમાં બુદ્ધિમાન; અમે નિર્બળ પણ તમે બળવાન; અને તમે માન પામનારા, પણ અમે અપમાન પામનારા થયા છીએ.
ଖ୍ରୀଷ୍ଟସ୍ୟ କୃତେ ୱଯଂ ମୂଢାଃ କିନ୍ତୁ ଯୂଯଂ ଖ୍ରୀଷ୍ଟେନ ଜ୍ଞାନିନଃ, ୱଯଂ ଦୁର୍ବ୍ବଲା ଯୂଯଞ୍ଚ ସବଲାଃ, ଯୂଯଂ ସମ୍ମାନିତା ୱଯଞ୍ଚାପମାନିତାଃ|
11 ૧૧ અત્યાર સુધી અમે ભૂખ્યા, તરસ્યા તથા વસ્ત્રો વિનાના છીએ, સતાવણી સહન કરીએ છીએ અને ઘરબાર વિનાના છીએ.
ୱଯମଦ୍ୟାପି କ୍ଷୁଧାର୍ତ୍ତାସ୍ତୃଷ୍ଣାର୍ତ୍ତା ୱସ୍ତ୍ରହୀନାସ୍ତାଡିତା ଆଶ୍ରମରହିତାଶ୍ଚ ସନ୍ତଃ
12 ૧૨ અમે હાથે કામ અને મહેનત કરીએ છીએ; નિંદા પામવા છતાં અમે આશીર્વાદ આપીએ છીએ; સતાવણી સહન કરીએ છીએ;
କର୍ମ୍ମଣି ସ୍ୱକରାନ୍ ୱ୍ୟାପାରଯନ୍ତଶ୍ଚ ଦୁଃଖୈଃ କାଲଂ ଯାପଯାମଃ| ଗର୍ହିତୈରସ୍ମାଭିରାଶୀଃ କଥ୍ୟତେ ଦୂରୀକୃତୈଃ ସହ୍ୟତେ ନିନ୍ଦିତୈଃ ପ୍ରସାଦ୍ୟତେ|
13 ૧૩ તિરસ્કૃત હોવા છતાંય વિનંતી કરીએ છીએ; અમે હજી સુધી માનવજગતથી ધિક્કાર પામેલા તથા કચરા જેવા છીએ.
ୱଯମଦ୍ୟାପି ଜଗତଃ ସମ୍ମାର୍ଜନୀଯୋଗ୍ୟା ଅୱକରା ଇୱ ସର୍ୱ୍ୱୈ ର୍ମନ୍ୟାମହେ|
14 ૧૪ હું તમને શરમાવવા માટે આ વાતો લખતો નથી; પણ તમને મારાં પ્રિય બાળકો સમજીને શિક્ષણ આપું છું.
ଯୁଷ୍ମାନ୍ ତ୍ରପଯିତୁମହମେତାନି ଲିଖାମୀତି ନହି କିନ୍ତୁ ପ୍ରିଯାତ୍ମଜାନିୱ ଯୁଷ୍ମାନ୍ ପ୍ରବୋଧଯାମି|
15 ૧૫ જોકે તમને ખ્રિસ્તમાં દસ હજાર શિક્ષકો હોય, તોપણ તમને ઘણાં પિતા નથી; કેમ કે ખ્રિસ્ત ઈસુમાં, સુવાર્તાદ્વારા હું તમારો પિતા થયો છું.
ଯତଃ ଖ୍ରୀଷ୍ଟଧର୍ମ୍ମେ ଯଦ୍ୟପି ଯୁଷ୍ମାକଂ ଦଶସହସ୍ରାଣି ୱିନେତାରୋ ଭୱନ୍ତି ତଥାପି ବହୱୋ ଜନକା ନ ଭୱନ୍ତି ଯତୋଽହମେୱ ସୁସଂୱାଦେନ ଯୀଶୁଖ୍ରୀଷ୍ଟେ ଯୁଷ୍ମାନ୍ ଅଜନଯଂ|
16 ૧૬ તેથી હું તમને વિનંતી કરું છું કે, તમે મારા અનુયાયીઓ થાઓ.
ଅତୋ ଯୁଷ୍ମାନ୍ ୱିନଯେଽହଂ ଯୂଯଂ ମଦନୁଗାମିନୋ ଭୱତ|
17 ૧૭ મેં તિમોથીને તમારી પાસે મોકલ્યો છે, તે ખ્રિસ્તમાં મારો પ્રિય તથા વિશ્વાસુ પુત્ર છે. જેમ હું દરેક જગ્યાએ સર્વ વિશ્વાસી સમુદાયોમાં શીખવું છું તેમ તે ખ્રિસ્તમાં મારા માર્ગો વિષે તમને સ્મરણ કરાવશે.
ଇତ୍ୟର୍ଥଂ ସର୍ୱ୍ୱେଷୁ ଧର୍ମ୍ମସମାଜେଷୁ ସର୍ୱ୍ୱତ୍ର ଖ୍ରୀଷ୍ଟଧର୍ମ୍ମଯୋଗ୍ୟା ଯେ ୱିଧଯୋ ମଯୋପଦିଶ୍ୟନ୍ତେ ତାନ୍ ଯୋ ଯୁଷ୍ମାନ୍ ସ୍ମାରଯିଷ୍ୟତ୍ୟେୱମ୍ଭୂତଂ ପ୍ରଭୋଃ କୃତେ ପ୍ରିଯଂ ୱିଶ୍ୱାସିନଞ୍ଚ ମଦୀଯତନଯଂ ତୀମଥିଯଂ ଯୁଷ୍ମାକଂ ସମୀପଂ ପ୍ରେଷିତୱାନହଂ|
18 ૧૮ જાણે હું તમારી પાસે પાછો આવવાનો ન હોઉં, એવું સમજીને તમારામાંનાં કેટલાક અભિમાની થઈ ગયા છે.
ଅପରମହଂ ଯୁଷ୍ମାକଂ ସମୀପଂ ନ ଗମିଷ୍ୟାମୀତି ବୁଦ୍ଧ୍ୱା ଯୁଷ୍ମାକଂ କିଯନ୍ତୋ ଲୋକା ଗର୍ୱ୍ୱନ୍ତି|
19 ૧૯ પણ પ્રભુની ઇચ્છા હશે, તો હું તમારી પાસે વહેલો આવીશ, અને અભિમાનીઓનું બોલવું નહિ, પણ તેઓનું સામર્થ્ય જોઈ લઈશ.
କିନ୍ତୁ ଯଦି ପ୍ରଭେରିଚ୍ଛା ଭୱତି ତର୍ହ୍ୟହମୱିଲମ୍ବଂ ଯୁଷ୍ମତ୍ସମୀପମୁପସ୍ଥାଯ ତେଷାଂ ଦର୍ପଧ୍ମାତାନାଂ ଲୋକାନାଂ ୱାଚଂ ଜ୍ଞାସ୍ୟାମୀତି ନହି ସାମର୍ଥ୍ୟମେୱ ଜ୍ଞାସ୍ୟାମି|
20 ૨૦ કેમ કે ઈશ્વરનું રાજ્ય બોલવામાં નહિ, પણ સામર્થ્યમાં છે.
ଯସ୍ମାଦୀଶ୍ୱରସ୍ୟ ରାଜତ୍ୱଂ ୱାଗ୍ୟୁକ୍ତଂ ନହି କିନ୍ତୁ ସାମର୍ଥ୍ୟଯୁକ୍ତଂ|
21 ૨૧ તમારી શી ઇચ્છા છે? હું તમારી પાસે સોટી લઈને આવું, કે પ્રેમભાવે તથા નમ્રભાવે આવું?
ଯୁଷ୍ମାକଂ କା ୱାଞ୍ଛା? ଯୁଷ୍ମତ୍ସମୀପେ ମଯା କିଂ ଦଣ୍ଡପାଣିନା ଗନ୍ତୱ୍ୟମୁତ ପ୍ରେମନମ୍ରତାତ୍ମଯୁକ୍ତେନ ୱା?

< કરિંથીઓને પહેલોપત્ર 4 >