< કરિંથીઓને પહેલોપત્ર 16 >
1 ૧ હવે સંતોને માટે ફાળો એકઠો કરવા વિષે લખું છું; મેં ગલાતિયાના વિશ્વાસી સમુદાયને જે સૂચના આપી તે પ્રમાણે તમે પણ કરો.
Koulye a konsènan ofrann pou sen yo; jan mwen te dirije legliz Galatie yo, konsa mwen fè nou konnen tou.
2 ૨ હું આવું ત્યારે ધર્મદાન ઉઘરાવવા પડે નહિ, માટે અઠવાડિયાને પહેલે દિવસે તમારામાંના પ્રત્યેકે પોતાની કમાણી પ્રમાણે અમુક હિસ્સો રાખી મૂકવો.
Nan premye jou nan semèn nan, ke nou chak mete sou kote e sere, selon jan li te byen reyisi, pou okenn ofrann pa fèt lè m vini.
3 ૩ જયારે હું આવીશ ત્યારે જેઓને તમે પસંદ કરશો, તેઓને પત્રો આપીને હું તમારાં દાન યરુશાલેમમાં પહોંચાડવા માટે મોકલીશ.
Konsa, lè m rive nenpòt moun ke nou ta kab chwazi, mwen va voye yo avèk lèt pou pote kado nou an Jérusalem;
4 ૪ જો મારે પણ જવાનું યોગ્ય લાગશે તો તેઓ મારી સાથે આવશે.
epi si li nesesè pou m ale tou, yo va ale avè m.
5 ૫ હું મકદોનિયા થઈને જવાનો છું; તેથી મકદોનિયા પાર કર્યાં પછી હું તમારી પાસે આવીશ.
Men mwen va vini a nou menm apre mwen pase Macédoine, paske m ap pase Macédoine.
6 ૬ હું કદાચ તમારી સાથે રહીશ, અથવા શિયાળો પણ ગાળીશ કે, જેથી મારે જ્યાં જવાનું છે ત્યાં તમે મને પહોંચાડો.
Petèt mwen va rete avèk nou, oswa menm pase sezon livè a, pou nou kapab voye m ale nenpòt kote ke m ta kab ale.
7 ૭ કેમ કે હમણાં જતા તમને મળવાની મારી ઇચ્છા નથી; પણ જો ઈશ્વરની ઇચ્છા હશે તો હું થોડા સમય સુધી તમારી સાથે રહેવાની આશા રાખું છું.
Paske mwen pa vle wè nou koulye a sèlman an pasan; paske mwen espere rete avèk nou pou kèk tan si Dye vle.
8 ૮ પણ હું પચાસમાના પર્વ સુધી એફેસસમાં જ રહીશ;
Men mwen va rete Éphèse jiska fèt pannkot la;
9 ૯ કેમ કે એક મહાન કાર્ય સફળ થાય એવું દ્વાર મારે માટે ઉઘાડવામાં આવ્યું છે. જોકે વિરોધીઓ પણ ઘણાં છે.
Paske yon pòt byen laj e efikas vin louvri a mwen menm, e gen anpil advèsè.
10 ૧૦ પણ જો તિમોથી આવે તો તે તમારી સાથે નિર્ભય રહે, તે વિષે સંભાળ રાખજો, કેમ કે મારી માફક તે પણ પ્રભુનું કામ કરે છે.
Alò, si Timothée vini, fè si ke li avèk nou san koz pou pè; paske l ap fè travay a Bondye a, menm jan mwen ap fè l la.
11 ૧૧ એ માટે કોઈ તેને તુચ્છ ગણે નહીં; પણ શાંતિથી તમે તેને મારી પાસે પહોંચાડજો, કેમ કે ભાઈઓની સાથે તેના આવવાની પ્રતિક્ષા હું કરું છું.
Donk, pa kite pèsòn meprize li. Men voye l al fè wout li anpè, pou li kapab vin jwenn mwen; paske m ap tann li avèk frè yo.
12 ૧૨ હવે, ભાઈ આપોલસ વિષે મારે આટલું કહેવું છે કે ભાઈઓની સાથે તે તમારી પાસે આવે માટે મેં તેને બહુ વિનંતી કરી; પણ હમણાં ત્યાં આવવાની તેની ઇચ્છા નથી; પણ જયારે અનુકૂળ પ્રસંગ મળશે ત્યારે તે આવશે.
Men konsènan Apollos, frè nou an, mwen te ankouraje li anpil pou li vin jwenn nou avèk frè yo. Li pa t vle vini koulye a, men li va vini lè li gen opòtinite.
13 ૧૩ જાગૃત રહો, વિશ્વાસમાં સ્થિર રહો, સામર્થ્ય બતાવો, બળવાન થાઓ.
Rete vijilan, kanpe fèm nan lafwa, pran kouraj, mete nou dyanm.
14 ૧૪ તમે જે કંઈ કરો તે પ્રેમથી કરો.
Ke tout sa ke nou fè, fèt ak lanmou.
15 ૧૫ ભાઈઓ, તમે સ્તેફનાસના કુટુંબને જાણો છો કે, તે અખાયાનું પ્રથમફળ વિશ્વાસી છે, તેઓ સંતોની સેવામાં હંમેશા સક્રિય રહ્યા છે માટે હું તમને વિનંતી કરું છું કે,
Alò, mwen ankouraje nou, frè m yo (nou konnen lakay Stéphanas, ke yo te premye fwi nan Achaïe e ke yo te bay tèt yo pou ministè a sen yo).
16 ૧૬ તમે એવા માણસોને અને અન્ય જેઓ સેવામાં પરિશ્રમ કરે છે તેઓને પણ આધીન થાઓ.
Pou nou osi vin soumèt a kalite moun sa yo e a tout moun ki ede nan zèv ak travay la.
17 ૧૭ સ્તેફનાસ તથા ફોર્તુનાતસ તથા અખાઈક્સના આવવાથી હું હર્ષ પામ્યો છું; કેમ કે તમારું જે કામ અધૂરું હતું તે તેઓએ પૂરું કર્યું છે.
Mwen rejwi de rive a Stéphanas ak Fortunatus ak Achaïcus paske yo te founi sa ki te manke nan pati a nou menm.
18 ૧૮ તેઓએ મારા તથા તમારા આત્માને પણ ઉત્તેજિત કર્યા. માટે એવા માણસોને માન આપો.
Paske yo te renouvle lespri mwen ak lespri pa nou osi. Donk se pou nou rekonèt moun tankou sa yo.
19 ૧૯ આસિયાના વિશ્વાસી સમુદાય તમને સલામ પાઠવે છે. આકુલા, પ્રિસ્કા તથા તેઓના ઘરમાં મળતા વિશ્વાસી સમુદાયના સર્વ પ્રભુમાં તમને સલામ પાઠવે છે.
Legliz Asie yo salye nou. Aquilas avèk Priscille salye nou avèk tout kè yo nan Senyè a, avèk legliz ki lakay yo a.
20 ૨૦ સર્વ ભાઈઓ પણ તમને સલામ પાઠવે છે. પવિત્ર ચુંબનથી એકબીજાને ક્ષેમકુશળ કહેજો.
Tout frè yo salye nou. Salye youn lòt avèk yon bo ki sen.
21 ૨૧ હું પાઉલ મારે પોતાને હાથે તમને સલામ લખું છું.
Salitasyon de pwòp men pa m——Paul.
22 ૨૨ જો કોઈ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર પ્રેમ કરતો ન હોય, તો તે શાપિત થાઓ.
Si yon moun pa renmen Senyè a, li dwe modi. Maranata (Jésus ap vini). Vin non, Senyè nou an!
23 ૨૩ આપણા પ્રભુ આવવાનાં છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા તમારા પર હો.
Ke gras Senyè a Jésus avèk nou.
24 ૨૪ ખ્રિસ્ત ઈસુમાં મારો પ્રેમ તમો સર્વની સાથે હો. આમીન.
Ke lanmou mwen avèk nou tout nan Jésus Kri. Amen.