< કરિંથીઓને પહેલોપત્ર 4 >
1 ૧ દરેક માણસે અમને ખ્રિસ્તનાં સેવકો તથા ઈશ્વરના મર્મોને પ્રગટ કરનારા કારભારીઓ માનવા.
લોકા અસ્માન્ ખ્રીષ્ટસ્ય પરિચારકાન્ ઈશ્વરસ્ય નિગૂઠવાક્યધનસ્યાધ્યક્ષાંશ્ચ મન્યન્તાં|
2 ૨ વળી દરેક કારભારીએ વિશ્વાસુ થવું એ ખૂબ જ જરૂરનું છે.
કિઞ્ચ ધનાધ્યક્ષેણ વિશ્વસનીયેન ભવિતવ્યમેતદેવ લોકૈ ર્યાચ્યતે|
3 ૩ પણ તમે કે બીજા માણસો મારો ન્યાય કરો, એ વિષે મને કંઈ ચિંતા નથી; વળી હું પોતે પણ પોતાનો ન્યાય કરતો નથી.
અતો વિચારયદ્ભિ ર્યુષ્માભિરન્યૈઃ કૈશ્ચિન્ મનુજૈ ર્વા મમ પરીક્ષણં મયાતીવ લઘુ મન્યતે ઽહમપ્યાત્માનં ન વિચારયામિ|
4 ૪ કેમ કે મને પોતાનામાં કશો દોષ દેખાતો નથી, પણ એથી હું ન્યાયી ઠરતો નથી; પણ મારો ન્યાય કરનાર તો પ્રભુ છે.
મયા કિમપ્યપરાદ્ધમિત્યહં ન વેદ્મિ કિન્ત્વેતેન મમ નિરપરાધત્વં ન નિશ્ચીયતે પ્રભુરેવ મમ વિચારયિતાસ્તિ|
5 ૫ માટે તમે સમય અગાઉ, એટલે પ્રભુ આવે ત્યાં સુધી, કંઈ ન્યાય ન કરો; તેઓ અંધકારની છૂપી બાબતોને જાહેર કરશે, અને હૃદયોના ગુપ્ત ઇરાદા પ્રગટ કરશે; તે સમયે દરેકની પ્રશંસા ઈશ્વર તરફથી થશે.
અત ઉપયુક્તસમયાત્ પૂર્વ્વમ્ અર્થતઃ પ્રભોરાગમનાત્ પૂર્વ્વં યુષ્માભિ ર્વિચારો ન ક્રિયતાં| પ્રભુરાગત્ય તિમિરેણ પ્રચ્છન્નાનિ સર્વ્વાણિ દીપયિષ્યતિ મનસાં મન્ત્રણાશ્ચ પ્રકાશયિષ્યતિ તસ્મિન્ સમય ઈશ્વરાદ્ એકૈકસ્ય પ્રશંસા ભવિષ્યતિ|
6 ૬ ભાઈઓ, મેં એ વાતો તમારે સારુ ઉદાહરણ તરીકે મને પોતાને તથા આપોલસને લાગુ પાડી છે, જેથી તમે અમારાથી એવું શીખો કે જે લખવામાં આવ્યું છે તેની હદ ઓળંગવી નહિ અને એકના પક્ષમાં રહીને બીજાની વિરુદ્ધ કોઈ બડાઈ કરે નહિ.
હે ભ્રાતરઃ સર્વ્વાણ્યેતાનિ મયાત્માનમ્ આપલ્લવઞ્ચોદ્દિશ્ય કથિતાનિ તસ્યૈતત્ કારણં યુયં યથા શાસ્ત્રીયવિધિમતિક્રમ્ય માનવમ્ અતીવ નાદરિષ્યધ્બ ઈત્થઞ્ચૈકેન વૈપરીત્યાદ્ અપરેણ ન શ્લાઘિષ્યધ્બ એતાદૃશીં શિક્ષામાવયોર્દૃષ્ટાન્તાત્ લપ્સ્યધ્વે|
7 ૭ કેમ કે કોણ તમારામાં ભેદ પાડે છે? તારી પાસે એવું શું છે જે તેં મફત પ્રાપ્ત કર્યું નથી? જો તેં મફતમાં પ્રાપ્ત કર્યું છે તો જાતે મેળવ્યું હોય તેમ અભિમાન કેમ કરે છે?
અપરાત્ કસ્ત્વાં વિશેષયતિ? તુભ્યં યન્ન દત્ત તાદૃશં કિં ધારયસિ? અદત્તેનેવ દત્તેન વસ્તુના કુતઃ શ્લાઘસે?
8 ૮ તમે ક્યારનાયે સંતુષ્ટ થઈ ગયા છો, અને દ્રવ્યવાન પણ થઈ ગયા છો. અમારા વિના તમે રાજ કરવા લાગ્યા છો. અમારી પણ ઇચ્છા એ છે કે તમે રાજ કરો કે, જેથી અમે પણ તમારી સાથે રાજ કરીએ.
ઇદાનીમેવ યૂયં કિં તૃપ્તા લબ્ધધના વા? અસ્માસ્વવિદ્યમાનેષુ યૂયં કિં રાજત્વપદં પ્રાપ્તાઃ? યુષ્માકં રાજત્વં મયાભિલષિતં યતસ્તેન યુષ્માભિઃ સહ વયમપિ રાજ્યાંશિનો ભવિષ્યામઃ|
9 ૯ માટે હું વિચારું છું કે, ઈશ્વરે અમો પ્રેરિતોને જાણે કે છેલ્લાં મરણદંડ પામનારા હોય એવા બતાવ્યા છે; કેમ કે અમે વિશ્વની, સ્વર્ગદૂતોની તથા માણસોની આગળ તમાશા જેવા ખુલ્લાં થયા છીએ.
પ્રેરિતા વયં શેષા હન્તવ્યાશ્ચેવેશ્વરેણ નિદર્શિતાઃ| યતો વયં સર્વ્વલોકાનામ્ અર્થતઃ સ્વર્ગીયદૂતાનાં માનવાનાઞ્ચ કૌતુકાસ્પદાનિ જાતાઃ|
10 ૧૦ ખ્રિસ્તને માટે અમે મૂર્ખ, પણ તમે ખ્રિસ્તમાં બુદ્ધિમાન; અમે નિર્બળ પણ તમે બળવાન; અને તમે માન પામનારા, પણ અમે અપમાન પામનારા થયા છીએ.
ખ્રીષ્ટસ્ય કૃતે વયં મૂઢાઃ કિન્તુ યૂયં ખ્રીષ્ટેન જ્ઞાનિનઃ, વયં દુર્બ્બલા યૂયઞ્ચ સબલાઃ, યૂયં સમ્માનિતા વયઞ્ચાપમાનિતાઃ|
11 ૧૧ અત્યાર સુધી અમે ભૂખ્યા, તરસ્યા તથા વસ્ત્રો વિનાના છીએ, સતાવણી સહન કરીએ છીએ અને ઘરબાર વિનાના છીએ.
વયમદ્યાપિ ક્ષુધાર્ત્તાસ્તૃષ્ણાર્ત્તા વસ્ત્રહીનાસ્તાડિતા આશ્રમરહિતાશ્ચ સન્તઃ
12 ૧૨ અમે હાથે કામ અને મહેનત કરીએ છીએ; નિંદા પામવા છતાં અમે આશીર્વાદ આપીએ છીએ; સતાવણી સહન કરીએ છીએ;
કર્મ્મણિ સ્વકરાન્ વ્યાપારયન્તશ્ચ દુઃખૈઃ કાલં યાપયામઃ| ગર્હિતૈરસ્માભિરાશીઃ કથ્યતે દૂરીકૃતૈઃ સહ્યતે નિન્દિતૈઃ પ્રસાદ્યતે|
13 ૧૩ તિરસ્કૃત હોવા છતાંય વિનંતી કરીએ છીએ; અમે હજી સુધી માનવજગતથી ધિક્કાર પામેલા તથા કચરા જેવા છીએ.
વયમદ્યાપિ જગતઃ સમ્માર્જનીયોગ્યા અવકરા ઇવ સર્વ્વૈ ર્મન્યામહે|
14 ૧૪ હું તમને શરમાવવા માટે આ વાતો લખતો નથી; પણ તમને મારાં પ્રિય બાળકો સમજીને શિક્ષણ આપું છું.
યુષ્માન્ ત્રપયિતુમહમેતાનિ લિખામીતિ નહિ કિન્તુ પ્રિયાત્મજાનિવ યુષ્માન્ પ્રબોધયામિ|
15 ૧૫ જોકે તમને ખ્રિસ્તમાં દસ હજાર શિક્ષકો હોય, તોપણ તમને ઘણાં પિતા નથી; કેમ કે ખ્રિસ્ત ઈસુમાં, સુવાર્તાદ્વારા હું તમારો પિતા થયો છું.
યતઃ ખ્રીષ્ટધર્મ્મે યદ્યપિ યુષ્માકં દશસહસ્રાણિ વિનેતારો ભવન્તિ તથાપિ બહવો જનકા ન ભવન્તિ યતોઽહમેવ સુસંવાદેન યીશુખ્રીષ્ટે યુષ્માન્ અજનયં|
16 ૧૬ તેથી હું તમને વિનંતી કરું છું કે, તમે મારા અનુયાયીઓ થાઓ.
અતો યુષ્માન્ વિનયેઽહં યૂયં મદનુગામિનો ભવત|
17 ૧૭ મેં તિમોથીને તમારી પાસે મોકલ્યો છે, તે ખ્રિસ્તમાં મારો પ્રિય તથા વિશ્વાસુ પુત્ર છે. જેમ હું દરેક જગ્યાએ સર્વ વિશ્વાસી સમુદાયોમાં શીખવું છું તેમ તે ખ્રિસ્તમાં મારા માર્ગો વિષે તમને સ્મરણ કરાવશે.
ઇત્યર્થં સર્વ્વેષુ ધર્મ્મસમાજેષુ સર્વ્વત્ર ખ્રીષ્ટધર્મ્મયોગ્યા યે વિધયો મયોપદિશ્યન્તે તાન્ યો યુષ્માન્ સ્મારયિષ્યત્યેવમ્ભૂતં પ્રભોઃ કૃતે પ્રિયં વિશ્વાસિનઞ્ચ મદીયતનયં તીમથિયં યુષ્માકં સમીપં પ્રેષિતવાનહં|
18 ૧૮ જાણે હું તમારી પાસે પાછો આવવાનો ન હોઉં, એવું સમજીને તમારામાંનાં કેટલાક અભિમાની થઈ ગયા છે.
અપરમહં યુષ્માકં સમીપં ન ગમિષ્યામીતિ બુદ્ધ્વા યુષ્માકં કિયન્તો લોકા ગર્વ્વન્તિ|
19 ૧૯ પણ પ્રભુની ઇચ્છા હશે, તો હું તમારી પાસે વહેલો આવીશ, અને અભિમાનીઓનું બોલવું નહિ, પણ તેઓનું સામર્થ્ય જોઈ લઈશ.
કિન્તુ યદિ પ્રભેરિચ્છા ભવતિ તર્હ્યહમવિલમ્બં યુષ્મત્સમીપમુપસ્થાય તેષાં દર્પધ્માતાનાં લોકાનાં વાચં જ્ઞાસ્યામીતિ નહિ સામર્થ્યમેવ જ્ઞાસ્યામિ|
20 ૨૦ કેમ કે ઈશ્વરનું રાજ્ય બોલવામાં નહિ, પણ સામર્થ્યમાં છે.
યસ્માદીશ્વરસ્ય રાજત્વં વાગ્યુક્તં નહિ કિન્તુ સામર્થ્યયુક્તં|
21 ૨૧ તમારી શી ઇચ્છા છે? હું તમારી પાસે સોટી લઈને આવું, કે પ્રેમભાવે તથા નમ્રભાવે આવું?
યુષ્માકં કા વાઞ્છા? યુષ્મત્સમીપે મયા કિં દણ્ડપાણિના ગન્તવ્યમુત પ્રેમનમ્રતાત્મયુક્તેન વા?