< કરિંથીઓને પહેલોપત્ર 4 >
1 ૧ દરેક માણસે અમને ખ્રિસ્તનાં સેવકો તથા ઈશ્વરના મર્મોને પ્રગટ કરનારા કારભારીઓ માનવા.
លោកា អស្មាន៑ ខ្រីឞ្ដស្យ បរិចារកាន៑ ឦឝ្វរស្យ និគូឋវាក្យធនស្យាធ្យក្ឞាំឝ្ច មន្យន្តាំ។
2 ૨ વળી દરેક કારભારીએ વિશ્વાસુ થવું એ ખૂબ જ જરૂરનું છે.
កិញ្ច ធនាធ្យក្ឞេណ វិឝ្វសនីយេន ភវិតវ្យមេតទេវ លោកៃ រ្យាច្យតេ។
3 ૩ પણ તમે કે બીજા માણસો મારો ન્યાય કરો, એ વિષે મને કંઈ ચિંતા નથી; વળી હું પોતે પણ પોતાનો ન્યાય કરતો નથી.
អតោ វិចារយទ្ភិ រ្យុឞ្មាភិរន្យៃះ កៃឝ្ចិន៑ មនុជៃ រ្វា មម បរីក្ឞណំ មយាតីវ លឃុ មន្យតេ ៜហមប្យាត្មានំ ន វិចារយាមិ។
4 ૪ કેમ કે મને પોતાનામાં કશો દોષ દેખાતો નથી, પણ એથી હું ન્યાયી ઠરતો નથી; પણ મારો ન્યાય કરનાર તો પ્રભુ છે.
មយា កិមប្យបរាទ្ធមិត្យហំ ន វេទ្មិ កិន្ត្វេតេន មម និរបរាធត្វំ ន និឝ្ចីយតេ ប្រភុរេវ មម វិចារយិតាស្តិ។
5 ૫ માટે તમે સમય અગાઉ, એટલે પ્રભુ આવે ત્યાં સુધી, કંઈ ન્યાય ન કરો; તેઓ અંધકારની છૂપી બાબતોને જાહેર કરશે, અને હૃદયોના ગુપ્ત ઇરાદા પ્રગટ કરશે; તે સમયે દરેકની પ્રશંસા ઈશ્વર તરફથી થશે.
អត ឧបយុក្តសមយាត៑ បូវ៌្វម៑ អត៌្ហតះ ប្រភោរាគមនាត៑ បូវ៌្វំ យុឞ្មាភិ រ្វិចារោ ន ក្រិយតាំ។ ប្រភុរាគត្យ តិមិរេណ ប្រច្ឆន្នានិ សវ៌្វាណិ ទីបយិឞ្យតិ មនសាំ មន្ត្រណាឝ្ច ប្រកាឝយិឞ្យតិ តស្មិន៑ សមយ ឦឝ្វរាទ៑ ឯកៃកស្យ ប្រឝំសា ភវិឞ្យតិ។
6 ૬ ભાઈઓ, મેં એ વાતો તમારે સારુ ઉદાહરણ તરીકે મને પોતાને તથા આપોલસને લાગુ પાડી છે, જેથી તમે અમારાથી એવું શીખો કે જે લખવામાં આવ્યું છે તેની હદ ઓળંગવી નહિ અને એકના પક્ષમાં રહીને બીજાની વિરુદ્ધ કોઈ બડાઈ કરે નહિ.
ហេ ភ្រាតរះ សវ៌្វាណ្យេតានិ មយាត្មានម៑ អាបល្លវញ្ចោទ្ទិឝ្យ កថិតានិ តស្យៃតត៑ ការណំ យុយំ យថា ឝាស្ត្រីយវិធិមតិក្រម្យ មានវម៑ អតីវ នាទរិឞ្យធ្ព ឦត្ថញ្ចៃកេន វៃបរីត្យាទ៑ អបរេណ ន ឝ្លាឃិឞ្យធ្ព ឯតាទ្ឫឝីំ ឝិក្ឞាមាវយោទ៌្ឫឞ្ដាន្តាត៑ លប្ស្យធ្វេ។
7 ૭ કેમ કે કોણ તમારામાં ભેદ પાડે છે? તારી પાસે એવું શું છે જે તેં મફત પ્રાપ્ત કર્યું નથી? જો તેં મફતમાં પ્રાપ્ત કર્યું છે તો જાતે મેળવ્યું હોય તેમ અભિમાન કેમ કરે છે?
អបរាត៑ កស្ត្វាំ វិឝេឞយតិ? តុភ្យំ យន្ន ទត្ត តាទ្ឫឝំ កិំ ធារយសិ? អទត្តេនេវ ទត្តេន វស្តុនា កុតះ ឝ្លាឃសេ?
8 ૮ તમે ક્યારનાયે સંતુષ્ટ થઈ ગયા છો, અને દ્રવ્યવાન પણ થઈ ગયા છો. અમારા વિના તમે રાજ કરવા લાગ્યા છો. અમારી પણ ઇચ્છા એ છે કે તમે રાજ કરો કે, જેથી અમે પણ તમારી સાથે રાજ કરીએ.
ឥទានីមេវ យូយំ កិំ ត្ឫប្តា លព្ធធនា វា? អស្មាស្វវិទ្យមានេឞុ យូយំ កិំ រាជត្វបទំ ប្រាប្តាះ? យុឞ្មាកំ រាជត្វំ មយាភិលឞិតំ យតស្តេន យុឞ្មាភិះ សហ វយមបិ រាជ្យាំឝិនោ ភវិឞ្យាមះ។
9 ૯ માટે હું વિચારું છું કે, ઈશ્વરે અમો પ્રેરિતોને જાણે કે છેલ્લાં મરણદંડ પામનારા હોય એવા બતાવ્યા છે; કેમ કે અમે વિશ્વની, સ્વર્ગદૂતોની તથા માણસોની આગળ તમાશા જેવા ખુલ્લાં થયા છીએ.
ប្រេរិតា វយំ ឝេឞា ហន្តវ្យាឝ្ចេវេឝ្វរេណ និទឝ៌ិតាះ។ យតោ វយំ សវ៌្វលោកានាម៑ អត៌្ហតះ ស្វគ៌ីយទូតានាំ មានវានាញ្ច កៅតុកាស្បទានិ ជាតាះ។
10 ૧૦ ખ્રિસ્તને માટે અમે મૂર્ખ, પણ તમે ખ્રિસ્તમાં બુદ્ધિમાન; અમે નિર્બળ પણ તમે બળવાન; અને તમે માન પામનારા, પણ અમે અપમાન પામનારા થયા છીએ.
ខ្រីឞ្ដស្យ ក្ឫតេ វយំ មូឍាះ កិន្តុ យូយំ ខ្រីឞ្ដេន ជ្ញានិនះ, វយំ ទុព៌្ពលា យូយញ្ច សពលាះ, យូយំ សម្មានិតា វយញ្ចាបមានិតាះ។
11 ૧૧ અત્યાર સુધી અમે ભૂખ્યા, તરસ્યા તથા વસ્ત્રો વિનાના છીએ, સતાવણી સહન કરીએ છીએ અને ઘરબાર વિનાના છીએ.
វយមទ្យាបិ ក្ឞុធាត៌្តាស្ត្ឫឞ្ណាត៌្តា វស្ត្រហីនាស្តាឌិតា អាឝ្រមរហិតាឝ្ច សន្តះ
12 ૧૨ અમે હાથે કામ અને મહેનત કરીએ છીએ; નિંદા પામવા છતાં અમે આશીર્વાદ આપીએ છીએ; સતાવણી સહન કરીએ છીએ;
កម៌្មណិ ស្វករាន៑ វ្យាបារយន្តឝ្ច ទុះខៃះ កាលំ យាបយាមះ។ គហ៌ិតៃរស្មាភិរាឝីះ កថ្យតេ ទូរីក្ឫតៃះ សហ្យតេ និន្ទិតៃះ ប្រសាទ្យតេ។
13 ૧૩ તિરસ્કૃત હોવા છતાંય વિનંતી કરીએ છીએ; અમે હજી સુધી માનવજગતથી ધિક્કાર પામેલા તથા કચરા જેવા છીએ.
វយមទ្យាបិ ជគតះ សម្មាជ៌នីយោគ្យា អវករា ឥវ សវ៌្វៃ រ្មន្យាមហេ។
14 ૧૪ હું તમને શરમાવવા માટે આ વાતો લખતો નથી; પણ તમને મારાં પ્રિય બાળકો સમજીને શિક્ષણ આપું છું.
យុឞ្មាន៑ ត្របយិតុមហមេតានិ លិខាមីតិ នហិ កិន្តុ ប្រិយាត្មជានិវ យុឞ្មាន៑ ប្រពោធយាមិ។
15 ૧૫ જોકે તમને ખ્રિસ્તમાં દસ હજાર શિક્ષકો હોય, તોપણ તમને ઘણાં પિતા નથી; કેમ કે ખ્રિસ્ત ઈસુમાં, સુવાર્તાદ્વારા હું તમારો પિતા થયો છું.
យតះ ខ្រីឞ្ដធម៌្មេ យទ្យបិ យុឞ្មាកំ ទឝសហស្រាណិ វិនេតារោ ភវន្តិ តថាបិ ពហវោ ជនកា ន ភវន្តិ យតោៜហមេវ សុសំវាទេន យីឝុខ្រីឞ្ដេ យុឞ្មាន៑ អជនយំ។
16 ૧૬ તેથી હું તમને વિનંતી કરું છું કે, તમે મારા અનુયાયીઓ થાઓ.
អតោ យុឞ្មាន៑ វិនយេៜហំ យូយំ មទនុគាមិនោ ភវត។
17 ૧૭ મેં તિમોથીને તમારી પાસે મોકલ્યો છે, તે ખ્રિસ્તમાં મારો પ્રિય તથા વિશ્વાસુ પુત્ર છે. જેમ હું દરેક જગ્યાએ સર્વ વિશ્વાસી સમુદાયોમાં શીખવું છું તેમ તે ખ્રિસ્તમાં મારા માર્ગો વિષે તમને સ્મરણ કરાવશે.
ឥត្យត៌្ហំ សវ៌្វេឞុ ធម៌្មសមាជេឞុ សវ៌្វត្រ ខ្រីឞ្ដធម៌្មយោគ្យា យេ វិធយោ មយោបទិឝ្យន្តេ តាន៑ យោ យុឞ្មាន៑ ស្មារយិឞ្យត្យេវម្ភូតំ ប្រភោះ ក្ឫតេ ប្រិយំ វិឝ្វាសិនញ្ច មទីយតនយំ តីមថិយំ យុឞ្មាកំ សមីបំ ប្រេឞិតវានហំ។
18 ૧૮ જાણે હું તમારી પાસે પાછો આવવાનો ન હોઉં, એવું સમજીને તમારામાંનાં કેટલાક અભિમાની થઈ ગયા છે.
អបរមហំ យុឞ្មាកំ សមីបំ ន គមិឞ្យាមីតិ ពុទ្ធ្វា យុឞ្មាកំ កិយន្តោ លោកា គវ៌្វន្តិ។
19 ૧૯ પણ પ્રભુની ઇચ્છા હશે, તો હું તમારી પાસે વહેલો આવીશ, અને અભિમાનીઓનું બોલવું નહિ, પણ તેઓનું સામર્થ્ય જોઈ લઈશ.
កិន្តុ យទិ ប្រភេរិច្ឆា ភវតិ តហ៌្យហមវិលម្ពំ យុឞ្មត្សមីបមុបស្ថាយ តេឞាំ ទប៌ធ្មាតានាំ លោកានាំ វាចំ ជ្ញាស្យាមីតិ នហិ សាមត៌្ហ្យមេវ ជ្ញាស្យាមិ។
20 ૨૦ કેમ કે ઈશ્વરનું રાજ્ય બોલવામાં નહિ, પણ સામર્થ્યમાં છે.
យស្មាទីឝ្វរស្យ រាជត្វំ វាគ្យុក្តំ នហិ កិន្តុ សាមត៌្ហ្យយុក្តំ។
21 ૨૧ તમારી શી ઇચ્છા છે? હું તમારી પાસે સોટી લઈને આવું, કે પ્રેમભાવે તથા નમ્રભાવે આવું?
យុឞ្មាកំ កា វាញ្ឆា? យុឞ្មត្សមីបេ មយា កិំ ទណ្ឌបាណិនា គន្តវ្យមុត ប្រេមនម្រតាត្មយុក្តេន វា?