< કરિંથીઓને પહેલોપત્ર 3 >

1 ભાઈઓ, જેમ આત્મિક મનુષ્યોની સાથે વાત કરતો હોઉં તેવી રીતે તમારી સાથે હું વાત કરી શક્યો નહિ, પણ સાંસારિકોની સાથે, એટલે ખ્રિસ્તમાં બાળકોની સાથે વાત કરતો હોઉં તેવી રીતે મેં તમારી સાથે વાત કરી.
হে ভ্ৰাতৰঃ, অহমাত্মিকৈৰিৱ যুষ্মাভিঃ সমং সম্ভাষিতুং নাশক্নৱং কিন্তু শাৰীৰিকাচাৰিভিঃ খ্ৰীষ্টধৰ্ম্মে শিশুতুল্যৈশ্চ জনৈৰিৱ যুষ্মাভিঃ সহ সমভাষে|
2 મેં તમને દૂધથી પોષ્યા છે, ભારે ખોરાકથી નહિ; કેમ કે તમે ભારે ખોરાક ખાવાને સમર્થ ન હતા, અને હમણાં પણ સમર્થ નથી.
যুষ্মান্ কঠিনভক্ষ্যং ন ভোজযন্ দুগ্ধম্ অপাযযং যতো যূযং ভক্ষ্যং গ্ৰহীতুং তদা নাশক্নুত ইদানীমপি ন শক্নুথ, যতো হেতোৰধুনাপি শাৰীৰিকাচাৰিণ আধ্ৱে|
3 કેમ કે તમે હજી સાંસારિક છો. કેમ કે તમારામાં અદેખાઈ તથા ઝઘડા છે, માટે શું તમે સાંસારિક નથી, અને સાંસારિક માણસોની માફક વર્તતા નથી?
যুষ্মন্মধ্যে মাৎসৰ্য্যৱিৱাদভেদা ভৱন্তি ততঃ কিং শাৰীৰিকাচাৰিণো নাধ্ৱে মানুষিকমাৰ্গেণ চ ন চৰথ?
4 કેમ કે જયારે તમારામાંનો એક કહે કે, ‘હું પાઉલનો છું,’ અને બીજો કહે છે કે ‘હું આપોલસનો છું,’ ત્યારે તમે સાંસારિક માણસોની જેમ વર્તન કરતા નથી?
পৌলস্যাহমিত্যাপল্লোৰহমিতি ৱা যদ্ৱাক্যং যুষ্মাকং কৈশ্চিৎ কৈশ্চিৎ কথ্যতে তস্মাদ্ যূযং শাৰীৰিকাচাৰিণ ন ভৱথ?
5 તો આપોલસ કોણ છે? અને પાઉલ કોણ છે? જેમ પ્રભુએ તેઓ દરેકને સેવાકાર્ય આપ્યું છે તે પ્રમાણે તેઓ જીવંત ઈશ્વરના સેવકો જ છે, જેઓનાં દ્વારા તમે વિશ્વાસ કર્યો.
পৌলঃ কঃ? আপল্লো ৰ্ৱা কঃ? তৌ পৰিচাৰকমাত্ৰৌ তযোৰেকৈকস্মৈ চ প্ৰভু ৰ্যাদৃক্ ফলমদদাৎ তদ্ৱৎ তযোৰ্দ্ৱাৰা যূযং ৱিশ্ৱাসিনো জাতাঃ|
6 મેં તો માત્ર રોપ્યું, અને આપોલસે પાણી પાયું, પણ ઈશ્વરે તેને ઉગાવ્યું અને વૃદ્ધિ આપી.
অহং ৰোপিতৱান্ আপল্লোশ্চ নিষিক্তৱান্ ঈশ্ৱৰশ্চাৱৰ্দ্ধযৎ|
7 માટે સિંચનાર પણ કોઈ નથી; અને રોપનાર કોઈ નથી; વૃદ્ધિ આપનાર ઈશ્વર તે જ સર્વસ્વ છે.
অতো ৰোপযিতৃসেক্তাৰাৱসাৰৌ ৱৰ্দ্ধযিতেশ্ৱৰ এৱ সাৰঃ|
8 રોપનાર તથા સિંચનાર એક છે; પણ દરેકને તેની મહેનત પ્રમાણે બદલો મળશે.
ৰোপযিতৃসেক্তাৰৌ চ সমৌ তযোৰেকৈকশ্চ স্ৱশ্ৰমযোগ্যং স্ৱৱেতনং লপ্স্যতে|
9 કેમ કે અમે ઈશ્વર ના સેવકો તરીકે સાથે કામ કરનારા છીએ; તમે ઈશ્વરની ખેતી, ઈશ્વરની ઇમારત છો.
আৱামীশ্ৱৰেণ সহ কৰ্ম্মকাৰিণৌ, ঈশ্ৱৰস্য যৎ ক্ষেত্ৰম্ ঈশ্ৱৰস্য যা নিৰ্ম্মিতিঃ সা যূযমেৱ|
10 ૧૦ ઈશ્વરની મારા પર થયેલી કૃપા પ્રમાણે કુશળ સ્થાપિત તરીકે મેં પાયો નાખ્યો છે; અને તેના પર કોઈ બીજો બાંધે છે. પણ પોતે તેના પર કેવી રીતે બાંધે છે તે વિષે દરેકે સાવધ રહેવું.
১০ঈশ্ৱৰস্য প্ৰসাদাৎ মযা যৎ পদং লব্ধং তস্মাৎ জ্ঞানিনা গৃহকাৰিণেৱ মযা ভিত্তিমূলং স্থাপিতং তদুপৰি চান্যেন নিচীযতে| কিন্তু যেন যন্নিচীযতে তৎ তেন ৱিৱিচ্যতাং|
11 ૧૧ કેમ કે જે નંખાયેલો પાયો છે તે તો ઈસુ ખ્રિસ્ત છે. તેમના સિવાય બીજો પાયો કોઈ નાખી શકતું નથી.
১১যতো যীশুখ্ৰীষ্টৰূপং যদ্ ভিত্তিমূলং স্থাপিতং তদন্যৎ কিমপি ভিত্তিমূলং স্থাপযিতুং কেনাপি ন শক্যতে|
12 ૧૨ પણ જો આ પાયા પર બાંધનાર કોઈ સોનું, ચાંદી, અમૂલ્ય પથ્થર, લાકડું કે, પરાળનો ઉપયોગ કરે,
১২এতদ্ভিত্তিমূলস্যোপৰি যদি কেচিৎ স্ৱৰ্ণৰূপ্যমণিকাষ্ঠতৃণনলান্ নিচিন্ৱন্তি,
13 ૧૩ તો દરેકનું કામ કેવું છે તે ખુલ્લું કરવામાં આવશે; કેમ કે તે દિવસ તેને ઉઘાડું પાડશે, અગ્નિથી તે પ્રગટ કરવામાં આવશે; અને દરેકનું કામ કેવું છે તે અગ્નિ જ પારખશે.
১৩তৰ্হ্যেকৈকস্য কৰ্ম্ম প্ৰকাশিষ্যতে যতঃ স দিৱসস্তৎ প্ৰকাশযিষ্যতি| যতো হতোস্তন দিৱসেন ৱহ্নিমযেনোদেতৱ্যং তত একৈকস্য কৰ্ম্ম কীদৃশমেতস্য পৰীক্ষা বহ্নিনা ভৱিষ্যতি|
14 ૧૪ જે કોઈએ તે પાયા પર બાંધકામ કર્યું હશે, તે જો ટકી રહેશે તો તે બદલો પામશે.
১৪যস্য নিচযনৰূপং কৰ্ম্ম স্থাস্নু ভৱিষ্যতি স ৱেতনং লপ্স্যতে|
15 ૧૫ જો કોઈનું કામ બળી જશે, તો તેને નુકસાન થશે; તોપણ તે જાતે જાણે કે અગ્નિમાંથી બચેલા જેવો થશે.
১৫যস্য চ কৰ্ম্ম ধক্ষ্যতে তস্য ক্ষতি ৰ্ভৱিষ্যতি কিন্তু ৱহ্নে ৰ্নিৰ্গতজন ইৱ স স্ৱযং পৰিত্ৰাণং প্ৰাপ্স্যতি|
16 ૧૬ તમે ઈશ્વરનું ભક્તિસ્થાન છો, અને તમારામાં ઈશ્વરનો પવિત્ર આત્મા વાસ કરે છે, એ શું તમે નથી જાણતા?
১৬যূযম্ ঈশ্ৱৰস্য মন্দিৰং যুষ্মন্মধ্যে চেশ্ৱৰস্যাত্মা নিৱসতীতি কিং ন জানীথ?
17 ૧૭ જો કોઈ ઈશ્વરના સભાસ્થાનનો નાશ કરે, તો ઈશ્વર તેનો નાશ કરશે; કેમ કે ઈશ્વરનું આ ભક્તિસ્થાન તે તો પવિત્ર છે, અને તે ભક્તિસ્થાન તમે છો.
১৭ঈশ্ৱৰস্য মন্দিৰং যেন ৱিনাশ্যতে সোঽপীশ্ৱৰেণ ৱিনাশযিষ্যতে যত ঈশ্ৱৰস্য মন্দিৰং পৱিত্ৰমেৱ যূযং তু তন্মন্দিৰম্ আধ্ৱে|
18 ૧૮ કોઈ પોતે પોતાને છેતરે નહિ. જો આ જમાનામાં તમારામાંનો કોઈ પોતાને જ્ઞાની માનતો હોય, તો જ્ઞાની થવા માટે તેણે મૂર્ખ થવું જરૂરી છે. (aiōn g165)
১৮কোপি স্ৱং ন ৱঞ্চযতাং| যুষ্মাকং কশ্চন চেদিহলোকস্য জ্ঞানেন জ্ঞানৱানহমিতি বুধ্যতে তৰ্হি স যৎ জ্ঞানী ভৱেৎ তদৰ্থং মূঢো ভৱতু| (aiōn g165)
19 ૧૯ કેમ કે આ જગતનું જ્ઞાન ઈશ્વરની આગળ મૂર્ખતારૂપ છે; કેમ કે લખેલું છે કે, પ્રભુ કહેવાતા જ્ઞાનીઓને તેઓની જ ચતુરાઈમાં પકડી પાડે છે.
১৯যস্মাদিহলোকস্য জ্ঞানম্ ঈশ্ৱৰস্য সাক্ষাৎ মূঢৎৱমেৱ| এতস্মিন্ লিখিতমপ্যাস্তে, তীক্ষ্ণা যা জ্ঞানিনাং বুদ্ধিস্তযা তান্ ধৰতীশ্ৱৰঃ|
20 ૨૦ અને વળી, પ્રભુ જાણે છે કે જ્ઞાનીઓના વિચાર વ્યર્થ છે.
২০পুনশ্চ| জ্ঞানিনাং কল্পনা ৱেত্তি পৰমেশো নিৰৰ্থকাঃ|
21 ૨૧ તો કોઈ પણ માણસે માણસો વિષે અભિમાન ન કરવું, કેમ કે ઈશ્વરે તમને બધું આપેલું છે.
২১অতএৱ কোঽপি মনুজৈৰাত্মানং ন শ্লাঘতাং যতঃ সৰ্ৱ্ৱাণি যুষ্মাকমেৱ,
22 ૨૨ પાઉલ, આપોલસ, કેફા, સૃષ્ટિ, જીવન, મરણ, વર્તમાનની કે ભવિષ્યની બાબતો; એ બધું તમારું જ છે;
২২পৌল ৱা আপল্লো ৰ্ৱা কৈফা ৱা জগদ্ ৱা জীৱনং ৱা মৰণং ৱা ৱৰ্ত্তমানং ৱা ভৱিষ্যদ্ৱা সৰ্ৱ্ৱাণ্যেৱ যুষ্মাকং,
23 ૨૩ તમે ખ્રિસ્તનાં છો; અને ખ્રિસ્ત ઈશ્વરના છે.
২৩যূযঞ্চ খ্ৰীষ্টস্য, খ্ৰীষ্টশ্চেশ্ৱৰস্য|

< કરિંથીઓને પહેલોપત્ર 3 >