< કરિંથીઓને પહેલોપત્ર 2 >
1 ૧ ભાઈઓ, હું જયારે તમારી પાસે આવ્યો, ત્યારે તમને ઈશ્વર વિષેની સાક્ષી પ્રગટ કરવા હું ઉત્તમ વક્તૃત્વ કે જ્ઞાન બતાવીને આવ્યો નહોતો.
And I, my Brethren, when I came to you, did not preach to you the mystery of God in magnificent speech, nor in wisdom.
2 ૨ કેમ કે ઈસુ ખ્રિસ્ત, જે વધસ્તંભે જડાયેલા, તે સિવાય હું તમારી સાથે રહીને બીજું કંઈ જ ન જાણું, એવો મેં નિશ્ચય કર્યો હતો.
And I did not govern myself among you, as if I knew any thing, except only Jesus Messiah; and him also as crucified.
3 ૩ હું નિર્બળતામાં, ભયમાં તથા ઘણી ધ્રૂજારીમાં તમારી સાથે રહ્યો હતો.
And in much fear and much trembling, was I with you.
4 ૪ મારી વાતનો તથા મારા પ્રચારનો આધાર માનવી જ્ઞાનની મનોહર ભાષા ઉપર નિર્ભર નહોતો, પણ પવિત્ર આત્માનાં તથા સામર્થ્યના પ્રમાણ પર હતો
And my speech and my preaching were not with the persuasiveness of the discourses of wisdom; but with the demonstration of the Spirit, and with power:
5 ૫ કે, તમારા વિશ્વાસનો આધાર માણસોના જ્ઞાન પર નહિ, પણ ઈશ્વરના સામર્થ્ય પર હોય.
that your faith might not arise from the wisdom of men, but from the power of God.
6 ૬ જેઓ અનુભવી છે તેઓની સાથે અમે જ્ઞાનની વાત કરીએ છીએ; પણ તે આ જમાનાનું જ્ઞાન નહિ, તથા આ જમાનાનાં નાશ પામનાર અધિકારીઓનું જ્ઞાન પણ નહિ; (aiōn )
Yet we do speak wisdom, among the perfect; the wisdom not of this world, nor of the potentates of this world, who will come to naught. (aiōn )
7 ૭ પણ ઈશ્વરનું જ્ઞાન, એટલે જે ગુપ્ત રખાયેલું જ્ઞાન સૃષ્ટિના આરંભ પૂર્વેથી ઈશ્વરે આપણા મહિમાને સારુ નિર્માણ કર્યું હતું, તેમની વાત અમે મર્મમાં બોલીએ છીએ. (aiōn )
But we speak the wisdom of God, in a mystery; the wisdom which was hidden, and which God predetermined before the world was, for our glory: (aiōn )
8 ૮ આ જમાનાનાં અધિકારીઓમાંના કોઈને તે જ્ઞાન ની સમજ નથી; કેમ કે જો તેઓને તેની સમજ હોત તો તેઓએ મહિમાવાન પ્રભુને વધસ્તંભે જડ્યાં ન હોત. (aiōn )
which no one of the potentates of this world knew; for had they known it, they would not have crucified the Lord of glory. (aiōn )
9 ૯ પણ લખેલું છે કે, “જે બાબતો આંખે જોઈ નથી, કાને સાંભળી નથી, જે માણસના મનમાં પ્રવેશી નથી, જે બાબતો ઈશ્વરે પોતાના પ્રેમ કરનારાઓને માટે તૈયાર કરી છે.
But, as it is written: The eye hath not seen, nor hath the ear heard, nor hath it entered into the heart of man, that which God hath prepared for those who love him.
10 ૧૦ તે તો ઈશ્વરે પોતાના પવિત્ર આત્માથી આપણને પ્રગટ કર્યા છે;” કેમ કે આત્મા સર્વને, હા ઈશ્વરના ઊંડા વિચારો ને પણ શોધે છે.
But God hath revealed it to us, by his Spirit; for the Spirit exploreth all things, even the profound things of God.
11 ૧૧ કેમ કે કોઈ માણસની વાતો તે માણસમાં જે આત્મા છે તે સિવાય કયો માણસ જાણે છે? એમ જ ઈશ્વરના આત્મા સિવાય ઈશ્વરની વાતો બીજો કોઈ જાણતો નથી.
For what man is there, who knoweth that which is in a man, except it be the spirit of the man, which is in him? So also, that which is in God, no one knoweth, except the Spirit of God.
12 ૧૨ પણ અમે જગતનો આત્મા નહિ, પણ જે આત્મા ઈશ્વર તરફથી છે તે પામ્યા છીએ; જેથી ઈશ્વરે આપણને જે બાબતો આપેલી છે તે અમે જાણીએ છીએ.
Now we have received, not the spirit of the world, but the Spirit which is from God; that we might know the free gifts, which are given to us by God.
13 ૧૩ તે જ અમે બોલીએ છીએ. માનવી જ્ઞાને શીખવેલી ભાષામાં નહિ, પણ પવિત્ર આત્માએ શીખવેલી ભાષામાં; આત્મિક બાબતોને આત્મિક ભાષાથી સમજાવીએ છીએ.
Which things we also speak; not in the teaching of the words of man's wisdom, but in the teaching of the spirit; and we compare spirituals with spirituals.
14 ૧૪ સાંસારિક માણસ ઈશ્વરના આત્માની વાતોનો સ્વીકાર કરતું નથી; કેમ કે તે વાતો તેને મૂર્ખતા જેવી લાગે છે; અને તે આત્મિક રીતે સમજાય છે, તેથી તે તેમને સમજી શકતું નથી.
For a man in his natural self, receiveth not spirituals; for they are foolishness to him. Neither can he know them; for they are discerned by the Spirit.
15 ૧૫ પણ જે માણસ આત્મિક છે તે સર્વને પારખે છે, પણ પોતે કોઈથી પરખાતો નથી.
But he that is spiritual, judgeth of all things: and he is judged of by no one.
16 ૧૬ કેમ કે પ્રભુનું મન કોણે જાણ્યું છે કે, તે તેમને બોધ કરે? પણ અમને તો ખ્રિસ્તનું મન છે.
For who hath known the mind of the Lord, that he should instruct him? But we have the mind of Messiah.